Saturday, January 7, 2012

'સદભાવના' એટલે 'સદભાવના'...એક વખત એવું બન્યું કે...


અમદાવાદ જિલ્લામાં માન. મુખ્યમંત્રીશ્રી સદભાવના સમારંભ માટે ૩૧ જાન્યુઆરીના દિવસે આવવાની શક્યતા છે. સત્તાવાર તારીખ હવે જાહેર થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે શૈક્ષણિક કાર્ય અંતર્ગત મળવાનું થયેલ. મોદી સાહેબ સાથેની આવી કેટલીક મુલાકાત માત્ર મારા માટે જ નહિ મારી સાથે આવનાર કેટલાક શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ માટે જીવનભર યાદગાર બની ગઈ. આ લોકો જીવનમાં ક્યારે પણ મોદી સાહેબને એક રાજકારણી તરીકે નહિ પરંતુ સરળ, નિખાલસ, પ્રેમાળ યુગ પુરુષની દ્રષ્ટીએ જ જોશે ભલે કોઈ પણ વ્યક્તિ તેમના વિષે રાજકારણને લગતી કોમેન્ટ કરે. મારા તેમની સાથેના કેટલાક અનુભવોના અંતે હું કહી શકું કે ‘સદભાવના’એ કોઈ રાજકારણ માટેનો સ્ટંટ નથી પરંતુ માન. નરેન્દ્રભાઈ મોદીનો અસલી ચહેરો છે...તેમનું સાચું રૂપ છે.

એક વખત એવું બન્યું કે,

પ્રવેશોત્સવ અંતે રાજ્યકક્ષાની અધિકારીની સમિક્ષા બેઠકમાં સ્ટેજ કાર્યક્રમ માટેના આયોજનનું કામ કરવાની જવાબદારી મને મળેલ. હું અમારા અમદાવાદ જીલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને લઇ આ કાર્યક્રમ માટે ગયો. ગાંધીનગરથી લગભગ ૧૦૦ કી.મી દુર આવેલ પાનાર પ્રાર્થમિક શાળાના આર્થી રીતે પછાત કહી શકાય પરંતુ માનસિક અને બૌધિક દ્રષ્ટીએ તેજસ્વી-અમીર ૨૦ જેટલા વિદ્યાર્થીઓને લઇ શાળાના શિક્ષકો ગાંધીનગર આવેલ. વિદ્યાર્થીઓએ સુંદર રીતે પ્રસંગોરૂપ પ્રાર્થના, નૃત્ય નાટિકા અને અભિનય ગીત રજુ કર્યું. મોદીજીએ પોતાનું ઉદબોધન પૂરું કરી કાર્યક્રમ સમાપન કર્યો. આ સમયગાળામાં પ્રોટોકોલના કારણે આપણા રાજ્યકક્ષાના અધિકારીઓએ આવેલ વિદ્યાર્થીઓ, શિક્ષકોને સ્ટેજ પરથી દુર જવા જણાવ્યું. સ્વયમ શિસ્તના ભાગરૂપે શિક્ષકો વિદ્યાર્થીઓને લઇ સ્ટેજ થી દુર ગયા. કેટલાક વિદ્યાર્થીની ઈચ્છા મોદી સાહેબને નજીકથી મળવાની હતી. શિક્ષકોએ અધિકારીશ્રીઓને ઘણી વિનંતી કરી પરંતુ આપણા અધિકારીશ્રીઓએ પ્રોટોકોલના કારણે ના કહેતા એક બે વિદ્યાર્થીઓએ રડવાનું શરુ કર્યું. હું આ સમયે માન.મોદી સાહેબ અને આપણા અધિકારીશ્રી સાથે હતો. મોદી સાહેબનું ધ્યાન તેમનાથી દુર રડતા વિદ્યાર્થીને લઇ જતા શિક્ષક તરફ ગયું, તેઓએ તરત પુછ્યું કે પેલો ‘કાનુડો કેમ રડે છે ?’ મારાથી બોલી ગયું કે સાહેબ એ વિદ્યાર્થીઓ આપણે નજીકથી મળવા માગે છે પરંતુ સિક્યુરિટી અને પ્રોટોકોલ.... હું આગળ બોલું એ પહેલાજ માન મોદીજીએ તમામ વિદ્યાર્થીઓને અહીબોલાવો અને થોડો સમય અધિકારીશ્રીઓ મને આ વિદ્યાર્થીઓ સાથે રહેવાદો નો આદેશ આપ્યો... વિદ્યાર્થીઓને બોલાવતા તમામ વિદ્યાર્થીઓ આનંદ વિભોર બની દોડતા દોડતા સ્ટેજ પર આવ્યા. મોદીજીએ કહ્યુંકે હું આ બાળકો માટે જ અહી આવ્યો છું...કાનુડાને તેડીને બાજુમાં બેસાડ્યો અને બધાજ વિદ્યાર્થી સાથે લગભગ ૧૫ મીનીટ જેટલો સમય ચર્ચામાં વિતાવ્યો. બધા સાથે આત્મીયતાથી વાત કરી, શિક્ષકોને વ્યક્તિગત મળી અભિનંદન આપ્યા અને આયોજકને આદેશ કર્યો કે તમામ વિદ્યાર્થીઓને જમાડીને જ મોકલવાના...આજે પણ આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ અનુભવ એટલાજ આનંદથી યાદ કરે છે...(મોદીસહેબે આ સમયે એવું નહિ પૂછેલ કે આ બધા વિદ્યાર્થીઓ કોણ (????) છે ??? સદભાવના તેમના માટે ક્યાં નવી છે એતો તેઓના લોહીમાં વણાયેલ છે. આ વિદ્યાર્થીઓ મોદી સાહેબને રાજકારણી તરીકે જોશે કે યુગ પુરુષ તરીકે ????

એક વખત એવું બન્યું કે,

બાયસેગ પરથી રાજ્ય કક્ષાએથી દશ દિવસીય વિષય વસ્તુ તાલીમનું આયોજન ૨૦૦૭-૦૮માં કરેલ. અંગ્રેજી વિષય સંચાલક અને વિષય નિષ્ણાત તરીકે મારે પણ સ્ટુડીઓમાં દશ દિવસ કામ કરવાનું થયેલ. દશ દિવસીય તાલીમના પ્રથમ દિવસે માન.મોદી સાહેબ ઉદ્ ઘાટન પ્રસંગે પ્રથમ દિવસની મોટીવેશનલ સ્પીચ માટે આવેલ. માન.મોદીજીના ઉદબોધન પછી તેઓએ શિક્ષકોને પ્રશ્ન પૂછવા કહ્યું. કેટલાક પ્રશ્નો ઓન એર પુછાયા તો કેટલાક પ્રશ્નો સ્ટુડીઓમાંથી... મેં પણ એક પ્રશ્ન કર્યો, તેઓના પ્રભાવશાળી કમ્યુનિકેશન-અસરકારક પ્રત્યાયન પર...માન મોદીજીએ પ્રત્યાયન કરતા તરીકે ગાંધીજી, સરદાર અને શાસ્ત્રીજીના ઉદાહરણ આપી સુંદર રીતે જવાબ આપ્યો. તમામ જવાબ શાંતિથી ઊંડાણપૂર્વક આપી મોદી સાહેબ એક ઉત્તમ શિક્ષક છે અને શિક્ષણમાં ઘણું બધું જાણે છે તે દેખાઈ આવ્યું...તેઓના પ્રત્યેક જવાબમાં સદભાવના હતી... સદભાવના અમને અહીં પણ જોવા મળેલ કારણ અહી પણ તેઓએ પૂછેલ નહિ કે પરશો કરનાર આ બધા શિક્ષક ભાઈ બહેનો (કોણ??) છે ???કદાચ આપે પણ આ પ્રસારણ જોયું હશે...

એક વખત એવું બન્યું કે,

૨૦૦૮-૦૯ તાલીમના પ્રથમ દિવસે શિક્ષકોને સંબોધવા માન.મોદી સાહેબ બયાસેગમાં આવ્યા. સાહેબ બાયસેગ પર આવ્યા તે પહેલા અમારા મનમાં એમ હતું કે આજે સાચી કસોટી છે કારણ એ દિવસના આગળના દિવસે માન.મોદીજી CBI સમક્ષ ગુજરાત તોફાનની તપાસના ભાગરૂપે મોડી રાત સુંધી સાત આઠ કલાક જુબાની(જવાબ) આપવા ગયેલ. અમને એમ કે આટલા મોટા કેશ, તેમના પર થયેલ આક્ષેપો અને આટલી મોટી આફતની અસર તેમના વક્તવ્ય પર થશે. અમે માન.મોદીજીના એ સમયનો સામનો કર્યા પછીનો ચહેરો અને તેમને જોવા આતુર હતા.બરાબર ૧૦-૪૫ માન મોદી સાહેબ પ્રસન્ન ચહેરે કોઈ પ્રકારની ચિંતા વિના સાવજની માફક મોદીજીએ પ્રવેશ કર્યો. અમે બધા શાંતિથી બેઠેલ. પોતાની ખુરશી પર આવી સાહેબે કેમ છો બધા ? પોતાની આગવી અદામાં કહી ઔપચારિક વાતચિત્ કરતા આખો સ્ટુડીઓ જીવંત બની ગયો અને ૧૧ ણા ટકોરે માન મોદીજીએ પોતાના ઉદબોધન શરુ કર્યું.... સદભાવના અમને ત્યાં પણ જોવા મળેલ કારણ અહી પણ તેઓએ પૂછેલ નહિ કે આ બધા શિક્ષક ભાઈ બહેનો (કોણ??) છે ???

મિત્રો સદભાવના એટલે સાચા અર્થમાં “સદભાવના” બીજું કાઈ જ નથી....આવા નેતા ગુજરાતને મળ્યા તેનું ગૌરવ છે....રહેશે....

No comments: