Wednesday, April 2, 2014

આગવા અનોખા... કિંજલબેન        ગુજરાત સરકારનો ગુજરાતના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોથી માંડી વાનપ્રસ્થાશ્રમે પહોંચેલા નાગરિકોના રમત-ગમત કૌશલ્યોને વિકસાવવાની  તક મળે તે માટે ખેલ મહાકુંભનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન થઇ રહ્યું છે.
ખેલ મહાકુંભ-૨૦૧૩ માં દેત્રોજ તાલુકાની કુકવાવ પ્રા.શાળામાંથી શાળાના ૧૨ વર્ષથી નીચેની વય જૂથમાં ૬૦ મીટર દોડ તથા સ્ટેન્ડીંગ બ્રોડ જંપ રમતમાં કુલ ૧૩૫ વિદ્યાર્થી ,વિદ્યાર્થીનીઓનું ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.ગામ કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને દેત્રોજ મુકામે સીટ કક્ષાએ યોજાયેલ  ૬૦ મીટર સ્પર્ધામાં ભાગ લેવા લઇ ગયેલ જેમાં શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોલંકી કિંજલબા ધર્મેન્દ્રસિંહ પ્રથમ આવેલ .ભણવામાં તેજસ્વી એવી આ વિદ્યાર્થીનીએ રમત-ગમત સ્પર્ધામાં પણ શાળાને ગૌરવ અપાવતાં શાળા પરિવારે આ વિદ્યાર્થીની હજુ આગળ પણ સારો દેખાવ કરે તે માટે સતત સખત મહેનત દ્વારા તેને કોચિંગ આપ્યું .
       ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ આ વિદ્યાર્થીનીએ શ્રેષ્ઠ દેખાવ ચાલુ રાખતાં પ્રથમ આવી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું.હવે પછીની સ્પર્ધા જે જિલ્લા કક્ષાની હતી તેમાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે તે માટે શિક્ષકોએ પણ આ વિદ્યાર્થીની પાછળ આકરી મહેનત કરી .વિમલમાતા હાઇસ્કૂલ ધંધુકા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ૬૦ મીટર દોડ સ્પર્ધામાં પણ આ વિદ્યાર્થીનીએ ઝળહળતો દેખાવ કરીને પ્રથમ સ્થાન હાંસલ કરતાં વિદ્યાર્થીની ,તેને માર્ગદર્શન આપનાર શિક્ષકો,શાળાના આચાર્ય ઉપર ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ.ખાસ કરીને આ ઇવેન્ટ પછી ટૂંક સમયમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર પ્રેરિત,બી.આર,સી.દેત્રોજ દ્વારા આયોજિત તાલુકા કક્ષાના પ્રાથમિક શાળાના બાળકો માટેના રમતોત્સવમાં આ વિદ્યાર્થીનીના હસ્તે વ્યાયામ જ્યોતનું પ્રસ્થાન ,વિદ્યાર્થીનીનું  સમારંભમાં પધારેલ દેત્રોજ  તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિપસિંહ સોલંકી , તાલુકા વિકાસ અધિકારીશ્રી , તા.કે.નિ.શ્રી ચંદ્રિકાબેન પટેલ તથા બી.આર.સી.કૉ.ઓર્ડી.શ્રી રોહિતભાઈ રાવલ દ્વારા સન્માન કરવામાં આવ્યું .ઉપસ્થિત તમામ મહેમાનોએ આ વિદ્યાર્થીનીને તાલીમ આપનાર શિક્ષકો તથા શાળાના આચાર્યને ખૂબખૂબ અભિનંદન આપ્યાં .   
          બી.આર.સી રમતોત્સવ - દેત્રોજ  

આમ ત્યારબાદ કુમારી કિંજલે રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લીધેલ પરંતુ ત્યાં વિજેતા થવામાં સફળતા ન મળી. પરંતુ તે હિંમત હાર્યા વિના આવતા વર્ષ માટેની તૈયારી શરુ કરી દીધેલ છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ગ્રાઉન્ડ પર રાજ્ય કક્ષાની સ્પર્ધા વખતે કુમારી કિંજલ (લાલ રંગના ડ્રેસમાં)

1 comment:

pravin zala said...

Aagava anokha balako ne shodhi protsahit karva e j aavati kalna bharatnu ghadatar karshe.