Wednesday, November 16, 2011

Gunotsav 2011 Check List

ગુણોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે ચેકલીસ્ટ....

ગુણોત્સવને બોજો ન સમજતા ગુણોત્સવ એ શાળા પરીવાર, ગ્રામ જનો દ્વારા થતા શૈક્ષણિક, સામાજિક તેમજ ગુણવત્તા સુધારણા માટે થતા શાળા કક્ષાના પ્રયત્નોથી સરકારશ્રીને વાકેફ કરવાનો, શિક્ષક ના શિક્ષક્ત્વને નિખારવાનો કાર્યક્રમ છે...જે યાદ રાખશો.

1) શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલી તેમજ SMC બેઠક યોજી ગુણોત્સવ અંગે જરૂરી માહિતી આપવી.

2) આ દિવસોમાં બિનચૂક શિક્ષક અને વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી રાખવી.

3) વિદ્યાર્થી, શિક્ષક અને ગ્રામજનો સાથેના આંતર સંબંધ પ્રેમભાવ સાથેનો હોવો જરૂરી છે.

4) ગ્રામ્ય કક્ષાએ ગુણોત્સવ પ્રચાર પ્રસાર કરવો.

5) ગુણોત્સવ માટે લોગો સાથેનું બેનર શાળામાં લગાવેલું રાખવું.

6) કુપોષણ નિવારણ નાટક તેમજ ૩૦ મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર રાખવો જે વાલી મીટીંગ સમયે રજુ કરી શકાય.

7) વિવિધતા સભર પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવું. વિદ્યાર્થી દ્વારા જ સંચાલન અને સંગીતના સાધનોનો બિન ચૂક ઉપયોગ જરૂરી. શક્ય હોય તો ત્રી ભાષામાં પ્રાર્થના કાર્યક્રમ કરવો.પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન યોગાભ્યાસ કરાવવા.

8) શાળા પ્રવૃત્તિઓનું સુંદર રીતે વિગતવાર દસ્તાવેજીકરણ તેમજ દરેક અહેવાલમાં એક ફોટોગ્રાફ્સ અને વિગત રાખવી.

9) ગુણોત્સવ અંગેની તમામ વિગતો સાથે અલગથી ફાઈલ તૈયાર કરાવી.

10) ગત વર્ષના ગુણોત્સવ પરિણામ પછી શાળા કક્ષાએ ગુણાત્મક સુધારા માટે કરેલ કામગીરીનું દસ્તાવેજીકરણ કરવું.

11) નિબંધ નોટ, સ્વ અધ્યયન પોથી, પ્રયોગ પોથી, નકશા પોથી, ગૃહ કાર્ય નોટબુક્સ તપાસેલ હોવી જરૂરી છે તેમજ માર્ગદર્શન મુજબ અનુકાર્ય થયેલ જરૂરી.

12) વર્ગખંડમાં માસ વાર, વિષયવાર આયોજન, સમય પત્રક જરૂરી.

13) શાળા સફાઈ તેમજ ગ્રામ સફાઈનું આયોજન કરવું.

14) મધ્યાહ્ન ભોજન માં ભોજન મેનુ મુજબ નિયમિત આપતા હોઈએ તે મુજબ સ્વાદિષ્ટ ભોજન આપવું. ઇકો ક્લબ, કિચન ગાર્ડન અંતર્ગત ઉગાડેલ શાકભાજી નો ઉપયોગ મધ્યાહ્ન ભોજનમાં કરવો. શાળાની તમામ શ્રેષ્ઠ બાબતો સહજ રીતે મુલાકાતી અધિકારી સમક્ષ આવે તે મુજબ વ્યવહાર કરવો. આપનો વધારે પડતો ઉત્સાહ ક્યારેક શાળાની સારી બાબતો ઢાંકી શકે.

15) શાળામાના બગીચામાં ઉછરેલ ફૂલ છોડ ના ફૂલ વડે વિદ્યાર્થીઓએ બનાવેલ પુષ્પગુચ્છ કે વિદ્યાર્થી નિર્મિત ગ્રીટીંગ કાર્ડ કે અન્ય કૃતિનો સ્વાગત માટે ઉપયોગ કરવો.

16) નકારાત્મક વાતો, ચર્ચા ન જ કરવી, કોઈ શરુ કરે તો ટાળવી.

17) સરકારશ્રી દ્વારા અમલી શૈક્ષણિક યોજનાઓ ના સારા પરિણામ અંગે મુલાકાતી, અધિકારીને વાકેફ કરવા.

18) જીલ્લા કક્ષાએથી ગુણોત્સવ વાતાવરણ નિર્માણ તેમજ ગુણોત્સવ પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા કરવામાં આવેલ પ્રયત્નોની મુલાકાતી, ગ્રામજનો, SMC ને જાણ કરવી.

19) માન. મુખ્ય મંત્રીશ્રી ની ટેલી કોન્ફરન્સ દરમિયાન અપાયેલ સૂચના અનુસાર કોઈ પણ શાળામાં અવાસ્તવિક સુધારો જોવા મળશે અને મુલાકાતી અધિકારીના મૂલ્યાંકન મુજબ વાસ્તવિકતા જુદી ન જોવા મળે તે અંગે તકેદારી રાખશો. આપનું મૂલ્યાંકન સત્ય આધારિત હોવું જરૂરી છે.

20) કમ્પ્યુટર લેબ, પ્રયોગ શાળા, પુસ્તકાલયનો યોગ્ય રીતે વિદ્યાર્થી દ્વારા ઉપયોગ થાય છે તે માટે ની પ્રવૃતિઓથી મુલાકાતીને વાકેફ કરવા.

21) શાળામાં ચાલતી મુલ્ય વર્ધિત પ્રવૃત્તિઓ, તેમજ અન્ય પ્રોજેક્ટ કે કાર્યક્રમની માહિતી આપવી.

22) વિદ્યાર્થીઓ, ગ્રામજનો, શિક્ષકોની સારી બાબતો આવનાર મુલાકાતીને જણાવવી.

23) વિદ્યાર્થી પ્રોફાઈલ, પોર્ટફોલીઓ તેમજ અન્ય વિગતો હાથ વગી રાખવી જેથી મુલાકાતી જોવા માંગે ત્યારે આપી શકાય.

24) શાળામાં ચાલતા નવતર પ્રયોગો, પ્રોજેક્ટ્સ, સંશોધન,પ્રવાસ-પર્યટન,ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ,રમતોત્સવમાં ભાગ લીધેલ તેમજ અન્ય બાબતો અહેવાલ ફોટોગ્રાફ્સ સાથે રજુ કરવા.

25) શાળાના તમામ ૧૦૦% હાજરી વાળા નિયમિત બાળકોની માતાઓનું આવનાર અધિકારીશ્રી દ્વારા ગ્રામજનો સાથેની બેઠક દરમિયાન સન્માન કરાવવું.

26)તમામ દફતર યોગ્ય રીતે નિભાવેલ, ગોઠવાયેલ હોવા જરૂરી છે. જેમ કે, હાજરી પત્રક,વય પત્રક, SMC એજન્ડા બુક્સ, ઇન વર્ડ, આઉટ વર્ડ, મુવમેન્ટ રજીસ્ટર,હિસાબી ચોપડા-દફતર, આચાર્ય લોગબુક, વિઝીટ બુક્સ, વાલી સંપર્ક રજીસ્ટર વગેરે.

27) ક્ષતિ રહિત વીજળીકરણ થયેલ હોવું જરૂરી છે તેમજ દરેક વર્ગમાં પંખા, ટ્યુબ લાઈટની વ્યવસ્થા જરૂરી.

28) વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કૉ ઓર્ડીનેટર્સ,કેળવણી નિરિક્ષકે જીલ્લા કક્ષાએથી જણાવેલ યુનિફોર્મમાં આવવા વિનંતી.

વધુ વિગત માટે સર્વ શિક્ષા અભિયાન મિશન,અમદાવાદ પ્રકાશિત "ગુણોત્સવ વાતાવરણ નિર્માણ" માહિતી પુસ્તિકા કે આ બ્લોગ પરની અગાઉની પોસ્ટ પરથી મેળવી શકશો.

No comments: