Tuesday, January 5, 2016

Till when....? ક્યાં સુધી..? कब तक ?

ક્યાં  સુંધી બસ આમ જ શહીદોના ફોટો પર સુખડના હાર પહેરાવી સેલ્યુટ કરતાં  રહી શું..? ક્યાં  સુંધી  આવી રીતે આંસુ વહાવી પોતાના જ દિલને અમસ્તો  દિલાસો આપતાં  રહીશું...
હવેતો શહીદના ઘરે જનાર અને પરિવારનાં આંસુ લુછી ધારદાર ભાષણ કરી પ્રજામાં  પોરો ચઢાવનાર કે એ પરિવારને મળીને તેમની સાથે ફોટોગ્રાફ્સ  પડાવનાર કોઇ  નેતા પણ દેખાતા નથી....
ખુબ જ દુ:ખદ....
આજે પણ શાશક અને વિપક્ષ  બંનેના જવાબો અને દલિલો સરખા જ સંભાળાય  છે, જે છેલ્લાં  સિત્તેર  વર્ષથી સાંભળીએ છીએ.... હા સમય સાથે બદલાયાં  છે તો જવાબ આપનારા નેતાઓના ચહેરા જ...
શું  ફર્ક પડે છે  એ લોકો ને?..
જો રાજા  રાવણ હોય તો પ્રજાનું  હરણ થાય
અને
રાજા રામ હોય તો
પ્રજાને વનમાં  જવું પડે...
પ્રજાને તો અંતે સહન જ કરવાનું  ને..?
દુ:ખ તો એ પરિવારનું છે  જે દેશભક્ત સૈનિકો  આ પોલિટિકલ  ડીપ્લોમશીના કારણે શહિદ  થઈ  રહ્યા છે...થોડાં દિવસો સુંધી  ટેલિવિઝન  પર કે સોશિયલ  મીડિયામાં  ચર્ચા  કરીશું,  જીવ બાળીને  પછી ભૂલી  જઇશું પરંતુ  એ પરિવારનું શું  જેમને પોતાના પોતીકાને  કાયમ માટે ગુમાવ્યો...? એ મા-બાપ-પત્ની કે સંતાનોની દેશ ભક્તિના કારણે તેઓને મળેલ આંસુ લુછનાર કોઇ ખરું...?
મને પાકિસ્તાન  આતંકવાદીઓની યોજનાઓને  ટેકો આપે છે એના દુ:ખ જેટલું જ દુ:ખ  દેશના આ નાપાક સેક્યુલરો પર છે જેઓ આતંકવાદી  પ્રવૃત્તિઓને પ્રોત્સાહીત  કરેછે અને પોતાના અસ્તિત્વ ને ટકાવી  રાખવાના તુચ્છ  સ્વાર્થ  ખાતર દેશ સાથે રમત રમી રહ્યા  છે. આજ સુધી  ક્યારેય  સાંભળ્યું  કે કોઇ રાજકારણી કે એમનું  સંતાન આતંકવાદીઓ સાથે લડતા  લડતા  શહિદ  થયું...? ક્યારેય  નહી  કારણ મોટાભાગે સૈનિકની નોકરી  આપણાં મધ્યમવર્ગીય પરિવારના સભ્યો  જ પસંદ  કરતાં  હોય છે...જ્યારે  આપણાં  નેતાઓને આ આગ સમા આંસુ પાડવાનો વારો આવશે ત્યારે  સમજાશે. બોર્ડર પર પોતાના પ્રાયવેટ પ્લેનમાં  બે આંટા મારી ફોટો પડાવી ખુશ રહેનાર નેતાને પરિવારથી દુર રહીને મા ભોમની રક્ષા કરતાં  કરતાં  રોટલીનો ટુકડો કેવી રીતે ખાઇ શકાય એ અનુભવ અને અહેસાસ શો હોય...? ખરેખર તો નિયમ હોવો જોઈએ  કે જીલ્લા  પંચાયતના પ્રમુખ થી લઈ રાષ્ટ્રપતિ સુધીના હોદ્દા  પર સૈનિક ના અનુભવીને જ અગ્રતા આપવી જોઇએ....પછી જુઓ પરવાનગી  સિવાય  સિમાડા  લાંધી કોણ ઘુસે છે આપણાં દેશમાં..?
દુ:ખતો ત્યારે  થાય કે આતંકવાદી  આપણા દેશમાં  ઘુસી  આપણાં  જવાનોને મારતાં  રહે અને જવાનોએ નેતાઓ  કહે એટલું  જ કરવાનું. ગોળીઓનો વરસાદ વરસાવનાર આતંકવાદીઓને જીવતાં  પકડવા નેતાજીના આદેશને કારણે આપણાં  ને મરવા દેવાના...આ શાંતિ પ્રિય  દેશની છાપ અને  વસુધૈવ કુટુંબકમ્ માં માનવાને ખાતર કાંઇ જ ન કરવું  એ ક્યાં  નો ન્યાય. .? આવા સમયે શાબ્દિક  બાણ, એક બીજા પર કાદવ ઉછાળવો અને પોતાની ખુરશી  સાચવવા સિવાય  આપણે કંઇ કરીએ છીએ. આટ આટલા હુમલા  પછી કાંઇ શિખ્યા..? એની એજ ભૂલ હંમેશા  કરતાં  આવીએ છીએ. અમેરિકા,  ફ્રાન્સ,  ઇઝરાયલ  કે રશિયા  જેવા દેશોની મુલાકાત  અને એ બહાદુર  નેતાઓ સાથે  ફોટો સેશનથી અખંડ  ભારત નહિ  બને એના માટે આપણાંમાં પણ બહાદુરી  પણ જોઇશે. હિન્દુસ્તાનને બુલેટ ટ્રેનની નહીં  પરંતુ  દેશના  રક્ષકોને  બુલેટપ્રુફ  શસ્ત્રો ની  જરુરત  છે.  અને  હા  ચા-નાસ્તાની કે  ડીનર  ડીપ્લોમશી  છોડી  આપણે પણ સામે વાર કરવો પડશે. યાદ યહે ,  Attack is best policy and better solution....

બાકી આવી ઘટનાઓ ખુબ  જ દુ:ખદ....

પરમાત્મા છેલ્લાં  સિત્તેર વર્ષમાં  શહાદત  વહોરનાર તમામ દેશભક્ત શહિદોના આત્માને શાંતિ આપે...અને આપણાં  તમામ શાંતિ દૂત  રાજનેતાઓને સૈનિકના જીવનનું મહત્વ  સમજાય  તેવી શક્તિ  અર્પો...

જય હિંદ...

No comments: