Tuesday, April 8, 2014

Feel the pain ...

૫ એપ્રિલે કેટલાંક સુખદ અને દુખદ અનુભવો આપ્યા. ૫ એપ્રિલે Election કામગીરી માટે અમારી તાલીમ વિરમગામ ખાતે યોજેલ. હું અમારા દેત્રોજ બ્લોકના બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ અને અમારા સી.આર.સી કૉ ઓર્ડીનેટર મિત્ર શ્રી પ્રવિણસિંહ ઝાલા અને શ્રી જીતેન્દ્રસિંહ ઝાલા સાથે સવારે 9.45 કલાકે વિરમગામ પહોંચ્યો. અમારી તાલીમનો સમય 10 થી 13 કલાકનો હતો. તાલીમ પૂર્ણ કરી અમે વિરમગામથી અમદાવાદ જવા નીકળ્યા. રસ્તામાં થયેલ અનુભવોએ અમને ક્યારેક ખુશ કર્યા ક્યારેક દુ:ખી કર્યા, ક્યારેક નાકનું ટેરવું ચડાવવા મજબુર કર્યા તો ક્યારેક ‘આપણે ઘણા સુખી છીએ ...!’ જેવાં શબ્દના ઉદગાર પછી મળેલ જીવન માટે પરમાત્માનો આભાર માન્યો.
અમે સાણંદ અમદાવાદ મેઈન રોડથી બાયપાસ જતાં મુનીબાપુ આશ્રમ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે એક છોટા હાથી રિક્ષામાં એક પરિવારને સ્થળાંતર કરતાં જોયો. પરિવારની પૂરી ઘર વખરી એક છોટા હાથીમાં સમાઈ ગઈ. આજે ઈલેક્શન મીટીંગ હતી. દેશના નેતાઓને પસંદ કરવાની પ્રક્રિયાની મીટીંગ. દેશમાં એવા કેટલાય નેતાઓ હશે જેમના આલીસાન મકાનો (ફાર્મ હાઉસ)  એકરો જમીનમાં હોઈ શકે અને એ નેતાઓને પોતાનો અમૂલ્ય વોટ આપી જીત આપનાર એ ગરીબ પરિવાર આજે પણ અભાવમાં જીવે !! 
 

દેશના ગરીબો અને દેશની ગરીબાઈની ચર્ચા શરુ થઇ ત્યાં જ અમારી કાર રોડની જમણી બાજુ આવેલ કચરાના ઢગલાઓ પર ગઈ. ગાડીના કાચ બંધ હોવા છતાં અમારે નાક બંધ કરવાની ફરજ પડી અને નાક બંધ કરવા છતાં આ કચરો પરાણે અમારા નાકમાં ઘુસી જવા પ્રયત્ન કરતો લાગ્યો. 
 


કદાચ એ દુ:ખી લોકો જેઓ આ કચરાના ઢગલા સાથે કામ કરનાર મજૂરો વિષે પણ વિચાર કરવા મજબુર કરતો લાગ્યો. દેશની ગરીબાઈ, મજૂરોની મજબુરી અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા/ચિંતા/સમિક્ષા કરતા કરતા અમે મુનીબાપુ આશ્રમ ક્રોસ કરી અમે બોપલ તરફ આગળ વધ્યા. બપોરના લગભગ ૨ થી ૨.૩૦ થયા હશે. બહાર ગરમી ખુબ હશે. આ ગરમીમાં ભર બપોરે કેટલીક બહેનો રોડ પરની રેલીંગ પર પીળા-કાળા રંગ કરવાનું કામ કરતાં દેખાયા. અમારી ગાડી ઉભી રહેતાં તેમના એક બહેન બોલી ઉઠ્યા , ‘ભાઈ, પાણી છે ? અમારી પાસેની પાણીની બોટલ આપી. ઠંડુ પાણી પિતા તેમને ભગવાનનો આભાર માન્યો. અમે પણ આ સદ્કાર્યમાં સહભાગી કરવા બદલ ભગવાનનો આભાર માન્યો. બહેનોએ કહ્યું, શું કરીએ સાહેબ...? કઈ પણ આગળ બોલે તે પહેલા અમારા માના કોઈ એકે કહ્યું, બહેન તમે મહેનતનો રોટલો કમાંઓછો, તમે મહાન છો. આ સાંભળી બહેનને પણ પોતે જે કરે છે તે યોગ્ય છે. આ બહેનોને ગરમીમાં કામ કરતા જોઈ અમને વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળી.
 
આપણે વાતોમાં કહીએ છીએ કે અમેરીકા-ઈંગલેન્ડમાં સ્ત્રીઓ પણ કામ કરે છે માટે ત્યાં વિકાસ છે. ભાઈ, હિન્દુસ્તાનમાં તો સ્ત્રીઓ મજુરી કહી શકાય તેવા કર્યો પણ કરે છે. પરંતુ, જ્યાં સુંધી આ દેશના નેતાઓ સાચા અર્થમાં કામ કરતાં નહિ થાય ત્યાં સુંધી ?????
અમદાવાદથી પરત થતાં અમે રોડ પર શેરડીનો રસ પીવા ઉભા રહ્યા. અહી ભીડ વધારે જણાઈ, ભીડને જોતા જ સમજી શકાય કે રસની ક્વોલીટી સારી હશે. રસ અમારા હાથ સુંધી પહોંચે તે સમયમાં આજુબાજુ ઉભેલા લોકો ને અંદરોઅંદર ચર્ચા કરતી જણાઈ કે કેટલી મહેનત !! કારણ, શેરડીનો રસ નીકળવાનું મશીન ઈલેક્ટ્રોનિક નહિ પરંતુ હાથથી ચાલતું મશીન હતું. આ મશીન પર રસ આપનાર અને મશીન ફેરવનાર ચાર-પાંચ માણસો જોઈએ.  અમારા અંદાજ મુજબ આખો દિવસ કામ કર્યા પછી આ લોકો માંડ ૨૦૦/૩૦૦ કમાઈ શકતાં હશે !!
આટલા ઓછા વેતનમાં કેટલી મજુરી !!?? શું દેશના પ્રત્યેક વ્યક્તિને યોગ્ય કામ અને કામ એટલું મહેનતાણું ણ મળી શકે ? શું દેશના પ્રત્યેક નાગરિકને પાયાની સગવડો ણ મળી શકે ? દેશમાં એવા પ્રશ્નો છે જેના વિષે વિચારતા સત્તાધીશો પર સુગ આવી જાય. આઝાદીના આટલા વર્ષો પછી એકબીજાનો દોશ નીકળવા બદલે આપણે બીજું શું કરી શક્યા ??

મિત્રો, જયારે રોડ પર, ખેતરોમાં કે અન્ય સ્થળો પર મજુરી કરતાં લોકોને જોઈએ ત્યારે એટલું વિચારવું કે આપણે માત્ર આપણે શિક્ષકો નક્કી કરીશું તો આવા ગરીબ પરિવારોની આવતી કાલ બદલી શકીશું. આપણા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવા પરિવારમાંથી જ આવતા હશે. આવા વિદ્યાર્થીઓની પારિવારિક સમસ્યાઓ સમજી, અનુભવી તેઓને મદદ કરીશું, સારું અને સાચું શિક્ષણ આપીશું, તેઓના ઘડતરમાં મહત્વનો રોલ ભજવીશું તો જરૂર આપણે આવતી કાલને બદલી શકીશું. આવા વિદ્યાર્થીઓને, વાલીઓને કે નાના મોટા કામ કરતાં લોકોને જોઈએ તો તેમના દુઃખને અનુભવીએ અને તેમને પ્રેમ આપીએ.. આપણે ચાણક્યના નામને જ યાદ રાખવા બદલે તેમના કામને પણ યાદ રાખીએ...ચાલો સૌ સાથે મળી સમૃધ્દ ભારતનું નિર્માણ કરીએ...

No comments: