Wednesday, January 4, 2012

Your opinion please

 ગઈ રાત્રે મારા ફેસબુક પર મેં એક પોસ્ટ કરેલ. તેના પ્રત્યુતરમાં મને નીચે મુજબ કોમેન્ટ મળેલ. આપ પણ વિચારી સ્વ ને પ્રશ્ન કરી જણાવી શકો આથી જ અહી મારી પોસ્ટ અને મળે કોમેન્ટ તેમજ મારો રીપ્લાય પોસ્ટ કરું છું. આપના વિચાર-મંતવ્ય અમને મદદ કરાશે. 

આજે સાંજે એક મિત્રના ત્યાં થોડા કામ માટે ગયેલ. આમ તો તેઓ શિક્ષક નથી પરંતુ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે ચાલતા પ્રયોગો વિષે ઘણું જાણે છે... તેમણે મને પુચ્છ્યું કે અત્યારે શાળાઓમાં કયો પ્રયોગ ચાલે છે ? મેં કહ્યું રેમેડિયલ વર્ગ... તેમનો જવાબ સાંભળી ભારે દુઃખ થયું અને આંખો પણ ખુલી...તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વરસમાં કરોડો રૂપિયા તાલીમના નામે ખર્ચ્યા, પ્રયોગો કાર્ય, પુસ્તકો બે વાર બદલ્યા, અખતરા ખતરા બનતા રહ્યા,,,હવે આ બધું બંધ કરી સાચા અર્થમાં કઈક કરવાનો સમય પાક્યો છે તેમ નથી લાગતું ? કેટલા SRG ની શાળાઓમાં બધા જ વિદ્યાર્થીઓ SRG- સરકારની અપેક્ષા મુજબ વિદ્યાર્થીઓમાં કૌશલ્યો ખીલવી શક્યા ( રેમેડિયલ ક્લાસ SRGની શાળામાં ન જ હોવા જોઈએ તેમ તેઓનું માનવું છે) ? જો રાજ્યના તમામ SRG (આશરે ૩૦૦), DRG (આશરે ૫૦૦), CRCC (આશરે ૩૫૦૦), BRCC (325), કેળવણી નિરિક્ષક અને ડાયેટ લેક્ચરર ... આમ બધા મળી એક ચોક્કસ દિશામાં કામ કરે તો વર્ષે દહાડે ૫૦૦૦ હજાર શાળાઓમાંથી વાંચન,ગણન અને લેખન નું દર વર્ષે નિયમિત પણે કરાતું આ રેમેડિયલ વર્ક બંધ થાય ? રાજનેતાઓ કે અધિકારી રોકડ રકમ લાંચ રૂપે લે તે માત્ર ભ્રષ્ટાચાર નથી પણ બાળકને વર્ષાંતે વાંચન, લેખન કે ગણન જેવા પાયાના કૌશલ્યો ન શીખવવા એ પણ .... મને પણ તેમની વાતમાં દમ લાગ્યો હો... આ બાબત તમામ વાલીઓ અને SMC જણાશે ત્યારે ?? RTI દ્વારા કોઈ જવાબ માગશે કે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ બાળક હજુ વાંચી ન શકે ? આપનો શો જવાબ હશે ?
કેતનભાઇ કદાચ તમારા એ મિત્ર સાચા હશે. પણ વર્ષો પહેલા ફરજીયાત શિક્ષણ નહોતુ કે નહોતો શિક્ષણનો અધિકાર. કેટલાય એવા બાળકો હતા કે જેઓ વિદ્યાર્થીઓ નહોતા. રાજ્યમાં બધી જ શાળાઓમાં રેમેડીયલ વર્ગ ચાલે છે તેનો મતલબ એવો તો નથી જ કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સારશિક્ષકોની ઉણપ છે. પણ હા ક્યાંક ચૂક જરૂર છે અને રહી વાત તાલીમની તો ભાઇ તાલીમો નિષ્ફળ જઇ રહી નથી પણ આપણા જ માણસો પછી ક્યાંક તે શિક્ષક હોય,સી.આર.સી. હોય , કે તાલીમ સંલગ્ને કોઇ અધિકારીશ્રી હોય સાચી દિશામાં કામ નથી કરતા માટે નિષ્ફળ જતી દેખાય છે અને આપણુ શિક્ષણ વામળુ લાગે છે.પણ હવે આવી રહેલા નવા અભ્યાસક્રમો અને જાગૃતિથી શિક્ષણને ચોક્કસ ફાયદો થશે અને થાય તેવી પ્રભુને પ્રાર્થના પણ છે.
Ketan Thaker ભાઈ મેં પહેલી વાર રાજ્ય-જીલ્લા કક્ષાના અધિકારી દ્વારા સાંભળ્યું ત્યારે આમ જ વિચારેલ અને આમ જ વિચારતો પરંતુ ૧૩ વર્ષના અનુભવ પછી ફરી આ વાત સંભાળ્યા પછી સાલું લાગી આવે છે કારણ વાતો સિવાય આપણે કાઈ જ નથી કરી શક્યા...

Manu Savaliya hu pan tamari sathej su

Archit Raval I see this picture too in the village school. very few teachers, few students , some rooms .

Stenlin Kharadi કામ સમજી ને શિક્ષણ આપતા શિક્ષક કરતા શિક્ષણ ની પ્રેરણા આપતા શિક્ષકો ની વધારે જરૂરિયાત જણાય છે તમારી વાર્તા માં ....... માફી સાથે મોકલું છુ

No comments: