Showing posts with label આગવા...અનોખા.... Show all posts
Showing posts with label આગવા...અનોખા.... Show all posts

Wednesday, April 9, 2014

આગવા, અનોખા ... શ્રી બળદેવભાઈ પટેલ

   
                                                                                                            
 અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા જીલ્લાની શાળાઓના પ્રારંભિક અભ્યાસ અર્થે તેમજ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ માટે જીલ્લા કક્ષાએથી દરેક બ્લોકમાં ટીમ બનાવી તારીખ ૨-૪ એપ્રિલ ૨૦૧૪ દરમિયાન વાર્ષિક નિરિક્ષણ હાથ ધર્યું. પ્રથમ બે દિવસ જીલ્લા કક્ષાએ કામગીરીમાં વસ્ત હોઈ હું શાળા મુલાકાત ણ લઇ શક્યો પરંતુ ત્રીજા દિવસે અમારા ક્લસ્ટરની ટીમના એક સભ્યએ ઈલેક્શન મીટીંગમાં જવાનું હોઈ મને આ ટીમમાં સહભાગી બનવાનું પુણ્ય સાંપડ્યું. અમારી ટીમના સભ્યો શ્રી દિનેશભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલ સાથે જેઠીપુરા પહોંચ્યા. શ્રી દિનેશભાઈનો મને જુનો પરિચય. તેઓ સારા શિક્ષકતો છે જ સાથે સાથે વહીવટી કુશળ પણ ખરા. શિક્ષણમાં નવતર પ્રયોગો તેમને ખુબ પસંદ. શ્રી દિનેશભાઈના વહીવટી અને શૈક્ષણિક અનુભવના કારણે અમારું કામ સરળતાથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાશે તેની મને વિશ્વાસપૂર્ણ ખાતરી હતી જ. જેઠીપુરા શાળાના અનુભવો અલગથી બ્લોગમાં લખીશ. પરંતુ મને આજે આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી શ્રી બળદેવભાઈ પટેલ જેઓ નાથપુરા શાળામાં શિક્ષક છે.


દેત્રોજ ક્લસ્ટરનું નાથપુરા ગામ દેત્રોજથી લગભગ ચાર-પાંચ કીલોમીટર દુર હશે.!! શ્રી બળદેવભાઈ નાથાપુરા શાળામાં શિક્ષક.  બળદેવભાઈનો નામ અને શાળા સુંધીનો મને  અગાઉ પરિચય હતો, પરંતુ તેમને નજીકથી ઓળખવાનું આ મુલાકાત દરમિયાન જ બન્યું. બળદેવભાઈ મૃદુભાષી અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર એક સજ્જન શિક્ષક છે. વાર્ષિક નિરિક્ષણ માટે બનાવેલ ટીમ પૈકી અમારા બ્લોકની એક ટીમના લીડર અને વાર્ષિક નિરિક્ષણ કાર્ય દરમિયાન નાથપુરા શાળાની મુલાકાત લેનાર શ્રી અમૃતભાઈ દેસાઈ (કૉ ઓર્ડીનેટર,બલસાસણ)એ કહેલ કે મારે અમારા ક્લસ્ટરના શિક્ષકોને નાથપુરા શાળા બતાવવી છે તેના પરથી વિચારી શકાય કે બળદેવભાઈ અને તેમની શાળાના આચાર્યશ્રી, શિક્ષકો પૂરી લગન, ખંતથી કામ કરતા હશે. બળદેવભાઈ સાથે વાતચીત દરમિયાન મેં તેમને પૂછ્યું કે, ‘બળદેવભાઈ તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓ સુંદર રીતે તૈયાર કર્યા છે, તમે ક્યારેક ડાયેટમાં તજજ્ઞ તરીકે તાલીમમાં પણ આવો છો, BLO તરીકેની કામગીરી પણ સારી રીતે કરો છો અને શાળાની તમામ પ્રવૃત્તિઓમાં સહભાગી પણ થાઓ છો. આનું રહસ્ય ? બધું સારી રીતે કરી શકાય પરંતુ અંતરિયાળ ગામમાં વિદ્યાર્થીઓને કેળવવા ...!!! અઘરું નથી ? તેમના જવાબે મને મારા ભૂતકાળમાં મોકલી દીધો. તેઓએ કહ્યું, કે ભાઈ, બાળપણથી જ મારા પિતાજી ન હોઈ મારા માતાજી મજુરી કરતા અને અમને ભણાવ્યા. મેં જેતપુર પેટે કોથળા બાંધી સાડી પર રંગકામ કર્યું છે અને નોકરી નહોતી ત્યારે આજુબાજુના ગામમાં વિદ્યાર્થીઓને ખુબ ઓછી ફી લઇ ટ્યુશન કરી ભણાવ્યા પણ  છે. શિક્ષક તરીકે નોકરી મળતા હું પરમાત્માનો આભાર માનું તેટલો ઓછો છે કારણ મેં જીવનનો ઘણો મોટો સમય અભાવ અને મહેનતમાં પસાર કરેલ. મને મારી મહેનતનું પરિણામ ભગવાને આપ્યું. આજે જયારે હું મારા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ કે અન્ય કામમાં હોઉં ત્યારે એ જ વિચારું કે હું પણ આવા વિદ્યાર્થીઓની જેમ મજુરી કરનાર પરિવારમાંથી જ આવું છું. મેં પણ મજુરી કરેલ છે, મેં પણ આ વિદ્યાર્થીઓની જેમ અભાવ વાળું બાળપણ વિતાવેલ છે. મને કોઈ સારા શિક્ષક મળ્યા અને આજે હું શિક્ષક બન્યો, આર્થિક સધ્ધર થયો. મારા આ વિદ્યાર્થીઓમાના વિદ્યાર્થીઓ પણ પોતાનું ઉજ્વળ ભવિષ્ય કરે અને તે માટે  મારે વ્યક્તિગત કોઈ કચાશ ન જ રાખવી જોઈએ...!! તેઓ કહેતા હતાં કે ‘હું મારા દરેક વિદ્યાર્થીમાં મારું બાળપણ, મેં ભોગવેલ મુશ્કેલીઓને જોવું છું, અને તેમની સાથે મહત્તમ સમય પસાર કરી શીખવવા પ્રયત્નશીલ રહું છું. તેઓ જયારે તેમના ભૂતકાળના ખરાબ દિવસો અને વર્તમાનમાં તેમના વિદ્યાર્થીઓ માટેની કામગીરી અંગે વાત કરતા ત્યારે લાગતું કે તેમને દુ:ખને સાચી રીતે અનુભવ્યું છે. બળદેવભાઈ જેવાં એક શિક્ષક સાથે કામ કરવાનો આનંદ અનેરો છે. કહી શકું કે, મને મારા જ બ્લોકમાંથી એક સારા શુભેત્છ્ક મળ્યા, એક સારા મિત્રનો વધારો થયો. હું માનું છું કે, આવા શિક્ષકોજ આવતી કાલને બદલી શકે. જે કોઈની પીડા અનુભવે તે જ કોઈને પીડા મુક્ત કરી શકે. આથી જ, કદાચ નરસિંહ મહેતાએ કહ્યું હતું કે “વૈષ્ણવ જન તો એને જ કહીએ જે પીડ પરાઈ જાણે રે ..“ આ દેશ સાચા અર્થમાં ત્યારે જ આઝાદ થશે, આ દેશ સાચા અર્થમાં ગંદા પોલીટીક્સથી ત્યારેજ મુક્ત થશે જયારે સમાજની પ્રત્યેક વ્યક્તિ એક બીજાની પીડા સમજી તેન ભવિષ્ય માટે વિચારશે, કામ કરશે. આ કામ શિક્ષક વધુ સારી રીતે  કરી શકે...કારણ શિક્ષકે શિક્ષણ દ્વારા સમાજ ઘડતર કરવાનું છે. જે દીવસે તમામ સરકારી કર્મચારી, નેતાઓ અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવી બેઠેલ લોકો અન્યોની પીડા, દુઃખ, તકલીફો સમજી તે નિવારવા સાચા અર્થમાં કામ હાથ ધરાશે તે દિવસે ભારત વિશ્વમાં એક વિકાસ થયેલ રાષ્ટ્રની સાચી ઓળખ ધરાવતું હશે.  આપણે આ સદ્કાર્ય જરૂર કરીશું, જો પીડ પરાઈ જાણીશું તો !!!... Feel the pain

Wednesday, April 2, 2014

આગવા અનોખા... કિંજલબેન



        ગુજરાત સરકારનો ગુજરાતના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોથી માંડી વાનપ્રસ્થાશ્રમે પહોંચેલા નાગરિકોના રમત-ગમત કૌશલ્યોને વિકસાવવાની  તક મળે તે માટે ખેલ મહાકુંભનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન થઇ રહ્યું છે.
ખેલ મહાકુંભ-૨૦૧૩ માં દેત્રોજ તાલુકાની કુકવાવ પ્રા.શાળામાંથી શાળાના ૧૨ વર્ષથી નીચેની વય જૂથમાં ૬૦ મીટર દોડ તથા સ્ટેન્ડીંગ બ્રોડ જંપ રમતમાં કુલ ૧૩૫ વિદ્યાર્થી ,વિદ્યાર્થીનીઓનું ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.ગામ કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને દેત્રોજ મુકામે સીટ કક્ષાએ યોજાયેલ  ૬૦ મીટર સ્પર્ધામાં ભાગ લેવા લઇ ગયેલ જેમાં શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોલંકી કિંજલબા ધર્મેન્દ્રસિંહ પ્રથમ આવેલ .ભણવામાં તેજસ્વી એવી આ વિદ્યાર્થીનીએ રમત-ગમત સ્પર્ધામાં પણ શાળાને ગૌરવ અપાવતાં શાળા પરિવારે આ વિદ્યાર્થીની હજુ આગળ પણ સારો દેખાવ કરે તે માટે સતત સખત મહેનત દ્વારા તેને કોચિંગ આપ્યું .
       ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ આ વિદ્યાર્થીનીએ શ્રેષ્ઠ દેખાવ ચાલુ રાખતાં પ્રથમ આવી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું.હવે પછીની સ્પર્ધા જે જિલ્લા કક્ષાની હતી તેમાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે તે માટે શિક્ષકોએ પણ આ વિદ્યાર્થીની પાછળ આકરી મહેનત કરી .વિમલમાતા હાઇસ્કૂલ ધંધુકા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ૬૦ મીટર દોડ સ્પર્ધામાં પણ આ વિદ્યાર્થીનીએ ઝળહળતો દેખાવ કરીને પ્રથમ સ્થાન હાંસલ કરતાં વિદ્યાર્થીની ,તેને માર્ગદર્શન આપનાર શિક્ષકો,શાળાના આચાર્ય ઉપર ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ.ખાસ કરીને આ ઇવેન્ટ પછી ટૂંક સમયમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર પ્રેરિત,બી.આર,સી.દેત્રોજ દ્વારા આયોજિત તાલુકા કક્ષાના પ્રાથમિક શાળાના બાળકો માટેના રમતોત્સવમાં આ વિદ્યાર્થીનીના હસ્તે વ્યાયામ જ્યોતનું પ્રસ્થાન ,વિદ્યાર્થીનીનું  સમારંભમાં પધારેલ દેત્રોજ  તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિપસિંહ સોલંકી , તાલુકા વિકાસ અધિકારીશ્રી , તા.કે.નિ.શ્રી ચંદ્રિકાબેન પટેલ તથા બી.આર.સી.કૉ.ઓર્ડી.શ્રી રોહિતભાઈ રાવલ દ્વારા સન્માન કરવામાં આવ્યું .ઉપસ્થિત તમામ મહેમાનોએ આ વિદ્યાર્થીનીને તાલીમ આપનાર શિક્ષકો તથા શાળાના આચાર્યને ખૂબખૂબ અભિનંદન આપ્યાં .   
          બી.આર.સી રમતોત્સવ - દેત્રોજ  

આમ ત્યારબાદ કુમારી કિંજલે રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લીધેલ પરંતુ ત્યાં વિજેતા થવામાં સફળતા ન મળી. પરંતુ તે હિંમત હાર્યા વિના આવતા વર્ષ માટેની તૈયારી શરુ કરી દીધેલ છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ગ્રાઉન્ડ પર રાજ્ય કક્ષાની સ્પર્ધા વખતે કુમારી કિંજલ (લાલ રંગના ડ્રેસમાં)

Saturday, March 29, 2014

આગવા, અનોખા... સોમનાથ


તારીખ ૨૪ માર્ચ ૨૦૧૪, સોમવારે અમદાવાદ એસ.એસ.એમાં ઓફિસમાં ઓઆઈસી કોમ્પ્યુનીટી મોબીલાઈઝેશન શ્રી કાજલબેન શ્રીવાસ્તવ સાથે થયેલ ચર્ચા દરમિયાન બાવળા બ્રાંચ શાળાના એક વિદ્યાર્થી અંગે પરિચય મેળવ્યો. એસ.એસ.એ અમદાવાદના ઓઆઈસી ટીટી શ્રી દિલીપભાઈ વડેરા અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ લેઉવા (CRC Coordinator, Bawla) પાસેથી આ વિદ્યાર્થી અંગેની કેટલીક માહિતી અને ફોટોગ્રાફ મેળવ્યા. અમદાવાદ જીલ્લાના આગવા અનોખા બાવળા કુમાર બ્રાંચ શાળાના વિદ્યાર્થી વિષે બ્લોગમાં પ્રસિધ્ધ કરવાનો આનંદ છે.
જેની ભૂમિને પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન તેમનાં પાવન પગલાઓથી તૃપ્ત કરી છે અને બકાસુર નામના રાક્ષસનો વધ કરી લોકોને ભયમુક્ત બનાવ્યા તેવા આજના આપણા બાવળા શહેરમાં અમદાવાદ જીલ્લા પંચાયત હસ્તકની પાંચ શાળાઓ આવેલી છે. આપણી શાળાઓમાં અભ્યાસક્રમ/પાઠ્યક્રમ સાથે સાથે શિક્ષણમાં સહભ્યાસિક પ્રવૃત્તિઓને પણ મહત્વમાં ગણવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે  વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ખુબ જરૂરી છે.  ‘એડેપ્ટસ’ ના વિવિધ વિધાનોમાં જણાવ્યા મુજબ ‘બાળકમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરી તેનું સન્માન કરવું’ આ સમાજની શિક્ષક માટેની અપેક્ષા છે. રાજ્યની શાળાઓમાં ચિત્રકામ, ગીત સંગીત, ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, રમતોત્સવમાં, હસ્તકલા જેવાં વિવિધ વિષયો દ્વારા વિદ્યાર્થીઓણો સર્વાંગીણ, શૈક્ષણિક વિકાસ કરાઈ રહ્યો છે.
અમદાવાદ જીલ્લાના બાવળામાં બ્રાંચ શાળાનો ધોરણ -૩નો વિદ્યાર્થી સોમનાથ વિશ્વનાથ ગોસ્વામી પણ ચિત્ર કળા દ્વારા પોતાના જીવનને રંગોથી ભરી રહ્યો છે. સોમનાથ આર્થિકરીતે અત્યંત ગરીબ કુટુંબમાંથી આવે છે. તેના માતા પિતા જયારે સોમનાથને ધોરણ ૧ માં પ્રવેશ માટે આવેલ ત્યારે ધોરણ -૧ ના વર્ગ શિક્ષકે વિદ્યાર્થીનું નામ પૂછતાં તેના પિતાએ જણાવેલ કે 'બહેન હજું કોઈ ચોક્કસ નામ નક્કી નથી કર્યું તમે જ સારું, તમને ગમતું નામ લખીદ્યો ને! !' શિક્ષિકાબહેને વિદ્યાર્થી સોમનાથ જીનની ચાલીમાંથી આવતો હોઈ તેમજ તેના પિતાનું નામ વિશ્વનાથ હોઈ વિદ્યાર્થીનું નામ ‘સોમનાથ’ આપ્યું.
સોમનાથ અમારા જીલ્લાનું ગૌરવ, અમારો આગવો અનોખો વિદ્યાર્થી...
સોમનાથને ધોરણ-૧માં દાખલ કર્યો ત્યારથી શ્રી શોભનાબેન અને શ્રી થાકારભાઈ તેના વર્ગ શિક્ષક રહ્યા છે. બંને શિક્ષકો અને શાળાના અન્ય શિક્ષકોએ સોમનાથમાં રહેલી ચિત્રકલાને પારખી. સોમનાથ આર્થીક રીતે પછાત હોઈ શાળાના શિક્ષકોએ સોમનાથને ચિત્રકામ માટે જરૂરી કાગળ, પેન્સિલ, રંગ વિગેરે પુરા પડ્યા. શિક્ષકના આ આત્મ વિશ્વાસને સોમનાથને પુરા પાડતાં પોતાનું કૌવત કાગળ પર કંડારવાનું શરુ કર્યું. સોમનાથે ધોરણ ૩ ગુજરાતી પાઠ્યપુસ્તકના તમામ ૧૮ પાઠમાં આવતા ચિત્રો આબેહુબ દોર્યા. આ ચિત્રો સોમનાથની પ્રોફાઈલ અને પોર્ટફોલીઓમાં મહત્વનો હિસ્સો બન્યા. સોમનાથના ચિત્રો જોઈ શાળા અને તેના મહોલ્લાના અન્ય વિદ્યાર્થીઓ પણ ચિત્રકળામાં રસ લેતા થયા છે. સોમનાથે પોતાની ગરીબી, આર્થિક પછાતપણું, જીવનની હાડમારીઓ અને એવા અનેક પ્રશ્નોને મહાત કરી જીવનને રંગોથી ભરવાના માર્ગને પોતાનો માર્ગ બનાવ્યો. સોમનાથના રંગીન ચિત્રો સોમનાથની આર્થિક ગરીબી કે અશિક્ષિત પરિવારની મુશ્કેલીઓને ઢાંકી દે છે...કદાચ આ રંગો જ સોમનાથના જીવનને રંગોથી રંગીન બનાવી દેશે !! પરમાત્મા સોમનાથને સૌ સફળતાના શિખરો સર કરી શકે તે માટે શક્તિ આપે.
 ચાણક્યની જાણીતી ઉક્તિ, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા...’ કે પછી (અજ્ઞાત) કવિની કવિતાની પંક્તિ, ‘ હું શિક્ષક છું, હું સર્જક છું, હું મનમાં મુનાઝાનારો છું. હું નિત નવા પ્રયોગોથી બાળકને રીઝવી જાણું છું. હું ચીતરું છું ચીતરી ચડે તેવું, પણ ચીતરી ચડે તેવું ચિતરનારને હું મહાન ચિત્રકાર બનાવી જાણું છું..હું શિક્ષક છું, હું સર્જક છું...’ આવી ઉક્તિ કે પંક્તિઓ બાવળાની બ્રાંચ કુમાર શાળાના આવા સન્નિષ્ઠ શિક્ષકોને ધ્યાને લઈને જ લખાઈ હશે !! આ સરાહનીય કાર્ય માટે શાળાના શિક્ષકો, બી.આર.સી/ સી.આર.સી કૉ ઓર્ડીનેટર તેમજ શાળા સાથે સંકળાયેલ સૌ ટીમ એજ્યુકેશન, અમદાવાદના સભ્યોનો આભાર અને અભિનંદન.
અહી પૂર્વ DDO, Ahmedabad, Shri Banchhanidhi Pani સાહેબે ઉજવેલ ‘Dream Festival’ ને જરૂર યાદ કરવાનું મન થાય. આવા આગવા અનોખા, વિદ્યાર્થીઓને જીલ્લા કક્ષાએ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ‘Dream Festival’ નું આયોજન કરવામાં આવેલ.
આપની શાળામાં પણ આગવા અનોખા વિદ્યાર્થીઓ હોય કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે કોઈ નવતર પ્રયોગો કે પ્રયત્નો થઇ રહ્યા હોય તો જરૂરથી અમને મેઈલ કરશો. અમો આપના  યોગ્ય પ્રયત્નોને માન. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ, એસ.એસ.એ, (ક્યુઈસેલ)- ગાંધીનગર કે  આઈ.આઈ.એમ ઇનોવેશન-અમદાવાદ સેલ સુંધી પહોંચાડવા પ્રયત્ન કરીશું અથવા તે અંગે આપને જરૂરી માર્ગદર્શન આપીશું.

સોમનાથ... અમારો આગવો,અનોખો ચિત્રકાર


 સોમનાથના ચિત્રો....




 શ્રી કાજલબેન શ્રીવાસ્તવ અને શ્રી અલકાબેન વ્યાસ , ધોરણ ૩ સોમનાથના વર્ગની મુલાકાત
 

Monday, March 10, 2014

આગવા અનોખા... શ્રી પ્રતિકભાઈ વૈધ

આજની મારી શાળા મુલાકાતે મને આ પોસ્ટ લખવા પ્રેરીત કર્યો...
મારા ક્લસ્ટરની મુખ્ય શાળા એટલે નદીશાળા. મારું ક્લસ્ટર નદીશાળા જૂથ સંસાધન તરીકે જ ઓળખાય આથી સ્વાભાવિક છે મારી મુલાકાત નિયમિત પણે આ શાળામાં થતી જ હોય. મારી આ મુલાકાત દરમિયાન મને આ શાળાના તમામ શિક્ષકો મળે એ પણ સ્વાભાવિક જ કહી શકાય. આજે મને લાગ્યું કે મારા ક્લસ્ટરની શાળાઓની માહિતીતો હું બ્લોગ પર મુકાતો જ રહું છું આજથી મારા શિક્ષક ભાઈ-બહેનો, વિદ્યાર્થીઓની ખાસિયત અને તેમની આગવી અનોખી બાબતો પણ આપની સમક્ષ મુકવાનું શરું કરુતો ?? અને એનો પ્રથમ મણકો એટલે મારી નદીશાળા ક્લસ્ટરની નદીશાળા શાળાના શિક્ષક શ્રી પ્રતિકભાઈ ભરતભાઈ વૈધ. આમતો તેઓ અમારી શાળામાં આવ્યે માંડ માંડ છ મહિના થયા હશે પરંતુ ગ્રામજનો,વિદ્યાર્થીઓ સાથે મેળવેલ ઘરોબો જોતાં લાગે કે પ્રતિકભાઈ વર્ષોથી આ શાળામાં કે આ ગામમાં રહેતાં હશે !! સ્વભાવે સરળ, દરેક કામને દિલથી કરનાર પ્રતિકભાઈ પોતાની ત્રણ વર્ષ જેટલી શિક્ષક તરીકેની સિનીયોરીટી સુરેન્દ્રનગરમાં છોડી અમારી શાળામાં આવ્યા. આમતો તેઓ ગણિત-વિજ્ઞાનના શિક્ષક છે પરંતુ તેઓ પ્રસિદ્ધિ પામ્યા સંગીત શિક્ષક તરીકે. પ્રતિકભાઈનો પૂરો પરિવાર સંગીતમાં વિશારદ હોઈ સંગીત પ્રત્યે તેમનું બંધન સમજી શકાય.
(રેકોર્ડીંગ સ્ટુડીયોમાં ગીત ગાતા પ્રતિકભાઈ)

આ સત્રની શરૂઆતમાં અમારી મુલાકાત અમદાવાદ અંધજન મંડળના રેકોર્ડીંગ સ્ટુડીયોમાં થઇ. અહી અમે રાજ્યની પ્રજ્ઞા શાળા માટેની ધોરણ ૧ થી ૫ ના કાવ્યોની ઓડિયો સીડીના  રેકોર્ડીંગ તેમજ તૈયારી માટે મળેલા. અઠવાડિયા જેટલો સમય સાથે રહ્યા અને આ સમયે એમને મળવાનો અને સમજવાનો મોકો મળ્યો. જોગાનુજોગ એ દિવસોમાં જ ધોરણ 6 થી   8     ના શિક્ષકોની ભરતી અને પ્રતિકભાઈ પણ જીલ્લા પસંદગીમાં ગયા. તેમને અમદાવાદ જીલ્લો મળ્યો અને મારા ક્લસ્ટરની શાળા એટલે નદીશાળા પણ મળી.
(રેકોર્ડીંગ સ્ટુડીયોમાં ક્મ્પોઝીસન)

પ્રતિકભાઈ ધોરણ ૧ થી ૫ પ્રજ્ઞા શાળાઓ માટે તૈયાર થયેલ કાવ્યોની સીડીમાં ક્મ્પોઝીસર અને સિંગર છે. તેઓએ ગયા મહીને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ (ગ્રામ્ય) દ્વ્રારા તૈયાર કરવામાં આવેલ  ધોરણ ૭ ના કાવ્યોની સીડી તૈયાર થઇ રહી છે તેમાં પણ ક્મ્પોઝીસન અને ગાવાનું કાર્ય સાંભળ્યું છે. અમારા નદીશાળા શાળાના વિદ્યાર્થીઓ હવે સૂરમાં ગાય છે અને પ્રાર્થના સભા સંગીતમય વાતાવરણ બનાવી દે છે.
(બાયસેગમાં પ્રાર્થના રજૂઆત)

પ્રતિકભાઈ માત્ર સંગીત માટે જ કામ નથી કરતાં. તેઓ ગણિત- વિજ્ઞાન વિષયના શિક્ષક  છે અને વર્ગમાં જુદા-જુદા પ્રયોગો કરતા રહે છે. વિદ્યાર્થીઓ સાથે તેમણે આત્મીયતા કેળવી હોઈ ખુશ થઇ વિદ્યાર્થીઓ તેમના વર્ગમાં કામ કરતા જોવા મળે. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ટેકનોલોજીમાં પણ તેઓ શિક્ષિત કરી રહ્યા છે. આનંદની વાત તો એ કહી શકાય કે તેઓએ વિદ્યાર્થીઓને નેટનો ઉપયોગ કરતા શીખવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા મને તેમના વર્ગખંડની માહિતી આપતા મેઈલ કરવામાં આવી રહ્યા છે. તેમણે તેમના વર્ગના કેટલાક વિદ્યાર્થીઓના પણ મેઈલ આઈડી તૈયાર કરાવ્યા. ક્લસ્ટર કક્ષાની એક દિવસીય શિક્ષક તાલીમમાં તજજ્ઞ તરીકે પ્રતિકભાઈ ઘણા ઉપયોગી થઇ રહ્યા છે. મને  મને ગર્વ છે મારા ક્લસ્ટરના દરેક શિક્ષક આગવા અનોખા છે. પ્રતિકભાઈની કેટલીક તસ્વીર અહી આપના માટે...

(વર્ગખંડમાં વિજ્ઞાન શિક્ષણ)

(શિક્ષક તાલીમમાં તજજ્ઞ તરીકે)

(શિક્ષક તાલીમમાં ટેકનોલોજીણો ઉપયોગ કરતા...)
 મને  મને ગર્વ છે મારા ક્લસ્ટરના દરેક શિક્ષક આગવા અનોખા છે. 

Friday, January 31, 2014

આગવા અનોખા... શ્રી રાજેન્દ્રસિંહ રાણા

પ્રેરણા મૂર્તિ...
આજે  ગમાનપુરા શાળામાંથી મને મેઈલ મળ્યો. પ્રથમતો મેઈલ અક્ષર સહ અહી મૂકતા આનંદ થાય છે. 
               અહેવાલ
              આજ રોજ તા.29/1/2014ના રોજ અત્રે ની શાળામાં શ્રી
રાજેન્દ્રભાઇ જી.રાણા કે જે માંડલ તાલુકાના
વતની છે અને એક અંધ હાસ્ય કલાકાર છે. તેમણે શાળામાં આવી બાળકોને ગમ્મત
સાથે જ્ઞાન આપી ભણતરનો
 બોજો થોડા સમય માટે હળવો કરી હાસ્યનો એક દરબાર ભરવાની રજૂઆત કરી. તેઓ એ
બાળકોને નાના નાના
 ટુચકાઓ, હાસ્ય ઉપજાવે તેવી રીતે સમાચાર કહ્યા. ત્યારબાદ બાળકોને થોડુ વૈદિક ગણિત
શિખવાડ્યુ અને પછી થોડીવાર બાળકોને ''કૌન બનેગા કરોડપતિ'' ની રમત દ્વારા
બાળકોને જ્ઞાન આપ્યુ.

               આ રીતે બાળકો એ પણ આ હાસ્ય દરબાર ને સારી રીતે માણ્યો.
     આ સાથે ફોટો અટેચ કરેલ છે.

- આચાર્યશ્રી, ગમાનપુરા

  મેઈલ વાંચી મેં તેમના આચાર્યશ્રી નો ટેલીફોનીક સંપર્ક કરી વિગતો જાણી. આચાર્યશ્રી મંગળભાઈના કહેવા મુજબ, 'બપોરે લગભગ ૨.૩૦ કલાકે એક અંધ ભાઈ ઓફીસમાં જાતે ચાલીને આવ્યા. અમે એમને બેસવા ખુરશી આપી. તેઓ સાહજિક રીતે સામાન્ય માણસની જેમ જ બેઠા અને પરિચય આપ્યો કે મારું નામ રાજેન્દ્રસિંહ છે. હું વરમોરથી આવું છું. વિદ્યાર્થીઓ સમક્ષ જ્ઞાન સાથે ગમ્મતનો કાર્યક્રમ કરુ છું. જો વિદ્યાર્થીઓને પસંદ આવે તો મહેનતાણા પેટે જે આપે તે લઉં છું. અમે તેઓને ઉચક રકમ આપવા કહ્યું પરંતુ તેમણે આ માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું કે સાહેબ,હું દરબાર છું અને એમ ભીખ નથી માંગતો. વિદ્યાર્થીઓને મારો કાર્યક્રમ પસંદ આવે તો તેઓ જે આપે તે જ હું લઈશ. આ સાંભળી અમને આનંદ થયો. તેઓએ કાર્યક્રમ રજુ કર્યો અને વિદ્યાર્થીઓને પ્રેરણા,પ્રોત્સાહન અને કઈક નવું મળ્યું."
મિત્રો, દેશમાં એવા પણ લોકો છે જેઓ કઈ પણ કાર્ય કર્યા વિના ઘણું બધું મેળવવા પ્રયત્ન કરે છે..અને આ ભાઈ અંધ હોવા છતાં...તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ સુંદર કાર્યક્રમ રજુ કર્યો. બ્લેકબોર્ડની મદદથી ઝડપી ગણતરી, કૌન બનેગા કરોડપતિ જેવી રમત રમાડી ઘણું બધું શીખવ્યું. સામાન્ય અને વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. દ્રઢ મનોબળથી શારીરિક વિકલાંગતા સામે લડવાની હિંમત મળી. આવા માણસોમાંથી આપણને  પણ સતત કાર્યરત રહેવાની અને જીવનમાં જે મળ્યું છે તેના દ્વારા આગળ વધવાની આપણને પ્રેરણા મળતી રહે છે...આપનો આભાર શ્રી રાજેન્દ્રસિંહ.  આપ સમાજ માટે પ્રેરણામૂર્તિ છો...શ્રી મંગળભાઈ અને બહેનશ્રી ધારાબહેનનો દ્વારા આવા પ્રેરણાદાયી સમાચાર વહેંચવા બદલ આભાર...

Friday, March 26, 2010

Pranav Mistri ..... The Real Indian Idol...The hero of youngster



છેલ્લા કેટલાંક દિવસોથી ગુજરાતીઓ અને ખાસ કરીને આઈ.તી ક્ષેત્ર ના ગુજરાતીઓ જેનું નામ રટ્યા કરે છે, એક એવો યુવાન કે જેને પોતાના દેશનું નાગરિકત્વ આપવા દુનિયાના બધાં વિકસિત દેશો પ્રયત્ન કરી રહ્યા છે, એક એવું વ્યક્તિત્વ જેને ગુજરાતના તમામ લોકો ગૌરવથી અમારો છે કહી શકે તે એટલે પ્રણવ મિસ્ત્રી. ગરવા ગુજરાતીઓનું ગૌરવ, વિશ્વકર્મા ભગવાન ના વંશજ એવા સામ પિત્રોડાએ ટેલીકોમ ક્ષેત્રે વિશ્વમાં પોતાણી ઓળખ ઉભી કરી ટેલીફોન સસ્તા અને ગરીબોના હાથ સુંધી પહોચાડ્યા , DOT શક્ય બનાવ્યું તો બીજા પનોતા પુત્ર પ્રણવ મિસ્ત્રીએ “સીક્ષ્થ સેન્સ” ની મદદ થી બનાવેલ ડીવાઇસ આજે વિશ્વને નવી દિશા આપશે.મેં સમ્ભાલ્યું છે તે મુજબ પ્રણવભાઈ પાલનપુર વિદ્યામંદિર ના વિદ્યાર્થી. બારમાં ધોરણમાં ઓછા માર્ક્સ આવતા નીરમા ઇન્સ્ટીટ્યુટમાં bachelors degree in Computer Science and Engineering નો અભ્યાસ કરી અમેરિકા અભ્યાસ અર્થે ગયા. અને ત્યાં જઈ આઈટી ક્ષેત્રે વિશ્વને આપી એક એવી શોધ જેના વિશે કોઈ વિચારી પણ ન શકે....જોકે આપણી પરિક્ષા પદ્ધતિમાં ઓછા માર્ક્સ સાથે પાસ થનાર (સામાન્ય વિદ્યાર્થી માટે સમાજ ઠોઠ નિશાળીયો પણ કહે છે...કહેવાતા આ ઠોઠ નીશાલીયાએ વિશ્વના બુદ્ધિજીવીઓ અને મોટા ગજાના વૈજ્ઞાનિકોને ઠોઠ બનાવી દીધા..) પેમેન્ટ શીટ (ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીને પેમેન્ટ શીટ નો સહારો લેવો પડે છે)માં પ્રવેશ મેળવી ઈજનેર બની અમેરિકા જનાર લબરમૂછીયો યુવાન ગજા બહારનું કામ કરે ત્યારે આનંદ અને ગૌરાવતો થાયજ પણ આપણી પરિક્ષા-મૂલ્યાંકન પદ્ધતિ વિશે વિચારતાં “સાલું લાગી આવે છે...” ગરવા ગુજરાતના ગરવા પ્રણવભાઈ વિશે આપણા વિદ્યાર્થીઓને જાણવાથી તેમની સક્સેસ સ્ટોરી કહેવાથી કદાચ આવા બીજા પ્રણવભાઈ ગુજરાતને આપી શકીએ.અહી આપને માટે તેમની વેબ સાઈડના કેટલાંક અંશ આપને માટે લીંક સાથે આપેલ છે...આપ જરૂર મુલાકાત લેશો... એક સરળ, સાલસ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવનાર લાખો યુવાનોના રોલ મોડલ એવા પ્રણવભાઈની વેબ સાઈડમાં જણાવ્યા મુજબ તેમના જ શબ્દોમાં તેમના વિશે સાંભળીયે તો ...
“Nothing can be and cannot be one and at the same time and I am, I am Pranav Mistry.

Currently, I am a Research Assistant and PhD candidate at the MIT Media Lab. Before joining MIT I worked as a UX Researcher with Microsoft. I received my Master in Media Arts and Sciences from MIT and Master of Design from IIT Bombay. I have completed my bachelors degree in Computer Science and Engineering. Palanpur is my hometown, which is situated in northern Gujarat in India.

Exposure to fields like Design to Technology and from Art to Psychology gave me a quite nice/interesting viewpoint to the world. I love to see technology from design perspective and vice versa. This vision reflects in almost all of my projects and research work as well. in short, I do what I love and I love what I do. I am a 'Desigineer'.
I think ...

I think.
And here are some of my thoughts/papers on varied fields.
projects

From my engineering in computer science to my masters in design I worked on a varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, Embedded systems, social computing, … and the list goes on. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief.

projects . SixthSense / WUW

SixthSense / WUW - Wear Ur World
· http://www.pranavmistry.com/images/wuw1.jpg
· http://www.pranavmistry.com/images/wuw2.jpg
'SixthSense' is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. By using a camera and a tiny projector mounted in a pendant like wearable device, 'SixthSense' sees what you see and visually augments any surfaces or objects we are interacting with. It projects information onto surfaces, walls, and physical objects around us, and lets us interact with the projected information through natural hand gestures, arm movements, or our interaction with the object itself. 'SixthSense' attempts to free information from its confines by seamlessly integrating it with reality, and thus making the entire world your computer.
'SixthSense' website
contact

pranav@mit.edu
pranavmistry@gmail.com

Pranav Mistry
75 Amherst Street
MIT Media Lab, E14-548G [map]
Cambridge, MA 02139
USA

http://www.pranavmistry.com