Monday, December 21, 2015

Raghavji....from the page of my story

દૃશ્ય: ૧

મારી આગામી વાર્તા  'રાઘવજી' નો એક સંવાદ ....

.....
અરે કૌશલ્યાદશરથ તો ઠીક પરંતુ  તમે તો રાઘવજીના માતા છો અને તમે પણ....કહેતાં  પણ શરમ આવે છે કૌશલ્યા  કે ખુદ લોહી જ આવા કુમળા છોડ પર અત્યાચાર  કરે..? ? !! હે રામ !
આજેય રામને તો વનવાસ જ નશિબમાં. ભલે પછી રાજના ત્યાં  જન્મે કે રંકના....
(
કૌશલ્યા  સામે વિવશતાથી જોતા માસ્તરનો ચહેરો નીચે નમે છે અને આંખોમાંથી  અશ્રુધાર ટપકે છે...)

સાહેબ, હું  સમજુ છું...હુંય ભણેલી છું....
પણ સાચુ કહુને સાહેબ તો "અંગતને પણ 'પોતીકા' અંગતના આગવા આવરણ હોય છે  હોં..." અહીં  બધાને પોતપોતાનો સ્વાર્થ, પ્રેમના પણ નાટક રમાઇ રહાયા છે સાહેબ...રાજા દશરથને પણ ત્રણ ત્રણ રાણીઓ  અને....
અને..? શું  અને....ભલે દશરથને ત્રણ ત્રણ રાણીઓ  હતી  પરંતુ  એમના સંતાનોમાંતો બારેમાસ  સ્નેહ વરસતો...માસ્તર વ્યાકુળ  બની બોલી ઉઠયા...
પરંતુ સાહેબ, દશરથતો રાધવનો બાપ છે...સાવકો બાપ...(કૌશલ્યાની સુકાયેલી આંખો અશ્રુ ભીની થતાં  થતાં રહી ગઈ )

દૃશ્ય: ૨
*********

(ઊંડો સ્વાસ લઈને) રાઘવ....મારા માનવા મુજબ તું કૌશલ્યા અને દશરથને છોડી દે....Yes Raghav, બેટાYou leave your parents. I mean you leave  Dasharath and Kaushalya. કદાચ તને એમ લાગશે કે હું તારો શિક્ષક હોવા છતાં તને રાઘવામાંથી રણછોડ બનાવી રહ્યો છું. હું જાણું છું કે આ બહુ અઘરું છે પરંતુ એટલું નહી જેટલું તારું જીવન અઘરું છે.
તારી આ લડાઈ  તારા ખુદના પરીવાર  સાથે છે. એમાં  હારવું અને રણછોડ બની ચાલ્યા  જવું  એજ સાચી સમજણ છે.  Yes Raghav I know all about you and your life. I know Dasharath your father and of course Kaushalya your mother and that’s why I tell you Raghav… મને ખબર નથી કે ગુરુ વશિષ્ઠજીએ દશરથના કહેવાથી કેવાં સંજોગોમાં અને કેવી રીતે એ રાઘવ ને અયોધ્યા છોડવા કહેલ હશે....?? સુમિત્રા’બેન મને કહેતાં કે રાઘવ ખુબ મસ્તીખોર છોકરો હતો. સુમિત્રા’બેન તારા ધોરણ ૧ થી ૫ ના વર્ગ શિક્ષિકા બહેન યાદ છે ને તને....?કે પછી તારા એ બાળપણ સાથે સાથે તું બધું જ ભૂલી ગયો ? (રાઘવ અવાક બની વેદ સામે જોઈ રહે છે.) હું તારા નવમાં ધોરણ સુન્ધીના તમામ શિક્ષક્ને મળ્યો. બધાં કહે છે કે તું ખુબ નટખટ અને નખરાળ હતો. તું શાળામાં જે દિવસે ન હોય એ દિવસે શાળા આખીય ભેંકાર બની જતી. શાળામાં ન ગમે એ પ્રકારની અશાંતિ છવાઈ જતી....

અને

આજે તુંજ અશાંત....શું થઇ ગયું છે રાઘવ છેલ્લા બે ચાર વર્ષોથી તને ?

તારો જે પ્રશ્ન છે એ તારો પ્રશ્ન જ નથી. શા માટે તારા પ્રશ્ન ને તું તારો માને છે. તે તો દશરથને કે કૌશલ્યને છોડવા નથી કહ્યું કે નથી તું એમને ત્રાસ આપતો. તું બાળક છે એ એ સમજતા નથી. એમને તો બસ સૂરજમુખીના ફૂલને બારમાસીનું પુષ્પ બનાવવું છે.

રાઘવ તારા તમામ પ્રશ્નોનું સમાધાન છે મારી પાસે.

Yes Raghav. You leave Dashrath and all. Forget them. They don’t want you. You prove yourself. I am with you. હું દશરથને મળ્યો. હું કૌશલ્યને મળ્યો. કૌશલ્યા એ તો મને એટલે સુંધી કહ્યું કે, "અંગતને પણ'પોતીકા' અંગતના આગવા આવરણ હોય છે...” કદાચ કૌશલ્યા માટે દશરથ અને દશરથ માટે એમનું પોતીકું ‘રઘુકૂળ’ અંગત હશે. અને એમાં ‘તું’ નથી રાઘવ તું નથી. અને આથી જ કહું છું તારી સાચી ઓળખ આપવા તું નીકળીજા એક ઉંચી ઉડાન ભરવા રાઘવ નીકળીજા. ‘તું એ નથી જે અત્યારે તું છે’ રાઘવ પરંતુ ખરેખરતો ‘તું એ છે જે તું છે’..તું તારી જાતને સાબિત કર...તારી પાસે વિશાળ જીવન છે. આવાં નાના નાના રોડાંઓ તારા સફળ જીવનના માર્ગમાં અવરોધ બંને એ રાઘવ તું નહીં. તારા માટે મે કર્નાટકની એક શાળામાં વાત કરી છે. તું વધુ અભ્યાસ માટે જા. અહી બધાથી દુર અને કોઈને પણ જાણ કર્યા વિના.તને ત્યાં કોઈ ઓળખાતું પણ નહી હોય. તારા માટે બધું જ નવું. નવી ભાષા, નવા લોકો અને નવું જીવન. અહીના બધાં માટે તું....તું.... (વેદ ની આંખમાંથી આંસુ ટપકે છે જેને તે સંતાડવા નાકામ પ્રયાસ કરે છે)... અને સત્ય જાણતો હોઈશ તો હું જ અને આમ પણ આ લોકો જાણે કે ન જાણે શું કામનું ?? તેમને મન તો તું....ચલ જવા દે....લે આ પરબીડિયું, એમાં તારું ભવિષ્ય છે રાઘવ.એમાં તારું દિવ્ય જીવન છે. મારે જે રાઘવને જોવો છે, દુનિયાને જે રાઘવની જરૂર છે એ રાઘવના જીવનનો સાચો માર્ગ છે...આમાં તારી ટીકીટ, એડમિશન, પૈસા અને બધી જ માહિતી....તું જા રાઘવ જા....તારું જીવન ન વેડફ રાઘવ. આમ પણ અંગતને છોડીને જવું એતો પેલા રાઘવનો પણ સ્વભાવ હતો....!!! (બંધ પરબીડિયું રાઘવના હાથમાં આપી) રાઘવ બેટા, ઊંચી ઉડાન ભરવા અને લાંબી મજલ કાપવા નાના નાના રસ્તાઓને છોડવા અને ભૂલવા પડે છે. વિચાર જે રાઘવ....આશા રાખું હવે હું આ રાઘવને ફરી ક્યારેય નહી મળું. કદાચ મળવાનું લખ્યું હશે તો એ રાઘવ રાઘવ જ હશે. અમારા સૌની કલ્પનાનો રાઘવ. સપના જોવાની હિંમત કર રાઘવ, જીતવા  માટે  આખી દુનિયા પડી છે. 
જીતવાની મજા ત્યારે આવે...
જ્યારે બધા તમારી
હારની રાહ જોઈને બેઠા હોય..!! અહીં તો  દશરથ  અને  કૌશલ્યા  બંને  તને હારેલો માનીને બેઠા છે. Good luck Raghav....
(વેદ શાળાના મેદાનમાંથી નીકળી જાય છે. વેદ જતો જ્યાં સુંધી દેખાય ત્યાં સુંધી રાઘવ અનિમેષ જોઈ રહે છે.)

--
એ લબરમુછીયા  અને  હમણાં જ તરુણાવસ્થામાં પ્રવેશેલા નટખટ રાઘવજીએ કહ્યું :
સર, મને ખાલી જગ્યાઓ પૂરતા નથી આવડતું
હું એમ કરીશ સર, ખાલી જગ્યાઓ ખાલી જ રાખીશ
તમે એ પૂરી દેજોને પ્લીઝ....જો હું ખાલી જ રાખીશ તો ઘરે બધાંજ મને
વઢશે...પ્લીઝ સર...
મેં કહ્યું ‘જો દીકરા, તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે, બીજું કોઈ
ના પૂરી શકે…’
‘અરે સર…!’ કહીને જાણે મને ફરિયાદ ન કરતો હોય એમ એ નીકળી ગયો.
બીજે દિવસે છાપાના છેલ્લા પાને વાંચ્યું,
‘કૌટુંબિક ઝઘડામાં એક વિદ્યાર્થિનો ગળાફાંસો’
વિદ્યાર્થીને રોજ તેના માતા-પિતા અભ્યાસ માટે ટોકતાં રહેતા, બંને નોકરિયાત  હોઇ વ્હાલ માટે સમય ન મળે  અને મળે એ છણકાવવામાં જાય. રજાના દિવસે  જો પરિવારના સભ્યો  મળે તો પોતાના
અંગત પ્રશ્નોને લઈને પતિ-પત્ની ઝગડતાં રહે અને રાધવ સહન કરતો રહે...માતા-પિતા પોતાના ઝગડાની મોટાભાગની
દાઝ અને ગુસ્સો રાધવ પર ઉતાલે....એ તરુણ બાળક જે બનવા માંગતો હતો ગુલાબ અને
તેની પાસે અપેક્ષા રખાતી ગલગોટાની....અને અંતે...એ કુમળો છોડ અકળાઈ  ને કરમાઈ ગયો,
કાયમ માટે મુરઝાઇ ગયો....
હું સ્તબ્ધ થઈ ગયો, મારા જીભ પરથી જાણે સરસ્વતીજીએ કાયમ માટે વિદાય ન લઇ
લીધી હોય...? હું બોલવા માંગું તો પણ કાઈ જ બોલી ન શકતો....
બીજે દિવસે વર્ગમાં હાજરી પૂરતા મારાથી રોજીંદી ટેવ મુજબ  જ બોલાઇ જવાયું...
‘રાઘવ’
કોઈ બોલ્યું નહિ
‘રાઘવ’
ફરી વર્ગમાં મૌનાવસ્થા…
ક્યાં છે રાઘવ…?
‘સર એ તો…’ એની બાજુમાં  બેસતો એનો અંગત મિત્ર  રડમસ અવાજે બોલ્યો.
આખા વર્ગખંડમાં એક સન્નાટો ફરી વળ્યો...મનને જલાવે તેવી શાંતિ....સૌ કોઇ રાઘવની ધેર હાજરીને અનુભવતું....કલ્પના તો કરો કેટલો તડપ્યો હશે એ મૃત્યુને બાથે ભેટતાં અને પોતીકાને કાયમ માટે તરછોડતાં...કેટલો કંટાળ્યો હશે એ નાની વયે મોટા હોદ્દા  પર બેઠેલ મા-બાપને કારણે...
હું મારી જાતને ધિક્કારતો રહ્યો..
હું  એને હંમેશા અભ્યાસનું મહત્વ સમજાવતો પરંતુ 
જીવનનું મહત્વ અને સત્ય સમજાવવાનું તો મારાથી રહી જ ગયું.
પરીક્ષામાં એના નંબરવાળી બેંચ પરની જગ્યા ખાલી....
ઉત્તરવહીના બંડલમાં એક ઉત્તરવહીની ખૂટતી...
શાળાના વિદ્યાર્થીઓને આઘાતમાંથી બહાર નીકળવા સૌને લઈને અમે પ્રવાસે ગયાં.
બધા બાળકો બસમાં બેસી ગયાં.
બસમાં  બેઠેલા  વિદ્યાર્થીઓને  જોતાં જ મારું  મન મને કહે, ‘મારો એક દીકરો તો હજી આવવાનો બાકી…’મારો
રાઘવ...’ દુર સુંધી ક્યાંય ના દેખાતો....
બોલ દીકરા રાઘવ...હવે તું જ કહે....
મારે ક્યાં તારી ખાલી જગ્યાઓ પૂરવાની…!
મેં તને કહ્યું હતું ને… કે તારી ખાલી જગ્યા તો તારે જ પુરવી પડશે…! 
અને
તે ઓશીયારા ચહેરે જાણે મારી આ સલાહ ના પસંદ હોય એમ મને આજે પણ પરાણે ખાલી જગ્યાઓ પુરવા
કહેતો હોય એમ લાગ્યું....જાણે મૃત્યુ  પછી પણ એના ચહેરા પર એના મા-બાપની સો માંથી સો ટકા લાવવાના રંજાડનો ડર આજે પણ વર્તાતો ના હોય.... ભય પણ કોનો...પોતીકાનો....!!!
 મનોમન હું એને સમજાવતો ના હોઉ એમ બોલાઇ જવાયું, દિકરા તારી ખાલી જગ્યા પુરવા હું એ વખતે પણ અસમર્થ હતો અને આજે
પણ....
સૌ કોઇ જાણે છે કે,
ટેબલના ખાનામાં બંધ પડેલા અમારા વર્ગના વિદ્યાર્થીઓના હાજરીપત્રકમાં કોઈના જવાથી પડેલી ખાલી જગ્યા બીજા જ મહિને બીજા કોઈ વિદ્યાર્થી  દ્વારા પુરાઈ જશે
પરંતુ બહુ ઓછા જાણે છે કે
એક હાજરીપત્રક અમારા શિક્ષકના હૃદયમાં પણ હોય છે
એમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય પુરાતી નથી.
અને કોઈ પૂરી પણ શકતું નથી.
સંચાલકશ્રીએ મિટિંગ બોલાવી અને 
પૂછ્યું
‘પ્રશ્નપત્રની ફ્રેમમાં કોઈએ કોઈ ફેરફાર કરાવવો છે ?’
મેં કહ્યું,
‘ખાલી જગ્યાવાળો પ્રશ્ન જ કાઢી નાખો ને સાહેબ...!!'
સંચાલકશ્રીએ મારી સામે જોયું.
મે પણ એમની આંખમાં જોયું અને મને એમની આંખમાં દેખાયા અનેક પ્રશ્નાર્થો
અને એ પ્રશ્નાર્થોની પાછળ છુપાયેલી હતી....મારી એ બધી ...
....અસંખ્ય ખાલી જગ્યાઓ…!! જેનું  અસ્તિત્વ  નહોતું  પરંતુ  આજે પણ એટલીજ  તાજી....દુ:ખદ યાદો....

No comments: