Wednesday, February 3, 2010

આદર્શ શૈક્ષણિક પ્રવાસ

મિત્રો,

મેં મારી અગાઉની પોષ્ટ

શાંતિ...ની શોધમાં અમારી

બોસ્કા પ્રાથમિક શાળાના શિક્ષકો

દ્વારા વિદ્યાર્થી પ્રવાસ વિશે

જણાવેલ. પ્રવાસ પહેલાં પ્રવાસની

સંપૂર્ણ વિગતો વાલીઓં અને

વિદ્યાર્થી અઓને આપવામાં

આવી.પ્રવાસથી આવ્યા બાદ

વિદ્યાર્થીઓંના અનુભવ જાણવા

અને આગામી વધારે સારું

આયોજન કરવા વિદ્યાર્થીઓંની

પરિક્ષ લેવામાં આવી.ગ્રામસભા-

વાલીસભા યોજી

અહેવાલ,નકશો,ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ

સ્પર્ધા તેમજ હિસાબ આપવામાં

આવ્યો.એક આદર્શ પ્રવાસનું

આયોજન કરવામાં આવ્યું. અહી

નમૂનારૂપે પ્રશ્નપત્રનો આપેલ છે.

આપ પણ આપના વિદ્યાર્થીઓં કે

સંતાન સાથે પ્રવાસનું આયોજન

કરતાં હોવ તો જરૂર આ પ્રકારે

પ્રયત્ન કરશો.સાચા અર્થમાં

શૈક્ષણિક પ્રવાસ કરી શકશો.


બોસ્કા પ્રાથમિક શાળા

ગામ: બોસ્કા સી.આર.સી. રામપુરા

તાલુકો : દેત્રોજ જીલ્લો : અમદાવાદ

પ્રવાસ પ્રશ્નાવલી

વિદ્યાર્થીનું નામ : - . . . . . . . . . . . . .. . . . . . . . . . . ધોરણ : - . . . . . . .

તારીખ : - . . . . . . . .પ્રવાસના સ્થળ : - . . . . . . . . . . . . . . . . . . . . . . .

વિભાગ : ૧

પ્રશ્ન : ૧ પ્રવાસના આયોજનની જાણ થતા તમારા મનમાં શું થતું હતું?

પ્રશ્ન : ૨ પ્રવાસ જવાના દિવસે સવારે કેટલા વાગે જગ્યા હતાં ? કે ઊંઘ જ નહોતી આવી ?

પ્રશ્ન : ૩ પ્રવાસ જવાના દિવસે સવારે જાતે જગ્યા હતાં કે કોઈ એ જગાડ્યા હતાં ?

પ્રશ્ન : ૪ પ્રવાસ જવાના દિવસે સવારે ગામનું દૃશ્ય કેવું હતું ?

પ્રશ્ન : ૫ પ્રવાસમાં જઈને આવ્યા ત્યારે ગામનું દૃશ્ય કેવું હતું ?

વિભાગ : ૨

પ્રશ્ન : ૧ પ્રવાસના જોયેલ સ્થળોના નામ આપો?

પ્રશ્ન : ૨ પ્રવાસમાં જોયેલ સૌથી વાળું ગમતા સ્થળનું નામ આપો.

પ્રશ્ન : ૩ પ્રવાસમાં તમે કયા ક્યાં જીલ્લાની મુલાકાત લીધી ?

પ્રશ્ન : ૪ શામળાજીનું મંદિર શાના માટે પ્રખ્યાત છે ?

પ્રશ્ન : ૫ પ્રવાસમાં ગયા પહેલા તમે ક્યારે તમે ક્યારેય ડુંગર જોયો હતો ? જો હા તો કયો ?

પ્રશ્ન : ૬ પર્વમાં કઈ ગિરિમાળા જોઈ ?

પ્રશ્ન : ૭ પ્રવાસમાં તમે ક્યાં ડેમની મુલાકાત લીધી ?

પ્રશ્ન : ૮ બેરણા ગામના મંદિરમાં કયા-કયા ભગવાનના મંદિરો હતાં ?

પ્રશ્ન : ૯ બેરણા ગામના ડુંગરોમાં ટ્રેકિંગના તમારા અનુભવો વર્ણવો.

પ્રશ્ન : ૧૦ અમરનાથની ગુફાઓમાં શું છે ? તે શામાંથી બનાવવામાં આવેલ છે ?

પ્રશ્ન : ૧૧ શાળામાંથી આવતા વર્ષે પ્રવાસનું આયોજન થાય ત્યારે તમને પ્રવાસમાં આવવું ગમશે? કયા સ્થળોએ જવું ગમશે?

No comments: