Sunday, June 9, 2013

ADEPTS ....once again for us... 2013


શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ઠ અભિવ્યક્તિ

આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાતમાં  ૨૦૦૮થી એડેપ્ટ્સ અમલી છે. શિક્ષકના શિક્ષકત્વને નિખારવા માટે એડેપ્ટ્સના વિધાનો પ્રમાણે પોતાની જાતને ઘડવી જરૂરી છે. આમ જોઈએ તો એડેપ્ટ્સ એ ટેવ પાડવાનો અર્થાત વલણ ઘડતર માટે છે. ડૉ.પી.ટી.પંડ્યા સાહેબના માર્ગદર્શનથી તૈયાર કરેલ અહીં મુકેલ  કેટલાક પ્રશ્નો જાતને પૂછવાથી આપણા શિક્ષક હોવા અંગેના ખ્યાલો જાતે જ ચકાસી શકાશે.
ક્રમ
વિધાન
સહમત
અસહમત
એડેપ્ટ્સની અમલવારી ગુજરાતમાં જ છે.


એડેપ્ટ્સ શાળાઓ અને એડેપ્ટ્સ શિક્ષકો એ બાહ્ય રીતે અલગ ન પડે..


બાળકો પ્રશ્નો પૂછી જવાબો મેળવે એવું અશક્ય છે.


બાળકોને શિક્ષકો દ્વારા જ જ્ઞાન સંપાદન થાય છે.


સમૂહ પ્રાર્થનાનો હેતુ ધાર્મિક શિક્ષણ આપવાનો છે.


વર્ગકાર્યમાં બધાજ બાળકોની ભાગીદારી અપેક્ષિત છે.


શિક્ષક ગ્રાન્ટ માંથી જ TLM ખરીદી અસરકારક શિક્ષણ થઇ શકે છે.


વિકલાંગ બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખવી.


શિષ્ટ ભાષામાં પ્રત્યાયન કરવાથી અસરકારતા આવે.


૧૦
બાળકે આપેલ જવાબોનો સ્વીકાર કરી તેની ભૂલોની ચર્ચા કરવી જોઈએ.


૧૧
પ્રાથમિક શિક્ષણમા અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચે ભેદરેખા નથી.


૧૨
પાઠ આયોજનમાં ઉલ્લેખ ન હોય તેવા મુદ્દાની પણ વર્ગકાર્ય દરમિયાન રજૂઆત કરાય.


૧૩
‘એડેપ્ટ્સ’ દ્વારા ડ્રોપ આઉટ ઘટી શકે નહી.


૧૪
મૂલ્યાંકન પછી અનુંકાર્ય કરવાથી શિક્ષણકાર્ય પૂરું માનવું.


૧૫
બાળકનો આદર અને RTE સાથે અનુબંધ છે.


૧૬
અસરકારક વહીવટએ આચાર્યશ્રીની જવાબદારી છે.


૧૭
‘એડેપ્ટ્સ’ના વિધાનો સિદ્ધિ માટેનું સ્વ મૂલ્યાંકન દર અઠવાડિયે કરવું.


૧૮
‘એડેપ્ટ્સ’મા માત્ર શિક્ષક અને વિદ્યાર્થી વિકાસ માટેના જ વિધાનો આપેલ છે.


૧૯
આજનું ગુલાબ, રામહાટ, ખોયા-પાયા અને ચબુતરો એટલે જ એડેપ્ટ્સ.


૨૦
‘એડેપ્ટ્સ’મા ચાર ક્ષેત્રો છે.



No comments: