Saturday, January 7, 2012

તાલની રમત....

લગભગ બે વર્ષ પહેલા અમે સામાજિક વિજ્ઞાનનો દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત બાયસેગ પરથી પાઠ આપેલ. માર્ગ અને વાહનવ્યવહાર આધારિત આ પાઠ માટે અમે ઘણી મહેનત કરેલ. જુદા જુદા રસ્તાઓ, મીલ સ્ટોન, સ્થળો વિગેરેનું વિડીયો રેકોર્ડીંગ અને ફોટોગ્રાફી તેમજ ઘણી માહિતી એકત્ર કરેલ. પાથના અંતે ભાવેશભાઈ પંડ્યા દ્વારા તાલ ની રમત વિદ્યાર્થીઓને રમાડી. તી.વી સ્ક્રીન પર તો ભાઈશ્રી ભાવેશભાઈ અને વિદ્યાર્થીઓ જ હતા પરંતુ તેઓને સંગીતનો સાથ આપનાર તેમજ જરૂરી અન્ય સહાય કરનાર સભ્યોના જેસ્ચર પણ જોવા જેવા હતા. આ વિડીયો આજે સવારે જોતા જૂની યાદો તાજી થઇ...આપ સૌ સાથે share કરવાની ઈચ્છા થતા અહી પોસ્ટ કરું છું. આપ જોશો આપણે પણ ગમશે. આવી રીતે તાલની રમત વડે પ્રાર્થના કાર્યક્રમમાં આપણે પણ વિદ્યાર્થીઓનો દિવસ સુધારી શકીએ....

No comments: