Monday, November 28, 2011

Post Gunotsav

ગુણોત્સવના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થી એ લેખિત પરિક્ક્ષામાંથી પસાર થવું પડે છે. આ પરિક્ષામા અગાઉના વર્ષમાં ભણેલ વિષયોનું એપ્લીકેબલ ક્નોલેજ ચકાસાય છે(આ પ્રકારના પ્રશ્નો જે બહુ જરૂરી છે.) આ પરિક્ષા પાછી તરત ૨ દિવસમાં વિદ્યાર્થી એ સત્રાંત પરિક્ષા માંથી પસાર થવું પડે છે જેમાં વિદ્યાર્થીની ગોખણપટ્ટીણે ચકાસતા છેલ્લા છ માસમાં ભણેલ એકમના પ્રશ્નો હોય છે.આમ વિદ્યાર્થીએ દોઢ વરસનું અલગ અલગ પેટર્નમા યાદ રાખવાનો ભાર સહન કરવો પડે છે. આના બદલે વર્ષાંતે જે તે વર્ષના શિક્ષણણે ધ્યાને લઇ ગુણોત્સવ ઉજવાય તો ? કેટલું સરળ બને... શનિવાર ગુણોત્સવનો અંતિમ દિવસ હતો. કેટલાક જિલ્લાએ પ્રી ગુણોત્સવ કરેલ જયારે કેટલાક સીધા જ મેદાનમાં આવી ગયા. ગુણોત્સવ પૂર્ણ થયા બાદ શક્ય છે કેટલાક જીલ્લા પોસ્ટ ગુણોત્સવ વિષે વિચારે. જો પોસ્ટ ગુણોત્સવ ન કરવામાં આવે અથવા આવનાર અધિકારીઓના સુચનોની સમિક્ષા કરી જરૂરી કર્યો હાથ ધરવામાં ન આવે તો ગુણોત્સવ પાછળ ખર્ચાયેલ લાખો માનવ કલાક એળે જાય. અધિકારીશ્રીઓએ પોતાની શાળા મુલાકાત બાદ જરૂરી સુચનો, માર્ગદર્શન આપેલ છે. આપને જાણીએ છીએ તે મુજબ આવનાર અધિકારી પોતાના આગવા વિઝન (દ્રષ્ટિ) સાથે આવેલ. આપને જાણીએ છીએ કે રોગનું નિદાન થવાથી રોગ મટતો નથી પરંતુ નિદાન પાછી જરૂરી દવા/સારવાર પણ જરૂરી છે. અધિકારી કે અન્ય મૂલ્યાંકન કર્તા દ્વારા ગુણોત્સવ દરમિયાન નિદાન કરવા મુલાકાત લેવાય છે. પરંતુ એ પછી શું ? વિદ્યાર્થીને જે નથી આવડતું, જે નથી જાણતા તે અંગે બધાજ વાકેફ હતા અને છે. પરંતુ પોસ્ટ ગુણોત્સવ એટેલે કે રેમેડિયલ વર્ક ન કરવામાં આવે તો ગુજરાતી કહેવત દળી દળી ને કુલડીમાં જેવું થાય.

ખેલ મહાકુંભ ની તૈયારીઓ પુર જોશમાં ચાલુ છે. વિદ્યાર્થીઓ / શિક્ષકો જુદી જુદી રમતો માટે તૈયારી કરી રહ્યા છે. શિક્ષક પાસે વર્ગખંડમાં જવા સમય નથી રહેતો કારણ ખેલ મહાકુંભ પાછી તુરંત ડાયેટ માર્ગદર્શિત રમતોત્સવ આવશે જેમાં જુદા પ્રકારે રમતો રમશે. શક્ય છે એ પાછી SSAM પણ રમતોત્સવ યોજે (For girls) જેની તૈયારી માટે ફરી બધાએ મહેનત કરાવી પડશે. જો ખેલ મહાકુંભ સાથેજ ડાયેટ કે SSAM નો રમતોત્સવ રાખવામાં આવે તો ? તાલીમ મા પણ એમ જ થાય છે , જેટલા વિભાગ તેટલા તાલીમના પ્રકાર. જો શિક્ષણ વિભાગ સાથે મળી એક ચોક્કસ પ્રકારનું વાર્ષિક આયોજન કરવામાં આવે તો ?

આવું રાજ્યના તમામ શિક્ષક વિચારતા હશે પરંતુ એમ છતાં .... હવે સમય પાકી ગયો છે કે રાજ્ય કક્ષાએ કે જીલ્લા કક્ષાએ ડાયેટ, SSAM, જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી તેમજ શિક્ષક, વિદ્યાર્થી કે શાળા સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલ તમામ વિભાગ સાથે નહિ મળે ત્યાં સુંધી જિલ્લાને ચોક્કસ દિશા મળવી મુશ્કેલ છે. શિક્ષકોને પોતાની કેટલીક તકલીફો છે આ તમામ તકલીફો વિષે જાણી સરળ વહીવટી કારણ દ્વારા શિક્ષક પોતાનો મહત્તમ સમય વર્ગખંડમા વિદ્યાર્થી સાથે પસાર કરે તે જરૂરી છે. તાલીમ, વહીવટી કામગીરી કે અન્ય કામોમાં વ્યસ્ત શિક્ષકોને પુરતો સમય આપવામાં આવે તો જરૂરથી પરિણામ મળે. આ માટે રાજ્ય કક્ષાએ વ્યવસ્થા ન થઇ શકે તો જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ ડાયેટ, SSAM, જી.પ.શિ.સમીતી, આરોગ્ય શાખા, સાથે બેઠક કરી આગામી છ માસનું આયોજન કરવું જરૂરી છે કારણ કે સમગ્ર જિલ્લાનો વિકાસ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ધરાયેલ આયોજન પર આધારિત હોય છે. આ બેઠક માટે ગુણોત્સવ અંગેના સુચનો અતિ ઉપયોગી નીવડી શકશે. ચોક્કસ પ્રકારના ફોર્મેટ સાથે એક્શન પ્લાન ઘડવામાં આવે તો શૈક્ષણીક પ્રગતિ સરળતાથી કરી શકાય છે.

No comments: