Saturday, October 29, 2016

Soil to Soul... an unforgettable visit of Charlotte NC, USA

શાર્લોટ....એક યાદગાર મુલાકાત....
(Soil to Soul... an unforgettable visit of Charlotte NC, USA )
 

શાર્લોટ ગુજરાતી સમાજ અને શાર્લોટ અમેરિકન એશિયન હેરીટેજ એશોશીયેશનના સંયુક્ત ઉપક્રમે યોઅજયેલ મહાત્મા ગાંધી ફોલ ફેસ્ટીવલ માં સહભાગી બનવા મળેલ આમંત્રણ મુજબ તારીખ  ૨૭ સપ્ટેમ્બર થી ૨૨ ઓક્ટોમ્બર અમેરિકામાં રહેવાનું થયું. શાર્લોટના આ રોકાણથી જીવનના યાદગાર અનુભવો નું ભાથું મળ્યું. અમેરિકાના આર્થિક શહેર તરીકે જાણીતા શહેર શાર્લોટ ખાતે લગભગ ૪૧૭ પરિવારો દ્વારા ઈ.સ.૨૦૧૪ થી  કાર્યરત ગુજરાતી સમાજ છે. ગુજરાત બહાર એક આગવા, અનોખા અને સુસંસ્કૃત ગુજરાતને જોવાનો, મળવાનો અને જાણવાનો આનંદ અનેરો...સાચું કહું તો ગુજરાતે આ અમેરીકાના ગુજરાતીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. અમે સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર અર્થે ગયેલાં પરંતુ અનુભવ્યું કે શાર્લોટ ગુજરાતી સમાજના સભ્યો અને શાર્લોટમાં વસતાં ગુજરાતી પરિવારોએ ગુજરાતની સંસ્કૃતિ અને ધરોહરને આગવી રીતે પકડી રાખેલ છે.  અમેરિકામાં વસતા ભારતીય અને ગુજરાતીઓને ભારતીય કે ગુજરાતી હોવાનો ગર્વ છે અને આપણી સંસ્કૃતિને શોભનીય કરી રહ્યા છે. અમારી મુલાકાતમાં અમે શાળા, જેલ, સ્મશાનગૃહ, હોસ્પિટલ, ઈમરજન્સી સારવાર કેન્દ્ર, મેયરશ્રી, ગુજરાતી પરીવાર, ગુજરાતી વિદ્યાર્થીઓ, યુવાનો, ધંધાકીય સ્થળો વિગેરેની મુલાકાત કરી અને ઘણું સમજ્યા, શીખ્યા...દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે પરંતુ સખેદ જણાવવું જ રહ્યું કે છેલ્લાં કેટલાંક સમયથી માનવીય વેદના-સંવેદનાની અનુભૂતિ ક્યાં ??? હવે તો જાહેરમાં બેનરો વાંચવા મળે કે તમારે કયા સમાજના મુખ્યમંત્રી જોઈએ ?? આજકાલ આપણે નાત-જાત, ધરમ-સંપ્રદાયના વાડાઓમાં વાન્હેચવવા લાગ્યા છીએ...માણસ જાતી કે અટક પરથી મપાઈ રહ્યો છે ત્યારે... આપણે સાત સમુંદર પાર દુર અમેરિકામાં વસતાં  આ પરિવારો પાસેથી માત્ર ટેકનોલોજી કે આર્થિક રોકાણ ને બદલે હવે તો આપણી સંસ્કૃતિ અને અસ્મિતાને ટકાવી રાખવાનું પણ શીખવું જ રહ્યું....અમારા અમેરિકાના અનુભવોને અંતે કહી શકીએ કે, સંપ અને એકતા શીખવા આપણા આ ભાઈઓ જ મદદ કરી શકે...

શાર્લોટ ગુજરાતી સમાજ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોને અમે જે સમજ્યા કે જાણ્યા એ અહી રજુ કરું છું....
ગુજરાતી સમાજ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ :


શાર્લોટ અને ગુજરાત સ્થિત ગુજરાતી સમાજ સાથે ની સહભાગિતા માટે નક્કી કરેલ આયોજન માટે નીચે જણાવેલ લક્ષ્યાંકોને સિધ્ધ કરવા શાર્લોટ અને ગુજરાતમાં શાર્લોટ ગુજરાતી સમાજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે...


લક્ષ્યાંકો:


) રોજગાર અને વ્યવસાયિકતકોનું આયોજન

) શૈક્ષણિક સંશોધન

) હસ્ત કલા અને સાંસ્કૃતિક વારસો

) સ્વાસ્થ્ય અને માનવીય સેવાઓ

) કૃષિ અને આહાર
૬) તહેવારોની ઉજવણી

હાલમાં જ ૨૭ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ દરમ્યાન ઉપરોક્ત સંસ્થાના સભ્યોએ NRI એક્ષ્ચેન્જ પાર્ટનર સીટી પ્રોજેક્ટ અંતર્ગત

શાર્લોટની મુલાકાત દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓમાં  આદાનપ્રદાન કરેલ છે.

જેના ભાગ રૂપે નીચેની પ્રવૃત્તિઓ કરવામાં આવી ..

* વિસરાતા અનાજ અને તેમાંથી બનતી સાત્ત્વિક વાનગીઓ તથા તેના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિષે જાણકારી આપવી.

* મહાત્મા ગાંધીજીના બાળપણથી લઈને તેમના  સમગ્ર જીવન અને સંઘર્ષ  વિશેના ૧૧૦ થી વધુ પોસ્ટરનું પ્રદર્શન આયોજિત કરવું.

* સ્થાનિક ગુજરાતી વર્કિંગ વુમનને ઘરેલું મદદના ભાગ રૂપે ટીફીન સેવાઓ (Meals On the Wheels) પૂરી પાડવી. તદઉપરાંત ગુજરાતી વિદ્યાર્થીઓ અને યુવાનોને સમયસર તેમના કામના સ્થળે ગુજરાતી ટીફીન મોકલવાની વ્યવસ્થા ચાલે છે તેમાં ગુજરાતી સાત્ત્વિક આહાર અને તેના પોષણ મૂલ્ય જળવાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવું.

* શાર્લોટ સ્થિત ગુજરાતીઓને કિચન ગાર્ડન તૈયાર  કરાવવા પ્રોત્સાહન આપવું.


ગુજરાતી સમાજ તરફથી શાર્લોટમાં વસતા ગુજરાતીઓને વિવિધ ક્ષેત્રોમાં અપાતી સુવિધાઓ...


શૈક્ષણિક :


- શાર્લોટ એ અમેરિકાના નોર્થ કેરોલીના સ્ટેટનું આર્થિક કેન્દ્ર/ઇકોનોમિક હબ માનવામાં આવે છે. શાર્લોટમાં અભ્યાસ અર્થે ભારતીય અને ગુજરાતી મળીને વર્ષે ૨૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે આવીને રહે છે. અહીની વિવિધ કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાંપ્રવેશ મેળવેલવિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબનું  માર્ગદર્શન અને મદદ આપવામાં આવે છે. 

- શાર્લોટમાં વસતા ભારતીય/ ગુજરાતીઓના સંતાનો માટે હિન્દી અને ગુજરાતી ભાષા શિક્ષણ , ધર્મ શિક્ષણ તેમજ વ્યવસાયિક માર્ગદર્શન માટેના નિ:શુલ્ક વિકેન્ડ ક્લાસીસ ચલાવવામાં આવે છે.આરોગ્ય


શાર્લોટમાં વસતાઅમેરિકન,એશિયન ,ભારતીયો અને ગુજરાતીઓ માટે ડૉ અમિતભાઈ શાહ અને સહયોગી ગુજરાતી તબીબો દ્વારાનિ:શુલ્ક ઇન્ટીગ્રેટેડ હેલ્થ એપ્રોચ તેમજ આયુર્વેદિક અને નિસર્ગ ઉપચાર પદ્ધતિ અનુસારરોજીંદા જીવનમાં આહાર પર ધ્યાન રાખવાની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે. શાર્લોટમાં સાત્વિક આહાર પર પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં ગુજરાતી ભોજનની જુદી જુદી રેસીપી કે જે આહાર એજ ઔષધ ને સાકાર કરે છે તેની  રજૂઆતનું પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં ગુજરાતી , એશિયન અને સ્થાનિક વિદેશી દર્દીઓ પણ હોંશે હોંશે જોડાય છે.સ્કોલરશીપ:


શાર્લોટમાં અભ્યાસ કરતાં જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં આવે છે. શાર્લોટના અને અભ્યાસ અર્થે આવેલ ગુજરાતી યુવાનોને આર્થિક સહાય આપતી અમેરિકન સંસ્થાઓ દ્વારા અપાતી સગવડ માટે વેલ્સ ફરગો બેંક, પીએનસી બેંક અને ફર્સ્ટ સીટીઝન બેંક દ્વારા લોન અને  આર્થિક સહાયની સગવડ તથા  વ્યવસ્થા કરી આપવામાં આવે છે.મહિલાઓ:


શાર્લોટ ગુજરાતી સમાજના આયોજન મુજબ આગામી પાંચ વર્ષ સુંધી મહિલા પ્રમુખ રાખવામાં આવશે. અત્યારે હાલમાં આ સ્થાન ઈશિતાબહેન ચૌહાણ શોભાવે છે. મહિલા માટે અલગથી જૂથ બનાવી વિવિધ ઉજવણીઓનું આયોજન કરવામાં આવે છે.

શાર્લોટમાંવસવાટ કરતા અને અભ્યાસ કે કામ અર્થે આવેલ ગુજરાતી મહિલાઓને અમેરિકન ફાઈનાન્શિયલ સંસ્થાઓ દ્વારા અપાતી સગવડ માટે વ્યવસ્થા કરેલ છે જેમાં  વેલ્સ ફારગો બેંક, પીએનસી બેંક, ફર્સ્ટ સીટીઝન બેંક દ્વારા લોન અને આર્થિક સહાયની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.  આ કામ રીનાબહેન રૂવાલાના માર્ગદર્શનમાં ઉત્તમ રીતે કરવામાં આવી રહ્યું છે.


બાળકો


ગુજરાતના વિવિધ ઉત્સવો અને તહેવારોની ઉજવણીમાં ગુજરાતી પરિવારના વિદ્યાર્થીઓને સહભાગી બનાવી વિવિધ કામમાં જોડવામાં આવે છે. ગુજરાતી બાળકો એકબીજા સાથે પોતાના અનુભવો વહેંચી જ્ઞાન વૃદ્ધિ કરે તેમજ એકબીજાને ઉપયોગી બને એ માટે આયોજન કરવામાં આવે છે. ગુજરાતી સમાજના બાળકો માટે STEM પર માર્ગદર્શન માટે સંવાદ, તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.

વિવિધ જ્ઞાન વર્ધક સ્પર્ધાઓ અને સંવાદ દ્વારા બાળકોને આપણા સંસ્કારો, જીવનશૈલી અને આપણી પરંપરાગત રમતોમાં રૂચિ જગાડીને ગુજરાતની પરંપરા તથા અસ્મિતા સાથે જોડવાની કામગીરી હુબહુ થાય છે. 


વૃધ્ધો:-


- શાંતિ નિકેતન સીનીયર સેન્ટર ઓફ શાર્લોટ ગુજરાતી સમાજ દ્વારા દર મંગળવાર અને બુધવારના દિવસે સીનીયર સીટીઝનની ૧૧ થી ૨ કલાક દરમિયાન મિલન ગોષ્ટિ યોજવામાં આવે છે. જેમાં, વિવિધ રમતો રમાડવી, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓ અને તેનીચર્ચા કરવી, યોગ શિક્ષણ, આરોગ્ય અને તંદુરસ્તી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ આ બંને દિવસે તમામ વૃધ્ધો સાથે મળી સમૂહ ભોજન કરે  છે.

- દરેક વૃધ્ધ વડીલોને તેમના નિવાસ્થાનેથી ગુજરાતી સમાજ દ્વારા આયોજિત કરાયેલ શહેરના વિવિધ મિલન ગોષ્ટિસ્થળો સુંધી લાવવા લઇ જવાની વ્યવસ્થા કરેલ છે.

- અવાર નવાર સીનીયર સીટીઝન માટે પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે.

- અમેરીકન કાયદાની સમજ આપવી તેમજ તેમને સીટીઝનશીપ માટેના ક્લાસના  આયોજનની  વ્યવસ્થા શાર્લોટ ગુજરાતી સમાજ દ્વારા કરવામાં આવે છે.

- આગ , પુર , વાવાઝોડું , હેવી સ્નો ફોલ જેવી કુદરતી હોનારત  સમયે રાખવાની સ્વાસ્થ્યની કાળજી વિષે માર્ગદર્શન આપવામાં આવે છે .

- બિનનિવાસી ગુજરાતીઓને વસવાટ દરમ્યાન થતી અગવડો કે અન્યાય માટે માનવ અધિકાર અંગેનું  કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

- શાંતિ નિકેતન સીનીયર સેન્ટર ઓફ શાર્લોટ દ્વારા સીનીયર સીટીઝનને જરૂરીયાત મુજબના આર્થિક, સામાજિક સ્વાસ્થ્ય તેમજ પારિવારિક સંબધોને વધુ ગાઢ બનાવવા  માટે  માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

તદુપરાંત દીર્ઘદ્રષ્ટા વૃધ્ધો દ્વારા યુવાનોને માર્ગદર્શન અને પારિવારિક સ્નેહ આપવા માટેનું  આયોજન હાથ ધરાય છે. 


દિવ્યાંગો :


- શાર્લોટ ગુજરાતી સમાજ દ્વારા દિવ્યાંગો ગુજરાતી સાથે સામાન્યઅને સ્વમાનભેર જીવી શકે તે માટે સમયાંતરે વિવિધ આયોજન હાથધરવામાં આવે છે.

- શાર્લોટ ગુજરાતી સમાજ દ્વારા તહેવારોની ઉજવણીમાં દિવ્યાંગો પણ સહભાગી બની શકે તે માટે વ્યવસ્થા ગોઠવેલ છે.


તદુપરાંત:


- શાર્લોટમાં ભણવા અને ધંધાર્થે આવતા ગુજરાતીયુવાનોને અકાળે મૃત્યુ જેવી દુઃખદ સ્થિતિ સર્જાય ત્યારે તેનું  ડેડબોડી તેના પરિવાર સુધી પહોંચાડવું તથા તેના પરિવારના સભ્યોને મદદરૂપ થઇ સાંત્વના આપવી.

- યુવાનો, મહિલાઓ,વૃધ્ધો નિયમિત વોટીંગ કરી શકે, તેમજ બાળકોના સર્વાંગીણ વિકાસ અને ગુજરાતીઓને ગુજરાતની  ધરોહર સાથે જોડી સતત જીવંત અને વિકાસશીલ રાખવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. 

ગાંધી યુનિટી ફોલ ફેસ્ટીવલમાં સહભાગી થવાનું શ્રેય શાર્લોટ ગુજરાતી સમાજના ટ્રસ્ટી મંડળને આપવું  રહ્યું...પોતાનો વ્યસ્ત સમયમાંથી અમારા માટે સમય નીકળી અમારી સરભરામાં કોઈ કચાસ ણ રહે તેની કાળજી રાખનાર શાર્લોટ ગુજરાતી સમાજના ટ્રસ્ટી મંડળ ના સભ્યો....
ગુજરાતી સમાજના હાલના ટ્રસ્ટી મંડળની વિગત :


૧) ઈશિતા ચૌહાણ, ૨) નિમિશ ભટ્ટ, ૩) ડૉ અમિત શાહ૪) અશોક બરાનપુરા) રીના રૂવાલા) રેખા ગણાત્રા, ) નીરા અંધારિયા, ૮) મિતેશ ગાંધ, ) કમલેશ શાહ, ૧૦) મુકેશ પંચાલ

૧૧) શરદ પટેલ, ૧૨) પૂર્વી પટેલ, ૧૩) તેજલ મઢીવાલા, ૧૪) વિપુલ શાહ, ૧૫) મોના શાહ, ૧૬) વિમલ મઢીવાલા, ૧૭) વિમલ પટેલ, ૧૮) જૈમીન શાહ, ૧૯) શીલા સંઘવી તેમજ શર્લોતના ગુજરાતી ભાઈઓ, બહેનો, યુવાનો, અને બાળકો...


શાર્લોટ ગુજરાતી સમાજ ના જુદા જુદા સભ્યોને મળતાં તેમણે જણાવ્યા મુજબ ગુજરાત પાસેથી શાર્લોટ ગુજરાતી સમાજની અપેક્ષાઓ અને તેમના સૂચનો આ મુજબ રહ્યા :


બિન નિવાસી ગુજરાતી સમાજ દ્વારા વિશ્વભરમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સમાજ દ્વારા હાથ ધરાતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ માટે લાંબા ગાળાના આયોજન માટે કેવા પ્રકારના આયોજન હાથ ધરવામાં આવે છે તેમજ આર્થિક રોકાણ, બિનનિવાસી ગુજરાતી વૃધ્ધો-બાળકો-વિદ્યાર્થીઓ અને સાહસિક યુવાનોને કેવા પ્રકારે મદદ કરી શકે તે માટેની પ્રોસેસ અને કમ્યુનીકેશનમાં વહીવટી પારદર્શિતા સાથે વિભાગીય જાણકારી બિનનિવાસી ગુજરાતી સમાજને કાયમી ધોરણે મળી રહે તેવું આયોજન હાથ ધરાય તે ઇચ્છનીય છે.


૧) શાર્લોટ અને ગાંધીનગર ,વડોદરા, રાજકોટ અને  સુરત જેવા ગુજરાતના મોટા શહેરો  વચ્ચે પાર્ટનરશીપ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ માટે સહયોગની અપેક્ષા છે.

૨) ગાંધીનગર માં NRI ભવન બનાવવું અને ગાંધી વિચારોથી પ્રેરિત ડો. માર્ટીન લ્યુથર કિંગનું સ્ટેચ્યુ મુકાવવું.

૩) શાર્લોટ ગુજરાતી સમાજ સાથે ગવર્મેન્ટ એજન્સીઓ અને વ્યવસાયિકોને જોડવા.

૪) NRI ના હિતમાં સામાજિક , કાયદાકીય અને આર્થિક સુરક્ષા તથા કૌશલ્યોનું આદાન પ્રદાન કરાવવું.

૫) ગવર્મેન્ટ સપોર્ટ દ્વારા NRI હોમ હોસ્ટીંગ ગેસ્ટ પ્રોગ્રામનું આયોજન કરવું

૬) માનવતાભર્યા કાર્યોમાં પરસ્પર બન્ને દેશો વચ્ચે લાગણી સભર જોડાણ કરવું.

 ૭) ગુજરાતી ભાષાને અહીના ગુજરાતીઓમાં લોકભોગ્ય બનાવવા પ્રયત્નો કરવા.

૮) શાર્લોટથી અમદાવાદ વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ શરુ કરાવવી.

૯) સ્થાનિક કૌશલ્યો, ઉત્સવો જેવા આનંદદાયક અને મનોરંજનના કાર્યક્રમોનું ગુજરાતી પરિવારો માટે આયોજન  કરી તેમને પરસ્પર વધુ નિકટતા કેળવવા માટેની તકો ઉભી કરવી.

૧૦) બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓ , અનુભવી અને વિદ્વાન વયસ્કો, વ્યવસાયિકો, ઉદ્યોગસાહસિકોનું આદાન પ્રદાન કરાવવું

૧૧) સંસ્કૃતિ, કળા, સંગીત, ઘરગથ્થું કળા અને સૂઝ ને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટસ કરાવવા તથા સેમીનારનું આયોજન કરવું.

૧૨) ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતની વિસરાતી કળા અને કૌશલ્યોના વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવું.scholl visit

School visit


Meeting with youth


At Mayor's office

With Mayor of Charlotte Mrs Jenifer Richards

With Mayor of Charlotte Mrs Jenifer Richards

1 comment:

Akbarali said...

આપના બ્લૉગ પર આપની શાર્લોટ ની મુલાકાત વિશે વાંચ્યું.વાંચીને આનંદ પણ થયો અને દુઃખ પણ.મને વિચાર આવ્યો કે વિદેશ માં તેઓ રહે છે કે આપણે?
વિદેશ માં રહી ને પુરે પુરી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખવી તે ખરેખર આનંદ ની વાત છે જે નાનું કામ નથી.અને મહાત્મા ગાંધી ની યાદ આ રીતે મનાવવી અને એકબીજાને મદદરૂપ થવું ખરેખર સાચા ગુજરાતીઓ છે.
અને દુઃખ ની વાત એ કે અપને ગુજરાત માં રહી ને પણ અપને સાચા ગુજરાતીઓ ની ઓળખ નામશેષ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.તમે લખ્યું પણ છે કે અપને જાતિઓ ના ભેદ ભાવ માં ના માનવું.આપણી એકતા ખુબ જરૂરી છે.આજે સમાચાર માધ્યમ માં કોઈ શોધ કે માનવતા ના મૂલ્યો ની ચર્ચા નથી થતી પણ ચર્ચા થાય છેએક્બીજા ને નીચા પાડવા ની અને ધાર્મિક લડાઈ ની અને આપણ ને પણ તેમાં માજા આવે છે.
ખેર ઈશ્વર દરેક નએ સદ્બુદ્ધિ આપે.
અપને આખા દેશ ને તો ના સુધારી શકીએ પણ અપને શિક્ષક સમાજ માં પણ જો થોડો સુધારો લાવી શકીએ તો ઘણું.
અને તે માટે તમે સારું કામ કરી શકો તેમ છો.
તમે બાયસેગ ના માધ્યમ થી કે કોઈ અન્ય માધ્યમ થી સારા વિચારો આગળ વધારી શકો તેમ છો.