Wednesday, May 18, 2016

'તું' જ...'તું' જ...
મિત્રો, 
મારી વાર્તા 'રાઘવજી'નો આ એક પાત્રીય સંવાદ છે જેમાં કથા નાયક કૉલેજના વાર્ષિકોત્સવની રાતભરની તૈયારી પછીની સવારે પોતાની કાલ્પનિક 'તું' ને ઉદેશીને કહે છે.....સંવાદની એક ઝલક અહિયાં....આપને માટે.....
___________________________
___________________________

લચ્છો- અબે લુખ્ખેશ ઉઠ હવે....
પેલો ભરતીયો જો....સાલ્લો આખી કોલેજને લઈ ને સુતો છે અને આપણે અહિયા આ વાંઢા વિલાસમાં....હાથમાં મોબાઈલ  અને મોઢામાં બ્રશ...હુહહહ...
હડ્ડી- આપણે તો ઠીક આપણાં કેપ્ટન પણ કોરા કટ જ છે અલ્યા....
લચ્છો- કેપ્ટન તમને તમારી દયા નથી આવતી..? અમારી દયા..? સાલ્લું કોલેજ પુરી થશે પણ આપણે બધાં તો કોરોકટ જ....
જયલો- હું નહિ હો...

રાઘવજી- "મળી છે લાખો છોકરીઓ, રોજ જીવનનાં આ રસ્તે આવતાં જતાં મને...; 

લચ્છો- વાહ, કવિ વાહ....ચા પીધા વિનાજ શાયરાના અંદાજ ચાલુ...આર યુ ઓ.કે....ના..?

જયલો- કે પછી રાત્રે આ જંગલમાં ભૂતબુત તો વળગ્યું નથીને..?

રાઘવજી- ના અલ્યા...
'તું'...એતો સૌથી અલગ છે, એકદમ અલગ...
શક્ય છે એ કિસ્મતમાં ન પણ હોય...!!! તો પણ મારી તો એ 'તું' જ.... છે....'તું'....
હડ્ડી- તું..? ક્યારેય મળી છે ખરી તને તારી 'તું'..? 
રાઘવજી- હા....
જયલો- લે ક્યારે..?  અરે છૂપે રુસ્તમ બતાવોને એ કોણ છે ? ક્યાં છે..?  કેવી છે..? ક્યાં રહે છે..? ક્યારે  મળી..? 

રાઘવજી- આજે વહેલી સવારે જ...

લચ્છો- હેં....અહીં...બાય ધ વે, શું કહેતી હતી તારી એ 'તું'...? 

આગળ વાંચવા નીચેની લિંક કલિક કરી શકો....

http://jivantshixan.blogspot.in/2016/05/blog-post_18.html?m=1
મારી ગઈકાલની પૉસ્ટ...'તું'....જ.... સંદર્ભે  કેટલાંક મિત્રો ફેસબુક, વૉટ્સએપ અને ફોન માધ્યમે ગઈકાલથી મને પુછી રહ્યા છે કે વળી આ 'તું' કોણ...? 
મિત્રો, 
મારી વાર્તા 'રાઘવજી' નો આ સંવાદ છે જેમાં કથા નાયક કૉલેજના વાર્ષિકોત્સવની રાતભરની તૈયારી પછીની સવારે પોતાના મિત્રોને પોતાની કાલ્પનિક 'તું' ને ઉદેશીને કહે છે.....
લચ્છો- અબે લુખ્ખેશ ઉઠ હવે....
પેલો ભરતીયો જો....સાલ્લો આખી કોલેજને લઈ ને સુતો છે અને આપણે અહિયા આ વાંઢા વિલાસમાં....
હડ્ડી- આપણે તો ઠીક આપણાં કેપ્ટન પણ કોરા કટ જ છે અલ્યા....
લચ્છો- કેપ્ટન તમને તમારી દયા નથી આવતી..? અમારી દયા..? સાલ્લું કોલેજ પુરી થશે પણ આપણે બધાં તો કોરોકટ જ....
જયલો- હું નહિ હો...

રાઘવજી- "મળી છે લાખો છોકરીઓ, રોજ જીવનનાં આ રસ્તે આવતાં જતાં મને...; 

લચ્છો- વાહ, કવિ વાહ....ચા પીધા વિનાજ શાયરાના અંદાજ ચાલુ...આર યુ ઓ.કે....ના..?

જયલો- કે પછી રાત્રે આ જંગલમાં ભૂતબુત તો વળગ્યું નથીને..?

રાઘવજી- ના અલ્યા...
'તું'...એતો સૌથી અલગ છે, એકદમ અલગ...
શક્ય છે એ કિસ્મતમાં ન પણ હોય...!!! તો પણ મારી તો એ 'તું' જ.... છે....'તું'....
હડ્ડી- તું..? ક્યારેય મળી છે ખરી તને તારી 'તું'..? 
રાઘવજી- હા....
જયલો- લે ક્યારે..?  અરે છૂપે રુસ્તમ બતાવોને એ કોણ છે ? ક્યાં છે..?  કેવી છે..? ક્યાં રહે છે..? ક્યારે  મળી..? 

રાઘવજી- આજે વહેલી સવારે જ...

લચ્છો- હેં....અહીં...બાય ધ વે, શું કહેતી હતી તારી એ 'તું'...? 

રાઘવજી- 
'આજે પણ સપનામાં જ  એ આવી; અને કહે, ' આજે તેં લઘુકથા લખેલ કે નવલકથા ? કાઈ સમજાયું જ નહિ... તું હંમેશા કંઈ ને કંઈ લખતો રહે છે. મનમાં આવે એમ લખે છે. જેના પર મન આવે તેના પર લખે છે. કોઈક 'દિ મારા પર પણ એક લઘુકથા ના લખી શકે 'તું' ? 'તું'  લખ ને બકુ પ્લીઝ...હું મારી જાતને ફરી એકવાર તારી વાર્તામાં જીવતી જોવા માંગુ છું. ખુબ કંટાળી છું, મારે જીવવું છે બસ, હવે માત્ર તારી વાર્તામાં જ... પણ હા, વાર્તા રોમેન્ટિક હોવી જોઈએ હોં, તારા જેવી રોતળ નહી પાછી..!' મારી આંખમાં એની આંખ ક્યારે પડી એ સમજયા પહેલાં તુરંત એ હસી પડી...હસવા સિવાય બીજું એ કરી પણ શું શકે ? રૂબરૂ મળવાને વળી ક્યાં નવરાશ કે સમયનો ક્યાં છે અવકાશ....!! તારે તો આમ જ સપનામાં આવવું અને કઈં  ને કંઈ હોમવર્ક આપી જતાં રહેવું...આમ વિચારતાં જ મારા ચહેરા પર પણ એક મદ ભરેલું મસ્ત સ્મિત આવી ગયું અને હું કંઈ પણ વિચાર્યા વિના જ બોલી ઉઠ્યો, 'વ્હાલી, મારી દરેક વાર્તાનો પ્રેરણા સ્ત્રોત તો 'તું' જ હોય છે ને...? તું ના હોત તો, તો મારી સઘળીય કથા ભલે પછી એ લઘુ હોય કે ગુરુ મુલ્ય હીન અને તુત્ચ્છ જ હોત ને...?? મારી તો લઘુકથા હોય કે નવલકથા, હાઇકુ હોય કે ખંડકાવ્ય બસ તું જ છે...'તું'. અને  હા, 'તું' કહે છે તો તને પણ કહું કે, તારા પર લખાયેલી લઘુકથા અને નવલકથા બંને મારી પાસે છે....વાંચવી છે તારે ?...
હા....
તો લે વાંચી લે....
'તું'...????
'તું' એનું શીર્ષક જ 'તું'
''તું' સાવ પાગલ છે...' કહેતાં જ એની આગવી અદામાં મલકાઈ પડી...
'તું' અને મદમસ્ત બની તારુ આમ હસવું માણી રહયો છું  'હું'...કારણ 'હું' પાગલ જ છું...નહીતર તો ક્યારનોય તારા આ વ્યસ્તપણાને મારા મસ્તપણા માટે ઉપયોગમાં લઇ લેવાનું એક ઓર કરતબ કરી ન લેત 'હું' ફરી એ જ  ભૂતકાળ બનીને....!!!???
'તું' બીજા માટે તેમનો સ્વાર્થ હોઈ શકે પરંતુ 'તું' મારે માટે એક શબ્દ જ નહી પરંતુ આખી નવલકથા છે, બસ મારા માટે, જેના પાનાં રોજ ઉમેરાય અને રોજ 'હું' વાંચું....વ્હાલી, તારા માટે તો કેટકેટલું ય લખી શકું, પરંતુ અહી તો મારી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બંને મારા હોવા છતાંય તુજમાં જ સીમિત, ફક્ત તું...જ....મારું સર્વસ્વ....'તું' જ મારું અસ્તિત્વ.... અને બસ આમ જ નિભાવી લઈશ તને અને તારી-મારી આ નવલકથાના રોજ ઉમેરાતાં ઉકેલાતાં કે વણ ઉકેલાતાં એક કે અનેક પાનાંઓને....
લે, જોઈ લે લખી નાખી ને, નવી જ એક લઘુકથા..! એ પણ તારા નામે જ.. તારા માટે જ.....એ પણ સંવાદો અને પાત્રો વિનાની.....! સંવાદ પણ તું અને પાત્ર પણ તું, અભિનેત્રી પણ તું અને અભિનેતા પણ તું જ...'તું' જ... 'તું' જ...તારી સાથે ના સઘળા બંધનોથી બંધાયેલ 'હું' બસ 'તું' જ....'તું' જ અને 'તું' ....
સમર્પિત મારી એ પ્રેયસી ને....જે અત્યારે ક્યાં છે એથી તો અજાણ 'હું' પરંતુ, એ.... હક સાથે બની ને  બેઠી છે  'તું'....No comments: