Monday, February 1, 2010

શાંતિ...ની શોધમાં...


પાછલા એકાદ મહિનાથી માનસિક તનાવ અનુભવતો હતો. પપ્પાની સર્જરી, કેટલાક પોતાના દ્વારા ઉભા થયેલ પ્રશ્નો તો કેટલાક પારકા પણ પોતાના પ્રશ્નો. રીસામણા-મનામણા, સમજણ વિનાની ફરિયાદો લાગણીઓં અને માગણીઓં...આ બધામાં ફસાતા ક્યારેક તો એમ થાય કે આમ મારી સાથે જ કેમ ? પરંતુ મિત્રો સાથે વાતને વહેંચીએ અને તેમના પ્રશ્નો સાંભળીયે ત્યારે એમ લાગે કે, મારો પ્રશ્ન કઈ પ્રશ્ન છે ? અને આમ દિવસો પસાર કરતો.

શુક્રવારે સી.આર.સી બેઠકમાં સૌ શિક્ષકો સાથે જમતાં જમતાં વાતોમાં જાણવા મળ્યું કે અમારા કલસ્ટરની બોસ્કા શાળા ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળી રવિવારે (ગઈ કાલે) શામળાજી, ખેડબ્રહ્મા, બેરણા, ગાંધીનગર, અમરનાથધામ વિગેરે સ્થળોએ પ્રવાસ જવાના છે. બોસ્કા ગામ એ મારા ક્લસ્ટર નું નાનું અને પૂર્ણત: આર્થિક પછાત અને ગરીબીનો સામનો કરતુ ગામ..ગામ માં બે-ચાર જ પાકા છત વાળા મકાનો, બાકીના લોકો... ખુબ પછાત અને ગરીબી પણ એટલીજ.કદાચ આર્થિક પ્રગતિની વાતો અહી સુંધી નથી પહોંચી. આર્થીક પછાત પણું ન દેખાવા દે તેવું ખમીરવન્તુ ગામ. મેં મારી ફરજના ભાગ રૂપે કેટલીક પ્રશ્નોતરી કરી. જમવા અંગેની વ્યવસ્થા વિષે પૂછતા આચાર્ય શ્રી રોહીતાભાઈ એ કહ્યું કે બપોરના ભોજન ની વ્યવસ્થા તેમને કરેલ છે. મને આનંદ અને ગૌરવ થયો. શિક્ષક્ આવા ગરીબ વિધ્યાર્થીઓને પ્રવાસ લઇ જાય અને જમવાનું પણ પોતાના તરફથી ? આવા શિક્ષકોના કારણે જ કદાચ હજુ સત્વ,વિશ્વાસ અને માણસને માણસ પર શ્રધ્ધા ટકી રહી છે, બાકી આ નેતાજી ઓં તો...? મેં કહ્યું કે વિદ્યાર્થીઓને મોજ કરાવી , ફરાવી આવો...સાંજની વ્યવસ્થા અમે સાંભળી શું. વિદ્યાર્થીઓંને ૮ વાગે રસ્તામાં આવતા કડી માં સાથે લાવવા જેથી અમે પણ તેમની સાથે થોડો સમય વિતાવી મન થી હળવા થઇ શકીએ.. સૌ સાથે જમીશું...ભગવાન ના દર્શન તો આ બાળકોમાં જ થાય ને...બાકી તો ભગવાન કોને જોયા ?

જગ્યા માટે મેં મારા નોન એજ્યુકેશનલ સ્ટાફ ના અંગત મિત્ર જયેશભાઇને કોલ કર્યો. તેમને વાત સંભાળતા તરત કહ્યું કે સાહેબ, હું બધું સરસ આયોજન કરીશ તમે ચિંતા ન કરો. શું બનાવવું છે તે કહો.ખર્ચની પણ ચિંતા ન કરો. મેં કહ્યું ના ભાઈ ખર્ચ માટે નહી અમારેતો જગ્યા જ જોઈએ...આતો બધા મારા બાળકો છે...અને મારા ત્યાં આવે છે. નોન એજ્યુકેશનલ સ્ટાફ ના મારા અંગત બે મિત્રો જયેશભાઈ અને જગદીશભાઈ. જયેશભાઈ એટલે કડીના નામના મેળવેલ વ્યાપારી.. બજાજ ઓટોમોબાઈલના કડીના ડીસ્ટ્રીબ્યુટર, મારુતી સર્વિસ સ્ટેશન અને એક સારા માણસ. બીજા મિત્ર એટલે...જગદીશભાઈ. જગદીશભાઈ મારા મિત્ર કરતાય વધારે તો ફેમિલીના મેમ્બર. એક ભાઈ કરતાય વિશેષ મદદ તેમની મળે. તેઓં વ્યવસાયે હોમ લોન અને વીમાનું કામ કરે.કામ કરવાની આવડત અને સૌને મદદગાર થવાનો તેમનો સવાભાવ અમને સતત પ્રેરણા આપતો રહે.. જયેશભાઈ, જગદીશભાઈ અને હું ત્રણેય વિદ્યાર્થીઓ-શિક્ષકોને જમાડ્યા...રમાડ્યા અને છેલ્લે દરેક વિદ્યાર્થીને પેન્સિલ, ઇરેઝર અને સાર્પનર સેટ ગીફ્ટ માં આપ્યા.

બધાજ વિદ્યાર્થીઓના ચહેરા પુલકીત. બધાના ચહેરા પર સ્મિત દેખાય. કદાચ શાંતિથી પસાર થતી જીવનની અને છેલ્લા થોડાક મહિનાઓની આ પહેલી સાંજ...દિવસ ભરનો થાક નવા જોમમાં કન્વર્ટ થઇ ગયો. પ્રત્યેક વિદ્યાર્થીને જોતા પેલી પંક્તિ યાદ આવી આજ રોતે હુએ બચ્ચે કૉ હાસાયા જાયે..વિદ્યાર્થીઓના આ સ્મિત માટે તો શી કિંમત આપવી.

આવતી કાલે બોસ્કા સ્કુલમાં પ્રવાસમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓંને પ્રશ્નોતરી દ્વારા પ્રવાસના અનુભવ અને મેળવેલ જ્ઞાન ચકાસશે .વિદ્યાર્થીઓ પણ દિવસભરના અનુભવને થોડા દિવસ વાગોળશે અને યાદગાર પ્રસંગો ને જીવનભરનું સંભારણું બનાવશે.

વિદ્યાર્થીઓને વળાવી અમે ત્રણેય મિત્રો એક બીજા સામે જોઈ જાણે પોતાને પ્રશ્ન કરતાં હતાં કે આપણે આ શિક્ષકો ની જેમ કોઈ સારું-સેવાનું કામ ક્યારે કરી શકીશું ? આર્થિક પછાત પરિવારના વિદ્યાર્થીઓંને પોતાના સંતાન ની જેમ સાથે લઇ પ્રવાસ કરાવવો કેટલો અઘરો...??? આવા પુણ્યશાળી શિક્ષકો કે અન્ય સેવાભાવી કર્મનિષ્ટ કર્મચારીઓના કારણેજ સમાજ જીવંત બની, રહ્યો છે, બાકી કોઈ પણ ફાઈલને હાથમાં લેતા પહેલા મને શું મળશે ? મારા કેટલા ટકા ? આવું વિચારનારા ભ્રસ્ટ અધિકારીઓં કે પદાધિકારીઓ તો સમાજને ક્યારનાય ખાડે નાખવા તૈયાર બેઠા છે. જોકે રૂપિયાથી ન ધરનાર આવા કહેવાતા સેવકો ને કુદરત ક્યારેય માફ નહીજ કરે...આવા બધા લાંચિયા લોકો એ જીવનમાં એક વાર શાંતિથી ગરુડ પુરાણ વાંચવું જોઈએ જેથી પોતાની જાતને પ્રશ્નો કરી જરૂરિયાત જણાય ત્યાં બ્રેક લગાવી શકે...

આજે બપોર પછી બંધ કરેલ મોબાઈલ પરની ટાઈમપાસ માટે ની વાતો અને વિદ્યાર્થીઓ સાથે પસાર કરેલ સમયને કારણે મન ની વ્યગ્રતા હળવી બનાવી શક્યો...શાંતિની સાચી અનુભૂતિ કરી શક્યો...શરીર માટે કદાચ સુખની વ્યાખ્યા જે હોય તે પણ મન ની શાંતિ તો આવા અનુભવ દ્વારા જ થાય...મને મારા અંગત મિત્રાએ ભેટમાં આપેલ પુસ્તક યાદ આવ્યું... રોબીન શર્મા એ મનની શાંતિ ... વ્યક્તિના સપના સાકાર કરવા અને નિયતિએ પહોચવા વિશે એક કાલ્પનિક કથા લખી "The monk who sold his Ferrari.." ... આપણે સૌએ વાંચવા જેવું છે...ગુજરાતી માં પણ આ પુસ્તક " સન્યાસી જેમને પોતાની સંપતિ વેચી નાખી" ટાઈટલથી બુકસ્ટોલ પર ઉપલબ્ધ છે...

1 comment:

Rakesh Nvndsr said...

ગમ્યું-પોસ્ટ અને તને શાંતિ મળી તે બેય -મનેય સારું લાગે છે!- હા! એક સન્યાસી....પુસ્તક એક મિત્ર પાસેથી લેવાનું છે તે મળશે એટલે વાંચીશ.