Wednesday, November 25, 2009

Mr Sanjay Srivastav IPS made Gunotsav in real mean

...અને ગુણોત્સવ નિમિતે મૂલ્યાંકન માટે શ્રી સંજય શ્રીવાસ્તવ આઈ.પી.એસ સાહેબ આવી પહોચ્યા. સાહેબની સાથે તેમના ધર્મ પત્ની પણ સાથે જોડાયેલ. બંન્ને નું સામૈયું કરવામાં આવ્યું. સાહેબશ્રી પોલીસ આધિક્ષક હોઈ તેઓની સાથે અન્ય પોલીસ પણ જોડાયેલ. જોકે વિદ્યાર્થીઓ ગભરાય તે માટે સાહેબે સાથે આવેલ સ્ટાફને યુનિફોર્મ વિના લાવેલ. શ્રીવાસ્તવ સાહેબ આવી સીધા પાર્થના કાર્યક્રમ માં જોડાયા. એમ કહેવાય છે કે કોઈ પણ ભૂલ ની સ્વ ના કહેવાથી - હદય માં સાચી અનુભૂતિ થયા પછી ક્ષમા માગવાથી ઈશ્વરના ગુનેગાર રહેવાતું નથી. હું પણ અહી ક્ષમા માંગુછું , કારણ જયારે અમે સાંભળ્યું કે અમારા ક્લ્સ્તરની બે શાળા પૈકી એકમાં પુલીસ અધિક્ષક આવશે, અમે નીશ્ચિત થયેલ. અમને એમ કે પુલીસ વાળા વળી શું તપાસ કરશે ? પરંતુ જેમ દીકરો પારણામાં અને વહુ બારણામાં જણાઈ આવે તેમ સાહેબે તેમના જ્ઞાનો પરિચય અને પ્રામિક શિક્ષ અંગેનો તેમના લગાવનો પરિચય પ્રાર્થના કાર્યક્રમ થી કરાવ્યો. અમે અમારા શીડ્યુલ મુજબ પ્રાર્થના કાર્યક્રમ શરુ કર્યો. અમારી બોસકા શાળામાં સોમવારના દિવસે અંગ્રેજીમાં પ્રાર્થના ગવાય છે. પ્રાર્થના બધાજ વિદ્યાર્થીઓ ગાતા હોવાથી સાહેબે કહ્યું કે લાગે છે કે નિયમિત પ્રાર્થના માં અંગ્રેજીમાં ગવાતી હશે.. ત્યાર પછી વિદ્યાર્થીઓએ યોગમુદ્રાઓ શરુ કરી. પછી અભિનય ગીત અને અન્ય કાર્યક્રમો ..પ્રાર્થના કાર્યક્રમ પૂરો થતા સાહેબે અમારા પ્રાર્થના કાર્યક્રમ નું શીડ્યુલ (પાટિયા પર રોજ ના કાર્યક્રમની વિગતો વાળું પાટિયું) લઈ સાહેબે બધા વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી શરુ કરી. સાહેબે પુછ્યુકે તમે નિયમિત અંગ્રેજીમાં પ્રાર્થના કરો છો ? વિદ્યાર્થીઓએ જવાબમાં 'હા' કહેતા સાહેબે કહ્યું કે ધોરણ ચારનો કોઈ એક વિદ્યાર્થી અંગ્રેજીમાં પ્રાર્થના ગાય .. બધાજ વિદ્યાર્થીઓએ પોતાનો હાથ ઉપર કરી ગાવા માટે ની તત્પરતા બતાવતા સાહેબ અને મેડમ હરખાયા. એક વિદ્યાર્થીએ ગાઈ ભલાવ્યા બાદ સાહેબે યોગના લાભ પૂછી ક્યારે કરાય તેમજ એક વિદ્યાર્થી ને વજ્રાસન કરવા કહ્યું તેમજ તેના ફાયદા, ક્યારે કરાય તે પણ પૂછ્યું. વિદ્યાર્થી ઓંએ સાચા જવાબ આપતા હોવાથી સાહેબના ચેરા પરનો આનંદ વાંચી શકાતો હતો. પ્રાર્થના કાર્યક્રમ પછી વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા અને અમે ઓફીસમાં. સાહેબે કહ્યું કે હવે વર્ગમાં પહોચીએ. સાહેબ પૂરી તેયારી સાથે જ આવેલ. તેઓંએ દરેક વર્ગ માટે અલગથી વિશ વિશ વાંચન , લેખન અને ગન માટે ના કાર્ડ લઈ ને જ આવેલ.તેઓએ તેમના સાથે આવેલ કર્મચારીઓને અગાઉથી જ જણાવેલ - સમજાવેલ હોઈ સાહેબ દ્વારા મુકાયેલ ગુણ- માર્ક્સ ચકાસી મૂકી શકતા. અમારે સાથે રહેવા તેમજ સાહેબ દ્વારા પુછાયેલ પ્રશ્નો ના જવાબ જ આપવાના રહેતા, બાકી કામ સાહેબ અને તેમની ટીમ સંભાળી લેતી. મહિનાઓ સુંધી તાલીમ લીધેલ વ્યક્તિ પણ કદાચ આટલી સારી રીતે મૂલ્યાંકન ન કરી શકે.. વિદ્યાર્થીઓ પણ સંકોચ વિના જવાબ આપતા, કદાચ સાહેબે થોડા સમયમાં આત્મીયતા કેળવી હશે અથવા વિદ્યાર્થીઓ માનિસક રીતે તેયાર હશે..અમે પણ એવું નહોતું વિચાર્યું કે સાહેબ શિક્ષ અને સૌનો પ્રેમ જીતવામાં આટલા માહિર હશે? દરેક વર્ગમાં સાહેબે ખુદ દરેક વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગનમાં ચકાસ્યા, મૂલ્યાંકન કરી જાતે જ માક્ર્સ મુક્યા. અમારા પૂર્વગ્રહ કે પુલીસ માટેની માન્યતા સાહેબે ખોટી ઠેરવી. એ બદલ હું સાહેબની ક્ષમા માગીશ. સાહેબે વાલી મીટીંગમાં દરેક વાલીને ધ્યાનમાં રાખવાની દરેક બાબતો પર આત્મીયતા સાથે વાતો સમજાવી.એમ લાગતું કે સાહેબ આ લોકોને વર્ષોથી ઓળખતા હશે અને તેમના પ્રશ્નો અને તેનો ઉકેલ જાણતાં હશે. સાહેબ અને મેડમે આવેલ ગ્રામ જનો અને વિદ્યાર્થીઓનો જે રીતે હદય જીતેલ તે મારા માટે શીખવા જેવું લાગ્યું. સાંજે સાત વાગે શાળા છોડતા ત્યારે વિદ્યાર્થીઓની આંખમાં આંસુ હતા. સાહેબને આવજો કહેતા અમારા મનમાંય દુખની લાગણી જણાતી.

સાહેબના શબ્દમાં ગુણોત્સવ માટે કહુતો, 'ગુણોત્સવ એ એક એવો કાર્યક્રમ છે જેની જરૂર પુરા ભારતમાં છે. ગુણવત્તા સુધારણા માટે નો આ પ્રથમ કાર્યક્રમ છે...'

અને અમારા માટે અમારા કાર્યને - ભૂલોને જાણીને ઉપચારત્મ્ક કાર્ય કરવા માટે નો ઉત્સવ એટલે... ગુણોત્સવ..

અમારા કાર્યની નોંધ લેવા તેમજ તેના પર ડોક્યુમેન્ટ્રી બનાવવા ગુજરાત રાજ્ય માહિતી અને પ્રસારણ વિભાગમાંથી શ્રીમતી નીરાલીબેન જોશી અને શ્રી શુંબ્રમાંનીયમજી કેમેરામેન તરીકે આવેલા. ટીઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે હળીમળીને સુંદર રીતે શુતીન્ગનું કાર્ય કરેલ. તેમનો પણ આભાર માનવો જ રહ્યો.

દિવસભરની અવિસ્મરણીય વાતો કરવા કરતા આવો જોઈએ તસ્વીરો...તસ્વીરો ઘણું બધું કહેશે..


Prayer Assembly an action song









Mid day meal
quality, serving quantity and Kitchen checking by Shri Srivastav sir

























Shri Srivastav sir checked our computer lab and students













Mr Subramanium the camara man from doordarsan (Department of Information and broadcating )who make whole day documentry on gunotsav
...






Class room management discussion










Students in class






During reading test with student




























All villagers discussed with the IPS sir










Mr Sanjay Srivastav sir with villagers







Little angels during cultural programme









Shri Srivastav sir with different village commities
at the end of the day...




Shhri Srivastav sir gave suggestions to students...How to make better career...







Shrimati Srivastav see the photographs of school's activities







Shri Srivastav sir with students after complite the work...at 7 pm









Mr Sanjay Srivastav Sir conform few detail with schools principle Mr Rohitbhai Patel




Mrs Srivastav shared history of bosca with student and teachers after complite the evalution work at 7 pm

3 comments:

Rakesh Nvndsr said...

ગુજરાતી બ્લોગની દુનિયામાં સ્વાગત...અસલી...સ્વાદ આવે છે..છતાં અંગ્રેજી લખવાનું ચાલુ રાખજે.

Ketan Thakar's Blog said...

Ji sir,
I will follow your advise strictly....
Thanks

Ketan Thakar's Blog said...

ji sir,
I will follow your advice strictly.
Thanks