Thursday, June 25, 2015

An Innovative Idea for Teachers Training

એક અભિનવ પ્રયોગ
ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૫/૧૬ માટે એક    નવાચારી પ્રશિક્ષણ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો-શિક્ષકોના પ્રશિક્ષણ માટે દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રીનું નિર્માણ. શિક્ષકો માટેની આ સામગ્રીનું નિર્માણ કરવાની દિશામાં આ વિચારનું સ્થાપન ગુજરાતના અંગ્રેજી વિષયના જૂથ પ્રવાહક તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો. શિક્ષક તાલીમની જવાબદારી અદા કરતી સંસ્થા  સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા આ સ્તુત્ય પ્રયોગની ખરાઈ થઇ અને શિક્ષકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

અંગ્રેજી વિષય માટે રાજ્યના શિક્ષક તાલીમ શાખાના વડા ડૉ. દર્શના કુમારી જો‍‌‌‍ષીના સતત માર્ગદર્શન તળે શ્રી ધર્મેશભાઈ રામાનુજના કૉ ઓર્ડીનેશનથી એક સુંદર આયોજનમાં સહભાગી થઇ શક્યો. આ પ્રવિધિ અંતર્ગત રાજ્યના દરેક જીલ્લાના એક-એક તજજ્ઞશ્રીઓને અંગ્રેજી વિષયના લેખન માટે પસંદ કરાયા. સામગ્રીના લેખન માટે કાર્યશાળા થઇ. કાર્યશાળાના અંતે એક મોડ્યુલ માટેની ઉતમ સામગ્રી સહિયાર પ્રયાસે નિર્માણ થઇ. આ સામગ્રીનો અડધો ભાગ દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી માટે સુનિશ્ચિત થયો. એસ એસ એ અને બાયસેગ સ્ટુડીઓના સહયોગે આ સામગ્રીનું નિર્માણ થયું. શિક્ષક પ્રશિક્ષણ સમયે આ સામગ્રી સમગ્ર રાજ્યમાં ઉપયોગમાં લેવામાં આવી. શિક્ષક પ્રશિક્ષણ દરમ્યાન સમગ્ર રાજ્યમાં મૂલ્યાંકન કરતા જણાયું કે આ દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી સમગ્ર પ્રશિક્ષણ પ્રક્રિયાનો એક રસપ્રદ ભાગ બની રહ્યો જે આ જહેમતની સફળતા છે! શિક્ષકો દ્વારા આ પ્રયોગને એક સહાયક ભાગ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. અંગ્રેજી ધો. ૩ થી ૮ માટેની આ દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી સમગ્ર શૈક્ષણિક વર્ષ  માટે વર્ગ અધ્યાપનમાં આધારભૂત બની રહેશે. અંગ્રેજી વિષયની સમગ્ર ટીમ દ્વારા રાજ્ય સ્તરે થયેલા આ પ્રયોગની સફળતાનું માપદંડ સમગ્ર વર્ષ દરમ્યાન સીઆરસી કો.ઓ. દ્વારા ચકાસવામાં આવશે તેવું આયોજન પણ છે. અંગ્રેજી જૂથના સભ્યોના મતે આ પ્રયોગ અન્ય વિષયો માટે શિક્ષક-વિદ્યાર્થી બંને માટે પણ સહાયક છે. અનુગામી સમયમાં અંગ્રેજી વિષયમાં પાઠ્યપુસ્તકના વાચન અને લેખનના દરેક ભાગો માટે આવી દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાતની અંગ્રેજી  ટીમને ને સમગ્ર તયા પ્રાપ્ત સફળતાનો આ યશ રાજ્યની વડી કચેરીને જાય છે. ધો.૩ થી ૮ મા અંગ્રેજી વિષયનું વર્ગકાર્ય કરાવતા શિક્ષકોના શૈક્ષણિક  ઉત્કર્ષ માટે થયેલ આ નવાચારી કાર્ય અનુગામી સમયમાં વર્ગકાર્યની સહાયક અધ્યાપન પદ્ધતિ માટે ઊભરી આવે તેવી અપેક્ષા રખાઈ છે. આ શૈક્ષણિક અભિનવ પ્રયોગ માટે મને જયારે જયારે જરૂર જણાઈ ત્યારે ત્યારે માર્ગ બતાવનાર માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ રામાનુજ (ભાટ તલાવડી, આણંદ), શ્રી રાકેશભાઈ પટેલ (નવા નદીસર,પંચમહાલ) અને સમગ્ર ટીમને ધન્યવાદ.

No comments: