Monday, January 9, 2012

Mod com Approach "English is not hard at all..."


ગુણોત્સવના મુલ્યાકનના  પરિણામ બાદ હાલમાં રાજ્યની તમામ શાળાઓમાં રેમેડિયલ ક્લાસ એટલેકે ઉપચારાત્મક કાર્ય ચાલી રહ્યું છે. વાંચન,ગણણ અને લેખન માટે આપણા શિક્ષક ભાઈ-બહેનો પાસે પુરતી જાણકારી છે પરંતુ અંગ્રેજીમાં મોડ કોમ એટલેકે મોડીફાઈડ કોમ્યુનીકેશન મેથડ દ્વારા રેમેડિયલ કાર્ય કેવી રીતે કરવું તે માટે મૂંઝવણ છે. આમતો મોડકોમ એપ્રોચ વિષે અગાઉ તાલીમમાં ઘણીવાર સમજાવવામાં આવેલ હોઈ તેમજ મારા આ બ્લોગ પર ઓક્ટોમ્બર ૨૦૧૧ માં પણ મોડકોમ એપ્રોચ પર બધી વિગત તેમજ અંગ્રેજી શીખવવા માટે રાખવાની કાળજી વિષે જણાવેલ હોઈ ફરી એ બાબત લખતો નથી પરંતુ અહી કેટલીક વીડીયો ક્લિપ્સ મુકું છું. આપને જરૂર મદદરૂપ નીવડશે. શિક્ષક્ને કહેવામાં આવે કે માત્ર અંગ્રેજીનો ઉપયોગ કરવો તો શિક્ષક્ને પ્રશ્ન થાય કે ભાઈ, અહી ગુજરાતીનું રેમેડિયલ કરીએ છીએ, ગુજરાતી માંડ માંડ શખે છે-સમજે છે અને અંગ્રેજીમાં કેવી રીતે બોલવું ? મિત્રો પાંચમા ધોરણમાં ગુજલીશ અને છઠ્ઠા ધોરણમાં અંગ્રેજીનો ઉપયોગ કરવામાં વાંધો નથી. વળી અંગ્રેજી શીખવા માટે ગુજરાતી જાણવું એ ફરજીયાત હોત તો આજે અંગ્રેજી બોલતા દેશમાં પહેલા ધોરણમાં ગુજરાતી હોત ને ? કોઈ પણ ભાષા શીખવતા પહેલા વિદ્યાર્થીઓને જે શીખવવાનું છે તે શિક્ષકને આવડવું જરૂરી છે માટે જો શિક્ષક અંગ્રેજી અને અંગ્રેજી શીખવવાની કળા જાણતા હશે તો અને તો જ વિદ્યાર્થીઓને સરળ રીતે અંગ્રેજી શીખવી શકશે. શિક્ષકે અંગ્રેજી શીખવા શું કરવું તે માટે મેં આ બ્લોગ પર ૨૦૦૮-૨૦૦૯માં આપેલ છે. અહી મેં ૧ થી ૧૦ સંખ્યા અંગ્રેજીમાં શીખવવા ગુજરાતી રમત કેટલા રે કેટલા ને અંગ્રેજીમાં How many how many રમાડી વિદ્યાર્થીઓને સંખ્યા નો મહાવરો કરાવ્યો.આપ પણ ધારશોતો આપણા વિદ્યાર્થીઓને આવી રીતે શીખવી શકશો. હા એ માટે આપે અંગ્રેજીમાં બોલતાં શીખવું પડશે અને યોગ્ય હાવ ભાવ, આરોહ-અવરોહ સાથે બોલવું પડશે.... આ પેજ પર આપેલ Mod com approach  “English is not hard at all…” માં આપેલ વીડીઓ ક્લિપ્સ જોશો એટલે સમજાશે...કોઈ પણ પ્રકારનો સંદેહ હોય તો જરૂરથી crc.abd.detroj.nadishala@gmail.com પર મેઈલ કરશો... વધુ વિગત માટે મારી E Profile એટલેકે આ blog www.jivantshixan.blogspot.com ની OLDER POST પર ક્લિક કરવાથી આપણે ઘણી માહિતી મળશે...

3 comments:

niraj said...

SIR...
JE PARIPTR AAWE....
TENI NKL PN AHI MUKO TO KEWU REHSE...?

Anonymous said...

આ રમતથી વિધાર્થી સહેલાઇથી ૧ થી ૧૦ સુધીની સંખ્‍યાજ્ઞાન સરળતાથી પ્રાપ્‍ત કરતા જોયા. આવી અન્‍ય રમતો અને પ્રવૃતિઓથી ચોકકસ વિધાર્થી અન્‍ય એકમો અને વિષયવસ્‍તુ શીખવવા માટે તત્‍પર છે. પરંતુ એવા શિક્ષકો કેટલા જે શીખવા માટે તૈયાર છે. પરંતુ શીખવવા માટે તત્‍પર રહેતા નથી. આશા રાખુ કે તમારી મહેનત રંગ લાવે અને શિક્ષકો રંગાય અને વિધાર્થી સુધી જાય. તમને બધાઇ તમારી ટીમને પણ શુભેચ્‍છા..ગુજરાતના બાળકો માટે અંગ્રેજી માટેના તમારી મહેનત એળે નહી; જાય. કિશોર પાર્થ

Anonymous said...

આ રમતથી વિધાર્થી સહેલાઇથી ૧ થી ૧૦ સુધીની સંખ્‍યાજ્ઞાન સરળતાથી પ્રાપ્‍ત કરતા જોયા. આવી અન્‍ય રમતો અને પ્રવૃતિઓથી ચોકકસ વિધાર્થી અન્‍ય એકમો અને વિષયવસ્‍તુ શીખવવા માટે તત્‍પર છે. પરંતુ એવા શિક્ષકો કેટલા જે શીખવા માટે તૈયાર છે. પરંતુ શીખવવા માટે તત્‍પર રહેતા નથી. આશા રાખુ કે તમારી મહેનત રંગ લાવે અને શિક્ષકો રંગાય અને વિધાર્થી સુધી જાય. તમને બધાઇ તમારી ટીમને પણ શુભેચ્‍છા..ગુજરાતના બાળકો માટે અંગ્રેજી માટેના તમારી મહેનત એળે નહી; જાય. કિશોર પાર્થ