Monday, January 9, 2012

Mod com approach "English is not hard at all..."


ગુણોત્સવના મુલ્યાકનના  પરિણામ બાદ હાલમાં રાજ્યની તમામ શાળાઓમાં રેમેડિયલ ક્લાસ એટલેકે ઉપચારાત્મક કાર્ય ચાલી રહ્યું છે. વાંચન,ગણણ અને લેખન માટે આપણા શિક્ષક ભાઈ-બહેનો પાસે પુરતી જાણકારી છે પરંતુ અંગ્રેજીમાં મોડ કોમ એટલેકે મોડીફાઈડ કોમ્યુનીકેશન મેથડ દ્વારા રેમેડિયલ કાર્ય કેવી રીતે કરવું તે માટે મૂંઝવણ છે. આમતો મોડકોમ એપ્રોચ વિષે અગાઉ તાલીમમાં ઘણીવાર સમજાવવામાં આવેલ હોઈ તેમજ મારા આ બ્લોગ પર ઓક્ટોમ્બર ૨૦૧૧ માં પણ મોડકોમ એપ્રોચ પર બધી વિગત તેમજ અંગ્રેજી શીખવવા માટે રાખવાની કાળજી વિષે જણાવેલ હોઈ ફરી એ બાબત લખતો નથી પરંતુ અહી કેટલીક વીડીયો ક્લિપ્સ મુકું છું. આપને જરૂર મદદરૂપ નીવડશે. શિક્ષક્ને કહેવામાં આવે કે માત્ર અંગ્રેજીનો ઉપયોગ કરવો તો શિક્ષક્ને પ્રશ્ન થાય કે ભાઈ, અહી ગુજરાતીનું રેમેડિયલ કરીએ છીએ, ગુજરાતી માંડ માંડ શખે છે-સમજે છે અને અંગ્રેજીમાં કેવી રીતે બોલવું ? મિત્રો પાંચમા ધોરણમાં ગુજલીશ અને છઠ્ઠા ધોરણમાં અંગ્રેજીનો ઉપયોગ કરવામાં વાંધો નથી. વળી અંગ્રેજી શીખવા માટે ગુજરાતી જાણવું એ ફરજીયાત હોત તો આજે અંગ્રેજી બોલતા દેશમાં પહેલા ધોરણમાં ગુજરાતી હોત ને ? કોઈ પણ ભાષા શીખવતા પહેલા વિદ્યાર્થીઓને જે શીખવવાનું છે તે શિક્ષકને આવડવું જરૂરી છે માટે જો શિક્ષક અંગ્રેજી અને અંગ્રેજી શીખવવાની કળા જાણતા હશે તો અને તો જ વિદ્યાર્થીઓને સરળ રીતે અંગ્રેજી શીખવી શકશે. શિક્ષકે અંગ્રેજી શીખવા શું કરવું તે માટે મેં આ બ્લોગ પર ૨૦૦૮-૨૦૦૯માં આપેલ છે. અહી આપેલ વિડીયો ક્લિપ્સ જોશો તો મેં કોઈ પણ તૈયારી વિના અમે કેટલાક મિત્રો આ અંગે ચર્ચા કરતા હતા અને તે જોવા માટે ધોરણ ૩-૪ ના વિદ્યાર્થીઓ સમક્ષ સીધો પ્રયોગ અજમાયશ કર્યો.અહી મેં ફ્રેંચ અને તમિલ ભાષાનો ઉપયોગ કર્યો છે. વાતચીત દરમિયાન એક પણ વખત ગુજરાતી,હિન્દી કે અંગ્રેજી એટલેકે વિદ્યાર્થીઓ જે ભાષા જાણે છે તે ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેમ છતાં વિદ્યાર્થીઓ થોડા જ સમયમાં આ નવી ભાષા એટલે કે ફ્રેંચ/તમિલ ભાષાના કેટલાક શબ્દો સરળતાથી બોલતા, સમજતા થયા અને કેટલાક મુળાક્ષરો ઓળખાતા,લખતા થયા. આપ પણ ધરશોતો આપણા વિદ્યાર્થીઓને આવી રીતે શીખવી શકશો. હા એ માટે આપે અંગ્રેજીમાં શીખવું પડશે અને યોગ્ય હવ ભાવ, આરોહ-અવરોહ સાથે બોલવું પડશે.... આ પેજ પર આપેલ Mod com approach  “English is not hard at all…” માં આપેલ વીડીઓ ક્લિપ્સ જોશો એટલે સમજાશે...કોઈ પણ પ્રકારનો સંદેહ હોય તો જરૂરથી crc.abd.detroj.nadishala@gmail.com પર મેઈલ કરશો... વધુ વિગત માટે મારી E Profile એટલેકે આ blog www.jivantshixan.blogspot.com ની OLDER POST પર ક્લિક કરવાથી આપણે ઘણી માહિતી મળશે...

No comments: