Friday, April 8, 2016

પ્રતિભાશોધ સ્પર્ધા...Talent hunt in Ahmedabad District's Government Schools...

પ્રતિભાશોધ સ્પર્ધા

પ્રસ્તાવના :
માનનીય જિલ્લા વિકાસ અધિકારી અવાર નવાર જીલ્લાની શાળાઓની મુલાકત લેતાં હોય છે. આ મુલાકાત દરમિયાન તેઓશ્રીએ નોંધ્યું કે જિલ્લાના છેક અંતરીયાળ વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ પ્રતિભાશાળી બાળકો અને પ્રતિભાવંત શિક્ષકો ને મળતાં. તેઓશ્રી એ વિચાર્યું કે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રહેલી આ પ્રતિભાને બહાર લાવવા એક પ્રયાસ અને તક આપવાની જરૂરત છે. તેઓએ પોતાનો આ વિચાર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સમક્ષ મુક્યો અને ટીમ એજ્યુકેશન અમદાવાદે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવી દવે સાહેબ ના માર્ગદર્શન મુજબ અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી મહેશભાઈ મહેતા સાહેબના માઈક્રો આયોજન મુજબ અમલ કર્યો....જીલ્લા કક્ષાએ ‘પ્રતીભાખોજ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું અને જિલ્લાને જુદાં જુદાં અઢાર જેટલાં વિભાગો માં કલા ધરાવતાં કલાકાર મળ્યા....

‘પ્રતિભા ખોજ’ કાર્યક્રમ પર એક નજર....

હેતુઓ:

-     વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પ્રતિભાને બહાર લાવવી.

-     પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું.

-     પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિશાળ ફલક પૂરું પાડવું.

-     પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કૃત અને પ્રોત્સાહિત કરવાં.

-     પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પોતાના વિષયમાં પારંગતતા મેળવવા વિષય નિષ્ણાંત તજજ્ઞો દ્વારા કુશળતા પ્રદાન કરવી.

-     ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ , ‘કૉ-ઓર્ડીનેશન’, ‘ટાઈમ મેનેજમેન્ટ’, ‘ગ્રુપ-એક્ટીવીટી’, ‘ટીમ વર્ક’ વગેરે જેવા વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ કરવો.

મુખ્ય અંશ:

 

-     ઉપરોક્ત હેતુઓની સિદ્ધિ માટે અલગ અલગ છવ્વીસ વિભાગો નક્કી કરવામાં આવ્યા.દા.ત. નાટક, સમૂહ નૃત્ય, શીઘ્ર કાવ્ય અને વક્તવ્ય, લોક વાર્તા, સુગમ સંગીત વગેરે.

-     સમગ્ર જિલ્લામાં સી.આર.સી ક્ક્ષાએ પ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો. પ્રતિભા શોધ કાર્યક્રમમાં ૧૩૫૨૬ વિદ્યાર્થીઓ અને ૧૮૮૦ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારબાદ જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં બ્લોક કક્ષાએ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાઈ.

-     માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જિલ્લા કક્ષાની પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન થયું. દરેક વિભાગમાંથી પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને તક આપવામાં આવી. સીટી તાલુકાની જોધપુર પ્રાથમિક શાળા નંબર - ૧ માં ઉદધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભાર્ગવી મેડમે સ્વયં ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેતા સાહેબે પ્રેરક પ્રવચન દ્વારા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. અલગ અલગ નવ શાળાઓમાં આ સમગ્ર સ્પર્ધા સંપન્ન થઇ. હવે આગામી સમયગાળામાં જીલ્લા કક્ષાએ વિજેતા ઉમેદવારોને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ આકાર લેશે.

 

 

ઉપલબ્ધિઓ :

-     અમદાવાદ જીલ્લાના છેક છેવાડાના ગામમાં વસતા નાનકડા બાળકને  પણ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા સાચા અર્થમાં વિશાળ મંચ પ્રાપ્ત થયો.

-     આ સ્પર્ધાના માધ્યમથી બાળકોને વિદ્યાર્થીઓ કેટલાંક એવા હકારાત્મક મુદ્દા શીખ્યા કે જે અન્ય માધ્યમથી શીખવવું મુશ્કેલ છે.

-     સંગીત, અભિનય જેવાં  ક્ષેત્રોમાં ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ થઇ શકે તેવી તક આ કાર્યક્રમના માધ્યમથી ઉભી કરાઈ.

-     ટૂંકમાં આ કાર્યક્રમના માધ્યમથી કલા, સાહિત્ય અને શિક્ષણની શ્રેષ્ઠ સેવા થઇ શકી.

 

જીલ્લા કક્ષાએ પ્રથમ આવેલ પૈકી પાંચ પ્રતિભાઓનું માનનીય મુખ્યમંત્રીશ્રી ના વરદ્હસ્તે  તારીખ: ૬ એપ્રિલ ૨૦૧૬ન રોજ સાણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જ્ઞાનસેતુ, MOU and Joy of Giving અને પ્રતીભાખોજ પર તૈયાર કરવામાં આવેલ પુસ્તિકાનું વિમોચન માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું.  આ કાર્યક્રમને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખુબ મહત્વ આપેલ તેમજ દરેક બાબતનું જાતે પ્લાનીંગ કરેલ. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવી દવે સાહેબ ના માર્ગદર્શન મુજબ અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી મહેશભાઈ મહેતા સાહેબ દરેક સ્પર્ધામાં જાતે ઉપસ્થિત રહ્યા અને સ્પર્ધકો અને આયોજક ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

માનનીય મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલના વરદ્હસ્તે  સન્માનિત પ્રતિભાવંત શિક્ષકો અને વિદ્યાર્થીઓની તસવીરો..

1 comment:

Hemant Gurjar said...

It's very wonderful work...done by our eduacation team...
Congratulations to all...