Thursday, December 22, 2011

My school Visit on 21st December 2011

ગઈ કાલ એટલે કે તારીખ ૨૧ ડિસેમ્બરે હું મારા ક્લસ્ટરની જશપુર શાળા મુલાકાતે ગયેલ. મારી સંભવિત ડાયરી પ્રમાણે મારા માટે પૂર્વ આયોજિત મુલાકાત hat પરંતુ શાળા માટે આકસ્મિક મુલાકાત હતી. જશપુરા બહુ નાનું ગામ છે. માંડ ૭૦૦ થી ૮૦૦ લોકો થી બનેલું આ ગામ. ગામના તમામ લોકો ખેતી કે ખેત મજુરી સાથે જોડાયેલ છે. આર્થિક રીતે પછાત કહી શકાય પરંતુ વૈચારિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધ ગામ. શાળામાં ત્રણ શિક્ષકો અને ૧ થી ૭ ધોરણ છે. આથી દરેક વર્ગ મલ્ટીગ્રેડ મેથડથી કામ કરતો વર્ગ-વિદ્યાર્થી અને શિક્ષક છે. હું સીધો ધોરણ ૬/૭ ના વર્ગ નજીક પહોંચ્યો. વર્ગ શિક્ષક ભાઈ શ્રી ગીરીશભાઈ વાણીય ભૂગોળ વિષયમાં અક્ષાંશવૃત વિષે શીખવતા હોય તેમ લાગ્યું. મને બહાર ઉભા ઉભા થોડું રસપ્રદ લગતા મેં મારા મોબાઈલનો કેમરો શરુ કર્યો અને સીધો વર્ગના દરવાજે પહોંચી વિડીયોગ્રાફી શરુ કરી. ત્યારબાદ હું આચાર્ય શ્રી લાલજીભાઈ પટેલને મળવા તેમના વર્ગની મુલાકાતે ગયો. તેઓ પણ વર્ગકાર્યમાં તલ્લીન જણાય. વર્ગ નજીક પહોંચતા વિદ્યાર્થીઓ તબલાના સંગીત સાથે કોઈ કવિતા ગાતા જણાતા મેં મારો કેમરો ફરી શરુ કર્યો અને  આવી જ રીતે ધોરણ ૪/૫ ના વર્ગનું રેકોર્ડીંગ પણ કર્યું.ધોરણ ચારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કૃણાલ સારી રીતે તબલા વગાડી શકે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેનો શાળાના તબલચી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ગના કાર્ય વિષે કે શાળા વિષે લખવા બદલે અહી આપેલ ત્રણ વિડીયો જોવાથી સમજાશે મારી શાળાનું વર્ગકાર્ય. મૂળ વાત એ છે કે કો ઓર્ડીનેટર તરીકે શાળા મુલાકાતે જઈએ ત્યારે જેવા વિચારો, દ્રષ્ટિ અને સપના લઈને જઈશું તેવું જોવા મળશે. મને મારા ક્લસ્ટરની શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ  અને ગામલોકો બહુ ગમે છે કારણ તેઓ ભારત નિર્માણ કાર્યમાં સચ્ચાઈ સાથે કામ કરી રહ્યા છે. કદાચ એડેપ્ટસના વિધાનો આવી રીતે સાર્થક કરી શકશે. આપનું મંતવ્ય અમને ગમશે...વધારે સારું કરવા પ્રેરણા આપશે...

No comments: