Showing posts with label Teachers Training. Show all posts
Showing posts with label Teachers Training. Show all posts

Thursday, May 29, 2014

Display corner

Display
‘પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ’ અંતર્ગત પ્રજ્ઞા શિક્ષકોને તાલીમ આપવા માટે તજજ્ઞ તૈયારી માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ વિષયના કી રિસોર્સ પર્સન (કેઆરપી) તરીકે કામ કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું. આ વિષયને આપ બ્લોક કક્ષા સુંધી પહોંચાડી શકો તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વર્ગ/શાળા નું ડિસ્પ્લે આગવી રીતે કરી શકો તે માટે આ પોસ્ટ ઉપયોગી નીવડશે. અહી તાલીમી સાહિત્ય (મોડ્યુલ)નો ઉપયોગ આપે આપના આયોજન મુજબ  બિનચૂક કરવો.
સૌ પ્રથમ વિષયને સીધોજ વર્ગ સમક્ષ મૂકવાને બદલે નીચે મુજબ પ્રવૃત્તિ કરાવી શકાય...
-     આપના વર્ગમાં ઉપસ્થિત શિક્ષકોના સરખા આઠ જૂથ બનાવવા. પ્રત્યેક જુથમાં ત્રણ થી ચાર સભ્યો હોવા જરૂરી.
-     વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ જૂથને આપવી. જેવી કે,
૧. કાગળકામ, રંગપૂરણી
૨. માટીકામ
૩. ચીટકકામ
૪. વિજ્ઞાન પાઠ્યપુસ્તક આધારીત તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવે તેવાના પ્રયોગો કે પ્રવૃત્તિ
૫. બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક
૬. તરાહની પ્રવૃતિઓ
૭. પ્રોજેક્ટ કાર્ય માટે ડેટા કલેક્શન કે અન્ય કોઈ પણ પ્રકારનું કલેક્શન
૮. સપ્તરંગી પ્રવૃતિના નમુના
આ દરેક જૂથને પુરતું જરૂરી મટીરીયલ્સ અને સમજણ આપવી. દરેક જુથે શું કરવાનું છે તે સમજાવવું. દરેક જૂથને દશ મીનીટનો સમય આપવો તેમજ સોપેલ કાર્ય બનાવવા જણાવવું. શિક્ષકોના જુથકાર્ય દરમિયાન તજજ્ઞ મિત્રએ દરેક જુથમાં ધ્યાન રાખવું તેમજ સમય આપવો. શિક્ષકો જુથમાં સોપેલ પ્રવૃત્તિઓ કરી રહે તે પછી દરેક જૂથને પ્રેઝન્ટેશન માટે એક મીનીટનો સમય આપવો. પ્રેઝન્ટેશન પૂરું થયેથી શિક્ષક દ્વારા તૈયાર થયેલ નમૂનાને યોગ્ય સ્થાને વર્ગમાં ગોઠવવા જણાવવું. આ સમયે શિક્ષકોને સમજાવવું કે આપણે આપણા કાર્યનો યોગ્ય રીતે પ્રચાર અને પ્રસાર કરી શકતાં નથી માટે જ લોકો કહે છે કે ‘શિક્ષણ બગડ્યું છે...’ આ સમય પ્રચાર અને પ્રસારનો છે. રાજકીય પક્ષો, મલ્ટીનેશનલ કમ્પનીઓ કે સામાન્ય ઉત્પાદક પણ પોતાની પ્રોડક્ટ્સ કે કાર્યનો સખત અને સતત પ્રચાર કરે છે જયારે શિક્ષક ઘણું કરે છે અને પ્રચારમાં ...???? આપણા કાર્યને ડિસ્પ્લે પર મુકાવું, આપણા કાર્યનો પ્રચાર અને પ્રસાર કરવાથી માત્ર આપણી ખ્યાતી જ વધતી નથી પરંતુ વિદ્યાર્થીઓ, સાથી શિક્ષકોને પ્રોત્સાહન મળે છે, મોટીવેશન મળે છે. ડિસ્પ્લેના કારણે ડિસ્પ્લે કરનારને (આપણને) વધારે સારું કાર્ય કરવા સતત પ્રેરણા અને જુસ્સો મળતો હોય છે.
દરેક જૂથ પોતાની કૃતિ રજુ કરે ત્યારબાદ તેનું ડિસ્પ્લે કરાવવું.
શિક્ષકો કાગળકામ, રંગપૂરણી, માટીકામ,ચીટકકામ, તરાહની પ્રવૃત્તિ, ડેટાબેઝ વિગેરે ડિસ્પ્લે બોર્ડમાં ડિસ્પ્લે કરી શકાશે પરંતુ વિજ્ઞાનના પ્રયોગો કે  બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક વિગેરે માટે મુઝાઇ શકે ! આ પ્રશ્ન આવતા શિક્ષકોને સમજાવવું કે બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક વિગેરે વર્ગમાં, સમૂહ પ્રાર્થના સમયે, SMC બેઠક સમયે, વાલીમંડળની બેઠકમાં કે અન્ય સ્થાને રજુ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકાય. જયારે પ્રયોગને સાયન્સ કોર્નરમાં મૂકી રાખવો જેઠી વિદ્યાર્થીઓનું ધ્યાન રહે અને  થતું દૃઢીકરણ રહે. સપ્તરંગી તાસ દરમિયાન કે અન્ય કોઈ પણ કાર્ય દરમિયાન વર્ગમાં તૈયાર થયેલ કે વિદ્યાર્થી દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ ડિસ્પ્લે બોર્ડ પર મૂકી શકાય. હવે મોડ્યુલમાં આપેલ ચિત્ર બતાવી કયા પ્રકારના નમુના વર્ગ/શાળામાં ડિસ્પ્લેમાં ક્યાં-કયા સ્થાને મૂકી શકાય તે અંગે ચર્ચા કરવી.
અહી આપેલ ફોટોગ્રાફ્સ જુવો અને વિચારો કે આ પ્રકારના નામનાનો ડિસ્પ્લે ક્યાં કરશો ? તેના દ્વારા વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની સિદ્ધિ મેળવી શકાય ?
તજજ્ઞ મોડ્યુલ પેજ ૮૭ 

અહી કેટલાંક ફોટોગ્રાફસ અને વિડીયો ક્લિપ્સ આપેલ છે જે વર્ગમાં બતાવી display, display corne અને use of bulletin board  ડિસ્પ્લે વિષે વધારે સારી સમજણ કેળવી શકાય..

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ વર્ગખંડ

વર્ગખંડમાં કોઈ એકમ માટે આપેલ પ્રવૃતિનું ડિસ્પ્લે 

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ વર્ગખંડ ધો.૪

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ વર્ગખંડ બહારની દીવાલ

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ વર્ગખંડ ધો.૬ 

વિડીયો પ્રજ્ઞા અભિગમ તાલીમ સીડી SSA, ગાંધીનગર

વિડીયો, યુ ટ્યુબ






 CRC Coordinators તેમજ School Monitoring સાથે સંકળાયેલાં મિત્રો માટે પોતાના કાર્યમાં સફળ થવા Display, Self Advertisement ખુબ જરૂરી છે. બહુ સરળતાથી પોતના અપેક્ષિત પરિણામ મેળવવા કોઈના કાર્યને બીરદાવવું, કોઈના કાર્યનો પ્રચાર અને પ્રસાર કરવો...આમ કરવાથી પોતાનું કાર્ય પણ સમાજ સમક્ષ આવે છે.
ટેકનોલોજીના આ સમયમાં ડિસ્પ્લે માત્ર શાળા સુંધી માર્યાદિત ણ રહેતાં હવે વિશ્વવ્યાપી બનેલ છે. આપણી શાળામાં, આપણા પ્રજ્ઞા ક્લાસમાં થતાં કાર્યને, વિદ્યાર્થી – શિક્ષક્ના કાર્યને શાળા કે  CRC Coordinators પોતાના બ્લોગ પર પ્રસિધ્ધ કરી વિશ્વ સમક્ષ મૂકી શકે છે. આમ કરવાથી પ્રજ્ઞા શાળાનો, પ્રજ્ઞા અભિગમનો વધુ સરળતાથી પ્રચાર અને પ્રસાર કરી શકાય છે. આપણા ક્લસ્ટરમાં થતી પ્રવૃત્તિઓ વિષે સમાજને માહિતગાર કરી શકાય છે તેમજ સરકારી શાળાઓ પણ પ્રાયવેટ શાળાઓની સરખામણીએ ખુબ સારું કાર્ય કરે છે,વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટેની તમામ પ્રવૃતિઓ કરવામાં આવે છે તેમજ તમામ સુવિધાઓથી સજ્જ છે તે અંગે જાગૃતિ લાવી શકાય. આપણે આપણી શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, પ્રજ્ઞા વર્ગમાં નિયમિત સપ્તરંગી તાસમાં જુદા જુદા હેતુઓ સિદ્ધ કરવા પ્રવૃત્તિઓ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓ વર્ગના, શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ સમક્ષ આવે તે પણ જરૂરી છે. આવો આપણે આપણા વર્ગના, આપણા પોતાના કાર્યના Display Corner ને આપણા કાર્યોથી સજાવીએ...
નવાનાદીસર શાળાના બ્લોગની પોસ્ટ 
આ બ્લોગની પોસ્ટ, શિક્ષકને મોટીવેશન માટે 

નવાનાડીશર શાળાના બ્લોગ પરથી..
આ બ્લોગની પોસ્ટ જેના દ્વારા વિદ્યાર્થી અને શિક્ષક્ના કાર્યને સમાજ સમક્ષ બિરદાવી શકાય 




Saturday, April 26, 2014

#UNICEFbloggerconnect

Workshop / Conference on bloggers by UNICEF

Happy to share my experience on my blog
Recap on second day begin 
ગુજરાત યુનિસેફ દ્વારા તારીખ ૨૨-૨૩ એપ્રિલના દિવસોમાં રાજ્યના જુદી-જુદી ફિલ્ડ સાથે જોડાયેલા બ્લોગર્સ માટે કોન્ફરન્સનું આયોજન હાથ ધરાયેલ. અમદાવાદ સ્થિત હોટલ ફર્નમાં બે દિવસ ગુજરાત અને રાજ્ય બહારના કેટલાંક બ્લોગર્સ એક બીજા સાથે સહ ચિંતન કરી બ્લોગ દ્વ્રારા સમાજમાં અવેરનેસનું કાર્ય સુયોગ્ય રીતે કરે તેમજ ટેકનોલોજીના ઉપયોગથી સારી બાબતોનો ઝડપી પ્રચાર અને પ્રસાર થઇ શકે તે આ વર્કશોપનો ઉદ્દેશ્ય હોઈ શકે !
ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ અર્થાત ૨, ઓક્ટોમ્બર ૨૦૦૮ રાત્રે ધોરણ સાત અંગ્રેજી પાઠ્યપુસ્તક લેખન કાર્ય શિબિરમાં  GCERT, ગાંધીનગર ખાતે મળેલ. રાત્રે હલાવી પળોમાં ભાઈ શ્રી રાકેશભાઈ પટેલ, શિક્ષક શ્રી nvndsr સાથે રાત્રે એમજ ચર્ચા કરતાં-કરતાં બ્લોગ અંગે ચર્ચા ખુલી. તેઓએ તે સમયગાળામાં જ તેમનો બ્લોગ nvndsr.blogspot.com પબ્લીશ કરેલ. કદાચ રાજ્ય ખાતે શિક્ષક માટે કે કોઈ શાળાનો આ પ્રથમ બ્લોગ હશે. તેમણે મને પણ બ્લોગ બનાવવા કહ્યું. એ સમયે હું ટેકનીકલ સાઉન્ડ નહોતો. મેં તેઓને જ મારો બ્લોગ બનાવી આપવા કહ્યું. તેમણે મારો બ્લોગ બનાવ્યો. અને મારી સફર એક નવીજ દુનિયામાં શરુ થઇ. મેં સમયાંતરે કેટલાંક ઉદ્દેશ્યો જેવાંકે, અમારા ક્લસ્ટરની શાળાઓ દ્વારા
કરવામાં આવતાં પ્રયોગો, શિક્ષક - વિદ્યાર્થીના શ્રેષ્ઠ કાર્યનો પરિચય,
મારી શાળાકીય માસિક મુલાકાત અને અહેવાલ,
પ્રોજેક્ટ-પ્રયોગને અનુસંધાનિક બાબતો, મારી શાળા મુલાકાત દરમિયાન જોયેલ બાબતો,
રાજ્ય, જીલ્લા કે બ્લોક કક્ષાએથી કરવામાં આવતા નવતર પ્રયોગો,
સંપર્કમાં આવેલ આગવા અનોખા વ્યક્તિત્વ વિષે અભિપ્રાય અથવા પરિચય લેખ,
જોવા મળેલ શૈક્ષણિક બદલાવ, ક્લસ્ટર કક્ષાએથી મળેલ પ્રેરણા પ્રોત્સાહન,
તાલીમના અનુભવો, શિક્ષકદ્વારા કરવામાં આવેલ  નવતર પ્રયોગ કે સહયોગ,
પસંદિત  વિડીઓ ક્લિપ્સ, સ્વાનુભવ બાબતો વિગેરે જેમાંથી મને શીખવા મળે છે
તે બધું બ્લોગમાં અપડેટ કરવાનું શરુ કર્યું. હું માનું છું કે જે જીવંત છે તે જ શિક્ષક છે. શિક્ષક હંમેશા જીવંત જ હોય અને તોજ તે શિક્ષક કહી શકાય. જીવંત વ્યક્તિ જ હંમેશા શીખતા રહે છે. આથી જ મેં મારા બ્લોગનું નામ આપ્યું, જીવંત શિક્ષક. આ બ્લોગ શરુ કર્યો ત્યારે કલ્પના પણ નહોતી કે મારો આ નવતર પ્રયોગ મને યુનિસેફ દ્વારા પસંદિત શ્રેષ્ઠ બ્લોગર્સની યાદીમાં મૂકી શકશે.!! આ માટે હું યુનિસેફ સાથે સાથે મને સતત પ્રોત્સાહિત કરનાર મારા સૌ શિક્ષક મિત્રો, ભાઈ શ્રી રાકેશભાઈ પટેલ અને ભાઈ શ્રી ભાવેશભાઈ પંડ્યાનો આભારી છું.
યુનિસેફ દ્વારા યોજાયેલ આ કોન્ફરન્સમાં અમને બ્લોગની ટેકનોલોજી અંગે સમજણ આપવામાં આવી. એક એવું ક્રિયેટીવ ગૃપ યુનિસેફના માધ્યમે બન્યું જેના કારણે સારી બાબતોનો પ્રચાર-પ્રસાર સરળતાથી કરી શકાશે.
આ વર્કશોપમાં જુના મિત્રો પૈકી શ્રી ભાવેશભાઈ પંડ્યા, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ ઝાપડિયા અને શ્રી મિનેશભાઇ વાણંદ સાથે બે દિવસ ગાળવાનો મોકો મળ્યો તો શ્રી મૌલિકભાઈ (પાટણ), શ્રી મનીષભાઈ (ખેડા), શ્રી સુખદેવભાઈ (ભાવનગર), શ્રી બળદેવભાઈ પરી (જુનાગઢ)  જેવાં શિક્ષણક્ષેત્રના મિત્રો, ડૉ મૌલિકભાઈ શાહ (બાળકોના ડોકટર), શ્રી મનીષભાઈ (જર્નાલીસ્ટ) , શ્રી દિનેશભાઈ સોલંકી (ડોક્યુમેન્ટરી ડાયરેક્ટર) જેવાં અન્ય ક્ષેત્રના  મિત્રો  મળવાનું  સદભાગ્ય  સાંપડ્યું. આ વર્કશોપમાં જરૂરી કેટલીક ટેકનીકલ બાબતો જાણી. સાથે સાથે શ્રી ભાવેશભાઈ દ્વારા RTE અંગે બારીકાઇથી જાણ્યું. શ્રી રાકેશભાઈએ તેમની શાળામાં થતાં નવતર પ્રયોગો અંગે માહિતગાર કર્યા તો મને મારા બ્લોગ અગે તમામ બાબતો રજુ કરવાની તક મળી. મારા બ્લોગ અંગેના અનુભવો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના અંતે થયેલ પ્રશ્નોત્તરી મારા બ્લોગ-બ્લોગનું કન્ટેન્ટ અને મારા સાથી શિક્ષક મિત્રોનો પુરુષાર્થ યોગ્ય દિશામાં છે તે અંગે આત્મ સંતોષ આપતો. સતત કાર્યરત રહેનાર, સતત વ્યસ્ત રહેનારને એક બ્લોગ લખવા માટે વધારાનો ૨૫મો કલાક શોધવો અઘરો છે પરંતુ આ ૨૫મા કલાકનો ઉપયોગ યોગ્ય દિશામાં જ છે તે UNICEFના માધ્યમે સાર્થક થતું જણાયું.  સાચું કહું તો હું મારા બ્લોગને આ બે દિવસોમાં વધુ નજીકથી જાણી શક્યો. આ બંને દિવસોમાં સોસીયલ મીડિયા દ્વારા પ્રચાર અને પ્રસાર અંગે જાણવા મળ્યું. છેલ્લાં બે-ત્રણ વર્ષોથી Twitter અંગે સંભાળતા, કેટલાંક મિત્રો ટ્વીટ કરવા પણ કહેતાં પરંતુ  Twitter નું મહત્વ સમજી ટ્વીટર પર ટ્વીટ કરવાનું શરુ કર્યું આ વર્કશોપથી. Twitter એ એક મજાની સોસીયલ મીડિયા એપ્લીકેશન છે તે અનુભવના અંતે સમજી શકાયું. આપ Twitter પર હોવ તો જરૂરથી આપણે Twitter માધ્યમે જોડાઈ શકીશું, આ માટે આપ Twitter પર જઈ મારી સાથે જોડાઈ શકો છો.  https://twitter.com/jivantshixan
UNICEF Gujarat State Office, Communication Officer,  Moumita Dastidar દ્વારા સરળતાથી સૌને સાથે રાખી સફળ વર્કશોપનું આયોજન કેવી રીતે કરાય તે શીખી શક્યો. સરકારી તંત્રમાં રહીને પણ શ્રેષ્ઠ કાર્ય કરી શકાય તે  ડૉ મૌલિક શાહ (બાળકોના ડોક્ટર, જામનગર) www.gujmom.com દ્વારા શીખી શક્યા તો પત્રકારત્વમાં રહી નિષ્પક્ષ, નીડરતાથી પોતાના અનુભવો સમાજ સમક્ષ કેવી રીતે પહોંચાડવા, સમાજમાં નવચેતના, જન જાગૃતિ માટે કરી શકાય તેવા કાર્યો આ બે દિવસમાં શીખી શક્યા.
મારા બ્લોગમાં Innovative bloggers page પર આપ મુલાકાત લઇ અન્ય બ્લોગર્સ વિષે જાણી શકો છો, અન્ય બ્લોગ્સની મુલાકાત મેળવી આપ જ્ઞાન વૃદ્ધિ કરી શકો છો.
 UNICEF દ્વારા આયોજયેલ આ કોન્ફરન્સ દ્વારા ઘણા નવા અનુભવો મળ્યા જેના દ્વારા આગામી સમયમાં સારું બ્લોગીંગ કરી શકાશે.
અહી કેટલાંક ફોટોગ્રાફ્સ આ કોન્ફરન્સને ફરી જીવંત બનાવવા માટે...
In conference hall

Getting ready for session 
Presentation on blog
Presentation on my blog


Sharing Experience of blog


With Group



Kumar Manish on next step...

Monday, March 19, 2012

SMC અને PRI સભ્યો આપણા મિત્ર, માર્ગદર્શક, મદદગાર....


SMC અને PRI સભ્યો આપણા મિત્ર, માર્ગદર્શક, મદદગાર....
સ્વતંત્ર ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ ૪૫ મુજબ આપણે એ પ્રકારના પ્રયાસો કરવાના હતા જેથી ૬ થી ૧૪ વર્ષણી વયજૂથના તમામ બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે. વર્ષ ૧૯૮૬ની નવી શિક્ષણનીતિ અને ત્યારબાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ (DPEP) જેવી મહત્વકાંક્ષી યોજનાઓએ આપણા સૌના પ્રયાસોને વેગ આપવામાં મદદ કરી.જુદી જુદી યોજનાઓની સફળતા બાદ સમગ્ર દેશમાં ૨૦૦૧થી સર્વ શિક્ષા અભિયાન મિશન અમલમાં આવ્યું. અગાઉની યોજનાઓ કેટલાંક મર્યાદિત વિસ્તારો સુંધી સીમિત હતી જયારે સર્વ શિક્ષા અભિયાનનો અમલ દેશ વ્યાપી અને સાર્વત્રિક રીતે થવાથી વધુ ઝડપી અને અસરકારક રીતે કાર્ય કરી શકાયું. આ યોજનાઓ અને કાર્યક્રમોના અમલ દરમિયાન એવું લાગ્યું કે પ્રાથમિક શિક્ષણને બાળકોનો મૂળભૂત અધિકાર ગણવામાં આવે તો રાજ્ય સરકારથી શાળા અને સમુદાય સ્તરની તમામ સરકારી સંસ્થાઓ ઉપરાંત નાગરિક સમાજની સ્થાપનાઓ પણ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકકરણ માટે વધુ સક્રિય બનાવી શકાય.
આમ બાળકના પ્રાથમિક શિક્ષણ માટે સામુહિક પ્રયાસ થાય અને જે તે કક્ષાએ જવાબદારી પણ સુનિશ્ચિત થાય એ માટે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ સંસદ દ્વારા બનાવ્યો. આ કાયદો એટલે કે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ૨૦૦૯ અથવા “શિક્ષણના અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણના અધિકાર કાયદા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે કેટલીક મહત્વણી જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓને આધારે રાજ્ય સરકારે કેટલાંક અગત્યના ઠરાવો કર્યા છે. કોઈ વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કર્યા પછી કોર્ટમાં પોતાની જાતને નિર્દોષ ઠેરવવા એમ ન કહી શકે કે મને કાયદાની જાણ નહોતી કે ચોરી કરવી કે ખુન કરવાથી સજા પાત્ર ગુનો બને છે, જો એમ કહે તો પણ કોર્ટ એ વાતનો સ્વીકાર ન જ કરે કારણ ૧૮ વર્ષથી મોટી ઉંમરના નાગરિકે ભારતનું બંધારણ જાતે જ અભ્યાસ કરવો રહ્યો અથવાતો  જાણે જ છે એમ માનવું રહ્યું. જેમ ભારતના નાગરિક તરીકે ભારતનું બંધારણ તેમજ કાનૂની, કાયદાઓ, આપણા હક્કો અને ફરજો જાણવા ૧૮ વર્ષથી મોટી વ્યક્તિની પોતીકી ફરજ છે તે રીતે શિક્ષક તરીકે RTE 2009 અને તે અંતર્ગત શિક્ષણમાં થયેલ ફેરફારો જાણવા પણ શિક્ષકની પોતીકી ફરજ બની રહે છે.
શિક્ષણના અધિકાર કાયદા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓને આધારે રાજ્ય સરકારે કેટલાંક અગત્યના ઠરાવો કાર્ય છે. આ ઠરાવો પર એક નજર નાખીએ તો...
-     શાળામાં દાખલ કરેલ કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ પૂરું થતા સુંધીમાં કોઈ પણ ધોરણમાં રોકી કે કાઢી મૂકી શકાશે નહિ.

-     શાળા બહારના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો. સર્વ શિક્ષ અભિયાન મિશન દ્વારા શાળા બહારના બાળકો માટે ચલાવાતી કોઈ યોજનાનો લાભ અપાવવો.
-     કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ.
-     કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિ કરી શકશે નહિ.
-     કોઈ પણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ અને શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના વાલીને તપાસ કે ઇન્ટરવ્યુવ માંથી પસાર કરશે નહિ.
-     શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૧ થી ૫ માટે કામકાજના ૨૦૦ દિવસ અને વર્ષ દીઠ ઓછામાં ઓછા ૮૦૦ કલાક શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે.
-     શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૬ થી ૮ માટે કામકાજના ૨૨૦ દિવસ અને વર્ષ દીઠ ઓછામાં ઓછા ૧૦૦૦ કલાકનું શૈક્ષણિકકાર્ય કરવાનું રહેશે.
શિક્ષક શાળામાં RTE ના માર્ગદર્શિત ધ્યેયો/કર્યો સરળથી કરી શકે તેમજ શાળાએ ગામની સંપત્તિ હોઈ શિક્ષક પર નિયંત્રણ રહી શકે તે હેતુથી શાળા કક્ષાએ શાળા વ્યવસ્થા પણ સમિતિ SMC ની રચના કરાવી.
શાળા વ્યવસ્થાપન સમીતી અર્થાત SMC નું માળખું.
-     શાળા વ્યવસ્થાપન સમિતિમાં ૧૨ સભ્યો હશે જેમાં ૭૫% (૯) સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા/પિતા કે વાલીઓ હશે, જેમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે.
-     બાકી રહેલ ૨૫ % સભ્યોની સંખ્યામાં નીચે મુજબની વ્યક્તિઓનો સમાવેશ કરવાનો રહેશે.
·         એક સભ્ય સ્થાનિક સંસ્થા(ગ્રામ પંચાયત/નગર શિક્ષણ સમીતી) નક્કી કરે તેવા સ્થાનિક સંસ્થાના ચુંટાયેલ સભ્ય.
·         એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક.
·         એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ/શાળાના બાળકોમાંથી સમિતિમાં સમાવિષ્ટ માતા/પિતા નક્કી કરે તે.
·         સ્થાનિક કડીયો( જે ગામમાં કડીયો ન હોય તે ગામની બાજુના ગામનો કડીયો). આ સભ્યની નિયુક્તિ SMC ના અધ્યક્ષશ્રીએ કરવાની રહેશે.
-     શાળાના આચાર્ય અથવા જ્યાં શાળામાં આચાર્ય ના હોય ત્યાં શાળાના શ્રેયાન શિક્ષક હોદ્દાની રુએ SMC ના સભ્ય સચિવ બનશે.
-     SMCની બેઠક દર ત્રણ મહિને  બોલાવવાની રહેશે. બેઠક બોલાવવાનું અને તે અંગેની નોંધ રાખવાનું કામ સભ્ય સચિવ કરશે.
શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના કાર્યો અને ફરજો:
-     શાળાની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવું.
-     શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરવી.
-     રાજ્ય સરકાર અથવા સ્થાનિક સંસ્થા અથવા અન્ય કોઈ સ્તોત્રમાંથી મળેલ ગ્રાન્ટ(નાણા) ના ઉપયોગ/વપરાશ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખવું.
-     વિદ્યાર્થીઓના વાલીને તેઓની ફરજો અંગેની સમજણ આપવી.
-     RTE 2009 ની વિવિધ કલમોની અમલવારી સુનિશ્ચિત કરશે.
-     RTE 2009ની કલમ ૨૭ મુજબ બિન શૈક્ષણિક ફરજો શિક્ષકોને સોપવામાં આવે નહિ તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખવું.
-     બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ ૨૦૦૯ની અનુસૂચિમાં નિર્દીષ્ઠ શાળા માટેના ધોરણો અને માપદંડ જળવાય તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખશે.
-     બાળકોને મળતા તમામ પ્રકારના લાભ સમયસર મળી રહે તે માટે દેખરેખ રાખશે, આયોજન કરશે.
-     RTE 2009 ની કલમ ૪ ની જોગવીઓના અમલીકરણ માટે પ્રવેશ વંચિત રહેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરેલ હોય તેવા બાળકો માટેની જરૂરિયાતો નક્કી કરવા માટેની યોજના તૈયાર કરાવી.
-     વિકલાંગ બાળકોની ઓળખ અને તેમના નામાંકન થતા ભણવા માટેની સવલતો બાબત દેખરેખ/નિયંત્રણ રાખવું તેમજ તેઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તે માટે તેમની ભાગીદારી સુનિશ્ચિત કરાવી.
-     શાળામાં બાળકો માટેની મધ્યાહ્ન ભોજન યોજનાની અમલવારી ઉપર દેખરેખ/નિયંત્રણ કરવું.
-     શાળાના આવક અને ખર્ચના વાર્ષિક હિસાબો તૈયાર કરવા.
-     અધિનિયમ અંતર્ગત પોતાના કર્તવ્યો અને ફરજો બજાવવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિને મળનાર નાણા માટે અલાયદા હિસાબો જાળવવા અને તે દરેક વર્ષે ઓડીટ માટે બતાવવાના રહેશે.
-     લોકભાગીદારીથી શાળાના મકાનના નિર્માણ,નીભાવ અને દુરસ્તીના કામો હાથ ધરવા અને નિરિક્ષણ/ દેખરેખ રાખવી.
-     શાળા વિકાસ/સુધારણા કર્ય્રામમાં મળતા નાણાકીય ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય, માલસામાન ખરીદી સ્પર્ધાત્મક ભાવો મંગાવીને સૌથી ઓછા ભાવ ધરાવતા વેપારી પાસેથી ગુણવત્તાયુક્ત અને કરકસરભરી રીતે શાળાની જરૂરિયાત મુજબ અને યોજનાની માર્ગદર્શિકા મુજબ શાળાના હેતુ માટે જ થાય તે જોવાનું રહેશે.

નોંધ: - SMC પાસે મધ્યાહ્ન ભોજનના સંચાલક,રસોયા અને મદદનીશની નિમણુંક તેમજ છુટા કરવાની સત્તા શિક્ષણ વિભાગના તારીખ ૦૨/૦૮/૨૦૧૧ના સુધારા ઠરાવ ક્રમાંક પીઆરઈ ૧૨૯૫-૨૪૨૫-ક તારીખ ૦૪-૧૧-૨૦૧૧ના પત્ર મુજબ રદ કરી મામલાતદારશ્રીને પરત સોંપેલ છે.
-     SMC માં તારીખ ૨-૦૮-૨૦૧૧ના સુધારા ઠરાવ મુજબ SMCની બેઠક દર મહિનાને બદલે દર ત્રણ મહિને કરવાની રહેશે તેમજ કડિયાએ કૉઓપ્ટેડ મેમ્બર તરીકે ફરજ બજાવવાની રહેશે અને કડિયાને મતદાન કરવાનો હક્ક રહેશે નહિ.
RTE 2009 ના કાયદાના અમલીકરણ માટેના SMC સભ્યો, શિક્ષકો,આચાર્ય,સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ સ્ટાફને પંચાયતી રાજ ઇન્સ્ટીટ્યુટ (PRI) ના સભ્યો દ્વારા મોનીટરીંગ કરવું અને માર્ગદર્શન મળવું ખુબ જ જરૂરી છે. પંચાયતી રાજના સભ્યોના માર્ગદર્શનથી પ્રોજેક્ટના લક્ષ્યાંકો નક્કી કરેલ સમયમાં પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
પંચાયતી રાજના સભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારના ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવે અને ધોરણ ૧ થી ૮ નું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરાવવામાં મદદરૂપ થવું.ગ્રામજનોને PRI ના અનુભવો નેતૃત્વ નો લાભ મળી રહે તે માટે SMC,PRI અને શાળા પરિવારે એક સાથે રહી કાર્ય કરવાનું રહેશે. SMC,PRIના સભ્યો સાથે એવો વ્યવહાર કેળવીશું કે કોઈ પણ પ્રકારના સંઘર્ષ વીના આ સમિતિના સભ્યો શાળા ને મુંઝવતા પ્રશ્નોમાં મદદરૂપ થાય.આપણે હમેશા યાદ રાખીશું કે SMC,PRI આપણા સાચા સાથી, માર્ગદર્શક છે જેમની સાથે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ સુમેળભર્યા વાતાવરણમાં (SMC અને PRI ના સભ્યોનો) જરૂરી તમામ બાબતોમાં સહકાર મેળવી શાળા પ્રગતિ સાધવા અને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રયત્નો કરવા. આવો, આપણે સૌ સાથે મળી આપણી શાળા એવી બનાવીએ જ્યાં બાળકને શાળાએ આવવું ગમે, રહેવું ગમે અને ભણવું ગમે.

નોંધ: SMC અને PRI સભ્યો આપણા મિત્ર, માર્ગદર્શક, મદદગાર....’  તાલીમવર્ગમાં ચર્ચા કરતી વખતે તજજ્ઞશ્રીએ SSAM, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ SMC-PRI-HHP તાલીમી મોડ્યુલ પોતાના ક્લસ્ટરના સી.આર.સી કે બી.આર.સી કૉ ઓર્ડીનેટર પાસેથી મેળવી અભ્યાસ કરવો જેથી આ વિષયે ઊંડાણ પૂર્વક ચર્ચા કરી શકાય.આ વિષય શિક્ષકો સમક્ષ મુકતા ખાસ એ બાબત પર ધ્યાન રાખવું કે SMC-PRI-HHP સભ્યો આપણા સાથી છે જેમની મદદથી આપણે શાળામાં ચમત્કારિક સુધારો કરી શકીએ-શાળાને સામાજિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બનાવી શકીએ...

Sunday, March 18, 2012

Block level... In service Teacher training 2012



સંભવિત તારીખ ૨૩ એપ્રિલ ૨૦૧૨થી શરુ થતી બ્લોક કક્ષાની શિક્ષક તાલીમનું આયોજન, વિષયોની પસંદગી તેમજ વિષયોનું તાલીમી માળખું નક્કી કરવાની ટીમમાં મને માર્ગદર્શક તરીકે રહેવાનું  સદભાગ્ય મળ્યું. મેં ડાયેટ અમદાવાદના સીનીયર લેક્ચરર શ્રી સલીમભાઈ છીપા સાહેબ, ટીચર ટ્રેનીંગ ઓફિસર ઇન ચાર્જ શ્રી દિલીપભાઈ વડેરા સાહેબ અને એસ.આર.જી વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રી યોગેશભાઈ પટેલ સાથે સમગ્ર તાલીમી પ્રક્રિયાની ચર્ચા કરી સમગ્ર માળખું તૈયાર કર્યું. તાલીમી આયોજન,માળખું તૈયાર કરતા જી.સી.ઈ.આર.ટી અને SSAM પરિપત્રના માર્ગર્શન મુજબ ગુણોત્સવ પુસ્તિકામાં શિક્ષકોએ આપેલ તાલીમી વિષયો તેમજ અધિકારીશ્રીઓના સુચનોનો ઉપયોગ કરાયો. અમદાવાદ ગ્રામ્ય ડાયેટના પ્રાચાર્ય શ્રીમતી નુતનબેન રાવલ સાહેબ અને જીલ્લા પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.એમ.જાની સાહેબ સાથે આ અંગે અમે બેઠક યોજી તેઓના માર્ગદર્શન મુજબ સમગ્ર તાલીમ માટે તાલીમી સાહિત્ય નિર્માણ માટે લેખન માટે તારીખ ૫ માર્ચ ૨૦૧૨ના દિવસે એક દિવસની ટ્રેનીંગ કોન્સેપ્ટ સમજાવતી બેઠક રાખી જેમાં તાલીમી સાહિત્ય નિર્માણની સમગ્ર પ્રક્રિયા સમજાવી. મોડ્યુલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો માટે બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી પ્રતાપભાઈ ગેડીયાએ પોતાના વિચારો પ્રેઝન્ટેશન દ્વારા રજુ કર્યા. જયારે સમગ્ર આયોજન, તાલીમી સાહિત્ય નિર્માણના વિવિધ પાસાઓ, કોન્સેપ્ચ્યુઅલ ટ્રેનીંગ મટીરીઅલ કેવી રીતે લખવું, લેખન સમયે જુદા જુદા વિષય માટે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સંપૂર્ણ માહિતી આપવાનું સદભાગ્ય મને મળ્યું. ત્યારબાદ તારીખ ૧૨ થી ૧૪ તાલીમી સાહિત્ય લેખન માટે કાર્ય શિબિરનું આયોજન કરાયું. તમામ વિષયોના લેખન માટે લેખકોને લેખન અંગે માર્ગદર્શન આપતા આપતા મને પણ ઘણું શીખવ્યું. તાલીમી સાહિત્ય નિર્માણ ‘કોન્સેપ્ટ’ તૈયાર કરી લેખકોને સમજાવતા લેખક મિત્રોના પ્રશ્નો તેમનું ઇન્વોલમેન્ટ જણાવતા જેનો આનંદ અનેરો રહ્યો. અમે દરેક વિષયની તાલીમ માટે વિષય મુજબ હેતુ નક્કી કર્યા છે. જેમકે;
English: શિક્ષકોને અંગ્રેજી સાંભળવા અને બોલવાની પુરતી તક મળે તે પ્રકારનું તાલીમી સાહિત્ય નિર્માણ. ગેમ્સ, એક્ટીવીટી દ્વારા તાલીમ. તાલીમી સાહિત્ય માત્ર શિક્ષકો માટે જ નહિ પરંતુ આ સાહિત્યનો ઉપયોગ ૩૧ જુલાઈ સુંધી વર્ગખંડમાં પણ કરવો તે માટે માર્ગદર્શન. 
ગણિત: પ્રવૃત્તિ,ઓડિયો,વિડીયો એડ્સ, મલ્ટી મીડિયાથી ક્ષેત્ર મુજબ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, પ્રોબલમ સોલ્વીંગ દ્વારા જે તે ક્ષેત્રનાં પ્રશ્નોનું ગ્રુપ ડીસ્કશન, વ્યવહારિક ગણિત ઉપયોગ, સ્પર્ધાત્મક પરિક્ષા માં ગણિત, એપ્લીકેશન આધારિત પ્રશ્નો જેવી બાબતો.
ગુજરાતી: ધોરણ ચારમાં શિક્ષકને મહત્તમ સંભાળવા, બોલવાની તક પૂરી પડાવી જયારે ધોરણ પાંચમા વિષયવસ્તુ સાથે ભાષા શુદ્ધિ અને લેખન માટે જરૂરી માર્ગદર્શન.
સામાજિક વિજ્ઞાન: જુદી જુદી શૈક્ષણીક પદ્ધતિ દ્વારા ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર અને ભૂગોળના કોન્સેપ્ટની સમજ.
વિજ્ઞાન: પૂરી તાલીમ પ્રયોગ, પ્રવૃત્તિ દ્વારા. કેટલીક પ્રવૃત્તિ શિક્ષક્ને ઘરેથી કરી લાવવાની રહેશે. રોજ કોઈ એક ઘટનાનું અવલોકન કરી નિર્ણય તારવવાનો રહેશે.
દરેક ધોરણના શિક્ષક્ માટે જુદા જુદા વિષય સાંકળી બેઝ પેપર તૈયાર કરેલ છે જે શિક્ષક્ને તાલીમ પૂર્વે આપવામાં આવશે જેના જવાબ શિક્ષક્ને તાલીમ દરમિયાન તજજ્ઞ દ્વારા જણાવવામાં આવશે. તાલીમી સાહિત્ય આધારિત પ્રી અને પોસ્ટ ટેસ્ટ લેવાશે.
આ વર્ષે અમારા અમદાવાદ જીલ્લાની બ્લોક કક્ષાની ૧૦ દિવસીય તાલીમના આયોજન અંગે જોઈએ તો ધોરણ ૧ થી ૫ માટે ૬(છ) દિવસ સબ્જેક્ટ કોન્સેપ્ટ અંગે ઝીણવટ ભરી સમજ, ૧ (એક) દિવસ ઓન એર દ્વારા સ્કુલ ઈવેલ્યુશન સિસ્ટમ (શાળા મૂલ્યાંકન પ્રક્રિયા)ની સમજ, વિષય અને સમજપત્ર, નવીન પાઠ્યપુસ્તક અંગે માહિતી અને ૩(ત્રણ) દિવસ SSAM મેનેજરીયલ સબ્જેક્ટ ટ્રેનીંગ જેમાં Gender Education, IED,STP, DIES, Account, Disaster Management at school level, Stress Management as teacher, Leadership as teacher, ADEPTS, Learning Based Reinforcement Material, પ્રજ્ઞા, SMC and PRI are our HHP, Yearly planning જેવા વિષયો પર તાલીમ આપવાનું નક્કી કરાયું.આગામી ૨૭ થી ૩૦ માર્ચ દરમિયાન ક્લસ્ટર કક્ષાએથી સી.આર.જી બોલાવી તેઓને ક્લસ્ટર કક્ષાની તાલીમ માટે તજજ્ઞ માટેની તાલીમ આપવાનું આગામી આયોજન નક્કી કરવામાં આવ્યું. ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને ૧ (એક) દિવસ ઓન એર દ્વારા સ્કુલ ઈવેલ્યુશન સિસ્ટમ (શાળા મૂલ્યાંકન પ્રક્રિયા)ની સમજ, વિષય અને સમજપત્ર, નવીન પાઠ્યપુસ્તક અંગે માહિતી તેમજ ૩(ત્રણ) દિવસ SSAM મેનેજરીયલ સબ્જેક્ટ ટ્રેનીંગ ધોરણ ૧ થી ૫ નાં શિક્ષક સાથે આપવામાં આવશે. જુદા જુદા વિષય માટેની તાલીમ સત્ર ખુલતા ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને આપવામાં આવશે જેમાં ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન માટે અલગ અલગ તાલીમનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ માટે આપના સુચન અમને જણાવશો તો આનંદ થશે.


અમદાવાદ જીલ્લાની મેનેજરીઅલ સબ્જેક્ટ આધારિત શિક્ષક તાલીમનું સંભવિત  સમય પત્રક

ક્રમ
સમય
દિવસ ૧
દિવસ ૨
દિવસ ૩
૧.
૭-૦૦ થી ૭-૩૦
પ્રાર્થના સંમેલન
૨.
૭-૩૦ થી ૮-૧૫
જેન્ડર
STP
પ્રજ્ઞા
૩.
૮-૧૫ થી ૯-૦૦
જેન્ડર
STP
પ્રજ્ઞા
૪.
૯-૦૦ થી ૯-૪૫
હિસાબી
Stress Management
ADEPTS
    -
૯-૪૫ થી ૧૦-૧૫
                   વિરામ
૫.
૧૦-૧૫ થી ૧૧-૦૦
હિસાબી
DISE
ADEPTS
૬.
૧૧-૦૦ થી ૧૧-૪૫
IED
DISE
Disaster Management
૭.
૧૧-૪૫ થી ૧૨-૩૦
IED

SMC અને PRI સભ્યો આપણા મિત્ર, માર્ગદર્શક, મદદગાર....
Learning based Reinforcement Materials