Sunday, November 27, 2016

શિક્ષણમાં આ 'પણ' એટલું જ જરૂરી ....દૂરવર્તી શિક્ષણ અંતર્ગત છેલ્લાં કેટલાંક વર્ષોથી બાયસેગ માધ્યમે દાર્શનિક પાઠ આપવાના પ્રયોગો જુદા જુદા નામથી થઇ રહ્યા છે . તેમ છતાં શિક્ષણ ખડે ગયું છે એ  પણ એજ લોકો કહ્યા કરે છે. કદાચ (બાયસેગ) ટેલીવિઝન માધ્યમે પાઠ જોઈ શીખવું એ પ્રયોગ દુનિયામાં માત્ર આપણે જ કરીએ છીએ...એટલે એની સફળતાના કોઈ માપદંડ પણ જ હોય !!!!! કેટલીક મર્યાદાઓને કારણે આ અંગે હું ઝાઝું લખી શકું જ નહિ....

શિક્ષણ સુધારણા માટે દરેક વ્યક્તિ એક પેકેજ આપવા માંગે છે અને એ પ્રમાણે પ્રયોગ પણ થઇ રહ્યા છે. નવેમ્બર ૧૯૯૮ થી નવેમ્બર ૨૦૧૬ દરમિયાન છેલ્લાં અઢાર વર્ષમાં મારા શિક્ષણ ક્ષેત્રના અનુભવો, મેં લીધેલ ગુજરાત, ભારત, યુકે, શ્રીલંકા, અમેરિકાની કેટલીક શાળાઓની મુલાકાતથી થયેલ પ્રાથમિક શિક્ષણના અનુભવને અંતે હું સ્પષ્ટ પણે કહી શકું કે પ્રાથમિક શિક્ષણ સુધારણા માટે કેટલીક પાયાની બાબતોને સુધારવી જરૂરી છે....
દૈનિકકાર્ય નોંધપોથી:
 આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય કર્યા પહેલાં તેનું આયોજન ખુબ જરૂરી છે. શિક્ષણમાં કોઈ નવી બાબત શીખવતા અથવા કાઈ પણ કાર્ય હેતુબદ્ધ અને આયોજન વિના કરવું એટલે પોતાનો અને વિદ્યાર્થીઓનો સમય બગાડવો. ઘણા વર્ગખંડ જોયા. શિક્ષક દૈનીકકાર્ય નોંધપોથીમાં નોંધ લખાતા જોવા મળે. મોટાભાગે એક તાસના આયોજન ને શિક્ષક બે-ત્રણ લીટીમાં લખવા ખાતર પ્રોસેસના ભાગ રૂપે લખી દે. લખાયેલ મુજબ કામ થયું હોય કે નહિ તેની પરવા કર્યા વિના બીજા દિવસે નવું કામ લખવું....અભ્યાસ્ક્રમતો પૂરો કર્વોને ?એક શિક્ષક બે વર્ગ લેતા હોય તો બંને વર્ગની નોંધ લખે અને એ પણ પુરા દિવસની. એજ ણ સમજાય કે કેવી રીતે એક શિક્ષક એક જ સમયે બે વર્ગમાં કામ કરી શકે ??? શિક્ષક ને સાચા અર્થમાં દૈનિક નોન્ધ્પોથીનું મહત્વ સમજાવી દૈનિક નોંધપોથી લખવા તાલીમ આપવી જરૂરી. તેમજ તાલીમ મુજબ નોંધપોથી લખાય અને કામ થાય એ માટે મૂલ્યાંકન વ્યવસ્થા કરવી જરૂરી. જૂથ સંસાધન કેન્દ્ર (સીઆરસી) પરની એક દિવસીય બેઠક:
સર્વ શિક્ષા અભિયાન દ્વારા ક્લસ્ટર કક્ષાએ એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તાલીમમાં ઓન એર પ્રસારણ અને રાજ્યકક્ષાના આયોજન મુજબ ના વિષયોની ચર્ચા હોય છે. આ તાલીમને બદલે ક્લસ્ટર કક્ષાની બેઠકમાં શિક્ષકોને પોતાના આગામી મહિનાના માઈક્રો પ્લાનિંગ (ઊંડાણ પૂર્વકનું આયોજન) અને અગાઉ કરેલ આયોજન મુજબનું કાર્ય કરવામાં આવેલ છે કે નહિ તેમજ તેમાં થયેલ મુશ્કેલીઓ અંગે સમિક્ષા કરવામાં આવે. આયોજનની નોંધ વર્ગખંડમાં શિક્ષક પાસે હોવું જરૂરી તેમજ તે મુજબ જ દૈનિક આયોજન લખાય અને કામ થાય.
પ્રાથમિક શાળા એ સરકારશ્રીની યોજનાના પ્રચાર અને પ્રસારના માધ્યમ તરીકે પણ ઉપયોગમાં લેવાઈ રહાયું છે. હવે દરેક મહિનાના કાર્યક્રમો અને ઉજવણી નક્કી છે. આ ઉજવણી અને કાર્યક્રમોના આયોજનનું આયોજન પણ ક્લસ્ટર કક્ષાની બેઠકમાં થઇ જય અને અચાનક આવતાં કાર્યક્રમો જ કરવાના રહે તો ઓછી ખલેલ અને સફળ કાર્ય થઇ શકે.

મોબાઈલ એપ:
એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નો ઉપયોગ નાના ગામડાઓ થી મોટા શહેરોમાં હવે સામાન્ય બની ગયો છે. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા પુરક સાહિત્ય માટે મોબાઈલ એપ બનાવવી જરૂરી છે. ( આ માટેનો પ્રોજેક્ટ અલગથી લખવાનો હોઈ હાલમાં અહી લખતો નથી.)
કોમ્પ્યુટર:
દરેક શાળામાં કોમ્પ્યુટર છે પરંતુ મોટાભાગની શાળાઓમાં બંધ હાલતમાં જોવા મળે છે. આ સમયમાં કોમ્પ્યુટર નું ણ હોવું કે અનાવાડત એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કહી શકાય. દરેક શાળામાં ઓછામાં ઓછું એક માસ્ટર કોમ્પ્યુટર જરૂરી જેમાં દરેક ધોરણ માટે ઉપયોગી ઓડિયો-વિડીયો કલીપ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને અન્ય માહિતી હોવી જરૂરી.
વિષય શિક્ષકને વિષયની તાલીમ જરૂરી :
દરેક શાળામાં ધોરણ ૬ થી ૮ માં ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન માટે શિક્ષકો મુકવામાં આવેલ છે. ભાષા ના શિક્ષકે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષા ભણાવવાની રહે છે. ગુજરાતી વિષય સાથે સ્નાતક થયેલ શિક્ષક અંગ્રેજી કે બીજી ભાષા અસરકારક રીતે ભણાવી શકે ? એમાય વળી અંગ્રેજી ભાષા....અપેક્ષા મુજબ ધોરણ ૫ થી ૮ માં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા સંભાળતા, બોલતાં, વાંચતા અને લખતા શીખે એ જરૂરી છે. ધોરણ દશમાં અંગ્રેજી છોડી સંસ્કૃત, હિન્દી કે ગુજરાતી વિષય સાથે અભયસ કરેલ શિક્ષક અંગ્રેજી શીખવામાં તકલીફ અનુભવે એ સ્વીકારવું જ રહ્યું. આવા શિક્ષકોને અંગ્રેજી તાલીમ આપવી જરૂર. આ માટે મેં એક ચોક્કસ પેકેજ વિચારેલ છે જેના અંગે આગામી પોસ્ટમાં લખીશ.
સ્માર્ટસ્કુલ:

ઈન્ટરેકટીવ બોર્ડ, કોમ્પ્યુટર હોવાથી સ્માર્ટ સ્કુલ બને ? સ્માર્ટનેસ તો શાળામાં પ્રવેશતા જ આવવી જરૂરી. આ અંગે મેં અગાઉ મારા આ બ્લોગમાં લખેલ છે. જરૂરી આયોજન હાથ ધરી દરેક ક્લસ્ટરની ઓછામાં ઓછી એક શાળાને સ્માર્ટસ્કુલ બનાવવી જોઈએ. સ્માર્ટસ્કુલનું પેકેજ રાજ્યકક્ષાએથી નક્કી થાય અને ડર મહિનાની ગોઠવણ માટે બ્લોક રિસોર્સ પર્સન નો ઉપયોગ કરી શકાય.
શોસીયલ મીડિયાનો ઉપયોગ:
દરેક શાળા પોતાની શાળાકીય પ્રવૃત્તિઓના પ્રચાર અને પ્રસાર માટે ફેસબુક અને બ્લોગ બનાવે. ફેસબુકનો ઉપયોગ હવે ગામડાના વાલીઓ પણ કરવા લાગ્યા છે તેવા સમયે પોતાના વિદ્યાર્થીઓ શું ભણે છે અને શિક્ષકો કેવા પ્રકારની પ્રવૃત્તિઓ, પ્રયોગો દ્વારા વર્ગખંડમાં કામ કરી વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ સાધવા માટે પ્રયત્નશીલ રહે છે તે અંગે માહિતગાર થશે. શિક્ષક ને રોજ કઈક નવું કામ કરવા પ્રેરણા મળશે.શ્રેષ્ઠ શાળા કે શ્રેષ્ઠ શિક્ષક પસંદગીમાં હવે ટેકનોલોજી અને શોસીયલ મીડિયાના ઉપયોગના ગુણ પણ હોવા જરૂરી છે. કેટલાંક મિત્રો એમ કહેતાં સંભાળવા મળેલ કે એમાં શું પ્રચાર કરવાનો...પોતાનું કામ છે અને કરવાનું છે. અરે ભાઈ, આ બહાને પણ કામ થશે. ફોટો પડાવવા પણ પ્રવૃત્તિ તો કરવીજ પડશે ને ???


ટેકનોલોજીનો ઉપયોગ :
શિક્ષકો સતત વોટ્સએપ કે ફેસબુક પર વ્યસ્ત રહે છે એવી ફરિયાદ છે. કદાચ આ બાબત સત્ય હોઈ શકે. જો કે એ પણ મહત્વનું છે કે શોસીયલ મીડિયાના ઉપયોગ દ્વારા શાળામાં થતી વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર ઝડપી અને અસરકારક રીતે કરી શકાય છે. આ માટે શિક્ષકોને  તાલીમ આપવી જરૂરી છે. શિક્ષકોને આધુનિક સમયમાં સાચા અર્થમાં વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર કે બ્લોગ બનાવતા શીખવવું અને તેનો શિસ્ત બદ્ધ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શીખવવું ખુબ જરૂરી.

ઓનલાઈન સર્વિસીસ જેવીકે બેન્કિંગ, ખરીદી કે બુકિંગ વિગેરે શિક્ષક ને આવડતી હોવી જરૂરી છે. શિક્ષક જ જો ઉચ્ચ ટેકનોલોજી કે સાંપ્રત સમય સાથે કદમ થી કદમ મિલાવી ચાલતા નહિ શીખે તો ....??? આપણે એ ણ ભૂલવું જોઈએ કે વિદ્યાર્થી તેને ગમતાં શિક્ષકનું અનુકરણ કરવામાં મને છે. ટેકનોલોજી ની તાલીમ શિક્ષક ને ખુબ જરૂરી.

શિક્ષક સજ્જતા :
શિક્ષક ને પોતાના વર્ગના વર્ગકાર્યનું જાતે જ આયોજન કરવા દેવામાં આવે તે જરૂરી છે. આપણે જાણીએ છીએ તે મુજબ દરેક વિદ્યાર્થીઓને ભણવાની અલગ પદ્ધતિ જરૂરી છે એ શિક્ષક પોતાના અનુભવો પરથી નક્કી કરી શકે. તો પછી શ માટે દરેક વિદ્યાર્થીને એક સરખી પદ્ધતિ અને પ્રવૃત્તિ...? આ અંગે ઘણી મોટી ચર્ચા થઇ શકે તેમ છે. શિક્ષક ને પ્રોજેક્ટ બેઝ એજ્યુકેશન માટે તૈયાર-સક્ષમ કરવા જોઈએ. ઘણા શિક્ષક પ્રવૃત્તિને પ્રોજેક્ટ માને છે. દરેક વર્ગની પોતાની આગવી વિશેષતા હોવી જરૂરી છે. પોતાના આગવા અનોખા વર્ગખંડ અને વર્ગ શિક્ષણ કાર્ય માટે શિક્ષક ને તૈયાર કરવા જરૂરી. જો કે પોતાના પૂર્વ ખયાલો સાથે ના ચશ્માં પહેરી શાળા મુલાકાતે આવનાર મૂલ્યાંકન કર્તાને આ બાબત સમજાવવી અઘરી છે. પટમાંથી ક્લાર્ક સુધીની  વિવિધ  પ્રકારની વહીવટી કામગીરીમાં વ્યસ્ત  શિક્ષક ને વર્ગખંડમાં પુરતો સમય રહી શકવા કોઇ વ્યવસ્થા ખરી? 


પહેરવેશ :

શિક્ષકોના પહેરવેશ પર હંમેશા ચર્ચા થતી હોય છે. ઢીલું ઢીલુ ધોતીયુ અને વિલુ વિલુ મો , માનો ના માનો તમે માસ્તર છો....હજું આવા શિક્ષકને જ કેટલાક અગનખટોલા (એવા લોકો કે જેઓ કોઇને સુખી જોઇ આનંદ લઈ શકતા નથી...) લોકો સરકારી શાળાઓમાં જોવા ઇચ્છે છે. કેટલાક અધિકારીશ્રી, મોટી ઉંમરના શિક્ષકો અને કેટલાંક પદાધીકારીશ્રી એવું માનતા હોય છે કે શિક્ષક જો ભાઈ હોય તો તે સાદું પેન્ટ શર્ટ અથવા કુર્તો- પાયજામો પહેરે અને જો શિક્ષક બહેન હોય તો માત્ર સાડી જ પહેરે. આપણે સમજી શકીએ છીએ કે સાડી કરતાં ચૂડીદાર (ગુજરાતમાં પંજાબી ડ્રેસ તરીકે જે ઓળખાય છે....) પહેરવામાં સગવડ ભર્યો અને સરળ હોય છે. બહેને વર્ગમાં ગીત ગાવું કે અન્ય પ્રવૃત્તિ માટે હરવા ફરવામાં ખુબ સરળ રહે છે. મને આજ સુંધી એ નથી સમજાતું કે આપણે શા માટે ચૂડીદાર પહેરે એનો વિરોધ કરીએ છીએ ? ચૂડીદાર માં શરીર  આખુ ઢંકાય  જ્યારે  સાડી માં...?  ભાઈઓ પણ જીન્સ (ચારે બાજુ થી ફાટેલું, સ્કીન ફીટ નહિ જ કારણ એ પહેરવામાં સગવડ ભર્યું નથી હોતું) અને ટી શર્ટ અથવા સાદું પેન્ટ અને ટી શર્ટ પહેરે તો એમાં શું ખરાબ છે ? આપણે શા માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ને હજુ જુનવાણી કપડા પહેરાવવા માંગીએ છીએ. શું સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક મોડર્ન પહેરવેશ જે પ્રથમ દૃષ્ટીએ ખરાબ ન લાગે તેવા હોય તે કપડાં શા માટે ન પહેરી શકે ? કપડાં જેવી સામાન્ય બાબત પર પણ પાબંદી લાગવાવથી શિક્ષક જરૂર લઘુતાગ્રંથીથી પીડાવવા લાગે જ. દુ:ખ તો ત્યારે થાય કે શિક્ષક કે શિક્ષકાબહેન ને ફલાણા કપડા ન પહેરવા કહેનાર જયારે અભિપ્રાય આપતા હોય ત્યારે પોતાના પહેરવેશ સામે જોવે તો તેને સમજાય કે એમને શું પહેર્યું છે. સરકારી પ્રાથમિક  શાળાઓ ના શિક્ષકના પહેરવેશ પર દુનિયાભરની વાત કરે એ જ મહોદય કોઈ ખાનગી શાળામાં શિક્ષક્ને મોડર્ન કપડા માં જુવે તો વખાણ કરવાનું ન ભૂલે. આ માનસિકતા હું નથી સમજી શકતો. જો વિદ્યાર્થીઓને ટેકનોક્રેટ્સ અને મોડર્ન બનાવવા હોય તો એમના શિક્ષક્ને થોડી છૂટ આપવી જરૂર નથી લગતી ? કોઈ શિક્ષક સારી કંપનીની કાર લઇ શાળાએ જાય તો પણ કેટલાંક નીચે થી ઉપર સુંધીના લોકો એના વિષે નકારાત્મક બોલતાં ખચકાશે નહિ.... જો શિક્ષક પોતાના કામને યોગ્ય ન્યાય આપતાં હોય તો એને એનું જીવન જીવવા દેવામાં શું વાંધો ? બાળકને એકવીસમી સદીમાં લઇ જવો હશે તો એની સામે આવતા શિક્ષક પણ મોડર્ન, સારા કપડા પહેરનાર અને સારા ગેજેટ્સનો ઉપયોગ કરનાર હોવા જરૂરી છે. (...અલબત્ત રુમાલ  પહેરીને બંધ બાથરૂમમાં ન્હાનારાને આ વાત નહિ સમજાય એટલે સ્વીકારી શકો તો ઠીક બાકી આ અંગે બહુ ચિંતન ન કરવું...).
આમતો સમાજના સમૂળગા પરિવર્તનના મૂળમાં શિક્ષણ છે અને શિક્ષણ માં જરૂરી ઘણી બધી બાબતો હજુ અહી લખવાની બાકી છે. અત્યારે આટલે અટકું છું....અલ્પવિરામ લઉં છું....No comments: