Sunday, March 4, 2012

Corruption... ભ્રષ્ટાચાર...


IIT જોધપુર પ્રત્યેક માસની ૧૧ તારીખે ઝીરો કરપ્શન ડે ના રૂપમાં મનાવશે. આ અભિયાનમાં IIT ના વિદ્યાર્થીઓ જુદી જુદી કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને કહેશે – સમજાવશે કે ભ્રષ્ટાચાર એટલે માત્ર સીધી લાંચ લેવી એજ નથી પરંતુ કોલેજ ન જવું, વર્ગમાં ન જવું, સેલ્ફ સ્ટડી ન કરાવી, પરિવાર પર બોજો રહેવો આ બધું જ ભ્રષ્ટાચારમાં આવે...(દિવ્ય ભાસ્કર, તા.૪/૦૩/'૧૨, રવિવાર, પેજ ૨)
 જો આપણે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આવી રીતે આપવાની થાય તો...
ભ્રષ્ટાચાર એટલે...
- શાળાએ અનિયમિત જવું.
- શાળાએ મોડા જવું, વહેલા પાછા  આવવું.
- વિભાગ તરફથી મળેલ કામને સમજ્યા, અજમાવ્યા વીના સીધો જ વિરોધ કરવો.
- વર્ગમાં કામ ન જ કરવું.
- કામમાં આળસ – સમયની ચોરી કરાવી.
- સારું કામ કરનાર શિક્ષક્ને હ્તોત્સાયી કરવા.
- સારા શિક્ષક, અધિકારી કે પદાધિકારીને જાણ્યા વીના તેમની ગેરહાજરીમાં ખોટો પ્રચાર કરવો કે તેમના માટે ખોટી વાતો કરાવી.
- કામ ન કરતા હોવા છતાં પોતાના વિષે બહુ કામ કરે છે તેવી ભ્રામક વાતો કરાવી.
- સારું કામ કરનારને કામ ન કરનારના રવાડે ચડી, પોતાના ક્ષણીક સ્વાર્થ ખાતર કામ કરતો અટકાવવા તમામ પ્રયત્નો કરવા.
- તાલીમમાં માત્ર શારીરિક હાજરી આપવી. અથવા તાલીમ સ્થળે હાજર હોવા છતાં હું મોટો છું (ઉંમર,હોદ્દા કે જબરાઈમાં) એમ માની વર્ગમાં ન જ બેસવું...
- તાલીમ સમયમાં કે વર્ગકાર્ય દરમિયાન સોંપાયેલ કામ ન કરતા અન્ય વહીવટી કામગીરી કે પોતાનાં કામ  કરવા.
- મળેલ ગ્રાન્ટ-નાણાનો અયોગ્ય ઉપયોગ કરવો.
- વિભાગની ગાઈડ લાઈન મુજબ તાલીમ કે વર્ગમાં કાર્ય ન કરવું તેમજ તેમાં વિક્ષેપ નાખવો...
શું આ બધું પણ ભ્રષ્ટાચારમાં ન આવી શકે...જો આપણે પગાર તેમજ અન્ય સગવડો,ગ્રાન્ટ વિગેરે લઇને પણ આમાંનું કઈ પણ કરતા હોઈએ તો આપણે પણ ભ્રષ્ટાચારમાં આપણો સહકાર આપીએ છીએ તેમ  ગણવું જોઈએ ???? આપનું મંતવ્ય...પ્લીઝ

No comments: