યશને હમણાંથી શાળાએ મુકવા જવાનો મોકો મને મળે છે.જોકે એમાં મારે વહેલા ઉઠાવાની ટેવ પડી અને દીકરા સાથે શાળાએ જવાનો આનંદ પણ મળે...તેની સાથે મને બહુ ગમે છે.કદાચ અત્યારે મારે જીવવાનું કારણ જો કોઈ હોય તો યશ, મારી એક મિત્ર જેને મને મારા બહુ ખરાબ ( કદાચ અત્યારે હું આ બ્લોગ લખવા જીવિત ન જ હોત તેવા ખરાબ દિવસો) દિવસોમાં સચ્ચાઈ સાથે હુંફ,પ્રેમથી પ્રતિકુળ સંજોગોમાં જીવનને જીવતા શીખવ્યું (અત્યારે પણ હું પ્રતિકુળ સંજોગોમાં જીવવા શીખું જ છું...જોકે તેને શીખવવાની પદ્ધતિ બદલી છે.) અને મારા કેટલાક અંગત મિત્રો,,,કદાચ આ બધા ન હોત તો હું અત્યારે જે સ્થાને પહોંચ્યો છું તે ન જ મેળવી શક્યો હોત...આ મિત્રો મને કોઈ ને કોઈ રીતે જીવંત રહેવામાં મદદ કરતા...હસાવતા, રમાડતા અને જીવાડતા...
યશને સવારના સ્કુલ મુકવા અને બપોરના લેવા જતા સમયે પણ તેની સ્કુલથી અમારા ઘર સુંધી આવવાના રસ્તા હું બે ત્રણ દિવસે બદલાતો રહું. જતા-આવતા હું તેને રસ્તો તેમજ દિશા પૂછતો રહો. વાળી તેને મજા પડે તે રીતે તેની સાથે વાર્તાલાપ પણ કરવો જરૂરી. તેને પુછું કે બોલો સાહેબ હવે કઈ બાજુ ? કઈ દિશા ? અને તે strait, left, right વિગેરે કહેતો રહે. આમ તેની દિશાઓનું જ્ઞાન દૃઢ બન્યું. મારા એક મિત્ર દિશા ઓં ભૂલતા હોઈ આજે પણ તેમના જમણા હાથના અંગુઠાના નખ વધારેલા રાખેછે. જોકે યશને નખ નહી વધારવા પડે. હું યશને વ્હાલથી વિલી કહી બોલવું છું. આમતો વિલીયમ્સએ અમારું ત્રણેક વર્ષ પહેલાનું કાલ્પનિક પાત્ર છે. વિલિયમ્સ એ મારા મિત્ર ચંદ્રેશ પટેલે (સી.આર.સી કો-ઓર્ડીનેટર ખોડા,સાણંદ) આપેલ ભેટ છે. અમે ચંદ્રેશને ગઢવી કહીએ.યશની ઉંમર એ સમયે પાંચેક વર્ષની.યશ જમવામાં બીજા બાળકોની જેમ અનિયમિત. ચંદ્રેશ કે ભાવેશ તેને મળે કે ફોન પર વાત કરતા હોય ત્યારે તેમની બાજુમાં રહેતા કાલ્પનિક પાત્ર વિલિયમ્સની વાતો કરે કે આજે તેને પાચ રોટલી ખાધી કે એક ગ્લાસ દૂધ પીધું વગેરે...વગેરે અને યશ ને પોરો ચડાવે. યશ પણ વિલિયમ્સ ની જેમ જમવાની કોશિશ કરે.જયારે યશ ચંદ્રેશ કે ભાવેશના ઘરે જાય ત્યારે વિલિયમ્સને મળવાનું પણ કહે..સમય જતા વિલિયમ્સ તો અમારી વાતો માં આવતો ઓછો થયો પરંતુ યશ જાતે જ વિલિયમ્સ બની ગયો...
યશ સાથે બેસું ત્યારે તેની સાથે અંક્જ્ઞાન, મહીનાના નામ, વારના નામ વિગેરે માટે તાળી રમત, અડવા દાવ, થપ્પો (Hide and seek) વિગેરે રમતો રમું.તેને ગમતી પ્રવુત્તિઓ કરાવતો રહું. તેને શરૂઆતના બે વર્ષ અમે અંગ્રેજી મીડીયમ સ્કુલમાં મુકેલ પરંતુ ઘર, સમાજનું ગુજરાતી ભાષાનું વાતાવરણ અને શિક્ષકોનિ ભણાવવાની પદ્ધતિ-સોરી ગોખાવવાની પદ્ધતિ અમને ન ગમતા અમે તેને ગુજરાતી મીડીયમ માં ત્રીજા ધોરણમાં મુક્યો.અમારા દ્વારા અપાયેલ સમય અને લેગ્વેજ ગેમ્સ તેમજ અન્ય રમતો થી તે સરળતાથી પ્રથમ સત્ર ના અંત પહેલા તો તેનો પ્રથમ ત્રણ વર્ષનો અભ્યાસક્રમ શીખી લીધો.કદાચ પહેલાથીજ ગુજરાતી મીડીયમના વિદ્યાર્થી કરતા પણ વધારે સારી રીતે.બાળકને વધારે શીખવવા બદલે આયોજન પૂર્વકનો આપનો કીમતી સમય આપવો જરૂરી છે.બાળકને અપાયેલ પ્રત્યેક મીનીટ આયોજન પૂર્વકની અને પરિણામલક્ષી હોવી જોઈએ.આપણે બાળક સાથે કોઈ ક્ષમતા સિદ્ધ કરવા ક્યારે રમ્યા ? અમારા વડીલ મિત્ર દિનેશભાઈ પટેલ, (સી.આર.સી કો-ઓર્ડીનેટર સાચના) આવી ઘણી બધી ગણિત માટે ની રમતો જાણે. તેમના માટે બાળકને જો કોઈ વિષય સરળતાથી શીખવી શકાય તેમ હોય તો તે ગણિત. હું ઘણી વાર રાજાના દિવસે યશને સાથે લઇ તેમની સાથે પસાર કરૂ. તેમને પણ એક દીકરો છે. તેને લઇ અમે ચારેય મિત્ર બની દિવસભર ફરીયે. યશ અને મન ને ઇનડાયરેક્ટલી ઘણું બધું શીખાવા મળે જે ક્યારેય ન ભૂલે.
મારા અન્ય એક મિત્ર પ્રકાશભાઈ પરમાર. તેઓ પણ મારી જેમ કીમ માં સી.આર.સી.કો-ઓર્ડીનેટર. અમારા બંને પરિવાર વચ્ચે પરસ્પર ખુબ પ્રેમ.અમે દિવાળીની રજાઓમાં બે દિવસ તેમના મહેમાન બનેલ. કડીથી સુરતનો પ્રવાસ એક યાદગાર સંભારણું બનેલ. તેમની સાથે સુરત, નવસારી અને વલસાડ ની પ્રકૃતિને માનવાનો મોકો મળ્યો.તેમને પણ એક દીકરો. યુગ, યુગ આમતો સાતેક વર્ષનો, પરંતુ જનરલ નોલેજ કે ઇન્ડોર ગેઇમ માં ઘણો પાવરધો.પ્રકાશભાઈ અને પુર્વીભાભી તેની સાથે ખુબ રમે.તેમની પ્રત્યેક રમત યુગ સાથેના સંબંધો અને જ્ઞાન વધારતા રહે. આપણા બાળકને આપણું વ્યાસન થાય તેવા સંબંધ આપણે બાળપણથી જ વિકસાવીએ તો આપણું બાળક મોટું થયા પછી ક્યારેય જુદા રહેવાનું વિચારશે નહિ. બાળકને આપણે રોજ દશ કલાક આપીએ તેના બદલે તેને એક કલાક આપીએ તો પણ તે જીવનભર યાદગાર બને તેવો આપવો.
મારા મિત્ર યોગેશ વિષે તો આપણે પરિચય હશેજ.બહુજ કામગરો, જે તેને પ્રેમથી બોલાવે તેની સાથે દુધમાં સાકાર ભળેતેમ ભળી જાય. બહુજ ભલો અને ભોળો. હમણાજ અમારા એક કાર્યક્રમ માં કોઈએ તેના માટે એવી કોમેન્ટ પાસ કરેલ કે યોગેશ ભારે મળતાવડો, મેં તરત કહ્યું ક હા ભારે મળતાવડો...વિશ્વાશું અને આજ્ઞાંકિત. પાણી જેવો...જે પાત્રમાં રેડો તેવો આકાર બની જાય...ભળી જાય...તેવો બની જાય...હા, પણ તે પાત્ર તેને સ્વીકારવું જોઈએ...કોઈ પણ કપટ વિના...દિલથી...તેને એક દીકરો મૈત્રેયી અને એક દીકરી ગોપી.તે બંને બાળકો પણ તેના જેવા જ. બહુ પ્રેમાળ...કદાચ આ પ્રેમાળ વર્તન અને સાદગી તેમને ભાભીમાંથી મળેલ હશે.ભાભી ભારે બોલકા અને એક દમ સાદા...યોગેશભાઈ તેમના દીકરા સાથે મિત્રની જેમ રહે.તેમનો દીકરો પણ હવે એ ઉંમરનો થયો કે મિત્ર બનાવવો જ રહ્યો. મૈત્રેયી ૧૧ સાયન્સમાં ભણે.ટીનએજર્સ સંતાન પાસે કેવી રીતે વર્તવું અને દુશ્મન પણ કામ બતાવે તો ખંત, મહેનત અને પ્રેમથી કરવું તે યોગેશ પાસે થી શીખું છું.
મારો અન્ય એક મિત્ર ભાવેશ શેઠ(સી.આર.સી કો-ઓર્ડીનેટર ચેખલા,સાણંદ) . તે વર્ગ માં જાય એટલે કોઈ પણ મૂલ્યની વાત વાર્તાથી જ શીખવે.તેમની વાર્તા કહેવાની પધ્ધ્તીજ એટલી સરળ કે તેમાં સમાવેલ મૂલ્યો બાળક સીધાજ અમલી કરે. બાળકને આપણી સાથે રહેવું ત્યારે જ ગમશે જયારે તેને રોજ કઈક નવું શીખવા, જાણવા મળશે. જીવનના મૂલ્યો બાળકને કહેવાથી નહિ પરંતુ આપણી સાથે રાખી આપણા તે પ્રકારના વર્તન થી આવશે. આપણા માટે આપણી શાળાનું કે આપણા વર્ગના તમામ બાળકો એ આપણા પોતાના જ બાળક સમાન છે. આપણું વર્ગમાં અનુપસ્થિત રહેવું બાળકને ન ગમે અને સતત આપણને મિસ કરતા રહે ત્યારે સમાંજવું કે આપણે સાચા શિક્ષક.ગયા વર્ષે અમારે અંગ્રેજીનો દૂરવર્તી શિક્ષન્ અન્વયે એક પાઠ આપવાનો. તેની તૈયારીના ભાગ રૂપે મારા બે મિત્રો ધર્મેશભાઈ અને રાકેશ બંને અમારી દેત્રોજની કન્યા શાળા માં આવેલ. ટીઓ એક દિવસ પાંચમા ધોરણની વિદ્યાર્થીનીઓ સાથે રહેલ.આજે પણ જયારે હું દેત્રોજ શાળાના છઠ્ઠા ધોરણ ના વર્ગમાં જાઉં ત્યારે તે દીકરીઓ રાકેશ અને ધર્મેશને યાદ કરેજ...સાચું કહું તો રાકેશ ની વિદ્યાર્થી ઓ સાથે આત્મીયતા કેળવવાની કળા, ઓછા સમયમાં વર્ગના તમામ વિદ્યાર્થીઓને પોતીકા બનાવી લેવાની આવડત અને અસરકારક વર્ગ વ્યવસ્થાના કૌશલ્યની મને ઘણી વાર મીઠી ઈર્ષા પણ આવે...
શું આપણે ક્યારેય આપનો કીમતી સમય બાળકને આવી રીતે આપ્યો ? શું આપણી પાસે એવા મિત્રો છે કે જેમની આપણ ને મીઠી ઈર્ષા આવે અને આપણે પણ ચાન્સ મળે તેવા મિત્રોના ચાળા પાડી શકીએ...
શું આપણે ક્યારેય આપણો કીમતી સમય બાળકને આવી રીતે આપ્યો ? શું આપણી પાસે એવા મિત્રો છે કે જેમની આપણ ને મીઠી ઈર્ષા આવે અને આપણે પણ ચાન્સ મળે આવા મિત્રોના ચાળા પાડી શકીએ...
મને ગર્વ છે કે મારે ચંદ્રેશ, ભાવેશ શેઠ, દિનેશભાઈ, ભાવેશ પંડ્યા, યોગેશ, પ્રકાશભાઈ કે રાકેશ જેવા ફેમીલી ફ્રેન્ડ છે કે જેમની સાથે હું જીવન ની હરપળ વહેચી હળવો થઇ શકું છું, રોજ નવીનતા મળે અને તરોતાજા રહી શકાય. આવા મિત્રો જીવનને યોગ્યરીતે જીવવામાં મદદરૂપ બને છે. આપ પણ આવા મિત્રોની જીવનમાં મહત્વતા સમજી તેમનો મનમાં આભાર માનો.મારા આ બધા મિત્રોના જીવન જીવવાની એન્ગલ ના ઘણી વાર હું ચારા પાડી હું જીવનનો આનંદ લુટું, હળવો બનું છું.
જો આવા જીવનસાથી મિત્રો તમારે નથી જ તો શોધી અને તેમના ચાળા પાડો, મજા આવશે.
2 comments:
Good day, sun shines!
There have were times of troubles when I didn't know about opportunities of getting high yields on investments. I was a dump and downright pessimistic person.
I have never imagined that there weren't any need in big initial investment.
Now, I feel good, I begin take up real income.
It's all about how to choose a correct partner who utilizes your funds in a right way - that is incorporate it in real deals, parts and divides the profit with me.
You can ask, if there are such firms? I'm obliged to answer the truth, YES, there are. Please get to know about one of them:
http://theinvestblog.com [url=http://theinvestblog.com]Online Investment Blog[/url]
No more advertisement on my blog please. Its educational blog and I don't want to make it commercial one.
Thanks.
Post a Comment