Wednesday, March 11, 2015

An Innovative Activity in our Nadishala School

મ્યુજીક થેરાપી દ્વારા શિક્ષણ
Education with music....
અમારા ક્લસ્ટરની નદીશાળા પ્રાથમિક શાળામાં અમારા ગણિત-વિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રતિકભાઈ વૈધ દ્વારા મ્યુજીક થેરાપી દ્વારા શિક્ષણ પર સુંદર નવતર પ્રયોગ ચલાવવામાં આવી રહ્યો છે. મેં તેઓને IIM-Ahmedabada દ્વારા પસંદગી પ્રક્રિયામાં તેમના આ નવતર પ્રયોગને રજીસ્ટર કરવા પણ વિનંતી કરેલ. તેઓએ રજીસ્ટર કરેલ તેમના આ નવતર પ્રયોગને તેમના જ શબ્દોમાં....
        હું પ્રતિક વૈદ્ય. આમ તો હું સાયન્સનો વિદ્યાર્થી અને ગણિત વિષય માં M.SC,Bed નો અભ્યાસ કરી નદીશાળા ગામ માં સાયન્સ ટીચર તરીકે લગભગ દોઢ વર્ષ પહેલા જોડાયેલ,પરંતુ મને સંગીત સાથે ના લગાવ અને સંગીતમય  કુટુંબ ને લીધે મેં બાળપણ થી સંગીત શીખવાની શરૂઆત કરી અને સંગીતમાં વિશારદ (BA IN MUSIC)ગાયન સાથે કર્યું ,આ સાથે સંગીત થી મને થયેલ દરેક પ્રકારના લાભ ની મેં નોધ કરી.


એક ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે મેં જ્યારે વર્ગ માં કામ કરવાની શરૂઆત કરી ત્યારે મેં એક અલગ જ અનુભવ થયો બાળકોને વિજ્ઞાન પ્રત્યે થોડો ઘણો રસ હતો જે વિવિધ પ્રયોગો અને પ્રવૃત્તિઓ ને લીધે હતો,પરંતુ ગણિત માટે નો રસ ખુબ દયનીય હતો,જે મેં બાળકોના ચહેરા,વર્તન પરથી અનુભવ્યો .ગણિત વિષય ના અણગમાને લીધે બાળકોને એ શિક્ષક પ્રત્યે પણ અણગમો થતો હોય એવું મને લાગ્યું અને મેં અનુભવ્યું .
આથી એક સંગીતના સાધક તરીકે મને સંગીતની સજીવો પર થતી અસર થી હું અવગત હતો,વળી સંગીત ના ઘણા લેખો કે જે મેં વાંચેલા અને એનો સંગ્રહ પણ કરેલ જેમાંથી પણ મેં સંગીતથી સમગ્ર સજીવો પર શું અસર થાય એ જાણેલ,

  સંગીત થી અબોલા પશુ પર પણ નોધનીય ફાયદારૂપ અસર થયેલ પ્રયોગો મેં જોયા,આથી મને એક વિચાર બાળકો માટે આવ્યો અને પણ કે  શું બાળકો ને  ગણિત જેવો વિષય ભણાવતા પહેલા સંગીત દ્વારા તેમને થોડામાનસિક રીતે હળવા ના કરી શકાય? અને એવી એક જીવંત અસર કે જેનો અનુભવ વનસ્પતિ અને પશુ પર થાય તો આ કુમણા  બાળમાનસ પર ના થાય? આથી મેં એવું જ સંગીત કે જે બાળકોએ સામાન્ય રીતે ના સાભ્ળ્યું હોય કે સાંભળતાં હોય કે જે ખરેખર માં ને શાંતિ આપતું હોય તેવા પ્રાકૃતિક સંગીત,વિવિધ હળવા સંગીત કે જે ફક્ત ધૂન  રૂપે હોય,વિવિધ ક્લાસિકલ મ્યુજીક કે જે ચોક્કસ રાગો પર આધારિત હોય અને એ રાગ ની અસર શાંત,તનાવ મુક્ત થતી હોય એવી ધૂન ને મેં એકત્રિત કરી, જે મેં ગણિત વિષય ની શરૂઆત  ૫ મીનીટ આ સંગીત ધ્વારા કરી અને બાળકો એકદમ ફ્રેશ થયેલા મેં અનુભવ્યું અને આ પ્રયોગ થી બાળકો ને હવે ગણિત વિષયમાં થોડી એકગ્રતા,રસ બદલાતો જોયો ,અને બાળકો ને હવે ગણિત વિષય ના તાસ ની જે નાપસંદગી હતી એ એક રસ માં પરિવર્તિત થતી જોયી.           
મારી આ પ્રવૃત્તિને જોઈ અમારા ક્લસ્ટરના કૉ ઓર્ડીનેટર શ્રી કેતનભાઈ ઠાકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે અમે મધ્યાહન ભોજન સમયે વિદ્યાર્થીઓ જમતા હોય ત્યારે પણ સંગીત નો ઉપયોગ કરીએ. તેઓશ્રીના માર્ગદર્શન મુજબ વર્ગમાં શૈક્ષણિક કાર્ય સાથે સંગીતનો આ પ્રકારે ઉપયોગ કરવાની જેમજ અમે શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સમયે બાળગીતો કે અન્ય પ્રકારનું જેના દ્વારા વિદ્યાર્થીઓને જમવાની રુચિ વધે તેવું સંગીત વગાડવાનું શરુ કરેલ છે.
  


No comments: