Thursday, December 15, 2011

Cluster level Sport Competition




જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જીલ્લાની તમામ શાળાઓમાં રમતોત્સવ આયોજવામાં આવ્યો. શાળા દીઠ રૂપિયા ૩૦૦/- ખર્ચ માટે ડાયેટ દ્વારા બજેટ આપવામાં આવેલ. જો તમામ હરીફાઈમાં વિદ્યાર્થી ભગ લે તો શાળા દીઠ ૫૬ જેટલા વિદ્યાર્થી થાય. આટલા વિદ્યાર્થીઓ અને તેમની સાથે આવેલ શિક્ષકને માત્ર ૩૦૦/- ના ખર્ચમાં ચા, જમવાનું તેમજ રમત રમાડવા અન્ય ખર્ચ કરવા અશક્ય કહેવાય પરંતુ આમારા તાલુકાના સી.આર.સી કો ઓર્ડીનેટરે નક્કી કરેલ કે સ્વ ખર્ચે પણ વિદ્યાર્થીઓને જમાડવા અને શક્ય તેટલું શ્રેષ્ઠ આયોજન કરવું. મારા ક્લસ્ટર નદીશાળામાં આ રમતોત્સવ તારીખ ૧૦ નવેમ્બર ૨૦૧૧ણી ફૂલ ગુલાબી ઠંડીમાં સવારે ૮ કલાક થી ૧ કલાક યોજવામાં આવેલ. આ સમયે જી.સી.ઈ.આર.ટી માર્ગદર્શન મુજબ જુદી જુદી રમતોમાં મારા ક્લસ્ટરની પાંચ શાળાઓના શિક્ષક, વિદ્યાર્થીઓએ ભાગ લઇ આનંદથી રમતોમાં સહભાગિતા લીધેલ. પાયલબેન સેંધાજી  ઠાકોર વિદ્યાર્થીની દ્વારા યોગાસન સમયે કરવામાં આવેલ ચક્રાસન ની વિડીયો ક્લીપ મેં ફેસબુકમાં મુકેલ છે. રામગઢ નામના ૧૫૦ લોકોની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં ૧૧ વરસની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલ ચક્રાસન અદભુત હતું. રમતોત્સવને વધારે અસરકારક બનાવવા ડાયેટના બ્લોક લાયઝન પોતાના તાલુકામાં આચાર્ય/કો ઓર્ડીનેટર ની સંકલન બેઠક યોજે, ડાયેટ લાયઝન અધિકારી રમતોત્સવ દરમિયાન ક્લસ્ટર પર હાજરી આપી પ્રોત્સાહન આપે (તેઓની હજારી જ મોટું પ્રોત્સાહન છે)   તેમજ શક્ય હોય તો વિદ્યાર્થીને ભોજન માટે યોગ્ય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવેતો (શિક્ષક તાલીમ સમયે શિક્ષક દીઠ રીફ્રેસમેન્ટ માટે રુ.૩૦/- આપવામાં આવે જયારે રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ રમતો રમી, થાકવાનું હોવા છતાં આટલી ઓછી રકમ ???) વધારે સારું આયોજન થઇ શકે તેમ કો ઓર્ડીનેટર, શિક્ષકોનુ માનવું છે.

No comments: