Friday, March 28, 2014

શાળાકીય વાર્ષિક મૂલ્યાંકન અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા આગામી સત્રથી શાળા ક્લસ્ટર કક્ષાએથી શાળાઓ માટે કરવામાં આવનાર આયોજન, જીલ્લા કક્ષાએથી કરવામાં આવનાર જરૂરી પ્રોજેક્ટના પ્લાનિંગ માટે બેઝ સ્ટડી તરીકે જીલ્લાની શાળાઓમાં “વાર્ષિક નિરિક્ષણ કાર્ય” પ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો મુખ્ય આશય આગામી વર્ષમાં શાળાઓનાં શૈક્ષણિક સ્તરને વધુ ઉંચાઈએ લઇ જવા કરવાનો હોઈ બેઝ સ્ટડી તરીકે શાળાઓનું ૩૬૦  ડીગ્રી મૂલ્યાંકન જરૂરી હોવાથી આ શાળા મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંગેની કેટલીક બાબતો અહી જણાવેલ છે...
હેતુઓ:
      શાળાનું વાર્ષિક શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ કરવું.
      શાળાનું પેનલ દ્વારા નિરીક્ષણ કરવું.
      શાળા પરિવાર દ્વારા થતી સારી પ્રવૃતિઓને બિરદાવવી.
      શાળા પરિવારને ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ (Best Performance) માટે પ્રોત્સાહિત કરવો.
      શાળાની શૈક્ષણિક સિધ્ધિઓ, સહ અભ્યાસ પ્રવૃતિઓ અને લોક સહયોગની બાબતોને તપાસી તે શ્રેષ્ઠ બને તેવા પ્રયાસો કરવા.
      આ નિરીક્ષણમાં ધોરણ ૨ થી ૮ નાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિ,શાળાની સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ અને સંસાધનોનો ઉપયોગ જોવામાં આવશે.
      ધોરણ ૨ થી ૫નાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિ એમના વાંચન,લેખન,ગણન કૌશલ્ય આધારિત હશે જયારે ધોરણ ૬ થી ૮નાં બાળકોને જે તે ધોરણના સાક્ષરી વિષયોનાં બીજા સત્રના અભ્યાસક્રમ આધારિત કસોટી આપવામાં આવશે.
શા માટે ??
-     જીલ્લાના શિક્ષણને નજીકથી જાણવા.
-     મોનીટરીંગ ટીમ (સી.આર.સી.સી./બી.આર.પી)ના માર્ગદર્શન માટે.
-     શાળાઓની વાસ્તવિક સ્થિતિ જાણી આગામી સત્રમાં શાળા કક્ષાએથી આયોજન માટે.
-     સી.આર.સી કૉ ઓર્ડીનેટરના આગામી ‘વિઝન/પ્લાનિંગ’ માટે
-     આગામી વર્ષમાં સી.આર.સી કૉ ઓર્ડીનેટર/ બી.આર.પી કૉઓર્ડીનેટર દ્વારા થનારા ઇનોવેશન પ્લાનિંગ માટે
-     સારી શાળા/શિક્ષકોને બિરદાવવા માટે
-     શાળાઓની સારી બાબતોના પ્રચાર અને પ્રસાર માટે
-     આગવા-અનોખા વિદ્યાર્થીઓને જાણવા, વિશિષ્ઠ શક્તિ ધરાવનાર વિદ્યાર્થીઓ માટે બ્લોક કે જીલ્લા કક્ષાએથી આયોજન હાથ ધરવા માટે.
-     શાળાની શૈક્ષણિક અને વહીવટી બાબતો જાણી આગામી સત્રમાં આયોજન હાથ ધરવા માટે
-     વહીવટી પારદર્શિતા વિકસાવવા માટે તેમજ રીસોર્સીસ ણો ઉપયોગ વધારી શકાય
-     વિધાર્થીને શૈક્ષણિક બાબત માં ક્યાં કાચા છે તે જાણી શકાશે
-     શાળા અને શાળા વ્યવસ્થાપન માટેનો મૂંઝવતો પ્રશ્ન મેળવી કૉ ઓર્ડીનેટર સુંધી પહોંચાડી નિરાકરણ કરી શકાય
-     શાળાની લોકલ ઓટોનોમી બોડી અને ગ્રામજનોનો વિશ્વાસ સંપાદિત કરી શકાશે.
-     વિવિધ સમુદાયો સાથેના શાળાકીય સંબંધોને વધુ સુદૃઢ કરી શકીશું.
શું કરીશું ?
-     તટસ્થ રીતે 360 ડીગ્રી મૂલ્યાંકન
-     સમય પત્રકનું ચુસ્ત પાલન
-     નકારાત્મક બાબતો શાળા સુંધી તેમજ ડીપીઓશ્રીને આપવામાં આવનાર ખાનગી અહેવાલ સુંધી સીમીત રાખવું. જાહેરમાં કે અન્ય કોઈ સાથે ચર્ચા ન કરવી.
-     શાળાની સારી બાબતોનો મુલાકાત લેનાર સભ્યશ્રીએ પોતાના બ્લોગ કે ફેસબુક પર પ્રચાર કે પ્રસાર કરવો
-     સમગ્ર મૂલ્યાંકન પદ્ધતિ અને પ્રણાલીને અનુસરવું
-     સાચા જવાબનો એક ગુણ અને ખોટા જવાબ માટે શૂન્ય ગુણ આપવા
-     સકારાત્મક બાબતો જ કરવી.
કાર્ય પદ્ધતિ:
      એક કરતા વધુ સભ્યો દ્વારા શાલેય નિરીક્ષણ (Panel Inspection) હાથ ધરાશે.
      સામાન્યતઃ એક પેનલમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર, મુખ્ય શિક્ષક (H-TAT) અને બીટ નિરીક્ષક  એમ મહત્તમ ૩ સભ્યો રહેશે. જે પેનલમાં બીટ નિરીક્ષક હશે તે શાળાનું વહીવટી નિરીક્ષણ પણ કરવામાં આવશે
      જિલ્લાની જે પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષે ગુણોત્સવ-૪નું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી તથા જે શાળાઓનું વાર્ષિક નિરીક્ષણ થઇ શક્યું  નથી તેવી શાળાઓ પસંદ કરવી.
      જે પેનલમાં બીટ નિરીક્ષક જોડાયા હશે ત્યાં વહીવટી નિરીક્ષણ પણ હાથ ધરવામાં આવશે.
      ગુણોત્સવ પેટર્ન મુજબ ધોરણ ૨ થી ૫નાં બાળકોનું વાંચન,ગણન,લેખનની ફ્રેમ દ્વારા મૂલ્યાંકન.
       ગુણોત્સવ પેટર્ન મુજબ ધોરણ ૬ થી ૮નાં બાળકોની કસોટી લેવામાં આવશે.
      ટીમ દ્વારા શાળામાં હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવશે.
      શાળામાં વિદ્યાર્થી અને સમગ્ર શાળા પરિવારને પ્રોત્સાહિત કરવાની તકો શોધવી.
      શાળા મેનેજમેન્ટમાં સામાન્ય ફેરફારો કરવાથી ખૂબ સારા પરિણામો મળી શકે તેની સંભાવના દર્શાવવી.
      બાળકોની વાંચન-લેખન-ગણન અને સાક્ષરી વિષયોની ક્ષમતા સિવાયના કૌશલ્યોની માહિતી મેળવવી અને રીપોર્ટમાં તેની નોંધ કરવી.
      શાળામાં કોઈ વિશેષ કાર્યક્રમો, પ્રવૃતિઓ અને નાવીન્યપૂર્ણ પ્રાયો થતા હોય તો તેને બિરદાવવા અને તે નોંધવા.
      બાળકોની કસોટી વખતે તે કોઈ પણ પ્રકારનો તણાવ ન અનુભવે તે પ્રકારનું વાતાવરણ સર્જવું.
      શિક્ષકો આ સમગ્ર કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવે. તેઓ ચાલકબળ મેળવે તેવું વાતાવરણ નિર્માણ કરવું.
      છેલ્લા તાસમાં સ્ટાફ મીટીંગ કરવી. પ્રતિભાવ મેળવવા અને રચનાત્મક સુચનો આપવા.
      સમગ્ર દિવસ શૈક્ષણિક આદાન-પ્રદાનનો બની રહે તેવું વાતાવરણ સુનિશ્ચિત કરવું.
      દરેક બાળક અને શિક્ષકની સર્જનાત્મકતા જુદી જુદી હોય છે.તે જોવાનો પ્રયાસ કરવો.
      દરેક બાળક પોતાની ક્ષમતા મુજબ શીખે છે, તેને તે તક પ્રાપ્ત થાય છે,તે જોવું. 
      તાલીમની જરૂરિયાત-વિષયો શોધવા.
      એડપ્ટસ, પ્રજ્ઞા,વિજ્ઞાન-ગણિત પ્રદર્શન,રમતોત્સવ,ખેલ મહાકુંભ,ગણિત-વિજ્ઞાન મંડળ,ભાષા કોર્નર, વાંચન સપ્તાહ, દિવાળી-સમર કેમ્પ,શિષ્યવૃત્તિ પરીક્ષા અને અન્ય સ્પર્ધાઓની માહિતી મેળવવી.
      પ્રાર્થના સંમેલનમાં જે પ્રવૃત્તિઓ થાય છે, તે નિયમિત થાય છે કે કેમ તે ચકાસવું.
      શાળામાં થતી પ્રવૃત્તિઓ સાહજીક અને આયોજનબદ્ધ રીતે થાય છે તે જોવું.
       શાળાનાં  સઘન પાસાઓ, કચાશ વાળા પાસાઓ,શાળા પાસે ઉપલબ્ધ તકો,અને પડકારોનું પૃથ્થકરણ (SWOC Analysis)કરવું.
      શાળામાં દસ્તાવેજીકરણ નિયમિત થાય છે તે જોવું.
      શાળા વિકાસ યોજના મુજબ કામગીરી થાય છે કે કેમ? તે જોવું અને SDPનું મહત્વ સમજાવવું.
      શાલેય નિરીક્ષણની મુલાકાતપોથીમાં નોંધ કરવી.
      ફોટોગ્રાફી કરવી અને વીડીઓ ક્લીપીંગ્સ રેકોર્ડ કરવા તેમજ હકારાત્મક બાબતોનો બ્લોગ કે અન્ય રીતે પ્રચાર-પ્રસાર કરવો.
      દરેક બાળકનું સમાવેશન (Inclusion) થાય તે માટે સુચનો કરવા.
      પેનલના સભ્ય પોતાની રીતે પણ નિરીક્ષણ દરમ્યાનના અનુભવોનું અલગ ડોક્યુમેન્ટ તૈયાર કરે-વિક્સાવે અને સમીક્ષા બેઠકમાં રજુ કરે તે ઇચ્છનીય છે.
કૉ ઓર્ડીનેટર દ્વારા અનુકાર્ય:
      પ્રતિભાવોનું કમ્પાઈલેશન
      મુલાકાતપોથીમાં થયેલ નોંધનું કમ્પાઈલેશન
      સમીક્ષા બેઠક
      ઉપલબ્ધીઓ પારખવી
      સમગ્ર કાર્યક્રમનું દસ્તાવેજીકરણ-અહેવાલ
      મૂલ્યાંકન પત્રકો સોફ્ટ તેમજ હાર્ડકોપીમાં રાખવા જેથી કમ્પાઈલેશન દરમિયાન કે  જરૂરી સમયે ઉપયોગમાં લઇ શકાય.

 શ્રી રોહિતભાઈ રાવલ, ટીમ એજ્યુકેશન દેત્રોજ, શાળાકીય મૂલ્યાંકન દરમિયાન શું કરવું તે અંગે માર્ગદર્શન...બ્લોક કક્ષાએ મીટીંગ..તા.૨૭/૦૩/૨૦૧૪
ટીમ એજ્યુકેશન દેત્રોજ , બ્લોક કક્ષાએ મીટીંગ..તા.૨૭/૦૩/૨૦૧૪
 ધોરણ ૨ થી ૫ વાંચન, લેખન ગણન માટેનું મૂલ્યાંકન પત્રક... આ પત્રક કૉ ઓર્ડીનેટre સોફ્ટ કોપીમાં પણ રાખવું જરૂરી...
 ધોરણ ૬ થી ૮ માટેનું મૂલ્યાંકન પત્રક... આ પત્રક કૉ ઓર્ડીનેટre સોફ્ટ કોપીમાં પણ રાખવું જરૂરી...
સમય પત્રક
 વર્ગખંડ અવલોકન પત્રક
 વાર્ષિક નિરિક્ષણ રીપોર્ટ...
 વાંચન,લેખન, ગણન એકંદરપત્રક
 
શાળા મૂલ્યાંકન પત્રક 
તમામ મૂલ્યાંકન પત્રકો બી.આર.સી કૉ ઓર્ડીનેટરને મેઈલ દ્વારા સોફ્ટ કોપીમાં આપેલ છે. સી.આર.સી કૉ ઓર્ડીનેટરે શાળાકીય વાર્ષિક નિરિક્ષણ માટેના તમામ પત્રકો, તેમજ પ્રેઝન્ટેશન, વિગતો સોફ્ટ કોપીમાં મેળવી લેવી જેથી કમ્પાઈલ કરવાના સમયે ઉપયોગી નીવડે. માન.જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીના  જણાવ્યા મુજબ આગામી બ્લોક મીટીંગમાં પોતાના અનુભવો તેમજ તમામ બાબતોના અહેવાલ અને દસ્તાવેજીકરણ ની હાર્ડ-સોફ્ટ કોપી સાથે આવવાનું રહેશે...

1 comment:

Dpeo Patan said...

Congratulation.keep it up.....
All the best....
lets do something for our self satisfaction.