Saturday, May 3, 2014

English Teaching Technique

English is not hard at all...
રાજ્યમાં અંગ્રેજી ભાષાને મરજિયાત રીતે ફરજીયાત દાખલ કરેલ જે હવે ફરજીયાત બની ગયેલ છે. છેલ્લાં દશ-બાર વર્ષોથી રાજ્યમાં વિદ્યાર્થીઓને વાંચન-લેખન-ગણન અંગે નિદાન કરી ઉપચાર માટે પ્રયત્નો થાય છે. ક્યારેક આશ્ચર્ય એ બાબતે જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓ નિદાન બાદ ઉપચારાત્મક પ્રવૃતિમાં જોતરાઈ કૌશલ્ય પ્રાપ્ત કરી લે છે અને ફરી નવા સત્રમાં જયારે સર્વે કરવામાં આવે ત્યારે પૃથ્વી ગોળનો નિયમ લાગુ પડતાં આ વિદ્યાર્થીઓને ઉપચાર માટે તૈયાર કરવામાં આવે છે. ક્યારેક કોઈ શિક્ષક મળે તો પોતાની શાળાના વખાણ કરતાં કહે, ‘અરે સાહેબ,આપણી શાળામાં આવો,તમામ વિદ્યાર્થીઓને વાંચતા-લખતાં ફાવે !!’ આપણે પણ,’એમ !!!??? કહી આશ્ચર્ય વ્યક્ત કરવો પડે. વાંચન,લેખન અને ગણનને આપણે આપણી શાળાના માપદંડો બનાવી દીધાં નથી લાગતાં?? આવા સમયે અંગ્રેજી શિક્ષણની અપેક્ષા થોડી અઘરી પડે. જોકે, ગુણોત્સવ સમયે અમે વિરમગામ તાલુકાની રંગપુર શાળામાં ગયેલ. આ શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ જેઓ જાતે જ અંગ્રેજી વિષય લે છે તેમનું કામ જોઈ કોઈ પણ મોઢામાં આંગળી નાખે..આ શાળાના ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા અને લખતાં ફાવે. આ શિક્ષક સાથે અમે ઘણી ચર્ચા કરી તેમની ટેકનીક જાણવા પ્રયત્ન કર્યો.
મિત્રો, કોઈ પણ ભાષા નવી શીખવા-શીખવવા અન્ય કોઈ ભાષા નો ઉપયોગ ન કરીએ તો પણ ચાલે. નવી ભાષા શીખવવા શીખાવાનારની ટેકનીક અતિ મહત્વની બને. ત્રણેક વર્ષ પહેલા મેં એક શાળામાં આ વાત કરેલ અને એસ.એમ.સી ની ઉપસ્થિતિમાં ફ્રેંચ અને અંગ્રેજી ભાષાના ઉપયોગ દ્વ્રારા અંગ્રેજી શિક્ષણ અંગે દાર્શનિક પાઠ (Demonstration lesson)  રજુ કરેલ. આપ સૌ જોઈ અમે શું સુધારો કરી શકીએ તે અંગે અમને જરૂરી માર્ગદર્શન આપશો. આપની કોમેન્ટ અમને ઉપયોગી બનશે....


No comments: