છેલ્લા બે – ત્રણ દિવસથી ન્યુઝ પેપર્સમાં સૌનું ધ્યાન ખેચતા સમાચારોમાંના એક સમાચાર એટલે “લીવ ઇન રીલેશન”. જી હા, ભારતીય સંસ્કૃતિ વાળી વિચારધારાને જરૂરથી ઠેસ પહોચાડે ટેવો કોર્ટ નો નિર્ણય. કહેવાતા કેટલાંક સંસ્કૃતિ પૂજકો જાહેરમાં આ નિર્ણય નો વિરોધ પણ કરશે. સારું છે આ નિર્ણય કોર્ટનો છે. કોઈ સુધારાવાદી નેતા કે સમાજ સુધારકે આ સત્ય સ્વીકારવાની જરૂર છે તેવી દલીલ કરી હોત તો તેમના વિરોધી પક્ષો, કહેવાતા ભારતીય સંસ્કૃતિ પૂજકો કે વિવિધ મોરચાઓએ રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શિત કાર્યો હોત.પરંતુ અહી કોનું ચાલે? આ તો કોર્ટનો નિર્ણય છે ને? આમેય કોર્ટ જયારે આટલું મોટું સ્ટેમેન્ટ આપે ત્યારે સમાજના દરેક પાસાનો ગહાન્તાપુર્વાકનો અભ્યાસ કરીનેજ આપે ને..?
મિત્રો, મેં અગાઉ મારી પોસ્ટમાં પતિ પત્ની ના વિશ્વાસ અને પરસ્પર પ્રેમ માં આવેલ ઊણપ પર લખેલ. કોઈ અભ્યાસુ દ્વારા પતિ-પત્ની ના સંબંધો અને સમર્પણની ભાવનાનો સ્ટડી કરવામાં આવે કે તો કદાચ પરિણામ ચોંકાવનારા મળે.મને જ્યાં જયારે મોકો મળે ત્યારે હું આ બાબત પર મનોમંથન કરું છું અને મને મળનાર વ્યક્તિને વાંચું છું. આજે મોટા ભાગના લોકોને પોતાના જીવન સાથી સાથે પ્રશ્નો છે પરંતુ સમાજ, લોકો શું કહેશે? કે અન્ય વ્યક્તિગત કારણોને લીધે માંડ માંડ ગળું ગબડાવે રાખે છે. આજે પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ ઓછો અને પ્રશ્નો વધારે જોવા મળે છે.મારા મિત્ર પ્રકાસભાઇ પરમાર અમારા શિક્ષકની ભાષામાં આવા કપલને લઘુતમ સામાન્ય અવયવી કહે. અહી એ કહેવું રહ્યું કે શિક્ષકકોઈ અલગ ભાષા નથી બોલતા તેઓ પણ ગુજરાતીનો જ ઉપયોગ કરેછે પણ છતાં દરેક વ્યવસાયની એક ભાષા હોય છે.ભાષા વિશે ક્યારેક લખીશું તો જરૂર આ વાતને ત્યારે ઊંડાણ પૂર્વક જોઈશું. અત્યારે આપ જયારે આ પોસ્ટ વાંચી રહ્યા છો ત્યારે આપ પોતાને પ્રશ્ન પૂછી જુઓંકે શું આપ આપના જીવન સાથીને પૂરતા સમર્પિત છો ?
ટીવી માં કોઈ બેન્કની જાહેર ખબર આવેછે. પારિવારિક સંબંધો પર ફિલ્માંકન કરી અંતે બેન્કનું સ્લોગન કહેવામાં આવે “રીસ્તોકી જમા પૂંજી” ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને ઉજાગર કરતી કેટલીક જાહેર્ખાબર્માની આ જાહેરખબર જોતા જ વિચાર આવે કે “કાશ મારો પરિવાર પણ આવો હોત તો?”
હમણાં એક વકીલ સાથે બેસવાનું થયું. તેમના કહેવા મુજબ અત્યારે હિન્દુસ્તાનની કોર્ટોમાં જો સૌથી વધુ કેશ છે તો પતિ પત્ની ના વિવાદો (છુટા છેડા-ભરણપોષણ ના દાવા ), ચેક બાઉન્સ અને ઝગડા. પત્ની પીડિતો દ્વારા હમણાંથી કાયદામાં સુધારા લાવવાની લડત ચાલી રહી છે પરંતુ કહેવાતા સમાજ સુધારકો અને વોટબેંક પર જીવતા નેતાઓ આવા કાયદાની તરફેણ શા માટે કરે? એવા કેટલાય વૃધ્ધો છે જેમને પોતાના સંતાનોને મજુરી કરી ભણાવી ગણાવી નોકરી – ધંધા પર ચડાવ્યા હોય. દીકરો પરણે અને ઘરમાં કપાતર વહુ આવતા દીકરાએ ણ ગમતા પરિવાર છોડવો પડે.પોતાના પરિવારને છોડવાનું દુખ હોવા છતાં દીકરો કઈ જ ન કરી શકે અને જો ભૂલથી પોતાના ગરીબ માં બાપને મદદ કરવા પ્રયત્ન કરે અને તેની જાણ પત્ની ને થાય તો ઘરમાં જ મહાભારત. દીકરો તટસ્થ રહેવા પ્રયત્ન કરે તો પત્ની ધાર છોડી પિયરમાં જાય અને કોર્ટમાં કેસ જમા.વર્ષો સુંધી લડવા પછી પણ સમાધાન ન થાય.વગર વાંકે પીડાવવાનું.આવા સમયે કોર્ટ દ્વારા લીવ ઇન રીલેશન શીપ ની માન્યતા મળતા એટલી તો શાંતિ થશે કે કોઈ પુરુષ કે સ્ત્રી એક વર્ષ જુદા રહે અને બે માંથી એક છૂટાછેડાની અરજી કરે પરંતુ સામે વાળું પાત્ર (જે ને વિશ્વાસ છે કે તેના પ્રથમ પર્નેતાને છોડ્યા પછી તેને કોઈ જ નથી સ્વીકારવાનું) જો છુટું ન આપવું અને હેરાન કરવાનું નાટક કરે રાખે ત્યારે લીવ ઇન રીલેશન મદદરૂપ બનશે.
ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એટલે બે કુટુંબો-પરિવારોનું જોડાણ. શક્ય છે કે કદાચ બે પરિવારોનું જોડાણ થાય પરંતુ જેમના માટે ઢોલનગારા વગાડ્યા હોય તે બે વ્યક્તિત્વનું, તે બે હૈયાનું જોડાણ ન પણ થાય. સમાજની વ્યવસ્થામાં જોડવા ખાતર લગ્નગ્રંથીથી જોડાય...એક બીજાને સમજવાને બદલે એક બીજા પર પોતાના વિચારો થોપવાનું કાર્ય થાય અને અંતે સ્વાર્થથી જોડાયેલ બે પરિવારો, બે કુટુંબો વચ્ચે તકરાર થાય. પ્રેમ લગ્ન કરનારમાં આ પ્રશ્નો બહુ ઓછા થાય. કારણ અરેન્જડ મેરેજમાં એક બીજાને સમજે તે પહેલા પરની ગયા હોય જયારે લવ મેરેજમાં સમજ્યા પછી કેટલીયે મુશ્કેલીયો માંથી પસાર થઇ એકબીજાને મેળવ્યા હોય. આમેય મહામાંહેનાતથી મેળેલને ભૂલવું શક્ય છે ખરું? કદાચ લગ્ન ન થાય તો પણ પ્રેમથી જોડાયેલ એકબીજા માટે બધું જતું કરે જયારે આજના સમયમાં અરેન્જડ મેરેજમાં પોતાના અહંકારને સંતોષવા એકબીજાને છોડવા તૈયાર થાય. ગાય, કુતરું કે અન્ય પ્રાણીના બચ્ચાને અડવા જતા જો તે માતા ને ભય લાગશે તો અદાનારને કરડવા આવશે. હું એવી સ્ત્રીઓ અને પુરુષોને સારી રીતે જાણું છું કે જેઓ પોતાના અહમને સંતોષવા પતિદેવને કે પત્નીને પાઠ ભણાવવા પોતાના સંતાન ને છોડતા ખચકાતા પણ નથી.. આમાં પ્રેમ ક્યાં કહેવાય ??આવા લોકો પોતાની મીઠી વાતોથી કદાચ સમાજને છેતરી શકે પણ પોતાના આત્માને ??? જો આમ જ એકબીજાને છેતરવાનું ચાલશે તો, લીવ ઇન રીલેશન સાથે સાથે કોન્ટ્રાક્ટ મેરેજ પણ સમાજની જરૂરિયાત બનશે. પ્રથમ બે ચાર વર્ષ એક બીજાને સમજે પછી જ લગ્ન ગ્રંથીથી જોડાય. મેઘલયા રાજ્યમાં આવિ કાઈક પ્રથા પણ છે. મારો એક મીત્ર ફ્રેન્કલીન ૪૨ વર્ષણી ઉંમરે, એક દીકરી બે દીકરાનો પિતા હોવા છતાં આજે પણ કુંવારો જ છે અને તેના સંતાનની માતા આજે પણ કુંવરાજ છે. તેના કહેવા મુજબ તે બંને એકબીજાને હજુ સમજી શક્ય નથી.જે દિવસે સમજણ સાથે સવિકારશે તે દિવસેજ લગ્ન કરશે.
હજુ વધારે ઊંડાણપૂર્વક વિચારીએ તો લીવ ઇન રીલેશન એટલે માત્ર લગ્ન ગ્રંથીથી ન જોડાવવા હોવા છતાં એક સાથે રહેવું એમ નહિ પરંતુ (શક્ય છે એક બીજાથી જુદા રહી) એક મેકના બનીને રહેવું. મને યાદ આવે છે મારા નજીકના મિત્ર અને પાલનપુર જીલ્લાના દાંતીવાડા તાલુકામાં સી.આર.સી કૉઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શ્રી કેતનભાઈ વ્યાસે ( કેતનભાઈણી ઘણી બધી ખાસીયતોમાંની એક કુબી એટેલે કોઈ પણ પ્રસંગ માટે તે પ્રસંગને બિલકુલ અનુરૂપ પ્રસંગ કહી શકે. તેઓં સારા કવિ, ઇનોવેટીવ વિચારો વાળા અને ટૂંકમાં કહું તો સારા ગમતા મળવા જેવા માણસ ..) કહેલ ગીતગોવિંદનો એક પ્રસંગ...ગીત ગોવિંદ એટલે કવી જયદેવ લિખિત કૃષ્ણ અને રાધાના પ્રેમનું ઉત્તમ કાવ્ય. ગીત્ગોવીન્દના એક પ્રસંગને જોઈએ તો કૃષ્ણ અને રાધા વચ્ચે અબોલા થાય છે.આજેય પતિ પત્ની વચ્ચે અબોલા-ઝગડા થાય અને પત્ની પિયર ભેગી થાય.નિયમિત નિશ્ચિત સમયે એકબીજાને મળવાનું, જોવાના પણ બોલવાનું નહિ. એક – બે ત્રણ આમ દિવસો પસાર થયાં. બંને હાથે ભરાય. ચાર પાંચ દિવસ પછી એક સાંજે રાધેય શ્યામ સમ સામે આવે છે. એક બીજા સામે સ્મિત કરે છે રાધા ભાવ વિભોર બની પગની ઠોકર વાગતા નીચે પડેછે અને .... અહી જયદેવની કલમ અટકી...હવે શું કરવું જેથી બંને ફરી એક મેકમાં મળી જાય. કોઈ પ્રસંગ્જ સૂઝતો નથી. જયદેવ સૂઈ જાય છે અને જયારે વિચારોમાં ખોવાયેલ જયદેવ જાગે છે અને પોતાના કાવ્યને જુએ છે તો પ્રસંગ આગળ વધેલો હોય છે... આગળની પંક્તિઓ લખાઈ ગઈ હોય છે. કહેવાવાય છે કે ખુદ ભગવાન કૃષ્ણે જયદેવની વ્યથા સમજી તે પંક્તિઓ લખી....જેમાં રાધાને ઠોકર વગતા રાધા નીચે પડે છે અને રાધાના પગની લાત ભગવાન કૃષ્ણ ને વાગતા ખુદ કૃષ્ણ પણ નીચે પડે છે. કૃષ્ણનું માંથુ રાધાના ખોળામાં પડતા રાધા વ્હાલથી કૃષ્ણનના માથામાં હાથ ફેરવી ચૂમી લે છે અને કાવ્ય આગળ વધે છે. આવો પ્રસંગ જયદેવના મનમાં પણ આવેલ.પરંતુ જયદેવ એમ વિચારતા કે રાધા ના પગની ઠોકર કૃષ્ણને વગાડાય ખરી ? આ વિચાર જયદેવને કાવ્ય આગળ વધરવા દેતા નથી જયારે કૃષ્ણ ખુદ રાધની ઠોકર વાગે તેનો આનંદ માણવા માગતા હોય છે. આ છે પ્રેમ...આ છે લીવ ઇન રીલેશન....એક મેક સાથે એક મેકના બનીને રહેવું...
ઘરડા ઘરની ક્યાં જરૂર ?? આમેય સમાજના વાડામાં, સંબંધોની જાળમાં ફસાયેલા ન રહેવાથી સંબંધોમાં કડવાસ પણ ઓછી આવેછે. એવા કેટલાય વૃદ્ધ સ્ત્રી પુરુષો જેમને ઘરડા ઘરમાં જવું પડે અથવા ઠેર ઠેર રખડવું પડે તેમના માટે તો કોર્ટનો આ ચુકાદો અમૃત સમાન થશે. જોકે કોર્ટે પત્ની ના ત્રાશથી પીડાતા પતિઓ અને તેમના પરિવાર માટે પણ આવો સુધારા સાથે નો ચુકાદો આપવો જરૂરી છે. ગરીબીનો સામનો કરતા, રાત દિવસ મજુરી કરી સંતાન ને ભણાવી ગણાવી નોકરીએ લગાવે, પરણાવે અને પત્નીના કહેવાથી દીકરો જુદો થાય ? જો દીકરો પત્નીને શરણે ન થાય અને પત્ની અલગ રહે તો તેને ભરણપોષણ માટે કોર્ટ હુકમ કરે જયારે મજુરી કરનાર માબાપને બે ટંકનું ભોજન આપવું તે દીકરાની ફરજ અને દીકરો ફરજ અદા ન કરે તો માબાપ નો હક એ વિશે સરકાર કે કોર્ટે વિચારવાનું જ રહ્યું...ખંધા અને માત્ર વોટબેન્કને લીધે ટકી રહેનાર રાજકારણીયો પાસેથી તો આ અપેક્ષા રાખી જ ન શકાય ? ભગવાન કરે નામદાર કોર્ટ આ વિશે વિચારે તો સારું....
No comments:
Post a Comment