Thursday, December 15, 2011

e profile

છેલ્લા ત્રણેક વરસથી આપણે પ્રોફાઈલ/પોર્ટફોલીઓ શબ્દ વારવાર સાંભળીએ છીએ. આ અગાઉ પ્રોફાઈલ/પોર્ટફોલીઓ વિષે ઘણું લખ્યું હોવાથી એ વિશે વિશેષ લખતો નથી પરંતુ બહુ ટૂંકમાં પ્રોફાઈલ/પોર્ટફોલીઓનો અર્થ જાણીએ તો પોર્ટફોલીઓ એટલે એવી ફાઈલ જેમાં ઘણું બધું સમાવી શકાય. જેમાં મૂર્ત, અમૂર્ત નમુના પણ મૂકી શકાય છે જયારે કો ઓર્ડીનેટરનો પ્રોફાઈલ એટલે લેખિત માહિતી સાથે સાથે ઓડિયો, વિડીયો તેમજ લેખિત સ્વરૂપે ઘણું બધું આપી શકાય. કોઈ એક વ્યક્તિની પ્રોફાઈલ અન્ય વ્યક્તિ માટે મોટીવેશન, માર્ગદર્શક બની શકે. ‘Knowledge is Power’ અર્થાત ‘જ્ઞાન જ શક્તિ’ છે એ બાબતને આપને સૌએ સ્વીકારેલ છે (રાજ્યના સૌ શિક્ષકો માટે આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી દિનેશભાઈ દેસાઈ છે...) આવા સમયે High Profile બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટર એટલે ભણતર (ડીગ્રી)ના છોગા, અનુભવનો ભાર લઇ ફરનાર નહિ પરંતુ પોતાની કોઠાસૂઝથી અન્ય કરતા અલગ રચનાત્મક કાર્ય કરી કેવી રીતે શિક્ષક માટે મિત્ર-માર્ગદર્શક અને ચિંતક બને છે અને આવા કાર્યો, પ્રવુત્તિઓ દ્વારા પોતાના પ્રોફાઇલમાં સતત વૃદ્ધિ કરતા રહે છે તેઓ જ સફળ અથવા High profile કહેવાશે જે વાત સ્વીકારવી જ રહી. સર્વ શિક્ષા અભિયાન મિશન અને Q E CELL, Gandhinagar દ્વારા રાજ્યના તમામ બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટરને હાઈ પ્રોફાઈલ બનાવવા ‘ઈ પ્રોફાઈલ’ શરુ કરવા જણાવવામાં આવ્યું. એડેપ્ટસ દ્વારા માર્ગદર્શિત કેટલીક મુલ્યવર્ધિત પ્રવૃત્તિ દ્વારા સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ પ્રવૃત્તિઓ શરુ કરી.રામહાટ, આજનો દીપક, આજનું ગુલાબ, પોર્ટફોલીઓ, પ્રોફાઈલ વિગેરે શાળાઓમાં નિયમિત બની ગયું છે. જો શિક્ષક વિદ્યાર્થી કે પોતાના કાર્યની પ્રોફાઈલ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે તો કો ઓર્ડીનેટર પોતાના કાર્ય માટે પોતાની પ્રોફાઈલ શા માટે ન રાખે ?  કો ઓર્ડીનેટર દ્વારા રોજ બરોજ કેટલાક કર્યો કરવામાં આવે છે જેને મોબાઈલમાં ફોટો સ્વરૂપે કે વિડીયો સ્વરૂપે મેળવી ઈ પ્રોફાઈલ/બ્લોગ પર સીધા અપલોડ કરી શકાય. આ એક નાનકડી પ્રવુત્તિ રાજ્યમાં કેટલાક બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટર માટે માર્ગદર્શન મેળવવા મદદરૂપ થશે તો કેટલાક બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટર ‘હાઈ પ્રોફાઈલ’ બનાવવા ચોક્કસ દિશા અને દ્રષ્ટી આપશે. આ ઈ પ્રોફાઈલ કેવી હોઈ શકે તે વિષે જાણીએ...
- ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ વ્યક્તિ આપણી પ્રવૃત્તિ સરળતાથી જાણી શકે.
- આપણા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ રોજ અપ ડેટ કરી શકાય.
- આપણા ક્લસ્ટર કે બ્લોક અંતર્ગતની શાળાઓની તમામ પ્રવૃત્તિઓ કે કાર્યો નિયમિત અપડેટ કરી શકાય.
- આપણા પોતાના, ક્લસ્ટર કે બ્લોકના શિક્ષક, વિદ્યાર્થીના નાવીન્યતાપૂર્ણ કાર્યોને સમાજ સમક્ષ મૂકી શકાય.
- જરૂરી માહિતી, ડેટા શરળતાથી કોઈ પણ વ્યક્તિ મેળવી શકે, જોઈ શકે.
E Profile નો ઉપયોગ:
- કોઈ જગ્યાએ કોઈ પોસ્ટની ભર્તી સમયે પોતાના નાવીન્યપૂર્ણ પ્રયોગો લેખિત સ્વરૂપે આપીએ અને એજ પ્રયોગો જે તે સમયે આપણી ઈ પ્રોફાઈલ પર પબ્લીસ કરેલ હોય તો ઇન્ટરવ્યુવ સમયે આપણી સત્યતાનો સ્વીકાર સરળતાથી કરાવી શકાય છે કારણ આ પ્રોફાઇલમાં તારીખ બદલી શકાતી નથી. મેં મારી પ્રોફાઈલ/બ્લોગ પર મારા કોઈ કાર્ય વિષે જણાવ્યું હોય પાછી હું તે તારીખમાં બે-ચાર મહિને તારીખ બદલવા માંગું તો ન બદલી શકાય.
- જે કો ઓર્ડીનેટર ઇન્ટરનેટ નો ઉપયોગ નથી કરતા તેઓ ઇન્ટરનેટ તરફ આગળ વધશે. કોમ્પ્યુટર ન જાણનાર કો ઓર્ડીનેટર કોમ્પ્યુટર શીખવા પ્રયત્ન કરશે.
- પ્રોફાઈલ પર લખવા માટે પણ કેટલીક પ્રવૃત્તિ કરશે.
- પ્રોફાઈલ અપ ડેટ કરવા લખવું પડે છે તેના કારણે કેટલાક બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટર લેખન કાર્યથી દુર થયા હોય તો તેઓ ફરી લખતા થાય, ઊંડાણ પૂર્વક પોતાના એકમ માટે વિચારતા થાય.
- મોડર્ન ટેકનોલોજીથી સજ્જ થાય.
- સમગ્ર દેશ માટે આ પ્રયોગ નવો હોઈ શકે કે રાજ્યના ૪૦૦૦ જેટલા SSAM ના સીધા અમલીકરણ કરનાર ટીમ મેમ્બર્સ દ્વારા ઈ પ્રોફાઈલ અર્થાત બ્લોગ દ્વારા કનેક્ટેડ હોય.
- વર્ગ ખંડ માં પડતી કેટલીક મુશેક્લીઓ, પ્રશ્નો અને તેનું નિરાકરણ, રીસર્ચ સ્ટડી, પાયાના કૌશલ્યો તેમજ નાવીન્યપૂર્ણ પ્રયોગો દ્વારા દરેક બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટર પોતાને નિયમિત અપ ડેટ કરી શકે.
- ક્યારેક બી.આર.સી/સી.આર.સી કે બી.આર.પી કો ઓર્ડીનેટર અન્ય કોઈ કાર્ય કરે છે માટે હું પણ કરું કે મારે પણ કરવું જોઈએ તેમ વિચારી કાર્ય કરશે. આમ અન્ય માટે મોટીવેશન મળશે.
- રાજ્ય, જીલ્લા ના અધિકારી દરેકના કાર્યને નિયમિત મૂલ્યાંકન કરી શકશે...માહિતગાર બની શકશે જેમ કે રાજ્યણી વડી કચેરી દ્વારા કોઈ કાર્યક્રમ, પ્રવૃત્તિ આપવામાં આવી હોય કે દર મહિને એક દિવસીય તાલીમ યોજાતી હોય તેમાં રાજ્યના તમામ સ્થળ પર રાજ્ય કક્ષાના કે જીલ્લા કક્ષાના અધિકારી ન જઈ શકે પરંતુ દરેક બ્લોક કે ક્લસ્ટરની ઈ પ્રોફાઈલ પરથી તેના પર મુકેલ લખાણ, ફોટોગ્રાફ્સ, પ્રેઝન્ટેશન કે વીડીઓની મદદથી જાણી શકે. જેમ કે નદીશાળા ક્લસ્ટરમાં કોઈ કરવામાં આવેલ એક દિવસીય તાલીમ, રમતોત્સવ કે અન્ય પ્રવૃત્તિ જોવા આવવા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ માટે સમયના અભાવે અઘરું હોય પરંતુ એક ક્લિક દ્વારા સેકન્ડોમાં આ પ્રવૃત્તિઓ જાણી તે વ્યક્તિ અંગે કે થયેલ કાર્ય વિષે જાણી શકે.
- કેટલાક સારું કાર્ય કરનાર કો ઓર્ડીનેટરને કામ નથી કરતા કહી કેટલાક લોકો દ્વારા લેખિત ફરિયાદ કરી બિન જરૂરી રીતે હેરાન કરવામાં આવતા હોય તેવા સમયે આવી ઈ પ્રોફાઈલ એક આદર્શ પુરાવો બની શકે.
આમ ઉપરની દરેક બાબતો પૂરી કરી શકવા તેમજ આદર્શ પ્રોફાઈલ બનાવવા બ્લોગ શ્રેષ્ઠ ઉપાય કહી શકાય. કારણ આદર્શ ઈ પ્રોફાઈલ માટેની તમામ અપેક્ષિત અપેક્ષા બ્લોગ પૂર્ણ કરી શકે છે. વળી વિશ્વની કોઈ પણ વ્યક્તિ કોઈના બ્લોગના ફોલોવર બની બ્લોગરના કાર્યો, પ્રવૃત્તિઓ વિગેરે શરળતાથી જાણી શકાય છે.
મારો આ બ્લોગ તેમજ બ્લોગ પરની છેલ્લા ચાર વર્ષની પોસ્ટ વાંચી આપ છેલ્લા ચાર વરસના મારા સતત અપડેટ થતા પ્રોફાઈલ વિષે જાણી શકશો. આપ આપનો બ્લોગ એટલે કે E profile બનાવવા માંગતા હોવ અને કોઈ માર્ગદર્શન જોઈતું હોય કે આપ કોઈ ઈ પ્રોફાઈલ અર્થાત બ્લોગ ધરાવતા હોવ તો crc.abd.detroj.nadishala@gmail.com પર ઈ મેઈલ કરી જાણ કરશોતો આનંદ થશે. આપની કોઈ પ્રવૃત્તિ મારી પ્રોફાઇલને હાઈ પ્રોફાઈલ બનાવવા મદદરૂપ, ઉપયોગી નીવડશે તેવી આશા સહ...

No comments: