Monday, January 22, 2018
મહત્વનું શું ??? ભણતર કે ગણતર....
Monday, April 3, 2017
With Innovative Students, Teachers and Team Charlotte...
Friday, April 8, 2016
પ્રતિભાશોધ સ્પર્ધા...Talent hunt in Ahmedabad District's Government Schools...
પ્રતિભાશોધ સ્પર્ધા
પ્રસ્તાવના :
માનનીય જિલ્લા વિકાસ અધિકારી અવાર નવાર જીલ્લાની શાળાઓની મુલાકત લેતાં હોય છે. આ મુલાકાત દરમિયાન તેઓશ્રીએ નોંધ્યું કે જિલ્લાના છેક અંતરીયાળ વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ પ્રતિભાશાળી બાળકો અને પ્રતિભાવંત શિક્ષકો ને મળતાં. તેઓશ્રી એ વિચાર્યું કે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રહેલી આ પ્રતિભાને બહાર લાવવા એક પ્રયાસ અને તક આપવાની જરૂરત છે. તેઓએ પોતાનો આ વિચાર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સમક્ષ મુક્યો અને ટીમ એજ્યુકેશન અમદાવાદે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવી દવે સાહેબ ના માર્ગદર્શન મુજબ અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી મહેશભાઈ મહેતા સાહેબના માઈક્રો આયોજન મુજબ અમલ કર્યો....જીલ્લા કક્ષાએ ‘પ્રતીભાખોજ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું અને જિલ્લાને જુદાં જુદાં અઢાર જેટલાં વિભાગો માં કલા ધરાવતાં કલાકાર મળ્યા....
‘પ્રતિભા ખોજ’ કાર્યક્રમ પર એક નજર....
હેતુઓ:
- વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પ્રતિભાને બહાર લાવવી.
- પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું.
- પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિશાળ ફલક પૂરું પાડવું.
- પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કૃત અને પ્રોત્સાહિત કરવાં.
- પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પોતાના વિષયમાં પારંગતતા મેળવવા વિષય નિષ્ણાંત તજજ્ઞો દ્વારા કુશળતા પ્રદાન કરવી.
- ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ , ‘કૉ-ઓર્ડીનેશન’, ‘ટાઈમ મેનેજમેન્ટ’, ‘ગ્રુપ-એક્ટીવીટી’, ‘ટીમ વર્ક’ વગેરે જેવા વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ કરવો.
મુખ્ય અંશ:
- ઉપરોક્ત હેતુઓની સિદ્ધિ માટે અલગ અલગ છવ્વીસ વિભાગો નક્કી કરવામાં આવ્યા.દા.ત. નાટક, સમૂહ નૃત્ય, શીઘ્ર કાવ્ય અને વક્તવ્ય, લોક વાર્તા, સુગમ સંગીત વગેરે.
- સમગ્ર જિલ્લામાં સી.આર.સી ક્ક્ષાએ પ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો. પ્રતિભા શોધ કાર્યક્રમમાં ૧૩૫૨૬ વિદ્યાર્થીઓ અને ૧૮૮૦ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારબાદ જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં બ્લોક કક્ષાએ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાઈ.
- માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જિલ્લા કક્ષાની પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન થયું. દરેક વિભાગમાંથી પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને તક આપવામાં આવી. સીટી તાલુકાની જોધપુર પ્રાથમિક શાળા નંબર - ૧ માં ઉદધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભાર્ગવી મેડમે સ્વયં ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેતા સાહેબે પ્રેરક પ્રવચન દ્વારા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. અલગ અલગ નવ શાળાઓમાં આ સમગ્ર સ્પર્ધા સંપન્ન થઇ. હવે આગામી સમયગાળામાં જીલ્લા કક્ષાએ વિજેતા ઉમેદવારોને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ આકાર લેશે.
ઉપલબ્ધિઓ :
- અમદાવાદ જીલ્લાના છેક છેવાડાના ગામમાં વસતા નાનકડા બાળકને પણ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા સાચા અર્થમાં વિશાળ મંચ પ્રાપ્ત થયો.
- આ સ્પર્ધાના માધ્યમથી બાળકોને વિદ્યાર્થીઓ કેટલાંક એવા હકારાત્મક મુદ્દા શીખ્યા કે જે અન્ય માધ્યમથી શીખવવું મુશ્કેલ છે.
- સંગીત, અભિનય જેવાં ક્ષેત્રોમાં ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ થઇ શકે તેવી તક આ કાર્યક્રમના માધ્યમથી ઉભી કરાઈ.
- ટૂંકમાં આ કાર્યક્રમના માધ્યમથી કલા, સાહિત્ય અને શિક્ષણની શ્રેષ્ઠ સેવા થઇ શકી.
જીલ્લા કક્ષાએ પ્રથમ આવેલ પૈકી પાંચ પ્રતિભાઓનું માનનીય મુખ્યમંત્રીશ્રી ના વરદ્હસ્તે તારીખ: ૬ એપ્રિલ ૨૦૧૬ન રોજ સાણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જ્ઞાનસેતુ, MOU and Joy of Giving અને પ્રતીભાખોજ પર તૈયાર કરવામાં આવેલ પુસ્તિકાનું વિમોચન માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખુબ મહત્વ આપેલ તેમજ દરેક બાબતનું જાતે પ્લાનીંગ કરેલ. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવી દવે સાહેબ ના માર્ગદર્શન મુજબ અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી મહેશભાઈ મહેતા સાહેબ દરેક સ્પર્ધામાં જાતે ઉપસ્થિત રહ્યા અને સ્પર્ધકો અને આયોજક ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલના વરદ્હસ્તે સન્માનિત પ્રતિભાવંત શિક્ષકો અને વિદ્યાર્થીઓની તસવીરો..
Wednesday, February 24, 2016
You are the hope....
સમાજમાં મોટાભાગે શિક્ષકને (આપણને) વગોવવાનું કામ મોટાભાગના લોકો કરતાં હોય છે. ક્યારેક તો શિક્ષકને રસ્તો બતાવનાર શિક્ષકના માર્ગદર્શક કે શિક્ષક પાસે ૨૪ x ૭ કામ લેનાર વ્યક્તિ પણ શિક્ષક ના કામને વગોવે. આમ જ ચલાવના કારણે સમાજમાં શિક્ષક ને ક્યારેક નીચું પણ જોવું પડતું. મારા વકતવ્યમાં હું હંમેશા કહું છું કે કે શિક્ષકના કામને બિરદાવવાનું કામ જ્યાં સુંધી નહી કરી શકીએ ત્યાં સુંધી અપેક્ષિત શ્રેષ્ઠ કામ લેવું મુશ્કેલ.કામ નહી કરનાર શિક્ષકને અને કામ કરનાર શિક્ષકની એક સરખી મુલવણી ઘાતક બની રહી છે. કામ કરનારને સન્માન, પ્રોત્સાહન આપવાથી ઓછુ કામ કરનાર પણ પ્રેરણા લેશે. શિક્ષક પણ માનવ છે અને શિક્ષકને પણ પોતીકું સ્વમાન છે. શિક્ષકના કામને ન જાણનારે ક્યારેય શિક્ષકને વાગોવવો જોઈએ નહી.
શિક્ષક્ના શિક્ષકત્વને ઉજાગર કરવાં અને શિક્ષકનિ સારી કામગીરીને સન્માનવા ના અતિ મહત્વના હેતુને લઈને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી મહેશભાઈ મહેતા સાહેબે એ આજથી જીલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રી અને સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ સ્ટાફ સાથે સમિક્ષા બેઠક ટીમ દેત્રોજ માંડલ સાથે દેત્રોજ તાલુકાના ગીતાપુર પ્રાથમિક શાળાથી કરવામાં આવી. આ બેઠકમાં દેત્રોજ અને માંડલ તાલુકાના...
૨ શ્રેષ્ઠ કામ કરતાં શિક્ષક ,
૨ ઇનોવેતિક પ્રવૃત્તિ હાથ ધરેલ શિક્ષક,
વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનેલ વિદ્યાર્થી સન્માન,
તાલુકાની શ્રેષ્ઠ પ્રજ્ઞા શાળાનું સન્માન,
શાળામાં એક પણ શિક્ષક વ્યસની ન હોય તેવી શાળાનું સન્માન
જે શિક્ષક્ના સંતાન પોતાની કે સરકારી શાળામાં અભ્યાસ કરતાં હોય તેવા શિક્ષકનુ સન્માન.
દાતાશ્રીઓનું સન્માન, તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામ કરનાર શિક્ષક દંપત્તિનું સન્માન,
કરી નવી કેડી કંડારી....શિક્ષકોમાં જોમ અને જુસ્સો ભર્યો. સાથે સાથે તાલુકાના અનાથ વિદ્યાર્થીઓ (એવાં વિદ્યાર્થીઓ જેમને માતા કે પિતા નથી) માટે નક્કર આયોજન કરી આવા વિદ્યાર્થીઓના ભાવી વિષે વિચારવા આયોજન હાથ ધરાયું. સાહેબ ખુદ દેકાવાડા શાળાના આચાર્યશ્રીને તેમની શાળાના બે અનાથ વિદ્યાર્થીઓ માટે કપડાં લાવવા જરૂરી રૂપિયા આપ્યા.
સતત પોણા ત્રણ કલાક સુંધી માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી એ નાનામાં નાની બાબતને ધ્યાને લઇ ને પ્રેરણાદાયી વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા.
સાંજે પોતાની જીવનસાથી સાથે બેસી છ પ્રશ્નોના જવાબ મેળવવા કહ્યુ.
1. તમે વર્ગમાં પ્રવેશૉ ત્યારે બાળકોના ચહેરા પર આનંદ પ્રસરે છે..?
2. તમને તમારા વર્ગના બધાંજ બાળકોના નામ યાદ છે..?
3. તમારા વર્ગના 50% વાલીઓનો ઘરે સંપર્ક કરેલો છે..?
4. તમે નોકરી કરો છો, તે ગામમા કેટલી રાત રોકાયા છો..?
5. શાળા એ અડઘો કલાક વહેલા પ.ચેલ છો કે અડધો કલાક વધુ રોકાયેલ છો..?
6. તમે વર્ગમાં વધુ રોકાયેલ છો કે વર્ગખંડ બહાર..?
પોતાના વક્તવ્યમાં સાહેબશ્રીએ કડવી દવાને મીઠી ચૉકલેટ સાથે રજૂ કરી શિક્ષકને સતત હસતા અને 'સ્વ' નું મૂલ્યાંકન કરતાં રાખ્યા. તેમણે કહેલ કે, બધાને સાંભળનાર કે કોઇનુંય ન સાંભળનાર હંમેશા દુ:ખી થાય છે. તેમણે જણાવેલ કે કેટલાંક માં કેટલુંક ઉગાડવું એટલે ઈથોપિયાની ધરતી પર સફરજન ઉગાડવા જેવું કામ કરવું.
જીલ્લા પ્રાથમિક શશિક્ષણાધિકારી સાહેબશ્રી મહેતા સાહેબ માટે એટલું જરૂરથી કહી શકાય, 'Sir, You are the hope....'
આ સમિક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ ગોહેલ, મહામંત્રીશ્રી જગજીવનભાઇ પટેલ તેમજ દેત્રોજ અને માંડલ તાલુકાના શિક્ષક સંગઠનના પ્રમુખ શ્રી, મંત્રીશ્રીએ ઉપસ્થિત રહી શિક્ષકના સન્માનમાં સહભાગી બની પ્રોત્સાહન આપ્યું.
Saturday, February 13, 2016
Jay Vasavada .... જય વસાવડા... ચાલો શિક્ષકત્વ નિખારીએ...
સંસ્કારધામ, ઘુમા, બોપલ ખાતે આજે 'શિક્ષકત્વના નિખાર પર સમારોહ યોજાયો. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી એમ.પી.મહેતા સાહેબની આયોજનમાં સહભાગીતાને કારણે આ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો. આ સમારોહના મુખ્ય વક્તા શ્રી જય વસાવડા એ હૃદય સ્પર્શી વક્તવ્યથી સૌને વિચારતાં કરી દીધા....સાચુ કહુ તો 'હું શિક્ષક છું..?' આજે સ્વ ને આ પ્રશ્ન કરવાનો મોકો મળ્યો.
પ્રત્યેક વાકય પર 'વાહ'ની અનુભૂતિ કરાવનાર જય વસાવડાના 'શિક્ષક' પાસેની અપેક્ષા પરના કેટલાંક યાદગાર વાક્યો....
#JayVasavada
દરેક વાત પર 'વાહ' ની અનુભૂતિ કરાવી...
# શિક્ષક પાસે ગાડી હોય એનો અનેરો આનંદ,
વિદ્યાર્થીઓને સમજાશે કે જ્ઞાનના રસ્તે ગાડી પણ મળે....
# કોઇ પણ હોદ્દો કે સત્તા ઘણી બધી જવાબદારી સાથે મળે છે. જવાબદારી મુજબનું કાર્ય કરનાર જાતે સફળ બને...અને સમાજને શાંતિ અર્પે....
# Great power comes with great responsibility.
# વગર કહ્યે સમજે એ જ શિક્ષક...
# દુનિયામાં આપણને કોઇ જોતું ના હોય એ સમયે આપણે બીજા સાથે કેવું વર્તન કરીએ છીએ એ આપણું ચારિત્ર્ય....
# મૂલ્યો ઝીલી શકાય પરંતુ શિખવી ન શકાય....
# આ દુનિયામાં આપણાં સિવાય બીજા પણ જીવે છે એ ધ્યાન રાખે એ શિક્ષિત....મૂલ્યવાન....
# શિક્ષકનું કાર્ય એ દાયણ જેવું છે...
# શિક્ષણ એટલે અરીસાઓને બારીમાં બતાવવાનું કાર્ય....
# સવાલ પેદા કરવાની કળા શિખવે એ શિક્ષક.
# શાળામાંથી 'હાશ' લઇ ને ઘરે જાય એવી અનુભૂતિ કરાવે શિક્ષક.
# સફળતા અને નિષ્ફળતા એ માણસે બનાવેલા 'લેબલ્સ' છે. પ્રયત્નો કરનાર જ માણસ.
# શિક્ષણ એટલે અરીસાઓને બારીમાં બદલાવવાનું કાર્ય નથી....
# શિક્ષક એટલે....
- સારો માણસ
- સારો નાગરિક
- સારો ભાવક
- સારો સર્જક
બનાવે એ શિક્ષક...
# મૂલ્યોની વાતો કરવા કરતાં મૂલ્યો જીવી બતાવનાર શિક્ષક
# શિક્ષણના મૂલ્યો...
- સિધ્ધાંત વિહીન રાજકારણ
- પરિશ્રમ વિહીન ધન કમાણી
- સદાચાર વિહીન વ્યાપાર
- કલ્યાણ વિહીન વિજ્ઞાન
- વિવેકહીન સુખ
- વૈરાગ્ય વિહીન ઉપાસના
- ચારિત્ર્ય વિહીન શિક્ષણ
# પૈસો હાથનો મેલ છે કહેનારે અનેક મહેલો બાંધ્યા...મહેલોમાં રાચે....
# આપણાં નામને ગર્વથી બોલી કહે કે હું '.......' નો વિદ્યાર્થી છું એ શિક્ષકનું સૌથી મોટું સન્માન કે પ્રમાણપત્ર...
# દુ:ખ એ વાતનું છે કે બુટલેગર ગાડીમાં ફરે અને શિક્ષક બાઇકમાં....
# મરવા જરૂર જન્મે પણ ઘરડો થવા ન જન્મે એ શિક્ષક....
# શિક્ષણમાં ટહુકાની જરૂર છે.
# શું શિખવવું અને શું ન શિખવવું એ જાણે એ શિક્ષક...
# વળગણ વિના પ્રત્યેક ક્ષણને જીવે એ શિક્ષક....

















