Sunday, January 12, 2014

'સંવાદ' સબંધ ની માવજત માટે...


૨૧ ડિસેમ્બરે અમદાવાદ હોટેલ હયાત ખાતે P9 દ્વારા કોન્ફરન્સ યોજાયેલ. આમતો આ કોન્ફરન્સ ઉદ્યોગ સાથે સંકળાયેલ ધંધાદારી કે પોતાના વિચારો પર કઈક નવું સાહસ કરવા માંગતા લોકો માટે હતી. શિક્ષણ વિભાગ દ્વારા ટીમ એજ્યુકેશન અમદાવાદના સભ્ય તરીકે આ કોન્ફરન્સમાં સહભાગી થવા મને પણ મોકો મળેલ. આ કોન્ફરન્સના વક્તા હતા Prof. Timothy M. Stearns અને Zari Karimi. બંને વક્તા અમેરિકા (કેલીફોર્નીયા) સ્થિત યુનિવર્સીટી P9 ના રિપ્રેઝન્ટેટિવ હતાં. રાજ્યમાંથી જુદી જુદી શાખાઓના લગભગ ૧૦૦ જેટલાં સભ્યો આ કોન્ફરન્સમાં એક્ટીવ પાર્ટીસીપેન્ટ બન્યા. આ યુનિવર્સીટી આપણા વિચારને સાકાર કરવા પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. દિવસ દરમિયાન જુદી જુદી બાબતો પર થયેલ ચર્ચામાં Prof. Timothy M. Stearns ના એક લેકચરની એક નાનકડી પરંતુ આજના સમયે પોતાને સતત વ્યસ્ત હોવાનો દેખાવ કરી પોતાના ગ્રાહકો સાથે સંવાદ ટાળતા બીઝનેસમેન માટે અતિ મહત્વની બાબત અહી આપની સાથે શેર કરું છું.
Prof. Timothy M. Stearnsના લેકચર મુજબ જો આપ કોઈ ફેકટરીના માલિક કે મુખ્ય વ્યક્તિ છો તો...
- આપના ગ્રાહકનો સમયાંતરે નિયમિત સંપર્ક કરો.
- ગ્રાહક સાથે જે દિવસથી સંવાદ અટકશે કે તણાવમાં આવશે એ દિવસથી આપણે આપણા બીઝનેસ માટે શુષ્ક છીએ એમ માનવું.
- આપણા ગ્રાહકને પોતાની ફરિયાદો આપણી સાથે શેર કરવા તેમજ એ ફરિયાદો પર જરૂરી પગલાં લેવા આયોજન કરવું.
- પોતાનો ગુસ્સો ગ્રાહક પર ન ઠાલવો એ આપણી અણઆવડત છતી કરે છે.
- માત્ર આપણેજ સાચા છીએ અને ગ્રાહક સાવ ખોટા એવું ન માનવું. ક્યારેક આપણે ખોટા પણ હોઈ શકીએ.
- પોતાના અને પોતાની પ્રોડક્ટ વિશેના અભિપ્રાય બહારથી મેળવતાં રહેવું.
- પોતાના અંગત ગણાતા સાથી કર્મચારીઓ પોતાના સ્વાર્થ ખાતર પોતાના ગ્રાહક કે બ્રોકર વિષે ખોટો અભિપ્રાય આપતા નથી ને તે ચકાસવું...ક્યારેક આપણાજ PA તેમના પોતીકા સ્વાર્થ ખાતર કે પોતાના પ્રિય અન્ય ગ્રાહક કે બ્રોકરને મદદ કરવા સારા ગ્રાહક કે બ્રોકર્સ વિષે ખોટો અભિપ્રાય આપી પરેશાન કરતા હોય છે. આમ થવાથી આપણે સારા અને સાચા ગ્રાહક-બ્રોકર્સ ગુમાવીએ છીએ.
- એડમીન ટીમ અને માર્કેટિંગ ટીમ સાથે નિયમિત બેઠક યોજવી.
- આપણા ગ્રાહકને આપણે પ્રેમિકા જેટલો પ્રેમ કરવો તેમજ તેનો અહેસાસ કરાવવો. જેમ પતિ પત્ની ના સંબંધમાં પ્રેમ હોવો એ જરૂરી છે એટલુજ જરૂરી પોતાના પ્રેમનો સતત અહેસાસ કરાવતા રહેવું એ પણ જરૂરી છે.
- પોતાના ગ્રાહકોનું લીસ્ટ તૈયાર કરી અઠવાડિયામાં એકાદ વખત પ્રેમથી વાત કરવી. તમેજ વિચારો કે તમને ચિંતિત રાખતા ગ્રાહક સાથે છેલ્લે શાંતિથી પ્રેમપૂર્વક ક્યારે વાત કરેલ ?? ગ્રાહકને બિઝનેસની વાત સિવાય અન્ય વાત, પરિવારના સમાચાર વિગેરે પુછવા. આજના કોમ્પેટેટીવ માર્કેટમાં માત્ર પ્રોડક્ટ જ નહિ વ્યવહાર પણ મહત્વનો બની રહે છે. Prof. Timothy M. Stearnsના કહેવા મુજબ દુનિયાનો એવો કોઈ પ્રોબલમ કે પ્રશ્ન નથી જે વાતચીતથી સોલ્વ ન થઇ શકે. પ્રોબલમ ત્યારેજ મોટું સ્વરૂપ ધારણ કરે છે જયારે સંવાદ બંધ થાય છે.
- સંવાદ સંવર્ધન કરે જયારે વાદ વિનાશ...પસંદગી આપણી...
- આવું જ બને છે આપણા રોજીંદા વ્યવહાર અને જીવનમાં ...જયારે સંવાદ બંધ થાય ત્યારે વાદ શરુ થાય જેનો અંત વિનાશ (નુકશાની) જ હોય. ચાલો આજથી જ સંવાદ શરુ કરીએ જે સંવર્ધન તરફ લઇ જશે

No comments: