Saturday, October 27, 2012

Smart School


સ્માર્ટ સ્કુલ
સમગ્ર વિશ્વ એકવીસમી સદીની શરૂઆતથી જ ટેકનોલોજીના ઉપયોગથી સતત પ્રગતિ કરી રહ્યું છે. સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ભારતમાં અમલી થતા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિને પ્રેરક વેગ મળ્યો છે. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં કોમ્પ્યુટર કે કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. શાળામાં કોમ્પ્યુટર હોવાથી શાળા ટેકનો સ્કુલ” ન બને તે આપણે સૌ જાણીએ છીએ. વિશ્વના વિકસિત દેશમાં પ્રાથમિક શિક્ષણ પર વિશેષ કાળજી લેવાય છે. બાળક શાળા પ્રવેશ કરે ત્યારે બાળકના વાલી, શિક્ષક અને સમગ્ર વ્યવસ્થાની અપેક્ષિત અપેક્ષા એજ હોય કે બાળક સ્માર્ટ બને...આપણી પ્રાથમિક શાળામાં બાળક પ્રવેશતાજ પોતાને સ્માર્ટનેશ ભણી લઇ જાય તેવા પ્રકારની શાળા એટલે ગુજરાતની સ્માર્ટ સ્કુલ. છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ સ્કુલ કે સ્માર્ટ ક્લાસ વિષે આપણે અવાર નવાર સાંભળી રહ્યા છીએ....
Smart શબ્દનો સીધો ગુજરાતી અર્થ જોઈએ તો સ્માર્ટ એટલે ‘ત્વરિત’(Quick), ‘ચપળ’ (Clever), ‘મનમોહક’ (stylish) વિગેરે... આ શબ્દાર્થ પછી એટલું તો નક્કી કરી જ શકીએ કે Smart Schoolમાં અહી આપેલ અર્થ મુજબના ગુણો તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જોવા મળે તેવા પ્રકારની શાળા એટલે Smart School. શાળામાં પ્રવેશતા જ વિદ્યાર્થીમાં રહેલ વિશેષતાઓ ખીલી ઉઠે તેવા પ્રકારનું શાળા પરિસર, વર્ગખંડ અને ભણવા ભણાવવાની પ્રક્રિયા. શાળામાંની દરેક બાબતો દ્વારા વિદ્યાર્થીને અનુભવજન્ય જ્ઞાન મળે તે પ્રકારની આયોજન પૂર્વકની ગોઠવણી...અહી આપેલ કેટલાક ફોટોગ્રાફ્સ આપને સ્માર્ટ સ્કુલ અંગે થોડી વિશેષ સમજણ પૂરી પડશે...

(રમતા રમતા શિક્ષણ આપતું શાળા પરીસર)(વર્ગખંડમાં ન બતાવી શકાય તે તમામ બાબતો થ્રી ડાયમેન્શનમાં નમુના કે વિડીયો સ્વરૂપે બતાવી શકાય...જેમકે હૃદયનું કે ફેફસાનું કાર્ય, વિમાન અને પંખીના પાંખની તુલના જેવા અન્ય...)(અવનવી ઘટનાઓ, જાણવા જેવું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ઉત્તમ લેખ,કાવ્ય કે નમુના ડિસ્પ્લે કોર્નર કે બુલેટીન બોર્ડમાં મૂકી શકાય)

(શાળામાં મુકેલ પ્રાયોગિક નમુનો જે સ્વ અનુભવ પુરા પાડે)(દૂરવર્તી શૈક્ષણિક કાર્યક્રમ પ્રસારણ જોવા તમામ વિદ્યાર્થીઓ માટે સાનુકુળ વ્યવસ્થા)                    (શાળાનું મુખપત્ર)

અહી આપેલ કેટલીક પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ દ્વારા આપ સમજી શક્યા શો કે સ્માર્ટ સ્કુલ માટે કેવી અપેક્ષા હોઈ શકે. વિદ્યાર્થીઓમાં તમામ સ્માર્ટનેસ લાવવા અને શાળાને સાચા અર્થમાં સ્માર્ટ સ્કુલ બનાવવા શાળા મુલાકાતે આવનાર માર્ગદર્શક (કો ઓર્ડીનેટર, બી.આર.પી., કેળવણી નિરિર્ક્ષક કે અન્ય માર્ગદર્શક), આચાર્ય,શિક્ષક, વિધાર્થી અને વાલી તરફથી કેટલીક તૈયારીઓ તેમજ સતત અનુંકાર્ય જરૂરી છે.
આપ અહી આપેલ કેટલાક પ્રશ્નોના જવાબ તૈયાર કરશો અને તે મુજબ કાર્ય હાથ ધરશો એટલે આપના વિદ્યાર્થીઓને સ્માર્ટ અને આપણી શાળાને સ્માર્ટ સ્કુલ બનાવી શકશો....

આપ માર્ગદર્શક તરીકે આપની શાળાને સ્માર્ટ સ્કુલ બનાવવા શું કરી શકો ?શાળાને સ્માર્ટ સ્કુલ બનાવવા આપની આચાર્ય પાસે કેવી અપેક્ષા છે ?શાળાને સ્માર્ટ સ્કુલ બનાવવા આપની શિક્ષક પાસે કેવી અપેક્ષા છે ?


શાળાને સ્માર્ટ સ્કુલ બનાવવા આપની શિક્ષક પાસે કેવી અપેક્ષા છે ?
________________________________________આચાર્ય અને શિક્ષક સાથે મળી આપ સ્માર્ટ સ્કુલ માટે કેવા પ્રકારનું આયોજન કરશો...આપના ક્લસ્ટર/બ્લોકમાં કરી શકાય તેવા ઓછામાં ઓછા પાંચ પાંચ કાર્યો લખવા...

શાળાપરિસર_________________________________________________________________________

વર્ગખંડ______________________________________________________________________________


સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ___________________________________________________________________________


વર્ગ શિક્ષણકાર્ય___________________________________
_______________________________________

ટેકનોલોજીનો ઉપયોગ_____________________________________________________________________________


હું આટલું કરીશ જ ....
-        સ્માર્ટ સ્કુલ માટે સ્વ-સમજણ કેળવવી.
-        મારા ક્લસ્ટરની શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવા આયોજન, અમલીકરણ.
-        સ્માર્ટ સ્કુલ માટે શાળાના સ્ટાફ, વિદ્યાર્થી અને વાલી સાથે સમજણ આપવા મીટીંગ.
-        મુલાકાત દરમિયાન દર મહિને વિદ્યાર્થીઓને સ્વાનુભવ આપતો એક પ્રયોગ, પ્રોજેક્ટ શાળામાં કે વર્ગમાં આપવો.
-        અનુભવી શિક્ષકો અને વાલીઓનો ઉપયોગ કરવા માટે પોતીકું આયોજન.

No comments: