Sunday, March 18, 2012

Block level... In service Teacher training 2012સંભવિત તારીખ ૨૩ એપ્રિલ ૨૦૧૨થી શરુ થતી બ્લોક કક્ષાની શિક્ષક તાલીમનું આયોજન, વિષયોની પસંદગી તેમજ વિષયોનું તાલીમી માળખું નક્કી કરવાની ટીમમાં મને માર્ગદર્શક તરીકે રહેવાનું  સદભાગ્ય મળ્યું. મેં ડાયેટ અમદાવાદના સીનીયર લેક્ચરર શ્રી સલીમભાઈ છીપા સાહેબ, ટીચર ટ્રેનીંગ ઓફિસર ઇન ચાર્જ શ્રી દિલીપભાઈ વડેરા સાહેબ અને એસ.આર.જી વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રી યોગેશભાઈ પટેલ સાથે સમગ્ર તાલીમી પ્રક્રિયાની ચર્ચા કરી સમગ્ર માળખું તૈયાર કર્યું. તાલીમી આયોજન,માળખું તૈયાર કરતા જી.સી.ઈ.આર.ટી અને SSAM પરિપત્રના માર્ગર્શન મુજબ ગુણોત્સવ પુસ્તિકામાં શિક્ષકોએ આપેલ તાલીમી વિષયો તેમજ અધિકારીશ્રીઓના સુચનોનો ઉપયોગ કરાયો. અમદાવાદ ગ્રામ્ય ડાયેટના પ્રાચાર્ય શ્રીમતી નુતનબેન રાવલ સાહેબ અને જીલ્લા પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.એમ.જાની સાહેબ સાથે આ અંગે અમે બેઠક યોજી તેઓના માર્ગદર્શન મુજબ સમગ્ર તાલીમ માટે તાલીમી સાહિત્ય નિર્માણ માટે લેખન માટે તારીખ ૫ માર્ચ ૨૦૧૨ના દિવસે એક દિવસની ટ્રેનીંગ કોન્સેપ્ટ સમજાવતી બેઠક રાખી જેમાં તાલીમી સાહિત્ય નિર્માણની સમગ્ર પ્રક્રિયા સમજાવી. મોડ્યુલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો માટે બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી પ્રતાપભાઈ ગેડીયાએ પોતાના વિચારો પ્રેઝન્ટેશન દ્વારા રજુ કર્યા. જયારે સમગ્ર આયોજન, તાલીમી સાહિત્ય નિર્માણના વિવિધ પાસાઓ, કોન્સેપ્ચ્યુઅલ ટ્રેનીંગ મટીરીઅલ કેવી રીતે લખવું, લેખન સમયે જુદા જુદા વિષય માટે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સંપૂર્ણ માહિતી આપવાનું સદભાગ્ય મને મળ્યું. ત્યારબાદ તારીખ ૧૨ થી ૧૪ તાલીમી સાહિત્ય લેખન માટે કાર્ય શિબિરનું આયોજન કરાયું. તમામ વિષયોના લેખન માટે લેખકોને લેખન અંગે માર્ગદર્શન આપતા આપતા મને પણ ઘણું શીખવ્યું. તાલીમી સાહિત્ય નિર્માણ ‘કોન્સેપ્ટ’ તૈયાર કરી લેખકોને સમજાવતા લેખક મિત્રોના પ્રશ્નો તેમનું ઇન્વોલમેન્ટ જણાવતા જેનો આનંદ અનેરો રહ્યો. અમે દરેક વિષયની તાલીમ માટે વિષય મુજબ હેતુ નક્કી કર્યા છે. જેમકે;
English: શિક્ષકોને અંગ્રેજી સાંભળવા અને બોલવાની પુરતી તક મળે તે પ્રકારનું તાલીમી સાહિત્ય નિર્માણ. ગેમ્સ, એક્ટીવીટી દ્વારા તાલીમ. તાલીમી સાહિત્ય માત્ર શિક્ષકો માટે જ નહિ પરંતુ આ સાહિત્યનો ઉપયોગ ૩૧ જુલાઈ સુંધી વર્ગખંડમાં પણ કરવો તે માટે માર્ગદર્શન. 
ગણિત: પ્રવૃત્તિ,ઓડિયો,વિડીયો એડ્સ, મલ્ટી મીડિયાથી ક્ષેત્ર મુજબ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, પ્રોબલમ સોલ્વીંગ દ્વારા જે તે ક્ષેત્રનાં પ્રશ્નોનું ગ્રુપ ડીસ્કશન, વ્યવહારિક ગણિત ઉપયોગ, સ્પર્ધાત્મક પરિક્ષા માં ગણિત, એપ્લીકેશન આધારિત પ્રશ્નો જેવી બાબતો.
ગુજરાતી: ધોરણ ચારમાં શિક્ષકને મહત્તમ સંભાળવા, બોલવાની તક પૂરી પડાવી જયારે ધોરણ પાંચમા વિષયવસ્તુ સાથે ભાષા શુદ્ધિ અને લેખન માટે જરૂરી માર્ગદર્શન.
સામાજિક વિજ્ઞાન: જુદી જુદી શૈક્ષણીક પદ્ધતિ દ્વારા ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર અને ભૂગોળના કોન્સેપ્ટની સમજ.
વિજ્ઞાન: પૂરી તાલીમ પ્રયોગ, પ્રવૃત્તિ દ્વારા. કેટલીક પ્રવૃત્તિ શિક્ષક્ને ઘરેથી કરી લાવવાની રહેશે. રોજ કોઈ એક ઘટનાનું અવલોકન કરી નિર્ણય તારવવાનો રહેશે.
દરેક ધોરણના શિક્ષક્ માટે જુદા જુદા વિષય સાંકળી બેઝ પેપર તૈયાર કરેલ છે જે શિક્ષક્ને તાલીમ પૂર્વે આપવામાં આવશે જેના જવાબ શિક્ષક્ને તાલીમ દરમિયાન તજજ્ઞ દ્વારા જણાવવામાં આવશે. તાલીમી સાહિત્ય આધારિત પ્રી અને પોસ્ટ ટેસ્ટ લેવાશે.
આ વર્ષે અમારા અમદાવાદ જીલ્લાની બ્લોક કક્ષાની ૧૦ દિવસીય તાલીમના આયોજન અંગે જોઈએ તો ધોરણ ૧ થી ૫ માટે ૬(છ) દિવસ સબ્જેક્ટ કોન્સેપ્ટ અંગે ઝીણવટ ભરી સમજ, ૧ (એક) દિવસ ઓન એર દ્વારા સ્કુલ ઈવેલ્યુશન સિસ્ટમ (શાળા મૂલ્યાંકન પ્રક્રિયા)ની સમજ, વિષય અને સમજપત્ર, નવીન પાઠ્યપુસ્તક અંગે માહિતી અને ૩(ત્રણ) દિવસ SSAM મેનેજરીયલ સબ્જેક્ટ ટ્રેનીંગ જેમાં Gender Education, IED,STP, DIES, Account, Disaster Management at school level, Stress Management as teacher, Leadership as teacher, ADEPTS, Learning Based Reinforcement Material, પ્રજ્ઞા, SMC and PRI are our HHP, Yearly planning જેવા વિષયો પર તાલીમ આપવાનું નક્કી કરાયું.આગામી ૨૭ થી ૩૦ માર્ચ દરમિયાન ક્લસ્ટર કક્ષાએથી સી.આર.જી બોલાવી તેઓને ક્લસ્ટર કક્ષાની તાલીમ માટે તજજ્ઞ માટેની તાલીમ આપવાનું આગામી આયોજન નક્કી કરવામાં આવ્યું. ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને ૧ (એક) દિવસ ઓન એર દ્વારા સ્કુલ ઈવેલ્યુશન સિસ્ટમ (શાળા મૂલ્યાંકન પ્રક્રિયા)ની સમજ, વિષય અને સમજપત્ર, નવીન પાઠ્યપુસ્તક અંગે માહિતી તેમજ ૩(ત્રણ) દિવસ SSAM મેનેજરીયલ સબ્જેક્ટ ટ્રેનીંગ ધોરણ ૧ થી ૫ નાં શિક્ષક સાથે આપવામાં આવશે. જુદા જુદા વિષય માટેની તાલીમ સત્ર ખુલતા ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને આપવામાં આવશે જેમાં ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન માટે અલગ અલગ તાલીમનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ માટે આપના સુચન અમને જણાવશો તો આનંદ થશે.


અમદાવાદ જીલ્લાની મેનેજરીઅલ સબ્જેક્ટ આધારિત શિક્ષક તાલીમનું સંભવિત  સમય પત્રક

ક્રમ
સમય
દિવસ ૧
દિવસ ૨
દિવસ ૩
૧.
૭-૦૦ થી ૭-૩૦
પ્રાર્થના સંમેલન
૨.
૭-૩૦ થી ૮-૧૫
જેન્ડર
STP
પ્રજ્ઞા
૩.
૮-૧૫ થી ૯-૦૦
જેન્ડર
STP
પ્રજ્ઞા
૪.
૯-૦૦ થી ૯-૪૫
હિસાબી
Stress Management
ADEPTS
    -
૯-૪૫ થી ૧૦-૧૫
                   વિરામ
૫.
૧૦-૧૫ થી ૧૧-૦૦
હિસાબી
DISE
ADEPTS
૬.
૧૧-૦૦ થી ૧૧-૪૫
IED
DISE
Disaster Management
૭.
૧૧-૪૫ થી ૧૨-૩૦
IED

SMC અને PRI સભ્યો આપણા મિત્ર, માર્ગદર્શક, મદદગાર....
Learning based Reinforcement Materials

No comments: