Sunday, November 20, 2011

'મારી દૈનિક કાર્ય નોંધપોથી" વિમોચન...

માન. શિક્ષન મંત્રીશ્રીનું પુષ્પ અને પુસ્પકથી સ્વાગત કરતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી


મારી દૈનિક કાર્ય નોંધપોથી વિમોચનની ઐતિહાસિક ક્ષણો..

અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીશ્રી બન્છાનીધી પાની સાહેબ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં શિક્ષક દ્વારા કરાવવામાં આવતા શિક્ષણ કાર્ય વિષે માહિતગાર કરવા તેમજ વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી વાલીને જાણ કરતા રહેવાના હેતુથી મારી દૈનિક કાર્ય નોંધપોથી તૈયાર કરવાનો વિચાર જીલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.એમ.જાની અને ચેરમેનશ્રી જીલ્લા શિક્ષણ સમિતિ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સમક્ષ મુકવામાં આવ્યો.આ સદ્કાર્યના લેખન તેમજ અમલીકરણના આયોજન કરવાનું સૌભાગ્ય મને મળ્યું. કેટલાક ચોક્કસ લક્ષ્ય સાથે મારી દૈનિક કાર્ય નોંધપોથીલખાઈ. છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વિષે આપણે વાત કરીએ છીએ પરંતુ કોઈ કારણસર આપણે શિક્ષકને આ માટે ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ આપી શક્યા નથી. શિક્ષક અને સમાજની આ જરૂરિયાત અમદાવાદ જીલ્લા ટીમ એજ્યુકેશન (ટીમ એજ્યુકેશન જીલ્લા કક્ષાએ શૈક્ષણીક કાર્યમાં જોડાયેલ શિક્ષક મિત્રો માટે ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી દ્વારા નામધન કરાયેલ છે.) દ્વારા પૂરી પાડવા નમ્ર પ્રયત્ન કરાયો.આ માટે જીલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ જીલ્લા પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર શ્રી એમ.એમ.જાની સાહેબે સર્વ શિક્ષા અભિયાન મિશન ગાંધીનગર પાસેથી પાયલોટ પ્રોજેક્ટ માટે વીશેષ મંજુરી તેમજ અન્ય માર્ગદર્શન મેળવ્યું. મારી દૈનિક કાર્ય નોંધપોથીનું વિમોચન માન.શિક્ષણ મંત્રી શ્રી રમણભાઈ વોરા દ્વારા ધંધુકા ખાતે ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કરવામાં આવ્યું. જીલ્લાના સૌ શિક્ષક ભાઈ બહેનો અને ટીમ એજ્યુકેશન વતી માન. શિક્ષણ મંત્રીશ્રી નું સ્વાગત પુષ્પ અને પુસ્તક આપી અમારા જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું. જીલ્લાના તમામ ક્લસ્ટરની મુખ્ય શાળાઓમાં એટલેકે જીલ્લાની ૧૫૫ શાળાઓમાં ૭૦૬૫ જેટલા વિદ્યાર્થી મારી દૈનિક કાર્ય નોંધપોથીપ્રાયોગિક ધોરણે શરુ કરશે. આ અંગે સી.આર.સી પાસેથી દર મહિને જીલ્લા કક્ષાએથી નક્કી કરેલ ફોર્મેટ (રીસર્ચ પેપર) મુજબ માહિતી મેળવી રીપોર્ટ તૈયાર કરી રાજ્ય કક્ષાએ આપવામાં આવશે. મારી દૈનિક કાર્ય નોંધપોથીવિષે અગાઉ પોસ્ટ લખેલ છે આથી એના વિષે વધારે ન લખતા આ નોંધપોથીના ઉપયોગ વિષે હવે પછીની પોસ્ટમાં જણાવેલ છે. આપનો અભિપ્રાય અમને અમારી ભૂલ સુધારવા તેમજ વધારે સારું કાર્ય કરવા પ્રેરકબળ પૂરું પડશે.

No comments: