Thursday, January 26, 2012

"આજનો દીપક ..." Prayer in primary school


થોડા દિવસ અગાઉ અમદાવાદ જીલ્લાની શાળાઓમાં થતી સારી પ્રવૃત્તિઓ, સક્સેસ સ્ટોરીઝની વિડીયોગ્રાફી માટે જીલ્લાની કેટલીક શાળાઓમાં જવાનું થયું. બરવાળા તાલુકાની રામપરા શાળાનું બિલ્ડીંગ, શાળાની પ્રાર્થના સભા જોવા જેવું છે. આપ બરવાળા તાલુકામાં સાળંગપુર શ્રી હનુમાનજી દાદાના મંદિર દર્શનાર્થે કે કોઈ ગામની મુલાકાતે જતા હોવ તો બરવાળાથી લગભગ પાંચ કી.મી દુર આવેલ રામપરા (સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી હરપાલસિંહ ચુડાસમા, આચાર્ય શ્રી કરણસિંહ રાઓલ) અને સાળંગપુર પ્રાર્થમિક શાળા(બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી દલપતસિંહ ઠાકોર, સી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી દિલીપસિંહ ખાચર, આચાર્ય શ્રી દીલુભાઈ મકવાણા)ની મુલાકાત જરૂર લેશો. રાજ્યમાં આટલી સુંદર સરકારી પ્રાથમિક શાળાઓ છે તે જોઈ આનંદ થશે. રામપરા જાઓ તો શિક્ષક શ્રી શૈલેશભાઈ પંચાલને જરૂરથી મળશો શાળા પરિવાર, ગ્રામજનો અને દાતાશ્રી સાથે કો ઓર્ડીનેશન દ્વારા કેવું કાર્ય કરી શકાય તે શીખવા મળશે...
અમારી પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન ઓચિંતી મુલાકાતમાં અમે જોયેલ પ્રાર્થના કાર્યક્રમ અને આજના દીપકની ઉજવણી આપ સૌ સાથે વહેંચવાની ઈચ્છા થતા પોસ્ટ કરું છું. રામપરા શાળામાં વિદ્યાર્થી દ્વારા સ્વયમ સંચાલિત પ્રાર્થના કાર્યક્રમમાં સહભાગી બનવું તે પણ એક લ્હાવો છે. આ શાળાના સૌ શિક્ષક ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને આભાર સહ ખુબ ખુબ અભિનંદન.

No comments: