Saturday, January 31, 2015

Swatchhata Abhiyan in Gujarat at Grassroot...


ગાંધી નિર્વાણ દિવસ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા...

ભારતની આઝાદી પહેલા મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છતા જાળવવા કહેલ. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી જ નહિ સ્વ-સ્વચ્છતામાં માનનારા હતા. સમાજમાં સ્વચ્છતાના ગુણગાન ગાતી અને મહત્વ સમજાવતી ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’, ‘ચોખ્ખાઈ કરે ભલાઈ’ જેવી ઉક્તિઓ પણ જાણીતી છે...સ્વચ્છતાના મહત્વને  આપણે પણ જાણીએ છીએ, તેમ છતાં સ્વચ્છતા જાળવવામાં આપણે હજુ પાવરધા નહિ. આથી જ માન. પ્રધાનમંત્રીશ્રી ની પ્રેરણા થી રાજ્ય સરકાર દ્વારા ‘સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહાયુ છે. આઝાદીને ૬૬ વર્ષ થયા પછી નિયમિત રીતે સ્વચ્છતા અંગે પ્રચાર અને પ્રસાર થવા છતાં હજુ ઠેર ઠેર ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે. આથી જ સ્વચ્છતાના ગુણ બાળપણથી જ ખીલે અને ટેવ માં પરીણમે આ હેતુ થી રાજ્યની  પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટે બાલ્યાવસ્થાથી ટેવ પડાઈ રહી છે. સ્વચ્છતા સપ્તાહ, સ્વચ્છતા અભિયાન, મહાત્મા ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો અંતે તો સ્વચ્છતા અંગે જાગૃત્તિ ફેલાવવા માટે જ છે.
તારીખ  ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે અમારા દેકાવાડા અને નદીશાળા ક્લસ્ટરની શાળાઓમાં રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિત પરીપત્ર મુજબ સ્વચ્છતા સંદર્ભે ચિત્ર સ્પર્ધા યોજાઈ. અમારા બ્લોકના આયોજન મુજબ મારે ગમાનપુરા, લક્ષ્મીપુરા અને રામગઢ શાળામાં જવાનું સદભાગ્ય સાંપડેલ. ગમાનપુરા શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી રીતુ ના માતુશ્રી એકાદ સપ્તાહ પહેલાં જ દેવલોક પામેલ, રીતુ શાંત પ્રકૃત્તિની વિદ્યાર્થીની છે. શાળામાં મહાત્મા ગાંધી નિર્વાણ દિન પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા હોઈ રીતુ પોતાની માતાની વસમી વિદાયને પોતાના હૃદય માં દબાવી ચિત્ર સ્પર્ધામાં સહભાગી બનવા આવી. વિદ્યાર્થીનીનો શાળા પ્રેમ અને શિક્ષકોની શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેમભાવ આ પ્રસંગે અનુભવી શકાયો. અમારા ક્લસ્ટરની  લક્ષ્મીપુરા શાળા આમ તો ખેતરો વચ્ચે આવેલી સીમ શાળા કહી શકાય. આ શાળાના શિક્ષકો અને વિધ્યાર્થીઓ પ્રકૃતિ પ્રેમી છે એ શાળાના પ્રાંગણમાં પગ મુકતા અનુભવી શકાય. આ શાળાના દરેક વિદ્યાર્થીઓ ચિત્રકાર છે...કલાકાર છે. ભાષા તેમની પોતીકી અર્થત ગામડાની શુદ્ધ ભાષા. પરંતુ પ્રાથમિક શિક્ષણના પાયાના જરૂરી ખ્યાલો પૂરતા છે. આવીજ મારી એક બીજી સીમ શાળા એટલે રામગઢ. શાળામાં વિદ્યાર્થીઓ ખુબ ઓછા પરંતુ મજાના. શાળામાં ઘર કે ઘરમાં શાળા એ સમજવું અઘરું બને. ગ્રામજનો અને શિક્ષકો એકબીજાના પર્યાય બની કામ કરતાં જોવા મળે.
અમદાવાદ જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓને જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા સતત માર્ગદર્શન મળતું રહેતા ચિત્ર સ્પર્ધા અસરકારક રીતે યોજાઈ તેમજ આ સ્પર્ધાનો સીધો લાભ  વિદ્યાર્થીઓને મળ્યો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચંદ્રિકાબેન પટેલ સાહેબ અને બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ સાહેબ દ્વારા શાળાના આચાર્યશ્રીને સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું.

મહાત્મા ગાંધી નિર્વાણ દિન પ્રસંગે યોજાયેલ ચિત્ર  અને  અમારા નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટરની શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે કરાયેલ પ્રયત્નો વિડીયો અને ફોટોગ્રાફ્સ અહી આપેલ છે....


સ્વચ્છતા અભિયાન અમારા માટે ખુબ મહત્વનું.....અહી આપેલ વિડીયો પરથી સમજી શકશો....






કેટલાંક ફોટોગ્રાફ્સ અમારા ક્લસ્ટરની શાળાઓના પ્રયત્નોને સાકાર કરતા...































ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ચિત્ર સ્પર્ધામાં નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટરની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલા વિદ્યાર્થીઓના ચિત્રો...

નદીશાળા કલસટરમાં પ્રથમ....
1) 1 થી 5 આશિક ઠાકોર - લક્ષ્મીપુરા 
2) 6 થી 8 સુનીલ ઠાકોર - લક્ષ્મીપુરા 

દેકાવાડા ક્લસ્ટરમાં પ્રથમ.....
1) 1 થી 5 વિશાલ સોલંકી - ઉમેદપુરા
2) 6 થી 8 કરણ સોલંકી - સદાતપુરા 



No comments: