Monday, August 25, 2014

Paper Building Workshop

Paper Building Workshop...
પેપર બિલ્ડીંગ કાર્ય શિબિર...

ભારતની આઝાદીને અડસઠ વર્ષ થવા છતાં સ્વતંત્ર પર્વની ઉજવણી સમયે ભારતના પ્રધાનમંત્રીશ્રી એ લાલકિલ્લા પરથી પોતાના ઉદબોધન સમયે વિશ્વના વિકાસ પામેલ દેશો અર્થાત અમેરિકા,ચીન, જાપાન, બ્રીટન જેવા દેશોને ફરી હિન્દુસ્તાનમાં પ્રોડક્શન માટે ફેકટરીઓ કરવા આમંત્રણ આપવું પડે, ભારતના વિકાસ માટે વિદેશીઓ જેઓ ક્યારેય આપણા હિતેચ્છુ   નથી જ તેઓને તમામ સગવડ કરી આપવા તત્પરતા બતાવવી પડે તેમાટેમાત્ર માત્ર આપણી રાજનીતિ જ નહિ ભારતના આઝાદ થયા બાદ ભારત પર સત્તામાં રહી ચુકેલા તમામ પક્ષો અને આપણી શિક્ષણ વ્યવસ્થા જવાબદાર કહી શકાય. શા માટે આપણે આટલાં વર્ષો પછી પણ સીમાડે કે કાગળ પર જેમની સાથે સતત સંઘર્ષમાં છીએ તેમને Come India, Make India કહી આમંત્રવા પડે ?? અહી હું આ બાબત પરની ચર્ચાને વિષયાન્તરના ડરને કારણે વિરામ આપીશ.
ગાંધીજીએ તેમના પુસ્તક ગ્રામ સ્વરાજ, હિન્દ સ્વરાજ અને મારા સ્વપ્નનું ભારતમાં જણાવ્યા મુજબ સાર નીકાળી શકાય કે દરેક ગામ પોતાનું પ્રોડક્શન હાઉસ નહિ બનાવે ત્યાં સુંધી આપણે પરતંત્ર.
અમદાવાદ જી.ટી.યુ માં લેકચરર તરીકે સેવા આપતા ભાઈ શ્રી ઉત્કર્શભાઈ પટેલ સાથે મેકર્સ મેલાની પહેલી મુલાકાત દરમિયાન ગાંધીજી નો આ સંદેશ યાદ આવી ગયો. ઉત્કર્શભાઈ પણ એમ માને છે કે, “દરેક ગામની પોતાની ફેક્ટરી હોય. વિદ્યાર્થીઓ કૈક બનતું જુવે અને એમાં સમય પ્રમાણે સુધારા કરે. રાવણ પુષ્પક વિમાનનો ઉપયોગ કરતાં અને યુધ્ધમાં વિજય મેળવી એ વિમાનમાં બેસી રામ અયોધ્યા આવ્યા ... પછી ?? આજે વિમાન ની શોધ અમેરિકન ભાઈઓ Wright brothers ના નામે છે. દુઃખ સાથે કહેવું પડે કે આપણે એ પછી પણ સુધારા કરી શક્યા નથી...(આ  માટે માટે માત્ર શિક્ષક કે CRCCને જ જવાબદાર ન ગણવા વિનંતી.) મૂળભૂત રીતે આપણે ભાષા,તહેવારો,પહેરવેશમાં ભિન્નતા સ્વીકારી છે પરંતુ શૈક્ષણિક રીતે શહેર અને ગામડાના વિદ્યાર્થીઓને મળતાં એક્ષ્પોઝર કે સ્તરની સત્યતા, જરૂરીયાત સ્વીકારી શકતા નથી. જ્યાં સુંધી બાળક નાની નાની વસ્તુઓ જાતે બનાવી શકાશે નહિ કે બનાવવાના અનુભવ ને અનુભવી સુધારા કરતા સમજણ કેળવશે નહિ ત્યાં સુંધી મોટી શોધ કરવામાં અસહાય રહેશે.
શ્રી ઉત્કર્શભાઈ દ્વારા ચલાવતા Make India માં એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા અંતરિયાળ ગામડામાં સ્વખર્ચે પેપર બિલ્ડીંગ,રોબોટિક મશીનરીઝ જેવા વર્કશોપ રાખી વિદ્યાર્થીઓને જાતે બનાવવાનો તેમજ તેમાં કઈક નવું કરવાનો મોકો અપાઈ રહ્યો છે.
૨૩/૦૮/૨૦૧૪ અમારા નદીશાળા ક્લસ્ટરની નદીશાળા અને જશપુરા શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો. Make India ના વિદ્યાર્થી ભાઈ શ્રી દીપેન્સભાઈ પટેલ જેઓ PDPU કોલેજમાં મીકેનીકલ એન્જી.સેમ-૩ ના વિદ્યાર્થી અને સિલ્વર ઓક કોલેજમાં કોમ્પ્યુટર એન્જી. સેમ ૩માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈ શ્રી પાર્થભાઈ પટેલ દ્વારા નદીશાળા અને જશપુરા શાળાના ધોરણ ૫ થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૧.૩૦  થી ૧.૩૦ કલાક દરમિયાન પેપર બિલ્ડીંગ વર્કશોપમાં બનાવવાનો આનદ આપવામાં આવ્યો. આ વર્કશોપની સફળતા અને ફલશ્રુતિ લખું એના બદલે  ફોટોગ્રાફ્સ અને વિડીયો જોઈ વધારે સમજી શકશો. ટીમ એજ્યુકેશન નદીશાળા શ્રી ઉત્કર્શભાઈ, શ્રી દીપેંશભાઈ અને પાર્થભાઈના ઉમદા સહકાર બદલ આભાર માને છે... યુવાન વિદ્યાર્થીઓને ગામડા ખુંદતા જોઈ લાગે છે ભારત જરૂર પ્રગતિ કરશે...

અંતમાં મારી માનનીય શિક્ષણમંત્રીશ્રીને વિનંતી કે આપને યોગ્ય લાગે તો મારા નીચેના સૂચનો અમલી બનાવવા વિચારશો.
- પ્રાથમિક શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ થતાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુંધી પોતાના ગામની કે નજીકના ગામની શાળામાં એન્જિનીયરીંગ,ડીપ્લોમા,બી.એસ.સી., મેડીકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મોકલવા પછી જ તેમનું એન્જીનીયરીંગ,ડીપ્લોમા,બી.એસ.સી., (મેડીકલ) પૂર્ણ થયેલ માનવું. આ સમય દરમિયના વિદ્યાર્થીઓ શાળામાં વિદ્યાર્થીઓને MHRD માર્ગદર્શિત પરિપત્ર મુજબ મોડલ બનાવવા સમજણ આપે તેમજ રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન સમજાવે...આ વિદ્યાર્થીઓ બ્લોક કક્ષાએ પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાનો સહકાર આપે.
- ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માત્ર પ્રદર્શન બદલે ‘મેકર્સ એક્ષિબિશન’ બને તે મુજબ આયોજન થાય તેમ કરવું. આ માટે મારી અગાઉ મારા આ બ્લોગ પર લખાયેલ તારીખ ૧૭ જુન ૨૦૧૪ ની પોસ્ટ Exhibition of Scrapped Machinery વાંચવાથી વધારે સમજી શકાશે.

- વિદ્યાર્થીઓને અપાતા ઈન્સ્પાયર એવોર્ડના રૂ.૫૦૦૦ વિજ્ઞાન પ્રદર્શન કે એક્ષ્પોઝર માટે ઉપયોગ કરવા વાલીને પત્ર આપવો. શક્ય હોય તો આ હેતુથી ગ્રાન્ટ શાળાને આપવી. સૌ પ્રથમ પેપર બિલ્ડીંગ વર્કશોપ વિષે સમજ આપી...

પેપર બિલ્ડીંગ વર્કશોપ વિષે સમજ આપી...

જુથમાં કામ કરતાં વિદ્યાર્થીઓ...

જુથમાં કામ કરતાં વિદ્યાર્થીઓ...

જુથમાં કામ કરતાં વિદ્યાર્થીઓ...

જુથમાં કામ કરતાં વિદ્યાર્થીઓ...કોન્સેપ્ટ સમજાવવા દીપેન્સભાઈ અને પાર્થભાઈ દ્વારા પોતાનું બિલ્ડીંગ...કોન્સેપ્ટ સમજાવવા દીપેન્સભાઈ અને પાર્થભાઈ દ્વારા પોતાનું બિલ્ડીંગ...


 દીપેન્સભાઈ અને પાર્થભાઈ દ્વારા બનાવેલ  બિલ્ડીંગ...

બિલ્ડીંગની ઉંચાઈ વધતાં ડેસ્કનો સહારો...


વિદ્યાર્થીઓના ચહેરા પરના આનંદથી વર્કશોપની સફળતા વાંચી શકાય...

No comments: