Sunday, November 20, 2011

Use of "Mari Dainik Kary Nondhpothi" ... user manual ...

મારી દૈનિક કાર્ય નોંધપોથીનો વર્ગકાર્ય દરમિયાન ઉપયોગ:

કોઈ પણ કાર્ય કરવાની શરૂઆતમાં તે અંગે વીશેષ જાણકારી મેળવી પુરતી સમજણ કેળવવાથી અડધું કાર્ય પૂરું થવાનો અહેસાસ થાય છે અને આત્મવિશ્વાસથી કાર્ય કરવાની શક્તિ મળે છે. કાર્ય શરુ કરતા પહેલા એ કાર્ય કેવી રીતે કરવું તે અંગે આયોજન કરવાથી પરિણામ લક્ષી કાર્ય સરળતાથી કરી પરિણામ મેળવી શકાય છે. અહી જણાવેલ પદ્ધતિ પ્રમાણે શિક્ષક, વિદ્યાર્થી,આચાર્ય, વાલી દ્વારા ઉપયોગ નહિ કરવામાં આવે તો નોંધપોથી સ્વઅધ્યયન પોથી બની કોરી રહી જશે....!!! જોકે આ માટે ૧૫ ડીસેમ્બરથી જીલ્લા કક્ષાએ મૂલ્યાંકન-મોનીટરીંગ માટેનું વીશેષ આયોજન પણ કરવામાં આવેલ છે. તેમ છતાં આ સાથે આપેલ માર્ગદર્શિત સુચનો અને આપ નોંધપોથી વાંચી જાતે તે અંગે આપનો રોલ વિચારી આયોજન કરશો તો આપણને જરૂરથી સફળતા મળશે તેવો વિશ્વાસ છે. જીલ્લા ટીમ એજ્યુકેશનને આપ પર શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ છે કે આપ આ કાર્યને સફળ બનાવવા આપનો પુરતો સહકાર આપશો.

મારી દૈનિક કાર્ય નોંધપોથીપર એક નજર:

- #- વિદ્યાર્થીની પ્રાથમિક માહિતી.

- મારી દૈનિક કાર્ય નોંધપોથીહેતુઓ અને નોંધપોથી ભરવા અંગે ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો

- વિદ્યાર્થી પરિચય ... (સ્ટુડન્ટ પ્રોફાઈલ)

- જાતે ચકાસો....(વિદ્યાર્થી સ્વ મૂલ્યાંકન)

- વિદ્યાર્થીની દૈનિક નોંધ જેમાં તારીખ, વાર, આજે શાળામાં સમયસર/મોડા આવ્યા અંગે સ્વ મૂલ્યાંકન, આજે હું ભણ્યો, આજે મને ગૃહ કાર્ય આપ્યું, આજે મેં વર્ગ/શાળામાં કરાયેલ પ્રવૃત્તિમાં ભગ લીધો તે અંગેની નોંધ, શિક્ષકની સહી/માર્ગદર્શન, વાલીની સહી/માર્ગદર્શન

- છેલ્લા ચાર પેજમા વર્ગ શિક્ષક્નુ માર્ગદર્શન, વિષય શિક્ષક્નુ માર્ગદર્શન, વાલીની શિક્ષક માટેની નોંધ

- માર્ગદર્શકના સુચનો ( સી.આર.સી./બી.આર.સી/કેળવણી નિરિક્ષક કે અન્ય મુલાકાતી દ્વારા)

- સમય પત્રક

- પ્રોગ્રેસ કેલેન્ડર (મોડા આવવા,ગૃહકાર્ય ન કરવા બદલ,પ્રવૃત્તિમાં ભગ ન લેવા બબતે તેમજ સ્વચ્છતા સંદર્ભે)- વિદ્યાર્થીની પ્રાથમિક મુલ્યાંકન માહિતી.

શિક્ષક:

પ્રાર્થના કાર્યક્રમ પછી હાજરી પુરાવાના સમયે વર્ગ શિક્ષકે દરેક વિદ્યાર્થીને હાજરી પુરતી વખતે તેનું નામ બોલી ઉભા કરવાના રહેશે. આ સમયે શિક્ષકે એક નજર કરી વિદ્યાર્થીને જોવાનો રહેશે તેમજ વિદ્યાર્થી મોડો આવ્યો હોય કે અસ્વચ્છ હોય તો ટાઇટલ પેજ ૩ પર આપેલ પ્રોગ્રેસ કેલેન્ડરમા તે દિવસના ખાનામાં તે પેજ પર દર્શાવ્યા મુજબ ત્રિકોણ કે ઉંધો ત્રિકોણ બનાવવાનો રહેશે. જો વિદ્યાર્થી કે તેના પરિવારના સભ્યમાંથી કોઈ સભ્ય બીમાર હોય તો શિક્ષકે તેના ખબર અંતર પુછવા તેમજ વિદ્યાર્થીને ગમતી નાની ટીખળ કરાવી જેથી તેનો દિવસ આનંદ મય જાય. અહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધારવાનો અને તેના વ્યક્તિત્વનો સ્વીકાર કરવાનો આશય છે તે ધ્યાન રાખવું. હાજરી દરમિયાન કરાયેલ સ્વચ્છતા અને નિયમિતતા સંદર્ભે કરાયેલ મૂલ્યાંકન કાર્ય બાદ કોઈ એક વિદ્યાર્થીને (હાજરી પત્રક માના નંબર પ્રમાણે રાખી શકાય) પેજ ૨ પર આપેલ વિદ્યાર્થી પરિચયને તે પેજ મા નીચે આપેલ સુચના મુજબ વાંચવા કહેવું તેમજ વાંચી રહ્યા પછી તે અનુ સંધાને વિદ્યાર્થી વિષે બે-ચાર સરી વાત કરાવી. આ માટે કુલ ૫ મીનીટ થી વધારે સમય ન જ લેવો. શિક્ષકે વિદ્યાર્થીના સ્વ મૂલ્યાંકન નું પેજ ૩ વાંચી ફ્રિ તાસમા કે વિદ્યાર્થી કોઈ પ્રવૃત્તિમાં હોય તેવા સમયે વિદ્યાર્થીને માર્ગદર્શન આપતા રહેવું. માસ અંતે આખર તારીખે જો શાળા છેલ્લા બે તાસ વહેલી છોડતા હોઈએ તો આ સમયનો અથવા જયારે સમય મળે ત્યારે તે સમયનો સદઉપયોગ છેલ્લા ચાર પેજ પર વર્ગ શિક્ષકની નોંધ/ માર્ગદર્શનમા વિદ્યાર્થીની મહિનાની વર્ગકાર્ય સંદર્ભે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા કરવો. (આ પેજ પર ભૂલથી પ્રિન્ટીંગ એરર વર્ગ શિક્ષકનું નામ એમ રહી ગયેલ છે જે સુધારશો.) માસ અંતે વાલી મીટીંગમાં મારી દૈનિક કાર્ય નોંધપોથી સંદર્ભે વિદ્યાર્થી પ્રગતિ અંગે વાલીને જાણ કરવી તેમજ વાલી દ્વારા અપાયેલ નોંધ વાંચી તે મુજબ અનુકાર્ય કરવું..વાલી મીટીંગ બોલાવી મારી દૈનિક કાર્ય નોંધપોથી અંગે તેનો ઉપયોગ તેમજ શિક્ષક, વાલી,સી.આર.સી આ અંગે માહિતગાર કરવા.

વિષય શિક્ષક:

વિદ્યાર્થી કોઈ પ્રવૃત્તિમાં ભગ ન લેતા હોય કે ગૃહકાર્ય ન લાવેલ હોય તો તેવા વિદ્યાર્થીની નોંધ ટાઇટલ પેજ ૩ પર આપેલ પ્રોગ્રેસ કેલેન્ડરમાં કરવાનો રહેશે. ગૃહકાર્ય RTE ના માર્ગદર્શન મુજબ આપવું. વિદ્યાર્થી માટે સમગ્ર મહિના દરમિયાન વર્ગકાર્ય અને તેમાં તેની સહ્ભાગીતાને ધ્યાને લઇ જરૂરી માર્ગદર્શન છેલ્લા ચાર પેજ પર આપેલ વિષય શિક્ષક માર્ગદર્શનમા લખવું તેમજ વાલી દ્વારા અપાયેલ નોંધ વાંચી તે મુજબ અનુકાર્ય કરવું. મારી દૈનિક કાર્ય નોંધપોથી વાંચવી તેમજ તેમાં આપેલ સૂચનાઓ અને આ સાથે જણાવેલ સૂચનાઓ વાંચી ઉપયોગ સમજવો.

વિદ્યાર્થી:

મારી દૈનિક નોંધપોથી વાંચી તેના ઉપયોગ વિષે વર્ગ શિક્ષક,વિષય શિક્ષક કે સી.આર.સી કૉ ઓર્ડીનેટર પાસેથી જાણવું.પેજ ૩ પર આપેલ જાતે ચકાશો...વાંચી તેમાં આપેલ સુચના મુજબ પેન્સિલથી ભરવું. જે કાર્ય પુરા આત્મ વિશ્વાસથી કરી શકતા હોવ તે કાર્ય સામે ‘’ જો કોઈ કાર્ય ન કરી શકતા હોવ તો તેની સામે ‘X નું નિશાન કરવું તેમજ તે કાર્ય આત્મવિશ્વાસ સાથે કરવા પ્રયત્ન કરવો.જયારે ન કરી શકતા કાર્ય કરી શકો ત્યારે તેની સામે પેન્સિલથી કરેલ X’ નિશાન છેકી ‘ નિશાન કરવું. જ્યાં તકલીફ લાગે ત્યાં શિક્ષકનું માર્ગદર્શન લેવું.આપ રોજ કાર્ય નોંધની શરૂઆત તારીખ, વાર લખી કરશો. જો તમે શાળામાં વર્ગ સફાઈ શરુ થયા પછી પહોંચો તો આજે હું શાળામાં મોડો આવ્યો સામે ‘ નિશાન કરશો તેમજ સમયસર જાઓ તો આજે હું શાળામાં સમયસર આવ્યો સામે ‘’ નિશાની કરશો.આપ નિયમિત રીતે અનિયમિત આવવાનું ટાળવા પ્રયત્ન કરશો. શિક્ષક,આપના વાલી દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ કાર્ય કરવું. શાળામાં થતા દૈનિક શિક્ષણ કાર્યની નોંધ કરવી અને વાલી સાથે આ અંગે ચર્ચા કરી શાળામાં શું ભણ્યા,ગૃહકાર્યમાં શું આપવામાં આવ્યું કોઈ પ્રવૃત્તિ કરાવી હોય તો તે અંગે જાણ કરવી.વાલીની દરરોજ સહી કરાવવી. ગૃહકાર્ય કરવાનું શરુ કરો તે પહેલા આગળના દિવસનું કાર્ય,માર્ગદર્શન અવશ્ય વાંચવું.શિક્ષક,વાલી કે મુલાકાત લેનારના માર્ગદર્શનનું પાલન કરવું. આ કાર્યપોથી ભરવાથી આપને કેવો અનુભવ થાય છે તે અંગે આપના શિક્ષકશ્રીને જાણ કરતા રહેશો.

વાલી:

વિદ્યાર્થીની મારી દૈનિક કાર્ય નોંધપોથી નિયમિત વાંચવી. જરૂરી માર્ગદર્શન આપવું.વિદ્યાર્થીની ઘરમાં કોઈ ભૂલ થતી હોય તો તેની જાણ શિક્ષક્ને કરવાથી શિક્ષક વિદ્યાર્થીનું કાઉન્સલીંગ કરી સમજાવશે.વિદ્યાર્થી સાથે રોજ ઓછામાં ઓછો અડધો કલાક જેટલો સમય વિદ્યાર્થીએ શાળામાં પસાર કરેલ સમય, તેના કાર્ય વિષે વાત કરી પ્રોત્સાહિત કરવા.

સી.આર.સી કૉ ઓર્ડીનેટર:

શિક્ષક, વિદ્યાર્થી, વિષય શિક્ષક, આચાર્ય, શાળા પરિવાર અને વાલીઓને મારી દૈનિક કાર્ય નોંધપોથી વીશે પુરતી માહિતી અને સમજણ આપવી. આ કાર્યને બોજારૂપ ના ગણતાં વિદ્યાર્થીના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે આ કાર્ય વીશેષ જરૂરી છે તે સમજાવવું. શાળા કક્ષાએ SMC તેમજ વાલી મીટીંગમાં આ અંગે જરૂરી માહિતી આપવી. જયારે જયારે શાળા મુલાકાત લો ત્યારે ત્યારે નોંધપોથી બીનચૂક વાંચવી તેમજ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપવું. મારી દૈનિક નોંધપોથી વાંચી તેના અમલીકરણ વિષે આયોજન કરવુ તેમજ દર મહિનાના અંતે બી.આર.સી પર જીલ્લા કક્ષાએથી અપાયેલ પેપર ભરી પ્રગતિ અહેવાલ આપવો. આપે વિદ્યાર્થીને કોઈ સુચન/માર્ગદર્શન આપવું હોય તો છેલ્લા પેજ પર આપેલ માર્ગદર્શકના સૂચનોમાં લખશો.

No comments: