Saturday, February 3, 2018

જીભના ચટકા માટે ચટાકેદાર રસથાળ (ભોજન થાળ)... from the house of One Ten Restaurant Mehsanaઆમ તો પરીવારમાં વડવાઓ  પહેલાથી જ ભોજન બનાવવામાં કુશળતા. ખોડીદાસ દાદા અને દાદાના ભાઈ મોરલીધરભાઈ ઠાકર મોટા ગજાના રસોઈયા અને ગુજરાતમાં ખ્યાતનામ.રસોઈ કળા પરીવાર સાથે સાથે વારસામાં આગળ વધતી રહી. મને પણ આ કળામાં હાથ અજમાવવાનો મોકો મળ્યો. One Ten Restaurant and Banquet, Mehsana એ આ કામ માં નિપુણતા મેળવવા માટેના અનુભવ પુરા પાડ્યા. છેલ્લા ત્રણેક વર્ષ થી વન ટેન રેસ્ટોરન્ટમાં  અને ઘરે નિત નવા અખતરા કરતા જુદી જુદી રીતે અને જુદા જુદાં માધ્યમોથી (મેળવેલ રેસીપી) કરેલ કલેકશનમાં મળેલ  કેટલીક આગવી ભોજન બનાવવાની રીત આપની સાથે વહેચું છું. મેં પણ કોઈક જગ્યાએથી વાંચી, કોઈકે શીખવી અને મેં અખતરો કર્યો જેને સુખદ અનુભવ કરાવ્યો. તમે પણ જાતે- ઘરે  પ્રયત્ન કરી શકો છો. આમ તો ઘણા સમય થી આપણી સાથે મને ગમતી આ બધી ડીશ વહેંચવાની ઈચ્છા હતી પરંતુ સમય ની સંકળાશ આ વિષે લેખન કામ માટે  સમય આપતી નહોતી. અત્યારે ફૂલ ટાઈમ વેકેશન માણી રહ્યો છું અને મળેલ  રજાનો મહત્તમ ઉપયોગ લેખનના આ ગમતા  કામમાં કરવાનું નક્કી કર્યુ છે. અહી કેટલીક ભારતીય અને ગુજરાતી રસોઈ ની રીત આપના માટે...

“સેવ ઉસળનો મસાલો”

જરૂરી સામગ્રી:

1) ૨ ચમચી – સૂકા ધાણા,
2) ૨ – તમાલપત્ર,
3) ૧ ચમચી – લવિંગ,
4) ૧ – સ્ટાર વરીયાળી,
5) ૧ ચમચી – મરી,
6) ૧ ચમચી – વરીયાળી,
7) ૪ -૫ – સૂકા લાલ મરચાં,
8) ૧ મોટી ચમચી – કાશ્મીરી લાલ મરચું,
9) ૧ નાની ચમચી – આમચૂર પાવડર,
10) ૧/૪ ચમચી – હળદર,
11) ૨ નાના ટુકડા – તજ,
12) થોડું મીઠુ,
13) ૧ ચમચી ચીલી ફ્લેક્ષ,

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા બધાં ખડા મસાલા ને શેકી લેવાં,મરચાં અને તમાલપત્ર ના ટૂકડા કરી લઈશું.

2) આ મસાલા ને લગભગ ૪-૫ મિનીટ કે ધાણા નો કલર થોડો બદલાય અને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકવું.

3) હવે એને ઠંડુ થવા દો.

4) મિક્સર ના નાના જાર માં એડ કરો અને એનો પાવડર બનાવી લો.

5) એને ચાળી લો.

6) મસાલા ને એક વાટકા માં લઈ તેમાં લાલ મરચું ,મીઠું ,હળદર ,આમચૂર પાવડર અને મીઠું મિક્ષ કરી લો.

7) મસાલા ને તમે ડબ્બા માં ભરીને ફ્રિજ માં ૪-૫ મહિના સુધી સાચવી શકો છો.

નોધ – ખડા મસાલા નો કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવા જરૂરી છે ,તમે જો રેગ્યુલર મસાલો (ડુંગળી અને લસણવાળો )બનાવવાં માંગતા હોવ તો માર્કેટમાં લસણ ડુંગળી ના ડ્રાય પાવડર મળે છે એ એડ કરી શકાય.

ઈડલી :

આ રીત પ્રમાણે ઈડલી ઢોસા બનાવો પછી જુઓ , ઘરના દરેક સભ્ય ના ચેહરા નું સ્મિત. એકદમ perfect પોચી અને સફેદ ઈડલી બનશે .

મેં અહી ગ્લાસ નું માપ લીધું છે આપ વાડકા નું માપ પણ લઇ શકો છો. આખા અડદ ની બદલે અડદ ની દાળ પણ ચાલે...

૨.૫ ગ્લાસ ઈડલી ના ચોખા (બાફેલા ચોખા ),
૦.૫ ગ્લાસ સાદા ચોખા,
૧ ગ્લાસ આખા અડદ,
૧૦-૧૫ દાણા મેથી,
૧.૫ વાડકો પૌંઆ,

સૌ પેહલા એક મોટા તપેલા માં બેય ચોખા , અડદ અને મેથી લો. ૪-૫ વાર બરાબર ધોઈ લો. પુરતું પાણી ઉમેરી ૭-૮ કલાક અથવા આખી રાત પલાળી રાખો ..

ત્યાર બાદ ફરી એક વાર આ મિશ્રણ ને ધોય લેવું . પોઆ ધોય ને ૨૦ min સુધી થોડા પાણી માં પલાળી લેવા . વાટવા ના મશીન માં કે મિક્ષેર માં ચોખા અને અડદ ની સાથે પોઆ મિક્ષ કરી ઓછા પાણી માં લીસું વાટવું .. પાણી ની માત્રા બહુ વધારે નહિ એમ જ બહુ ઓછી પણ નહિ . અડદ અને ચોખા ના દાનાં બરાબર પીસાય જવા જોઈએ .

એક મોટા તપેલા માં આ વાટેલું મિશ્રણ કાઢી લો . એને ઢાંકી હૂંફાળી જગા પર ૭-૮ કલાક સુધી રાખો. આથો આવશે તો જ ઈડલી ઢોસા સારા બનશે . આથો નહિ આવે તો ઈડલી પીળા કલર ની બનશે .

આથો બરાબર ચડી જાય એટલે ચમચા થી એકદમ હલાવી લો . ઉપયોગ હોય એટલા જ ખીરા માં મીઠું ઉમેરો , બાકી નું ખીરું ઢાંકી ને ફ્રીઝ માં મૂકી દો . આમ કરવા થી ખીરુ ખાટું ની પડે .

“રજવાડી ગ્રીન ઉંધીયું”

સામગ્રી:

– સુરતી પાપડી બસો ગ્રામ,
– તુવેરનાં દાણા સો ગ્રામ,
– વટાણા સો ગ્રામ,
– વાલનાં દાણા પચાસ ગ્રામ,
– બટાકા બસો ગ્રામ,
– શક્કરીયા બસો ગ્રામ,
– રતાળુ પચાસ ગ્રામ,
– રીંગણ પચાસ ગ્રામ,
– ટામેટાં પચાસ ગ્રામ,
– જામફળ સો ગ્રામ,
– મેથીની ભાજી સો ગ્રામ,
– કાચું કેળુ એક નંગ,
– લીલું લસણ પચાસ ગ્રામ,
– કોથમીર બસો ગ્રામ,
– મરચાં પાંચ નંગ,
– આદુ એક કટકો,
– લીંબુ લીંબુ નંગ,
– લીલા કોપરાનું છીણ સો ગ્રામ,
– તલ ચાર ચમચી,
– અજમો બે ચમચી,
– ગરમ મસાલો ચાર ચમચી,
– મીઠું સ્વાદ પ્રમાણે,
– તેલ બસો ગ્રામ,
– ખાંડ બે ચમચી,
– વરિયાળી એક ચમચી,
– હીંગ એક ચમચી,
– લાલ મરચું બે ચમચી,
– શીંગદાણાનો ભુકો પચીસ ગ્રામ,
– વાટેલું જીરૂ બે ચમચી,
– ચણાનો લોટ પચાસ ગ્રામ,
– ઘઉંનો કકરો લોટ પચીસ ગ્રામ,
– મેંદો પચાસ ગ્રામ,
– સોજી પચાસ ગ્રામ,
– કોપરાનું છીણ પચીસ ગ્રામ,
– ઝીણી સેવ સો ગ્રામ.

રીત:

સૌપ્રથમ સોજી અને મેંદો ભેગા કરી તેમાં મોણ અને મીઠું નાંખી લોટ બાંધો અને પછી તેના મોલ્ડ તૈયાર કરી તેને તળી લો. તુવેર અને વાલનાં દાણા જરા તેલ અને પાણી નાંખી બાફી લો.

રતાળુને ઝીણા ઝીણા કટકા કરી તળી લેવા તેની ઉપર સંચળ ચાટ મસાલો અને મીઠું નાંખી દો પછી તપેલામાં પાણી મૂકી રીંગ મૂકો તેની ઉપર ચાળણી મૂકો, તેની ઉપર સફેદ કાપડ પાથરી તેમાં બટાકા, શક્કરિયાનાં કટકા, વટાણા, સુરતી પાપડી મૂકી કાપડનો કકડો બંધ કરી બાફી દો પછી ચણાનો લોટ, ઘઉંનો કકરો, લોટ, મેથીની ભાજી, લીલાં મરચાંની પેસ્ટ, કોથમીર એક ચમચી, ખાંડ, લીંબુનો રસ, મોણ નાંખી કણક બાંધી એકદમ નાનાં નાનાં બોલ બનાવી તળી દો.

રીંગણનાં મોટા કટકાં કરો પછી તાંસળામાં તેલ મૂકો, તેમાં અજમો નાંખો. અજમો તતડી જાય એટલે તેમાં હીંગ નાંખો તેમાં રીંગણન કટકા નાંખો પછી દસ મિનિટ સિજાવા દો. પછી તેમાં બટાકા, શક્કરીયા, વટાણા, તુવેરનાં દાણા, વાલના દાણા અને સુરતી પાપડી અને લસણ-મરચાંની પેસ્ટ નાંખો. વાટેલા શીંગદાણા અને વરિયાળી અને કોપરાનું છીણ નાંખો.

સ્વાદ પ્રમાણે મીઠું નાખો, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ, લાલ મરચું નાંખી બધું હલાવી લો પછી તેમાં જામફળનાં કટકા, ટામેટાંના કટકા, કેળાંના કટકા નંખી બધું હલાવી દો. દસ મિનિટ સુધી તેને થવા દો પછી ગેસ બંધ કરી દો. ઉપર કોથમીર અને લીલા કોપરાનું છીણ નાંખી હલાવી દો.Sindhi Kadhi

भारत के हर प्रान्त और समुदायों में खाने में विभिन्नता देखने को मिलती है, जैसे यह स्वादिष्ट सिंधी कढ़ी!

Get the recipe below:

Serves: 5 | Preparation Time: 15 minutes | Cooking Time: 20 minutes

Ingredients:

- Oil /  तेल - 2 tbsp
- Asafoetida - ¼ tsp
- Coriander seeds /  खड़ा धनिया- 1 tablespoon, coarsely ground
- Mustard seeds / राई - 1 teaspoon
- Fenugreek seeds / खड़ा मेथी - 1 teaspoon
- Cumin seeds / जीरा  - 1 teaspoon
- Curry leaves / कड़ी पत्ता - 7-8
- Ginger / अदरक - ½ inch, grated
- Gram flour/ बेसन का आटा - 4 tablespoons
- Tomatoes / टमाटर  - 2, grated
- Green chilies / हरी मिर्ची  - 3 to 5 slit
- Ladyfingers / भिंडी - 10-12
- Cluster beans/ गुवार  - 16 to 18
- Potatoes / आलू  - 2, cut into big pieces
- Turmeric powder / हल्दी - ½ teaspoon
- Red chili powder / लाल मिर्ची पॉवडर - 1 teaspoon
- Tamarind paste / इमली का पेस्ट- 1 tbsp (use Kokum as a substitute)
- Water / पानी
- Salt / नमक

Method:

- Heat the oil in a stockpot or large saucepan. Add the asofoetida, coriander seeds, mustard seeds and cumin seeds. When the seeds start to sizzle add in the curry leaves and the grated ginger and chilies.
- Give the oil mixture a stir and then with the heat on low add in the gram flour while constantly stirring. The gram flour will mix with the oil and spices and start to become lumpy.
- Cook the flour for a 1-2 minutes until the colour changes. Then begin to add in water a little at a time stirring to make get rid of the lumps.
- When you have a smooth mixture, add in the tomatoes, potatoes, drumsticks, cluster beans and ladyfingers.
- Add in the turmeric and chili powder along with the salt and stir the kadhi.
- Let the kadhi come to a boil and add in the tamarind paste.
- Then let the kadhi simmer for half an hour or until the vegetables are cooked through.

ખુબ જ ટેસ્ટી ઊંધિયું હવે તમે પણ બનાવી શકશો… પછી અમને જણાવજો કે કેવું લાગ્યું બધાને…

વેજીટેબલ ઊંધિયું

જરૂરી સામગ્રી:

1) ૧૦૦ ગ્રામ – બટાકા,
2) ૧૦૦ ગ્રામ – સૂરણ,
3) ૧૦૦ ગ્રામ – શક્કરીયા,
4) ૫૦ ગ્રામ – રતાળુ,
5) ૨૫૦ -૩૦૦ ગ્રામ – મીક્સ શાક (પાપડી ,વાલોળ ,ફણસી ,ગવાર ),
6) ૧૦૦ ગ્રામ – રીંગણ,
7) ૧૦૦ ગ્રામ – રવૈયા,
8) ૫૦ ગ્રામ – મોળા મરચા,
9) ૧૦૦ ગ્રામ – કોથમીર,
10) ૧૦-૧૫ – લીલા મરચા,
11) નાનો ટુકડો આદું,
12) ૧૦૦ ગ્રામ – લીલું લસણ (જો ખાતા હોવ તો ),
13) ૪૦૦ ગ્રામ –મીક્સ દાણા(તુવેર,વટાણા,પાપડી ના દાણા),
14) ૧૫૦ ગ્રામ – ટામેટા,
15) ૧/૨ કપ – તેલ,
16) ૧ ચમચી રાઈ,
17) ૧/૪ ચમચી – જીરું,
18) ૧/૪ ચમચી – અજમો,
19) ૧ – તમાલપત્ર,
20) ૧ – સૂકું લાલ મરચું,
21) ૧ ચમચી – હિંગ,
22) ૨ ચમચી – હળદર,
23) ૨-૧/૨ ચમચી – લાલ મરચું,
24) ૨ ચમચી – ધાણા જીરું,
25) ૨ નાની ચમચી – ગરમ મસાલો,
26) ૨ ચમચી – ખાંડ(ઘર ના સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય ),
27) મીઠું સ્વાદ પ્રમાણે,
28) સમારેલી કોથમીર,
29) ૮-૧૦ – મેથી ના મુઠીયા,
30) ૧/૨ -૧ કપ – પાણી,

બનવાની રીત :

૧ ) સૌથી પહેલા એક વાસણ માં બધા કંદમૂળ કાપી લો (રતાળુ ,સૂરણ ,શક્કરીયા અને બટાકા ને છાલ સાથે કાપી લો,તેમાં જ રીંગણ ને નાના નાના સમારી લેવાના

૨ ) બધા લીલા શાક ઝીણા સમારીને લેવા (જે શાક ઓછુ વધતું કે ના લેવું હોય તો પણ ચાલે )
૩ ) દાણા ને સાફ કરી લેવા તેને બાફવાની જરૂર નથી અત્યારે આ તાજા દાણા છે તો તે સરસ ચઢી જશે
૪ ) કોથમીર ,મરચાં અને આદું ને વાટી લેવું જો લસણ લેવું હોય તો એ પણ અત્યારે વાટવામાં જ ઉમેરી દેવાનું

૫ ) રવૈયા ના નાકા કાપી તેના ૪ કાપા કરવા એજ રીતે મરચા ના નાકા અલગ કરી એને એક બાજુ કાપો કરવો એજ રીતે બધાં રવૈયા અને મરચાં ને કાપી લેવા.
૬) તેમાં ભરવા એક મસાલો તૈયાર કરવો જેમાં ૧/૨ ચ .ચણા નો લોટ ,૧ નાની ચમચી મરચું ,૧ નાની ચમચી ધાણાજીરું,ચપટી ખાંડ,હળદર ,મીઠું અને તેલ ભેગું કરવું
૭) આ મસાલો રવૈયા અને મરચા માં ભરવો,વધારે દબાવીને નથી ભરવાનો

૮ ) ટામેટાને છીણીથી છીણી લેવા
૯ ) હવે સમારેલું શાક અને દાણા મિક્ષ કરી તેમાં પાણી નાખો ૧૦ )નોન સ્ટીક ની વાસણ માં તેલ ગરમ થવા મુકો
૧૧ ) તેલ થાય એટલે તમાલપત્ર અને રાઈ નાખો.

૧૨ ) રાઈ તતડે એટલે જીરું, અજમો , અને સૂકું લાલ મરચું નાખો
૧3 ) હવે હળદર અને હિંગ નાખો
૧૪ ) હવે વાટેલા કોથમીર મરચા ની પેસ્ટે નાખો અને ૨ મિનીટ સાંતળો (જો સુકું લસણ નાખવું હોય તો એ અત્યારે ૮-૧૦ કાળી વાટીને નાખવું )

૧૫ ) હવે સૌથી પહેલા શાક નાખો અને ૨ મિનીટ સાંતળો

૧૬ ) ૨ મિનીટ પછી કંદમૂળ નાખો અને રવૈયા પણ અત્યારે નાખીને મિક્ષ કરી લો મરચા અત્યારે નથી નાખવાના
૧૭ ) સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરી લો

૧ ૮ ) શાક માં પાણી નથી નાખવાનું વાસણ ની ઉપર થાળી મૂકી તેમાં પાણી મૂકવાનું છે

૧૯ ) ગેસ નો તાપ ધીમા થી મધ્યમ રાખવાનો છે અને દર ૩-૪ મીનીટે તેને હલાવતા રેહવું જેથી શાક ઉપર નીચે થઈ જાય અને સરસ રીતે ચઢી જાય
૨૦ ) અડધો કલાક પછી કે કંદમૂળ ચઢી જાય પછી તેમા બાકીના મસાલા કરવા

૨૧ ) લાલ મરચું ,ધાણાજીરું ,ભરેલા મરચા અને રવૈયા ભરતા વધેલો મસાલો પણ અત્યારે એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ઢાંકી દો
૨૨ ) ૪-૫ મિનીટ પછી શાક મિક્ષ કરી લો અને હવે તેમાં છીણેલા ટામેટા નાખો
૨૩ ) ખાંડ ઉમેરી દો તમારા ઘરના સ્વાદ પ્રમાણે અને જો લસણ નાખતા હોવ તો ખાંડ ઓછી કે ના નાખો તો પણ ચાલે
૨૪ )મિક્ષરમાં ૧/૨ -૧ કપ જેટલું પાણી નાખી આ પાણી શાક માં ઉમેરો (જેમાં કોથમીર મરચા વાટયા હતા )
૨૫ ) સાથે મેથી મુઠીયા નો અધકચરો ભૂકો અને થોડા આખા મુઠીયા પણ સાથે ઉમેરો અને બધું મિક્ષ કરી લો

૨૬ ) ફરી થી ઢાંકીને ૧૦ મિનીટ રેહવા દો અને હવે ગેસ ધીમો કરી દો ધીરે ધીરે પાણી બધું શાકમાં શોષાઈ જશે અને મુઠીયા પોચા થઈ જશે
૨7 ) સમારેલી કોથમીર અને ગરમ મસાલો નાખી મિક્ષ કરી લઈએ.૫ મમિનીટ ચઢવા દો

૨8 ) શાક માં તેલ ઉપર આવેલું દેખાય એટલે ગેસ બંધ કરી દેવો
૨9) શાક ને ૧/૨ થી ૧ કલાક સીઝવા દેવું પછી જ અને serve કરવું

30) હવે ઊંધિયું બનીને તૈયાર છે,તેને ગરમા ગરમ પુરી અને જલેબી સાથે પીરસો.

છુટ્ટો ભાત

ભાતને પકાવતા પહેલા તેમાં થોડા ટીપા તેલના નાખી દો તેનાથી ભાત ચોટશે નહી અને છુટા છુટા બનશે. જો તમે ખુબ જુના ચોખા ઉપયોગ કરી રહ્યા છો તો તેને લગભગ 30 મિનીટ સુધી જરૂર પલાળીને રાખો.

ભાત બનાવતી વખત ચોખા અને પાણીનું પ્રમાણ 1:2 માં રાખો એટલે કે એક કપ ચોખા તો 2 કપ પાણી નાખો. જો તમે ભૂરા ભાત બનાવી રહ્યા છો તો પાણી થોડું વધુ પ્રમાણમાં લેવું પડશે.

ભાતને ઉકળતી વખતે વારંવાર હલાવવા ન જોઈએ નહી તો ભાત ચોટી જાય છે અને તૂટી જાય છે.“ટામેટા ,ગાજર અને બીટ નો સૂપ”

ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.
ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે.

સામગ્રી:-

7-8 નંગ ટામેટા,
2 નાના ગાજર,
1 બીટ,
5- 6 પત્તા પાલક,
1/4 કપ ફુદીનો,
1 મોટી ડુંગળી,
5-6 કળી લસણ,
1 નાનો આદુ નો કટકો,
1 લીલું મરચું,
5-6 પત્તા મીઠો લીમડો,

હવે ફરીથી એકવાર સૂપ ની ગરણી થી ગાળી લો. જો તમે પહેલા જ સૂપ ની ગરણી થી ગાળી લેશો તો બહુ જ વેસ્ટ નીકળી જશે અને ફાઇબર પણ જતા રહશે.

એટલે પહેલાં મોટા કાણા થી અને પછી સૂપ ની ગરણી થઈ ગાળો. અડધાં ચમચા જેટલું જ છેલ્લે કચરો નીકળશે.
જરૂર લાગે તો સૂપ માં થોડું પાણી ઉમેરો.

સૂપ માં નાખવાની સામગ્રી:-

1 ચમચી કોર્નફલોર માં 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરો.,
1/2 ચમચી મરી નો ભૂકો,
2 ચમચા ગોળ,
1 ચમચી તાજી મલાઈ,
મીઠું સ્વાદાનુસાર,

હવે આ ગાળેલા સૂપ ને એક તપેલા માં ગરમ કરવા મુકો.

તેમાં 1 ચમચી કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરો , મીઠું અને 1/2 ચમચી મરી નો ભૂકો ઉમેરો.

ત્યારબાદ ઉકાળો અને 2 ચમચા ગોળ ઉમેરી 2 મિનિટ ઉકાળો.

ગેસ બંધ કરી ને 1 ચમચી મલાઈ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

ગરમાગરમ સૂપ ને બાઉલ માં નિકાળી ને ચીઝ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
મેં આ સૂપ ને પાપડી પીઝા જોડે સર્વ કર્યો છે.
નોંધ:- તમે આ સૂપ માં દૂધી પણ ઉમેરી શકો છો.
ગોળ પણ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો કરી શકો છો.

હળદર (Haldar) નું શાક

ઘણા વખતથી કેટલા મિત્રો જેની ફરમાઈશ કરી ચુક્યા છે તે ટેસ્ટી વાનગી મહેસાણાની પ્રખ્યાત હળદર (Haldar) આજે રજુ કરીએ છીએ!!

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ,
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી,
500-750 ગ્રામ હળદર,
500-750 ગ્રામ લસણ,
500 ગ્રામ ઘી,
500 ગ્રામ દહીં (લસ્સી જેવું),
250 ગ્રામ આદું,
250 ગ્રામ મરચાની પેસ્ટ,
250 ગ્રામ લીલા વટાણા,
200 ગ્રામ કોથમીર,
200-400 ગ્રામ સમારેલ ગોળ,
મીઠુ,
લાલ મરચું,

રીત:

– સૌ પ્રથમ ઘી માં હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
– પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
– પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
– પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
– પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
– છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
– કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે હળદર.
– કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.

નોંધ:

– નાના-મોટા કુલ 20 વ્યક્તિ માટે આ રેસિપી છે.
– વધારે પડતો આ હળદર બનવાનો પ્રોગ્રામ વાડીએ થતો હોય છે, વાસણ વધારે પડતાં પીળા થઈ જાય છે તયારેે ધ્યાન રહે કે કામવાળા ભાઈ બેન રજા પર ન હોય, નહિતર જેટલી શક્તિ હળદર ખાવાથી મળશે તેનાથી ત્રણ ગણી વાસણ સાફ કરવામાં જતી રહેશે.

 ભરેલા ભીંડા બટેટા

સામગ્રી ÷  ફોટામાં દેખાય છે એ  બધું ઉપરાંત બટેટા, તેલ, હળદર,મીઠું, ધાણાજીરુ,વરિયાળી અને હીંગ

 ઉપર બધા મસાલા ને અધકચરા વાટી લેવા...( સીંગદાણા ભીંડા ની ચીકાશ દુર કરે છે )      હવે તેમા સૂકા મસાલા મેળવી  ચટણી જેવો ભરવા માટે મસાલો બનાવી,  ધોઈ,લૂછીને  ને કાપા કરેલા ભીંડામા આ મસાલો ભરીને એક પેન મા વઘાર માટે તેલ મુકીને   હિંગ નો વઘાર કરીએ.ભીંડા ને લાળ દુર થાય ત્યા સુધી ધીમા તાપે  ચડવા દઈએ...બીજી તરફ  બટેટા  ની  ચાર ચીરી કરીને તેલ મા ધીમાં તાપે  સોનેરી તળીને ભીંડા મા નાખીને પાચ મિનીટ ચડવા થઈએ.....તો તૈયાર છે...ટેસ્ટી ભીંડા બટેટા....

આ શાક  ભાખરી, પરોઠા   કે  પૂરણપોળી ( વેઢમી )  સાથે  ખાવા ની  ખુબ  જ મજા આવે છે.ગાઠિયાનું શાક :

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે. તો ચાલો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ ગાઠિયાનું શાક બનાવી શકાય. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

2 કપ – ગાઠિયા
2 ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – લસણની પેસ્ટ
1/2 કપ – ટામેટા
1/2 ચમચી – લીલા મરચાં
1/2 કપ – દહીં
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરાનો વઘાર થઇ જાય પછી તેમાં હળદર, લાલ મરચું અને દોઢ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લસણની પેસ્ટ , લીલા મરચાં અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર ઉકળવા દો.. હવે ગેસ બંધ કરી દો. જ્યારે શાક પીરસવાનું હોય તેના થોડા સમય પહેલા તેમાં ગાઠિયા ઉમેરી બરાબર હલાવો. ગાઠિયાનું શાક તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

મેથીના ગોટા

ત્રણથી ચાર વ્યક્તિ માટે મેથીના ગોટા બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

પોણો કપ ઝીણી સમારેલી મેથી
1 કપ ચણાનો લોટ
પા કપ ઝીણી સમારેલી કોથમીર
દોઢ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
પા કપ ઝીણા સમારેલા કાંદા
પા ચમચી હળદર
પા ચમચી હીંગ
ચપટી બેકિંગ સોડા
સ્વાદાનુસાર નમક
તળવા માટે તેલ

એક બાઉલમાં દોઢ કપ પાણીમાં ચમાનો લોટો ઉમેરી તેમાં મેથી, કોથમીર, ડુંગળી, મરચા અને મસાલો ઉમેરો. આ મિશ્રણને તમારા હાથ વડે જ એકદમ બરાબર હલાવો. જો તમે આ માપથી ભજિયાનો લોટ પલાળ્યો હશે તો ભજિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે.

તળવાની રીતઃ

એક ઊંડી નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ખીરામાંથી નાના નાના ભજિયા પાડતા જાવ. યાદ રાખો ભજિયા હંમેશા મિડિયમ આંચ પર જ તળવા જોઈએ જેથી લોટ અંદરથી કાચો ન રહી જાય અને ભજિયાની સોફ્ટનેસ પણ જળવાઈ રહે.

ક્યાં સુધી તળવા ભજિયા?

ભજિયા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તેને તળવા જોઈએ. ગરમાગરમ ભજિયાને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

[11:48 AM, 2/3/2018] +91 99251 48301: ગાઠિયાનું શાક :

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે. તો ચાલો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ ગાઠિયાનું શાક બનાવી શકાય. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

2 કપ – ગાઠિયા
2 ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – લસણની પેસ્ટ
1/2 કપ – ટામેટા
1/2 ચમચી – લીલા મરચાં
1/2 કપ – દહીં
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરાનો વઘાર થઇ જાય પછી તેમાં હળદર, લાલ મરચું અને દોઢ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લસણની પેસ્ટ , લીલા મરચાં અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર ઉકળવા દો.. હવે ગેસ બંધ કરી દો. જ્યારે શાક પીરસવાનું હોય તેના થોડા સમય પહેલા તેમાં ગાઠિયા ઉમેરી બરાબર હલાવો. ગાઠિયાનું શાક તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

ભરેલા ભીંડા બટેટા

સામગ્રી ÷  ફોટામાં દેખાય છે એ  બધું ઉપરાંત બટેટા, તેલ, હળદર,મીઠું, ધાણાજીરુ,વરિયાળી અને હીંગ

 ઉપર બધા મસાલા ને અધકચરા વાટી લેવા...( સીંગદાણા ભીંડા ની ચીકાશ દુર કરે છે )      હવે તેમા સૂકા મસાલા મેળવી  ચટણી જેવો ભરવા માટે મસાલો બનાવી,  ધોઈ,લૂછીને  ને કાપા કરેલા ભીંડામા આ મસાલો ભરીને એક પેન મા વઘાર માટે તેલ મુકીને   હિંગ નો વઘાર કરીએ.ભીંડા ને લાળ દુર થાય ત્યા સુધી ધીમા તાપે  ચડવા દઈએ...બીજી તરફ  બટેટા  ની  ચાર ચીરી કરીને તેલ મા ધીમાં તાપે  સોનેરી તળીને ભીંડા મા નાખીને પાચ મિનીટ ચડવા થઈએ.....તો તૈયાર છે...ટેસ્ટી ભીંડા બટેટા....

આ શાક  ભાખરી, પરોઠા   કે  પૂરણપોળી ( વેઢમી )  સાથે  ખાવા ની  ખુબ  જ મજા આવે છે.

હળદર (Haldar) નું શાક

ઘણા વખતથી કેટલા મિત્રો જેની ફરમાઈશ કરી ચુક્યા છે તે ટેસ્ટી વાનગી મહેસાણાની પ્રખ્યાત હળદર (Haldar) આજે રજુ કરીએ છીએ!!

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ,
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી,
500-750 ગ્રામ હળદર,
500-750 ગ્રામ લસણ,
500 ગ્રામ ઘી,
500 ગ્રામ દહીં (લસ્સી જેવું),
250 ગ્રામ આદું,
250 ગ્રામ મરચાની પેસ્ટ,
250 ગ્રામ લીલા વટાણા,
200 ગ્રામ કોથમીર,
200-400 ગ્રામ સમારેલ ગોળ,
મીઠુ,
લાલ મરચું,

રીત:

– સૌ પ્રથમ ઘી માં હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
– પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
– પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
– પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
– પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
– છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
– કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે હળદર.
– કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.

નોંધ:

– નાના-મોટા કુલ 20 વ્યક્તિ માટે આ રેસિપી છે.
– વધારે પડતો આ હળદર બનવાનો પ્રોગ્રામ વાડીએ થતો હોય છે, વાસણ વધારે પડતાં પીળા થઈ જાય છે તયારેે ધ્યાન રહે કે કામવાળા ભાઈ બેન રજા પર ન હોય, નહિતર જેટલી શક્તિ હળદર ખાવાથી મળશે તેનાથી ત્રણ ગણી વાસણ સાફ કરવામાં જતી રહેશે.

આથેલાં મરચાં

શિયાળા માં આથેલાં મરચાં વિનાની થાળી એક ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહાર થી લઇ ને ખવાતા વઢવાની આથેલા મરચાં ની રેસિપી લઈ ને આજે આવ્યો છું.
મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે.
મરચાં માં પણ વિટામીન હોય છે અને તે પાચન માં ખૂબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામીન C પણ હોય છે. સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો.

300 ગ્રામ ધોઈ ને કોરા કરેલા વઢવાની મરચાં,
1 ચમચી મીઠું ( આથેલા મરચાં માં થોડું વધુ મીઠું હોય તેથી રૂટિન કરતા થોડું વધુ ઉમેરો.),
1/4 ચમચી હળદર,
ચપટી હિંગ,
2 ચમચી તેલ,
1 ચમચી રાઈ ના કુરિયા,
1/4 ચમચી મેથી ના કુરિયા,
1 લીંબુ ( તમને ઓછું ખાટું પસંદ હોય તો અડધું જ ઉમેરો),

રીત:-

સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો.

પછી તેમાં ઉભો કાપો મૂકી બધા મરચાં તૈયાર કરો.

હવે બેઉ કુરિયા ને અધકચરા મિક્સર માં ક્રશ કરી લો. જેથી ખાવા ના ટાઈમે કુરિયા નો અતિ ટેસ્ટ ના આવે અને એ મરચાં માં બરાબર મિક્સ થઈ જાય.

ઉપર થી મીઠું , હિંગ, હળદર, બેઉ અડધા ક્રશ કરેલા કુરિયાં અને તેલ ઉમેરી ને મિક્સ કરો.

આ મરચાં ને 12-15 કલાક બહાર રેહવા દો.( આવું કરવાથી મરચાં સોફ્ટ થશે અને બધા માં મસાલો બરાબર ચડી જશે.)

બસ હવે લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી ને 2-3 કલાક બહાર રાખી. એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરી ફ્રીઝ માં મૂકી દો.

આ રીત થી મરચાં બનાવાથી એનો કલર અને ટેસ્ટ એવો રહેશે.
આ મરચાં ને કોઈ પણ ડીશ જોડે ખાઈ શકો છો.

શિયાળો પૂરો થાય પહેલા એકવાર જરૂર થી બનાવો.

નોંધ:-

મરચાં ની પસંદગી પણ જરૂરી છે જે કુણા હોય એવા મરચાં પસંદ કરવા.
મીઠું અતિશય ના ઉમેરવું. જેથી એનો સ્વાદ જળવાય રહે.
એકલા રાય ના કુરિયા ના ખાતા મેથી ના કુરિયા ઉમેરવા થી તે વધુ ગુણકારી થઇ જાય છે.
તેલ એનો કલર અને crunchiness જાળવી રાખે છે.

ભરેલા ભીંડા અને બટેટા :

સામગ્રી :  ભીંડા, બટેટા, તેલ, હળદર,મીઠું, ધાણાજીરુ,વરિયાળી અને હીંગ.

 ઉપર જણાવ્યા મુજબના બધા મસાલા ને અધકચરા વાટી લેવા...( સીંગદાણા ભીંડા ની ચીકાશ દુર કરે છે.. ) તેમા સૂકા મસાલા મેળવી  ચટણી જેવો ભરવા માટે મસાલો બનાવીધોઈ,લૂછીને  ને કાપા કરેલા ભીંડામા આ મસાલો ભરીને એક પેન મા વઘાર માટે તેલ મુકીને   હિંગ નો વઘાર કરીએ.ભીંડા ને લાળ દુર થાય ત્યા સુધી ધીમા તાપે  ચડવા દઈએ...બીજી તરફ  બટેટા  ની  ચાર ચીરી કરીને તેલ મા ધીમાં તાપે  સોનેરી તળીને ભીંડા મા નાખીને પાચ મિનીટ ચડવા થઈએ.....તો તૈયાર છે...ટેસ્ટી ભીંડા બટેટા....

આ શાક  ભાખરી, પરોઠા   કે  પૂરણપોળી ( વેઢમી )  સાથે  ખાવા ની  ખુબ  જ મજા આવે છે.

ગાઠિયાનું શાક :

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે. તો ચાલો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ ગાઠિયાનું શાક બનાવી શકાય. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

- 2 કપ ગાઠિયા
- 2 ચમચી તેલ
- 1 ચમચી જીરૂ
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1/2 કપ ટામેટા
- 1/2 ચમચી લીલા મરચાં
- 1/2 કપ દહીં
- 1 ચમચી કોથમીર
-  સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરાનો વઘાર થઇ જાય પછી તેમાં હળદર, લાલ મરચું અને દોઢ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લસણની પેસ્ટ , લીલા મરચાં અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર ઉકળવા દો.. હવે ગેસ બંધ કરી દો. જ્યારે શાક પીરસવાનું હોય તેના થોડા સમય પહેલા તેમાં ગાઠિયા ઉમેરી બરાબર હલાવો. ગાઠિયાનું શાક તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

મેથીના ગોટા :

ગુજરાતી અને ગોટા બંને એક મેક ને ગમતાં. ત્રણથી ચાર વ્યક્તિ માટે મેથીના ગોટા બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

પોણો કપ ઝીણી સમારેલી મેથી
- 1 કપ ચણાનો લોટ
- પા કપ ઝીણી સમારેલી કોથમીર
- દોઢ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
- પા કપ ઝીણા સમારેલા કાંદા
- પા ચમચી હળદર
- પા ચમચી હીંગ
- ચપટી બેકિંગ સોડા
- સ્વાદાનુસાર નમક
- તળવા માટે તેલ

એક બાઉલમાં દોઢ કપ પાણીમાં ચમાનો લોટો ઉમેરી તેમાં મેથી, કોથમીર, ડુંગળી, મરચા અને મસાલો ઉમેરો. આ મિશ્રણને તમારા હાથ વડે જ એકદમ બરાબર હલાવો. જો તમે આ માપથી ભજિયાનો લોટ પલાળ્યો હશે તો ભજિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે.

તળવાની રીતઃ

એક ઊંડી નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ખીરામાંથી નાના નાના ભજિયા પાડતા જાવ. યાદ રાખો ભજિયા હંમેશા મિડિયમ આંચ પર જ તળવા જોઈએ જેથી લોટ અંદરથી કાચો ન રહી જાય અને ભજિયાની સોફ્ટનેસ પણ જળવાઈ રહે.

ક્યાં સુધી તળવા ભજિયા?

ભજિયા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તેને તળવા જોઈએ. ગરમાગરમ ભજિયાને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

પનીર ની રેસિપી

 મલાઈ પનીર ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી અહી આપુ છું.

- લગભગ ૨૫૦/૩૦૦ ગ્રામ પનીર માટે સામગ્રી
- ૧.૫ લિટર દુધ ( ગાય નું કે ભેંસ નું) અમે ગાય નું દૂધ વાપરીએ એટલે મેં ગાય નું જ દૂધ લીધુ છે.
એક વાટકી દહીં થોડું ખાટું લેવું.
- એક નાની ચમચી મીઠું
- હવે સૈા પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો, ઉફાળો આવે કે તરત તેમાં મીઠું નાખવું ને ત્યારબાદ દહીં નાંખી ચમચા વડે હલાવતાં રહો જેથી દૂધ તળિયા માં ચોંટે નહીં. ધીમે ધીમે હલાવતાં રહો જ્યાં સુધી દૂધ ફાટવા લાગે ને પાણી છુટું પડે એટલે એક ચારણી માં સફેદ કપડું પાથરી ને પનીર ને તેમાં ગાળી લેવું, ત્યારબાદ તેમાં એક ગ્લાસ ઠંડું પાણી નાખી ને એક્સ્ટ્રા પાણી નિતારી લો,હવે તેના પર એક નાની પ્લેટ મૂકી ઉપર વજન મૂકી દયો.એક/બે કલાક પછી ચેક કરીલો કે બધું પાણી નીતરી ગયું છે કે નહિ,જો પાણી નીતરી ગ્યું હોય તો પનીર ના પીસ કરી લો તરત ના વાપરવું હોય તો તેને એક ડબા માં પાણી લઈ તેમાં પનીર રાખી ફ્રીઝ માં મૂકી દો જેથી પનીર સોફ્ટ રહેશે.
જ્યારે ઉપયોગ માં લેવું ત્યારે તેને હુંફાળા પાણી માં મૂકી દો. પનીર એકદમ ફ્રેશ ને સોફ્ટ થઈ જશે.

વધેલા ભાતના ઢોંસા

તમે ઢોંસા તો અવાર નવાર ખાવ છો. પરંતુ ઢોંસા બનાવવા માટે તેનો લોટ પલાળવો પડે છે. તો તૈયાર ખીરુ બહાર લેવા જવું પડે છે. પરંતું શુ તમને ખબર છે કે ઘરમાં પડેલા ભાતથી પણ તમે ઢોંસા બનાવી શકો છો. જો તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો તે ફેંકશો નહી. તેમજ ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતના ઢોંસા બનાવી શકાય.

સામગ્રી
- એક બાઉલ વધેલા ભાત
- એક બાઉલ ચોખાનો લોટ
- 1/2 બાઉલ ઘઉંનો લોટ
- 1/2 બાઉલ દહીં
- ચપટી બેકિંગ સોડા
- 1 નાની ચમચી જીરૂ
- 1 કપ પાણી
- સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ ઢોંસા બનાવવા માટે મિક્સરમાં રાંધેલા ભાત, દહીં, ચોખાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું અને પાણી ઉમેરી પીસી લો. હવે ખીરું તૈયાર થાય એટલે તેને એક વાસણમાં નીકાળી લો. હવે તેમા બેકિંગ સોડા અને જીરૂ ઉમેરો. ધીમી આંચમાં એક તવા પર એક ચમચી તેલ ઉમેરી ગરમ કરો. તેલ ગરમ થતા જ તવી પર ઢોંસાનું બેટર ફેલાવો.એક સાઇડથી ઢોંસો આછા બ્રાઉન રંગનો શેકાઇ જાય એટલે તેને પલટીને બીજી બાજુથી પણ શેકી લો. તૈયાર છે બચેલા ભાતનો ક્રિપ્સી ઢોંસા.. તે સિવાય જો તમે મસાલા ઢોંસા ખાવા માંગો છો તો સાથે બટેટાનું શાક પણ બનાવી શકો છો.

મેથીના ગોટાઃ

ઘણી ચીજોમાં સહેજ કડવો સ્વાદ પણ ખૂબ જ ભાવે છે. મેથીના ગોટાથી વધુ સારુ ઉદાહરણ બીજુ કયુ હોઈ શકે? તેમાં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. તો આજે જાણી લો સોફ્ટ અને ટેસ્ટી મેથીના ગોટા બનાવવાની રીત.

સામગ્રીઃ

ત્રણથી ચાર વ્યક્તિ માટે મેથીના ગોટા બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

- પોણો કપ ઝીણી સમારેલી મેથી
- 1 કપ ચણાનો લોટ
- પા કપ ઝીણી સમારેલી કોથમીર
- દોઢ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
- પા કપ ઝીણા સમારેલા કાંદા
- પા ચમચી હળદર
- પા ચમચી હીંગ
- ચપટી બેકિંગ સોડા
- સ્વાદાનુસાર નમક
- તળવા માટે તેલ

- ખીરુ તૈયાર કરવાની રીતઃ

ભજિયા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તેને તળવા જોઈએ. ગરમાગરમ ભજિયાને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.પાણીપુરીનું પાણી :
ગુજરાતી મહિલાને પાણી પૂરી જોવે એટલે રાજી રાજી....

ફુદીનો એક કપ, દોઢકપ ધાણાભાજી, એક આદુનો ટુકડો, 4 લીલી મરચી, ૨ સાદા મરચા ઓછી તીખાશ વાળા, દોઢ ચમચી મીઠું, ૨.૫ ચમચી ખાંડ, ૫ લવિંગ, એક અચમચી જીરું, વરીયાળી, સંચળ,મરી પાંચ દાણા. 5 બરફના ટુકડા, 2 મોટા લીંબુ નો રસ, ૧ .૫ લિટર પાણી.

ઉપરોક્ત બધી સામ્રગી પાણી મિક્ષર માં નાખી પહેલી વાર એમજ ફેરવી પછી બરફના ટુકડા નાખીને  ચટણી થાય ત્યાં સુધી ફેરવવુ. પછી પાણીમાં આ નાખીને ર લીંબુનો રસ ઉમેરવો. ચટપટુ બહાર કરતાં પણ વધુ લીલુ પાણી બનશે.

ખમણ

ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ આજે અમે ઝટપટ કૂકરમાં કંઇ રીતે ખમમણ બનાવા એ અમે તમારી માટે લાવ્યા છીએ

સામગ્રી
- 1 કપ પાણી
- 1 કપ ચણાનો લોટ
- 1/2 ટી સ્પૂન લીંબુના ફૂલ
- 1/2 ટેબલ સ્પૂન ખાંડ
- 1 ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ
- 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા
- 1 ચપટી હળદર
- 1 ટી સ્પૂન મીઠું

વઘાર માટે
- 2 ટેબલ સ્પૂન તેલ
- 1 ટી સ્પૂન રાઈ
- 2 લીલા મરચાં ઝીણા સમારેલા
- 1 ચપટી હિંગ
- 1 ટી સ્પૂન તલ
- 2 ટેબલ સ્પૂન ખાંડ
- 4 ટેબલ સ્પૂન પાણી હૂંફાળું

રીત
સૌપ્રથમ એલ્યુમિનિયમનું એક વાસ લોણ અને તેની અંદર તેલ લગાવો. જેથી કરીને ચણાના લોટ વાસણમાં ચોંટશે નહીં. હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ એલ્યુમિનિયમના વાસણમાં રેડી લો. ત્યારબાદ ખમણના કૂકરને 25 ટકાથી પાણી ભરી દો અને તેની અંદર આ એલ્યુમિનિયમનું વાસણ મૂકી દો. ત્યારબાદ કૂકરનું ઢાંકણું ઢાંકી દો. ધ્યાનમાં રહે કે કૂકરની સિટીની કાઢી દેવી. હવે ખમણને કૂકરમાં પંદરથી વીસ મિનિટ ચડવા દો. ત્યારબાદ સ્ટવ બંધ કરી દો. હવે એલ્યુમિનિયમનું વાસણ બહાર કાઢી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો. તો તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ
મેથીથેપલા-

ગુજરાતની આગવી ઓળખ એટલે થેપલા...ગુજરાતી હોય ત્યાં થેપલાં હોયજ. કોઈપણ પ્રવાસ માં જતાં ગુજરાતીની બેગમાં થેપલાં તો અવશ્ય હોયજ.
સામગ્રી:-
- લીલી મેથી ધોઈને બારીક કાપેલી
- લીલું લસણ બારીક કાપેલું
- આદું મરચાં પેસ્ટ
- લાલ મરચું
- અજમો 1 નાની ચમચી
- તલ 2 નાની ચમચી
- નમક સ્વાદ પ્રમાણે
- ખાંડ એકદમ થોડી
- તેલ મોણ માટે
- તેલ થેપલાં તળવા માટે
- દહીં 1 ચમચો
- ઘઉંનો લોટ
રીત:-
મેથીને બારીક કાપ્યા પછી તેને બે હાથથી મસળી લેવી.
ઘઉંના લોટ માં આ બધી સામગ્રી નાખીને થોડો કઠણ લોટ બાંધવો ત્યારબાદ તેને ઢાંકીને 30 મિનીટ્સ માટે બાજુ પર મૂકી રાખો.
ત્યારબાદ તેને ગોળ વણીને તવી પર એક side કોરા શેકવા ને ઉથલાવીને brush થી તેલ લગાવીને કે ચમચીથી તેલ ચોપડીને બદામી શેકી લેવાં. આજ રીતે બન્ને side તેલ લગાવીને શેકી કેવા. આમતો સાદી સિમ્પલ રીત છે, તો બનાવો ઝટપટ ને મન પડે તેમ બટાકાની સૂકી ભાજી કે બટાકાનું રસા વાળું શાક કે પછી કેળાનું શાક  અને દહીં સાથે છૂંદો, ગોળકેરી કે પછી લાલ આથેલા મરચાં સાથે ખાઓ.પકોડીના આ 3 સ્વાદિષ્ટ પાણી માત્ર 10 મિનિટમાં આ રીતે બનાવો ઘરે

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડીની દરેક મજા પાણીમાં જ હોય છે. તો આવો જોઇએ પકોડીના અલગ-અલગ પાણી બનાવવાની સહેલી રીત...

તીખું પાણી બનાવવા
સામગ્રી
- 4 નાની ચમચી આંબોળિયાનું પેસ્ટ
- 3-4 ચમચી કોથમીરની પેસ્ટ
- 2 ચમચી આદુની પેસ્ટ
- 2 ચમચી મરચાની પેસ્ટ
- 1 નાની ચમચી કારામળી
- 1/2 ચમચી મીઠું
- 1/2 ચમચી સંચળ
- 1 નાની ચમચી શેકલું જીરાનો પાઉડર
- સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ તીખું ખાટું પાણી બનાવવા માટે એક વાસણમાં આંબોળિયાનું પાણી લો અને તેમા કોથમીરની પેસ્ટ ઉમેરો. હવે તેમા આદુની પેસ્ટ ઉમેરી લો. તે બાદ તેમા 1 લીટર પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમા સંચળ, મીઠું અને શેકેલા જીરૂાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ તીખું ખાટું પાણી.. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.

ખાટું -મીઠું પાણી
સામગ્રી
- 4 ચમચી આંબોળિયાની પેસ્ટ
- 2-3 ચમચી કોથમીરની પેસ્ટ
- 2 ચમચી મરચાની પેસ્ટ
- 1 નાની ચમચી શેકેલા જીરૂાનો પાઉડર
- 1 નાની ચમચી કોથમીર
- 1 ચમચી સંચળ
- 1/2 ચમચી મીઠું
- 1/2 કપ ખાંડ
- 1 નાની ચમચી વરિયાળી પાઉડર
- 1/2 ચમચી ઇલાયચી પાઉડર
બનાવવાની રીત :
સૌ પ્રથમ એક મોટા વાસણમાં આંબોળિયાની પેસ્ટ અને કોથમીરની પેસ્ટ મિક્સ કરો. હવે તેમા શેકેલા જીરૂાનો પાઉડર, સંચળ,મીઠું, ખાંડ, વરિયાળી પાઉડર, ઇલાયચી પાઉડર સાથે પાણી બરાબર મિક્સ કરો. ખાંડ બરાબર પીગળી જાય એટલે સ્વાદિષ્ટ ખાટું મીઠુ પાણી તૈયાર છે. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.

લીંબુ અને હીંગનું પાણી
સામગ્રી
- 2 નંગ લીંબુ
- 1 ચપટી હીંગ
- 2-3 ચમચી ધાણા પાઉડર
- 1 ચમચી સંચળ
- 1 નાની ચમચી શકેલા જીરૂ પાઉડર
- 1/2 ચમચી મીઠું
- 1 ચમચી સંચળ

બનાવવાની રીત :
સૌ પ્રથમ લીંબુ પાણી બનાવવા માટે લીંબુના રસને એક વાસણમાં નીકાળી દો.તેમા હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમા ધાણા પાઉડર, સંચળ, મીઠુ, શેકેલા જીરૂનો પાઉડર બરાબર મિક્સ કરી પ્રમાણુસાર પાણી ઉમેરો. આ પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો. તૈયાર છે લીંબુ અને હીંગનું સ્વાદિષ્ટ પાણી.ભરેલા ભીંડા અને બટેટા :

સૌ પ્રથમ લીંબુ પાણી બનાવવા માટે લીંબુના રસને એક વાસણમાં નીકાળી દો.તેમા હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમા ધાણા પાઉડર, સંચળ, મીઠુ, શેકેલા જીરૂનો પાઉડર બરાબર મિક્સ કરી પ્રમાણુસાર પાણી ઉમેરો. આ પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો. તૈયાર છે લીંબુ અને હીંગનું સ્વાદિષ્ટ પાણી.

તમને ગમતી અને સારી રીતે આવડતી ડીશ કોમેન્ટમાં શેર કરશો જેથી અમે એને લોકો સુંધી પહોચાડી શકીએ... 

No comments: