Wednesday, November 16, 2011

Gunotsav Vatavaran Nirman Programme in Ahmedabad District


ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમ....અમદાવાદ જિલ્લાનું વીશેષ આયોજન....

એક ઝલક.....

અમદાવાદ જિલ્લામાં ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમના વાતાવરણ નિર્માણ તેમજ જીલ્લાની તમામ શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા જીલ્લા કક્ષાએથી જીલ્લા વિકાસ અધિકારી શ્રી બન્છા નિધિ પાની, અધ્યક્ષશ્રી, જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી શ્રી હર્ષદગીરી ગોસ્વામી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.એમ.જાની દ્વારા (કદાચ કેટલાક પ્રયત્નો રાજ્યમાં પ્રથમ વાર) કરવામાં આવેલ પ્રયત્નો અહી જણાવેલ છે. આ તમામ કાર્યક્રમોની ઊંડાણ પૂર્વકની માહિતી, ફોટો ગ્રાફ્સ આ બ્લોગમાં અગાઉના મહિનામાં કરાયેલ પોસ્ટ વાંચવાથી માહિતી મેળવી શકશો.

વિદ્યાર્થી મૂલ્યાંકન: જીલ્લાની તમામ શાળાના વિદ્યાર્થી અને શાળાનું સી.આર.સી કો ઓર્ડીનેટરના માર્ગદર્શન મુજબ મૂલ્યાંકન કરવામાં આવ્યું. મળેલ પરિણામ આધારે જીલ્લા કક્ષાએ ગુણોત્સવ પૂર્વે વાતાવરણ નિર્માણ અને ગુણાત્મક સુધારા માટે માટે આયોજન કરવામાં આવ્યું.

ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમ: ગુણોત્સવ પૂર્વે શિક્ષકો, વિદ્યાર્થીઓ ગુણોત્સવનું મહત્વ સમજે અને ગુણવત્તામાં અભિવૃદ્ધિ કરી શકાય એ હેતુથી જિલ્લાને ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યો. જે અંતર્ગત વિરમગામ ઝોન (વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ-તારીખ: ૨૨/૦૯/૨૦૧૧ ) , ધંધુકા ઝોનમાં (ધંધુકા,બરવાળા,રાણપુર અને ધોળકા-તારીખ: ૨૩/૦૯/૨૦૧૧), સીટી ઝોનમાં (સીટી,દસક્રોઈ, બાવળા, તારીખ: ૨૪/૦૯/૨૦૧૧ )માં સમવીષ્ઠ તમામ તાલુકાની શાળાના આચાર્ય, પે સેન્ટર શાળા આચાર્ય, જીલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠનના હોદ્દેદાર, કેળવણી નિરિક્ષક, બી.આર.સી/સી.આર.સી. કૉ ઓર્ડીનેટર્સને જીલ્લા વિકાસ અધિકારી, અધ્યક્ષશ્રી, જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય અનુભવી તજજ્ઞો દ્વારા ગુણવત્તા સુધારણા તેમજ ગુણવત્તા વૃદ્ધિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમ માર્ગદર્શક સાહિત્ય: ઝોન બેઠક દરમિયાન ગુણોત્સવ વાતાવરણ નિર્માણ પથદર્શીકા દ્વારા જીલ્લાની તમામ શાળાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પુસ્તિકા જીલ્લાની તમામ શાળાઓ, જીલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠનના હોદ્દેદાર, કેળવણી નિરિક્ષક, બી.આર.સી/સી.આર.સી. કૉ ઓર્ડીનેટર્સને આપવામાં આવી.

શિક્ષક તાલીમી સાહિત્ય નિર્માણ: ક્લસ્ટર કક્ષાએ આપવામાં આવતી શિક્ષક તાલીમ ને પરિણામ લક્ષી બનાવવા અનુભવી તજજ્ઞો દ્વારા વિશિષ્ઠ તાલીમી સાહિત્ય, શિક્ષક નોંધપોથીનું નિર્માણ કરી દરેક શિક્ષકને આપવામાં આવ્યું.

મોર્ડન ટેકનોલોજીનો ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે ઉપયોગ: વર્ગ શિક્ષણને ગુણવત્તા યુક્ત બનાવવા, તેમજ ગુણોત્સવ વાતાવરણ નિર્માણ કાર્યક્રમને જીવંત રાખવા શિક્ષક તાલીમી સાહિત્યના ભાગ રૂપે જીલ્લા કક્ષાએથી દર માસે ક્લસ્ટર કક્ષાએ એક ડીવીડી આપવામાં આવે છે જેમા જે તે માસને અનુરૂપ શૈક્ષણીક એકમોની છણાવટ, મોટીવેશનલ વિડીયો ક્લિપ્સ, એજ્યુકેશનલ એનીમેશન ક્લિપ્સ, પદાધિકારીશ્રી, અધિકારીશ્રી દ્વારા પ્રી રેકોર્ડેડ મોટીવેશનલ સ્પીચ, કાવ્યો, વગેરે આપવામાં આવે છે.

બાયસેગ પરથી શિક્ષક તાલીમ: જીલ્લાના તમામ શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ તજજ્ઞો, પાઠ્ય પુસ્તક લેખન સાથે સંકળાયેલ લેખકો, વહીવટી અધિકારી દ્વારા જીલ્લાના શિક્ષકોને તારીખ ૨૧/૦૯/૨૦૧૧, ૦૯/૧૧/૨૦૧૧, ૧૧/૧૧/૨૦૧૧ એમ ત્રણ અલગ અલગ દિવસે તાલીમ આપવામાં આવી. ઓન એર પ્રસારણ સમયે દરેક શિક્ષક્ને પોતાના વિષય માટે મનની મુંઝવણ કે પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્ન પૂછવાની ખુલ્લી તક આપી. એક પણ પ્રશ્નને ટાળ્યા વિના પુછાયેલ તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપવામાં આવ્યા. આ પ્રસારણ સમયે જીલ્લા વિકાસ અધિકારી, અધ્યક્ષશ્રી, જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય અનુભવી તજજ્ઞો દ્વારા ગુણવત્તા સુધારણા તેમજ ગુણવત્તા વૃદ્ધિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમી પ્રસારણ અમદાવાદ જીલ્લાના શિક્ષકો માટે હોવા છતાં રાજ્યના અન્ય જીલ્લાના શિક્ષકોએ પણ પ્રશ્નોત્તરી અને તાલીમ દરમિયાન અપાયેલ માર્ગદર્શન મેળવ્યું.

મારી દૈનિક કાર્ય નોંધપોથી: વિદ્યાર્થીઓ પોતાના કાર્યનું સ્વ-મૂલ્યાંકન કરતા થાય, પોતાના દૈનિક કાર્યને-રોજનીશી નિયમિત લખતા થાય, બાળક શાળામાં શું કરે છે તેની વાલીને નિયમિત જાણ થાય તેમજ જરૂરી માર્ગદર્શન પોતાના બાળકને કે શિક્ષક્ને આપી શકે, શિક્ષક દ્વારા દર રોજ-માસના અંતે વિદ્યાર્થી પ્રગતિની નોંધ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે વાલીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે અને વિદ્યાર્થીઓનું લેખન કૌશલ્ય વિકસાવી શકાય આવા અનેક હેતુઓ સિદ્ધ કરવા, વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણ વિકસાવવા ‘મારી દૈનિક કાર્ય નોંધપોથી ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ માટે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે ક્લસ્ટરની મુખ્ય શાળામાં મુકવામાં આવ્યો.

ધોરણ ૪ અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ: જિલ્લાની તમામ શાળાઓમા અંગ્રેજી શિક્ષણને ગુણવત્તા સભર બનાવવા, બાળકોને પાંચમાં ધોરણમાં આવે તે પહેલા ધોરણ ચારમાં અંગ્રેજી ભાષાનો પ્રાથમિક પરિચય કરાવવા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ધોરણ ચારના બીજા સત્રમાં દરેક તાલુકાની પસંદિત ૨-૨ શાળાઓમાં અંગ્રેજી વાતાવરણ નિર્માણ કાર્યક્રમ અમલી કરવાનું આયોજન કરવામાં આવ્યું.

શાળા મુલાકાત: શાળાઓના ભૌતિક,સામાજિક,સંસ્થાકીય અને જ્ઞાનાત્મક પરિમાણમાં વિકાસ કરવાના હેતુથી જીલ્લા વિકાસ અધિકારી, અધ્યક્ષ, જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાઓ અને તાલીમ વર્ગની સતત મૂલાકાત કરી માર્ગદર્શન આપવામાં આવતું રહે છે.

પ્રશ્ન મંચ: વિદ્યાર્થીઓ અને શિક્ષકના જનરલ નોલેજનો વિકાસ થાય તેમજ પાઠ્ય પુસ્તકના જ્ઞાન સાથે સાથે અન્ય બાબતો,ઘટનાઓથી વાકેફ થાય અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે વિદ્યાર્થી બાળપણથી જ તૈયાર થાય તે હેતુથી શાળા કક્ષા, કલસ્ટર કક્ષા અને તાલુકા કક્ષાએ પ્રશ્ન મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત તાલુકા કક્ષાએ તાલુકાના શ્રેષ્ઠ જનરલ નોલેજ ધરાવનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકને સન્માનિત કરાયા.

માર્ગદર્શન બેઠક: ગુણોત્સવની પૂર્વ તૈયારીના ભાગ રૂપે જીલ્લા કક્ષાએ તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૧ના દિવસે જીલ્લાના તમામ બી.આર.સી/સી.આર.સી કૉ ઓર્ડીનેટર્સ, કેળવણી નિરિક્ષક ની સંકલન બેઠક યોજવામાં આવી. જેમાં ગુણોત્સવની પૂર્વતૈયારીના ભાગરૂપે શાળા કક્ષાએ ચેકલીસ્ટ/સ્વ મૂલ્યાંકન, ગુણોત્સવના રૂટ તેમજ અન્ય બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુણોત્સવના દિવસે લાયઝન અધીઅકારી તેમજ શિક્ષણના મહત્વના સંયોજક તરીકે બી.આર.સી/સી.આર.સી કૉ ઓર્ડીનેટર્સ, કેળવણી નિરિક્ષકની ભૂમિકા સ્પષ્ઠ કરવામાં આવી. ગુણોત્સવ દરમિયાન મુલાકાતી પદાધિકારી, અધિકારી દ્વારા આપવામાં આવતા સુચનો,માર્ગદર્શનને નોંધ કરી તેના અમલીકરણ માટે આયોજન કરવા તજજ્ઞો તેમજ અધ્યક્ષ-જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

No comments: