Thursday, January 15, 2015

Vibrant Summit 2015

8 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસથી આજના દિવસ સુધી મહાત્મા મંદિર, ગાંધીનગર 'ગોલ્ડન લોંજ' ખાતે મહત્વની કામગીરી કરવાનું સદ્ ભાગ્ય સાંપડ્યું. 
હિન્દુસ્તાનમાં આવનાર બદલાવ, ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બનવાનો, વિશ્વના મોટા ગજાના નેતાઓ/વ્યાપારીઓ/અધિકારીઓને નજીકથી જોવાનો-મળવાનો, ટેકનોલોજીને નજીકથી જાણવાનો, ઇવેન્ટ મેનેજમેન્ટને સમજવાનો અને શિખવાનો આનંદ અવર્ણનીય છે.
માન. પ્રધાનમંત્રીશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રીને દેશની પ્રગતિ માટે સતત બાર-બાર કલાકથી વધુ સમય સગી આંખે કામ કરતાં જોવાના આનંદને કારણે સવારના 8 થી રાત્રીના 9 સુંધીની કામગીરી કરવા છતાં મને પણ થાકની જરાય અનુભૂતિ ન થાય એ સ્વાભાવિક છે.
મારા મહાત્મા મંદિર ખાતેના તા.7 થી તા.12 જાન્યુઆરી સુધીના અનુભવો વિશે ઘણું લખી શકાય....પરંતુ ટૂંકમાં લખું તો, 'દેશ હવે જરુરથી કંઇક કરવા જઇ રહ્યો છે...' પ્રખર ભવિષ્યદૃષ્ટા નોસ્ટ્દામસની ભવિષ્યવાણી મે ઘણાં સમય પહેલાં કોઇક સજજન પાસે સાંભળેલ કે, '21મી સદીમાં ભારતના કોઇ રાજપુરુષ દ્વારા વિશ્ર્વનું સંચાલન થશે'... પરમાત્માને પ્રાર્થના એ ભવિષ્યવાણી સાચી પડે અને સાચી પડશે એવો વિશ્વાસ દરેક ભારતીયને થઈ રહ્યો છે, વિશ્ર્વને પણ થશે...અને હા પ્રત્યેક ગુજરાતીઓ માટે આ ગૌરવવંતી ઘટનાની શરુઆતના સાક્ષી આપણે સૌ બનીશું...
મહાત્મા મંદિરમાં અંગ્રેજી ઇન્વેસ્ટર્સને  આવકારવા સમયની  કેટલીક યાદગાર તસ્વીરો યાદોમાં ટકાવી રાખવા....No comments: