Tuesday, June 17, 2014

Exhibition of Scrapped Machinery...

"આજ કુછ તુફાની કરતે હૈ..." 



Exhibition of Scrapped Machineries...
જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવિશંકર (IAS) સાહેબ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને SMC પુન: રચના અંતર્ગત બાયસેગ કોન્ફરન્સ (પરી સંવાદ) સમયે તારીખ ૧૦/૦૬/૨૦૧૪ના રોજ એક નવતર પ્રયોગ મુકવામાં આવેલ. તેમણે જણાવેલ કે મીકેનીઝમ વાળી જૂની, બગડેલ વસ્તુઓ, યંત્રોનું શાળામાં એક્ઝીબીશન ભરવું. આ તમામ વસ્તુઓ ખુલ્લી, ખોલેલી હાલતમાં મુકવી જેથી વિદ્યાર્થીઓ જોઈ શકે...જેમકે, બગડી ગયેલ દીવાલ ઘડિયાળ, બગડી ગયેલ કાંડા ઘડિયાળ, સાયકલના પંપ, સ્ટવ, વોટર પ્યુરીફાયર, સ્પ્રે-બોટલ, બગડેલ કોમ્યુટર, ટેપ રેકોર્ડર, ટી.વી.,રેડિયો ફ્રીઝ, મોબાઈલ ફોન, હેન્ડ્સ ફ્રી, માઈક્રોફોન, માઈક,સ્ટીરીઓ વિગેરે...વિગેરે....વિગેરે... આ બધું આપણે કાર્યરત હાલતમાં જોયેલ છે પરંતુ તે અંદરથી કેવું હશે ? કેવી રીતે કાર્ય કરતુ હશે ? તેની સીસ્ટમ કેવી હોઈ શકે ? GOD KNOWS !!!! બસ આવાજ પ્રશ્નોના નિરાકરણ માટે અહી જણાવેલ આ એક્ઝીબીશન જરૂરી...
ખરેખર કેટલી મોટી વાત !! એક નાનકડો વિચાર દેશને કેટલાય એન્જીનીયર કે વૈજ્ઞાનિક આપી શકે ! પ્રારંભિક તબક્કે આવું એક્ઝીબીશન ક્લસ્ટર કે બ્લોક કક્ષાએ કરી શકાય કે દરેક શાળામાં આવું સમાન સાથેનું મોબાઇલ એક્ઝીબીશન રાખી શકાય. નક્કી આપણે કરીએ... એક નયી સોચ, નયે તરીકે સે .... ચલો કુછ તુફાની કરતે હૈ....
 સાહેબના એક્ઝીબીશનના વિચાર સાથે મને આવેલ વિચાર પણ અમલમાં મૂકી શકાય...
આ એક્ઝીબીશન દરમિયાન આવી કેટલીક જૂની વસ્તુઓનો સારો ઉપયોગ કરી કઈક નવું બનાવી શકાય તેવો ખ્યાલ/ વિચાર પણ વિદ્યાર્થીઓને આપી શકાય... આ વિષે હું અહી કેટલાક ફોટોગ્રાફ્સ મુકું છું વિશેષ આપ જ વિચારી કોમેન્ટમાં લખી જણાવો  અથવા મેઈલ કરી શકો છો...  crc.abd.detroj.nadishala@gmail.com   આપ  આપનો જણાવેલ આઈડિયા માટે ફોટોગ્રાફ્સ પણ મોકલી શકો છો...
મિત્રો,
આપણા અમદાવાદ જીલ્લા માટે આ એક્ઝીબીશનનું આયોજન કરવું સરળ રહેશે કારણ આ પ્રકારનું આયોજન અગાઉ આપણા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબે પાટણ જીલ્લામાં કરેલ છે. થોડા પોતીકા ઇનોવેશન ટીમ અમદાવાદ ઉમેરી બંને અધિકારીશ્રીઓ ( આપણા જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને આપણા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી)ના માર્ગદર્શન મુજબ કઈક નવું, કઈક તુફાની કરી શકે...અને પ્રાથમિક શિક્ષક સમાજને એક નવી પદ્ધતિ આપી શકે...
જૂની બોટલ્સ, માટી, રેતી અને પાણી દ્વારા વોલ...

જુના ટાયર દ્વારા ગાર્ડનીંગ...

ભોય તળિયામાં બોટલ્સની કેપ (ઢાંકણું)નો ઉપયોગ....

જૂની બોટલ્સનો સાવરણો....












" Aaj Kuch Tufaani Karte Hai..."

No comments: