Monday, April 3, 2017

With Innovative Students, Teachers and Team Charlotte...

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન- નવી દિલ્હી અને સૃષ્ટી- અમદાવાદ દ્વારા ભારતના જુદાજુદા રાજ્યમાં શોધયાત્રા દ્વારા અબાલ વૃદ્ધને દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ઇગ્નાઈટ અને NIF એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે તારીખ ૪ થી ૭ માર્ચ ૨૦૧૭ દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ માં પોતાના રોજીંદા જીવનમાં નવતર પ્રયોગો હાથ ધરી સમાજ ને ઉપયોગી થનાર વિદ્યાર્થીઓ અને વડીલો નું સન્માન કરવામાં આવ્યું. 
દેશભરમાંથી ૭૦ જેટલાં ઇનોવેટીવ સ્ટુડન્ટ અને તેમના શિક્ષકને પણ બે દિવસ વિશેષ દૃષ્ટિકોણ ખીલે અને એક બીજાના વિચારોની આપલે કરી શકે એ હેતુ થી બોલાવવામાં આવેલ. અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ શાર્લોટ્ટ પણ ગુજરાતમાં ચાલતી ઇનોવેટીવ એક્ટીવીટીસ સાથે સંકળાયેલ છે. સમયાંતરે ગુજરાતી સમાજ શાર્લોટ્ટ ગુજરાતમાંથી અનુભવી અને પ્રવૃત્તિશાળી વ્યક્તિઓને શાર્લોટ ખાતે આઈડિયા એક્ષ્ચેન્જ માટે આમંત્રીત કરે છે. ગુજરાતી સમાજ શાર્લોટ્ટ ના પ્રતિનિધિ તરીકે શાર્લોટ થી શ્રી નીમેશભાઈ ભટ્ટ  પણ આ વર્કશોપ અને એવોર્ડ સમારંભમાં સૃષ્ટી અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના આમંત્રણ ને સન્માન આપી  ઉપસ્થિત રહેલ. શ્રી નીમેશભાઈ ભટ્ટ દ્વારા ગુજરાતના ઇનોવેટીવ એક્ટીવીટી સાથે સંકળાયેલ સભ્યો સાથે અમેરિકા અને ગુજરાતના જોડાણ, શાર્લોટ, અમેરીકા ખાતે Integra Wellness Center ના ડૉ અમિતભાઈ શાહ દ્વારા ગુજરાત- શાર્લોટ જોડાણ માટે અપાયેલ વિચાર 'સોઉલ ટુ સોઇલ' કાર્ય વિષે વિસ્તૃત ચર્ચા કરી શાર્લોટમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા. સમયની જરૂરિયાતને ધ્યાને લઇ 'આઈડિયા એક્ષ્ચેન્જ' અને 'બ્રેઈન એક્ષ્ચેન્જ' કાર્ય કેવી રીતે કરવું એ અંગે સવિશેષ ચર્ચા કરાઈ. કેટલાંક કામો પર આયોજન હાથ ધરવા પણ વિચારવામાં આવ્યું. ગુજરાતી સમાજ શાર્લોટ્ટ ગુજરાતના વિકાસમાં પરોક્ષ રીતે મદદરૂપ થઇ રહ્યું છે. હવે પ્રત્યક્ષ રીતે મદદ કરવાનો સમય આવી ગયો છે એ માટે ટીમ ગુજરાતે ચર્ચા કરી જણાવ્યું. રાષ્ટ્રપતિ ભવન ખાતે ' ઇનોવેટીવ પ્રેકટીસ કરનાર ના સન્માન સમારંભ અને આઈડિયા એક્ષ્ચેન્જ' આ માટે  કામગીરીમાં એક્ષ્પર્ટ તરીકે કામ કરવાની સોનેરી તક મેળવેલ તજજ્ઞશ્રીઓનો પરિચય....
ટીમ સૃષ્ટી અને એન.આઈ.એફ દ્વારા ભારતમાંથી શિક્ષક તરીકે અમને ત્રણ શિક્ષક અને બે ઇનોવેટરને  એક્ષ્પર્ટ તરીકેની  કામગીરીમાં સહભાગી બનાવવામાં આવેલ.
ચેતનભાઈ પટેલ: કન્વીનર સૃષ્ટી, અમદાવાદ
ચેતનભાઈ પટેલ સૃષ્ટી સંસ્થામાં શોધયાત્રા અને ઇગ્નાઈટ એવોર્ડ તેમજ ઇનોવેશન શાખાના કન્વીનર છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં રોજ ૨૦ - ૨૫ કિલોમીટર ચાલીને ગ્રામ્ય વિસ્તારોમાંથી છેલ્લાં છ વર્ષો થી  શોધકો શોધવાનું કામ કરવાનું આયોજન કરી રહ્યા છે. આ માટે તેઓ IIM કે અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ, યુવાનો ને સાથે રાખી મુલાકાત લઇ સાચા વ્યક્તિઓને એમની શોધ સમાજ સુંધી પહોંચાડવાનું અને પેટર્ન આપવાની પ્રક્રિયામાં જોડાયેલા છે.
ડૉ ભાવેશભાઈ પંડ્યા : શિક્ષક, બનાસકાંઠા
ડૉ ભાવેશભાઈ પંડ્યા બાળ વાર્તાકાર પ્રવૃત્તિ લક્ષી  શિક્ષણમાં માહિર છે. તેઓએ ૧૫૦૦ જેટલી જોડાક્ષર વગરની વાર્તાઓ, અને ૧૨૦૦ જેટલાં કાવ્યો-બાળગીતો લખેલ છે. આ કામ માટે તેઓને 'ધી ગીનેશ બુક ઓફ રેકોર્ડ,  લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશીયા બુક ઓફ રેકોર્ડ, કેસ્મે એવોર્ડ' વિગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધ ઓક્ષ્ફર્ડ યુનીવર્સીટી દ્વારા તેઓને ડોક્ટર તરીકે માનદ પદવી આપી સન્માનવામાં આવેલ છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો ૧ થી ૪ ભાષા, ૫ થી ૧૦ સામાજિક વિજ્ઞાન ના લેખક તરીકે તેમજ શિક્ષક તાલીમી સાહિત્ય નિર્માણ પ્રક્રિયા સાથે જોડાયેલ છે. આઇઆઇએમ અને  સૃષ્ટી સાથે ઇગ્નાઈટ એવોર્ડ પસંદગી સમીતીમાં તેઓ સભ્ય પણ છે.
કેતન ઠાકર , શિક્ષક, અમદાવાદ જીલ્લો
કેતનભાઈ ઠાકર નવતર અભિગમ સાથે સંકળાયેલ શિક્ષક છે. કૉ ઓર્ડીનેશન અને પ્લાનિંગ ની કામગીરી સફળતા પૂર્વક કરે છે. ટેકનોલોજીના ઉપયોગ પર ઇનોવેશન માટે આઇઆઇએમ, અમદાવાદ ના ઇનોવેશન શેલ દ્વારા રાજ્ય સરકારે તેમનું ઇનોવેટીવ ટીચર તરીકે સન્માન કરેલ છે. તેઓને શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી લેખન  માટે GIET (ગુજરાત સરકાર) દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ ટૂંકી બાળફિલ્મ ના લેખન માટે સ્ક્રીપ્ટ લેખક તરીકે સન્માનિત કરવામાં આવેલ છે, કેતનભાઈ ઠાકરે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો ૫ થી ૭ અંગ્રેજી પાઠ્યપુસ્તક લેખક/સમિક્ષક તરીકે કામગીરી કરેલ છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની તાલીમ માટે શિક્ષક તાલીમી સાહિત્ય નિર્માણ પ્રક્રિયા સાથે જોડાયેલ છે. આઇઆઇએમ અને  સૃષ્ટીમાં નેશનલ ઇનોવેશન કમીટીના કોર ટીમ મેમ્બર છે. તદુપરાંત તેઓ નેચરોપથી અને કુદરતી ઉપચાર અર્થે વનસ્પતિના ઉપયોગ અને કુદરતી જીવન પર સ્વાસ્થ્યની જાળવણી માટે કાર્યરત છે.
શ્રી કનૈયાલાલ પટેલ શિક્ષક, મહેસાણા જીલ્લો
શ્રી કનૈયાલાલ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપે છે. તેઓ શિક્ષક સાથે સાથે સમજમાં યુવાનોને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ માટે ઉમદા કામગીરી કરી રહ્યા છે. રાજ્યમાં ૧૯૦૦૦ જેટલાં યુવા કમાન્ડો સાથે રાજ્ય ભરમાં પર્યાવરણ જતન માટે યુવા ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
શ્રી હિતેશભાઈ પટેલ, વડોદરા
શ્રી હિતેશભાઈ પટેલ વડોદરા આસપાસની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. નવતર પ્રયોગના પ્રચાર અને પ્રસાર માટે તેઓ સતત કાર્યરત રહે છે. આપણું ગુજરાત વેબસાઈટ દ્વારા તેઓ યુવાનોને ઉપયોગી માહિતી આપી અપડેટ કરતાં રહે છે.
        અમેરીકા ખાતે 'ટીમ શાર્લોટ ગુજરાતી સમાજ' અને શાર્લોટ ની મુલાકાત લઇ તૈયાર થયેલ 'ટીમ ગુજરાત' ના સભ્યો દ્વારા ગુજરાતમાં 'NRI માટે NRI ભવન', ઇનોવેટીવ શિક્ષકો સાથે મળી 'સ્ટુડન્ટ ક્નોવ્લેજ એક્ષ્ચેંજ પ્રોગ્રામ', 'બિઝનેશ ડેવલપમેન્ટ', 'જૈવિક ખેતી માટે આયોજન', 'આયુર્વેદીક ઔષધીય ઉત્પાદન' વિગેરે કામ આગળ વધારવા આયોજન હાથ ધરાયું. શાર્લોટ ગુજરાતી સમાજ ટીમ ગુજરાત સાથે સ્કાઈપ કે અન્ય માધ્યમે સમયાંતરે બેઠક યોજી આયોજન હાથ ધરશે એવું આયોજન નક્કી કરાયું.

        સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીઓ એ પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે. આગામી સમયમાં અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ શાર્લોટ્ટ અને ટીમ ગુજરાત દ્વારા નક્કી કરેલ આયામો સિદ્ધ કરી શકાય એ માટે સુચારુ આયોજન હાથ ધરાય તેવી અપેક્ષા.....
No comments: