Sunday, October 28, 2012

Geen School


ગ્રીન સ્કુલ
ગ્રીન સ્કુલ શબ્દ સંભાળતાજ ઇકો ફ્રેન્ડલી શાળાની અપેક્ષા સમજી શકાય. શાળાનું પરિસર એવા પ્રકારનું હોય કે જ્યાં પગ મુકતા જ મનને ટાઢક વળે, આકર્ષણ થાય.
શાળામાં માત્ર વ્રુક્ષો હોવાથી ગ્રીન સ્કુલ ન કહી શકાય. શાળાનું સમગ્ર પરિસર મનમોહક હોવું જરૂરી છે. વિદ્યાર્થી કે શાળા મુલાકાતે આવનાર સૌ કોઈ શાળા કે વર્ગખંડમાં પગ મુકતાજ પર્યાવરણના જતન વિષે સમજન કેળવે અને પર્યાવરણને માની શકે તે પ્રકારનું આયોજન હોવું જરૂરી છે.
શાળા પરિસર:
-         રમત માટેના મેદાન સિવાય શાળા પાસે કેટલો વિસ્તાર છે જેમાં વ્રુક્ષ, છોડ વાવી શકાય કે કિચન ગાર્ડન તૈયાર કરી શકાય તેનું માપન કરવું જરૂરી.
-         સરળતાથી તેમજ બગાડ ન થાય તે મુજબ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી.
-         શક્ય હોય તો સુર્ય ઉર્જા વડે ચાલતા ઉપકરણો રાખવા.
-         જરૂરિયાત મુજબ ક્યારેક વ્રુક્ષના છાંયડે ખુલ્લા વર્ગ ખંડમાં ભણાવી શકાય તે માટે વ્યવસ્થા કરાવવી.
-         ઉર્જાની બચત માટે શું કરી શકાય તે માટે પરિસરમાં કેટલીક પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ મુકવા.
-         શાળા પરિસર સ્વચ્છ રાખવા કામની વહેંચણી. કચરો ભેગો કરવા તેમજ રાખવા જરૂરી સાધન વસાવવા.
-         પ્રવેશદ્વારથી શાળા સુંધી, શાળા પરિસર, ઔષધીય બગીચો, કિચન ગાર્ડન માટે જરૂરી વ્રુક્ષ, છોડની પસંદગી કરાવી તેમજ તેનો પરિચય આપતા સ્ટીક લગાવવા. ઇન્ટરનેટ કે અન્ય માધ્યમે વ્રુક્ષ કે છોડ અંગેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી વિદ્યાર્થીઓને આપવી તેમજ અલગથી ફાઈલ રાખવી.
-         શુશોભન માટેના વ્રુક્ષો, છોડવાને અલગથી આકાર આપી આકર્ષક બનાવવા. સમયાંતરે જરૂરિયાત મુજબ છોડ, વ્રુક્ષ કે લોન (લીલું ઘાસ)ની કાપણી કરાવી તેમજ મચ્છર કે અન્ય ઝેરી જીવજંતુથી વિદ્યાર્થીઓને રક્ષણ મળી રહે તે માટે વ્યવસ્થા કરવી, સમજણ આપવી.


વર્ગખંડ:
-         વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા વિધાર્થીઓને અનુકુળ હોવી જરૂરી.
-         હવા અવાર જવર માટે પુરતા બારી-દરવાજા-વેન્ટીલેશનની વ્યવસ્થા માટે આયોજન હાથ ધરી શકાય.
-         શાંત કલરનો ઉપયોગ કરવો.
-         બ્લેક બોર્ડ પર પ્રકાશ આવે તે મુજબ વર્ગખંડ આયોજન કરવું.
-         વિદ્યાર્થીઓને પર્યાવરણ જતન માટે પ્રોજેક્ટ આપવા. હરીફાઈઓ યોજવી.

ગામ:
-         શાળાનું શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું જ સીમિત ન રાખતા ગ્રામજનો સુંધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી.
-         ફળિયાથી શાળા અને શાળાથી ફળિયુંએક સેતુ બને તે માટે ભીંત ચિત્રો કે વાલી મીટીંગમાં ચર્ચા માટે આયોજન કરવું.
-         SMCના સભ્યોને ગ્રીન સ્કુલ પ્રોજેક્ટ અંગે સમજણ આપવી તેમજ કેટલાક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને આપવા જેમાં વાલીઓને સાથે રાખવા. જેમકે, વર્ગ કે ઘરમાં રોજ પંદર મીનીટ એક પંખો અને પંદર મીનીટ જેટલો સમય કોઈ એક વીજળીનો પચાસ વોલ્ટનો બલ્બ ચાલુ રહેતો મહિનામાં કેટલું બિલ વધારે ભરવું પડે ? કેટલા યુનીટ વધારે વીજળી બળે ? વાલી સાથે મળી માહિતી ભરવી.

 હું શું કરી શકું ?


આપ આપણી શાળાને Green School બનાવવા કેવા પ્રકારના આયોજન હાથ ધરશો....



આપ ઉર્જા બચત થાય તે માટે વિદ્યાર્થીઓ, વાલીઓને કેવા પ્રકારના પ્રોજેક્ટ આપી શકો ?
____________________________________________________________________________________________________________________________________________







No comments: