Saturday, January 28, 2012

My Dholka block's schools visit

અમારા STP ના હીરો..
 

થોડા દિવસ અગાઉ જીલ્લાની શાળાઓમાં થતી સારી પ્રવૃત્તિઓની વિડીયોગ્રાફી માટે જીલ્લાની કેટલીક શાળાઓમાં જવાનું થયું. ડૉ ભીખુભાઈ વેગડા સાથે તેમના ધોળકા બ્લોકની ભેટાવાડા ગામની પ્રાથમિક શાળામાં જવાનું થયું. ડૉ ભીખુભાઈ વેગડાને અમારા સૌ માટે આદર્શ-આદરણીય શિક્ષક કહી શકાય. ધોળકા તાલુકાની ભેટાવાડા શાળાની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આ શાળામાં વિદ્યાર્થી બેંક ૧૯૮૫થી ચાલે છે.આ ગામ ગુલાબની ખેતી માટે જાણીતું છે. અહી બાળકો પોતાના ખેતરમાં પરીવારના સભ્યો સાથે ગુલાબ વીણવા જાય ત્યારે વિદ્યાર્થીઓને તેમના વડીલો કરેલ કામના હિસ્સાની રકમ આપે. આ રકમ વિદ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષકને આપે અને જમા થાય તેમની બેંકમાં. ૧૯૮૫થી બેન્કના વેલ મેઇન્ટેઈન હિસાબી ચોપડા શાળા પાસે છે. દર વરસે થયેલ જમા રકમ પણ શાળાના બોર્ડમાં લખેલ છે. ૧૯૮૫ શાળા પાસે ૨૮૦૦ જેટલી રકમ જમા થયેલ જે આજે ૩ લાખ જેટલી થઇ છે. વિદ્યાર્થીઓ દર શાનીવારે પોતાના ખાતામાં રકમ જમા કરવા અને શાળા સમય પુરો થતા શિક્ષક આ રકમ બેંક ઓફ ઇન્ડિયા, વિદ્યાર્થી બેંક, શાળાના એકાઉન્ટમાં જમા કરાવે.વિદ્યાર્થી પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શાળા બહાર જાય ત્યારે તેની પાસે દશ થી પંદર હજાર રૂપિયા જેટલી પોતાની બચતની રકમ હાથમાં હોય.ક્યારેક આ રકમમાંથી તેમના વાલીને જરૂર હોય તો ઉપાડ કરે અને પાછા જમા પણ કરાવે. નાનો દીકરો બાપને ઉછીના આપે તેનો આનંદ બંનેને મળે અને આ આનંદનો શ્રેય ગુરુજીને. શાળા સ્ટાફ અને SMC મેમ્બર્સના કહેવા મુજબ આજ દિન સુંધી ન તો કોઈ વાલી, વિદ્યાર્થી કે શિક્ષક્ને હિસાબમાં ભૂલ થઇ કે ન વધારાનું આ દફતરી કામ કરવાનો બોજો. આ શાળા ભૌતિક રીતે સમૃદ્ધ છે. બાલા દ્વારા તૈયાર કરાયેલ શાળા પરિસરની દરેક વસ્તુ શીખવે છે. શાળામાં ફળ-ફળાદી, ફૂલછોડ, ઔષધીય બગીચો, અને કલબલ કરી પરિસરને ગુન્જવતા બાળકો શાળાને સતત  જીવંત રાખે છે. વિદ્યાર્થી દ્વારા શાળામાં ઉગાડેલ ગુલાબના વિદ્યાર્થી દ્વારા બનાવેલ સુંદર ગુલદસ્તા વડે વિદ્યાર્થીઓએ અમને આવકાર્ય, આજે બીજા દિવસે પણ આ ગુલાબ તાજા અને ખુશ્બુદાર છે. આ શાળાના ગ્રીન બોર્ડ એ વર્ગખંડની આગવી ઓળખ બન્યા છે. અમારા જીલ્લાની આ શાળા કદાચ રાજ્ય માટે ઘણા આયામો સિદ્ધ કરવા રોલ મોડલ બની શકે.
ધોળકા તાલુકાના સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી પ્રગ્નેશભાઈ દ્વારા ઈંટોના ભઠ્ઠામાં STP વર્ગ ચલાવવામાં આવે છે. ડૉ ભીખુભાઈ સાથેની ચર્ચા બાદ અમે આ વર્ગોની મુલાકાત લેવા વિચાર્યું. અહી STP વર્ગ શ્રી પ્રકાશભાઇ કથેરીયાના એન.જી.ઓ નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા વ્યસ્થા અને દેખભાળ રાખવામાં આવે છે. શ્રી પ્રકાશભાઈ આ કાર્યને સમાજ વિકાસ માટે અતી મહત્વનું ગણી પોતાનો મહત્તમ સમય આ બાળકોને મળે તેવા પ્રકારનું આયોજન કરે છે. કો ઓર્ડીનેટર શ્રી પ્રગ્નેશભાઈનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ કોઈ ભઠ્ઠાના વર્ગમાં જ છે.  અમે આવા એક વર્ગની મુલાકાતે ગયા. બાલમિત્ર દ્વારા સુંદર કાર્ય થઇ રહેલ જણાયું. આ ભઠ્ઠા પર કામ કરનારા બધા જ મજુર ઉત્તર પ્રદેશના છે.તેઓના બાળકોને પહેરવા પુરતા કપડાં પણ નથી. ઠંડીની ઋતુમાં પ્રગ્નેશભાઈ અને તેમના બાળમિત્રો લોકો પાસેથી ઉપયોગ લેવાયેલ ગરમ કપડાં આ બાળકો માટે માંગી બાળકોને આપે છે.પ્રગ્નેશભાઈ અને તેમના કેટલાક અન્ય કો ઓર્ડીનેટર મિત્રો જેઓ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે તેમના વિષે જાણી ભગવાન પર શ્રદ્ધા વધી. કેટલાક ધુતારા નેતાઓ કે  ભ્રષ્ટાચારથી ખરડાયેલ કેટલાંક અધિકારીઓ થાય તેટલું ખરાબ કરે પરંતુ પ્રગ્નેશભાઈ તેમના બાળમિત્રો જેવા ઘર દીવડા છે ત્યાં સુંધી આપણો દેશ આપણો જ રહેશે....અમે સાંજે અચાનક જતા STP વર્ગના કેટલાક વિધ્યાર્થીઓને બોલાવ્યા. ચર્ચા કરી, મનને ટાઢક થઈ... આપણ સૌને પ્રેરણા મળે  તે હેતુએ...અહી કેટલીક વિડીયો ક્લીપ અને ફોટો ગ્રાફ આપ્યા છે, આપનો અભિપ્રાય અમને પ્રોત્સાહન આપશે...મારો આ પ્રયત્ન અમારા અમદવાદ જીલ્લાની સદ્કાર્ય કરનારી આ તમામ શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો, વિદ્યાર્થીઓને સન્માનવા છે જે આપ સૌ સુંધી પહોંચે...

No comments: