Tuesday, April 6, 2010

પતિ-પત્ની અને કંકાસ...એકબીજાના પર્યાયી ???

તારીખ ૩ એપ્રિલ ૨૦૧૦ ના સંદેશ ન્યુઝ પેપરમાં આવેલ દિલ દહેલાવનાર ધટના એટલે દીલ્વીરર્સીન્ઘ નામના યુવાનને અપાતો છેલ્લા એક વર્ષથી ત્રાસ. દીલ્વીરર્સીન્ઘને છેલ્લા એક વર્ષથી તેના જ ઘરના એક રૂમમાં બંધ નજરકેદ રાખવામાં આવેલ. તેને જે રૂમમાં રાખેલ તે રૂમ માં લગભગ ૬-૭ ફૂટ જેટલા ઉંચા ઉધઈના રાફડાઓ અને તરસ લાગે તો પીવામાટે પાણીની વ્યવસ્થા જ નહી પાણી પીવા માટે સંડાસ કે બાથરૂમના નળમાંથી આવતાં પાણીનો જ ઉપયોગ કરવો પડે.જમવા માટે ઘરનાએ જમ્યા પછી કાઇ વધ્યું ઘટ્યું હોય તો તે ડીશોમાંથી ખાઈ લેવાનું અને દિવસ પસાર કરવાનો. બહારની કોઈ વ્યક્તિ-મિત્રો દીલ્વીરર્સીન્ઘને મળી ન શકે તે માટે તે ઓરાળાને ૨૪ કલાક બંધ રાખવામાં આવતો. દીલ્વીરર્સીન્ઘ એટલે એક સમયે વેસ્ટર્ન ઝોનમાંથી રણજીટ્રોફી અન્ડર ૧૯ રમી ચુકેલ અને સચિન-કામ્બલી જેવા મહાન ક્રિકેટરના રૂમ પાર્ટનર તરીકે રહેલ ગાંધીનગરનો તરવરિયો યુવાન. તેને આવી આકરી સજા કરનાર કોણ હોય ? કેવી દુશ્મની હશે કે તેને સતત એક વર્ષથી આવી યાતનાઓ ભરેલ નજર કેદ ? થોડા સમય માટે વિચારશૂન્ય બની જવાય તેવી આ ઘટનાને અંજામ આપનાર અન્ય કોઈ નહી પરંતુ તેની પોતાની પત્ની રાજ્વીનદાર કૌર. દીલ્વીરર્સીન્ઘ ના લગ્ન રાજ્વીનદાર સાથે ૨૦૦૬ મા થયેલ અને પતિની સંપતિ પર પત્ની સિવાય કોઈ જ અધિકાર નથી તેવું માનતી પત્ની એ દીલાવીન્દરને પરિવાર, મિત્રો અને સમાજથી તો દૂર કાર્યો સાથે સાથે અપાર યાતનાઓ આપી. દીલ્વીરર્સીન્ઘના માતા લંડન રહેતા હોઈ રાજ્વીનદાર કોઈના કોઈ બહાને રૂપિયા લાવી પોતાના પરિવાર(પિયર પક્ષ) સાથે વૈભવી જીવન જીવે. અંતે દીલ્વીરર્સીન્ઘની ૨૦ લાખની વિમાની રકમ હડપવાના બાદ ઈરાદાથી પતિને મારવા આવી યાતનાઓ આપવાનું શરૂ કર્યું. દીલ્વીરર્સીન્ઘના પડોશીઓને આ અંગે જાણ થતાં કોઈએ તેની માતાને યુ.કે ફોન કરી વાતની જાણ કરતાં માતા તુરંત ગુજરાત આવી ગાંધીનગર પોલીસનો સંપર્ક કરી પોલીસ દ્વારા સમયસર પગલા લેવાતા દીલ્વીરર્સીન્ઘને યાતનાઓમાંથી છોડાવ્યો. જયારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે રાજ્વીનદારને જાણ થઇ જતા પરિવાર સાથે ભાગવા નીકાલાતીજ હતી અને પોલીસ દ્વારા પકડાઈ ગઈ. ૧૦૮ કિલો વજન વાળા દીલ્વીરર્સીન્ઘનું વજન ૪૦ કિલો થઇ ગયેલ. કદાચ પત્નીના ત્રાસમાંથી સમય સર મુક્ત ન થયો હોત તો ...!! આવી ઘટનાઓ સમયે માનવ અધિકાર પંચ તેમજ મહિલા મંચના તક સાધુ હોદ્દેદારો ક્યાં ખોવાઈ જાય છે તે જ સમજાતું નથી. છેલ્લા કેટલાંક મહિનાઓથી પત્ની દ્વારા પતિ પરનો ત્રાસ આપણે છાસ વારે સમાચાર પત્રોમાં વાંચીએ છીએ. હવે સમાજને સુસંસ્કૃત રાખવો હશે તો કોર્ટે પણ કાયદાઓમાં બદલાવ લાવવોજ પડશે. કાયદાઓનો દૂર ઉપયોગ કરી સરળ પતિઓને માથાભારે પત્નીઓ અને તેના પિયરીયા નો ત્રાસ હવે સામાન્ય બનતો જાય છે.

મારા સંપૂર્ણ પરિચયમાં એક (આદર્શ કહી શકાય ) શિક્ષક એટલે માનવ. અગાઉ માનવના જીવનની કેટલીક સત્ય ઘટનાઓ-વાતો મેં મારા આ બ્લોગ પર મૂકેલ. માનવ એટલે કોઈ કારણસર સાસરિયાનો અળખામણો જમાઈ. માનવ પરની ઈર્ષા ને લીધે તેના સાસરીયાઓએ માનસીને એટલી હદે ચડાવી કે માનસી સતત ઝગડાઓ કરી જુદી જુદી શરતો મૂકી તેના આઠ વર્ષના દીકરાને માનવ પાસે છોડી જતી રહી. માનવ જાણતો હતો કે માનસીના માતા પિતા બહેન, બનેવી આ બધું કરવી રહ્યા છે અને માનસી તેમની સાથે જ હોઈ તેને સમજાવી શકાય તેમજ નથી આમ છતાં માનવે માનસીને માનવી પોતાના ઘરે પાછી લાવવા તમામ પ્રકારના પ્રયત્નો કર્યા. પરંતુ માનસી માને ખરી ? નિર્દયી અને ક્રૂર સગાઓ માનસીને તેના આઠ વર્ષના દીકરા હર્ષને પણ ન મળવા દેતા. આઠ વરસનો હર્ષ ફોન કરી માનસીને મળવા આજીજી કરેતો માનસી સારી ભાષામાં સમજાવી સમય નથી , આગળના દિવસે ફોન કરવો જેવી વાતો થી હર્ષને મળવાનું ટાળે. હવે તો હર્ષ પણ તેની માતાને સમજી ગયેલ અને માટે જ તેને પણ માતાનો સંપર્ક કરવાનું બંધ કર્યું. માંનાસીનું નામ લેતા હર્ષ ખીજાઈ જાય અને જગ્યા છોડી અન્ય જગ્યાએ જતો રહે. બાળમાનસ પર કેવી ક્રુરતા ? કહેવાય છે કે ગલુંડીયાના જન્મ પછી કોઈ તેની નજીક આવે તો કુતરી કરડવા જાય પરંતુ આ તો માનસી અને તેનો પરિવાર...પશુઓ કરતાં પણ નિમ્ન વિચારધારા ધરાવનાર પરિવાર. આઠ વર્ષના પોતાના સંતાન ને જો છોડી શકે તો પતિને તો શું પ્રેમ આપ્યો હોય ? માનવના નજીકના પડોશી અને માનસીએ (પોતાના નાટકોમાં સહકાર મળી રહે તેવા બાદ ઈરાદાથી ) જેમને ધર્મના ભાઈ કહેલ તેઓ તેમની પત્ની સાથે માનસીને સમજાવવા ગયા ત્યારે માનસીના બહેન દ્વારા સમજાવનારા ધર્મના ભાઈ-ભાભીને જ મારા પતિનો સ્વભાવ બહુ ખરાબ, ગુસ્સા વાળો છે હવે પછી કોઈ આવશે તો ટાંટિયા ભાંગી નાખશે ( જોકે માનસીની બહેને એ કબલ્યું કે તેના પતિનો સ્વભાવ ખરાબ, ગુસ્સા વાળો છે છતાં આ સ્વભાવને તે અનુકુળ બની રહી પરંતુ તેની જ બહેનને પ્રતિકુળ બનવાની રમતો શીખવી તેના સંસારને સળગાવ્યો... કુદરત તેને માફ કરે કારણ આ તો ત્રણ માનવના જીવન ને બર્બાદ કરવાનું મહાપાપ કહેવાય ) જેવી ધમકી આપતા માનવે ન છુટકે માનસીને જીવનભર ભૂલવાનું નક્કી કરી પોતાનું નવું જીવન શરૂ કરવા નિર્ણય કાર્યો. આમ પિયર પક્ષ દ્વારા ચડામણી પોતાની દીકરી-જમાઈ અને તેના આઠ વર્ષના સંતાન ના જીવન ને બર્બાદ કાર્યો.માનવની પત્ની તેનાજ પિયર પક્ષના પરિવારના સભ્યોની ચડામાણીમાં આવી પોતાને મળતા પ્રેમભર્યા જીવન ને સ્વીકારી તેમના બહેન બનેવીના બનાવટી પ્રેમને વશ ન થઇ હોત તો કદાચ...માનસી ને તેના બહેન હંમેશા કાયદો-હક જ સમજાવતા, ફરજ નહી. કદાચ કાયદાઓ માનસીને માનવની ધન દોલત અપાવશે પરંતુ તેના પતિનો પ્રેમ, સંતાન નું સુખ કે સમાજ માં ગૌરવવન્તુ સ્થાન તો નહી જ ને ? મહિલાઓ માટે જ કામ કરતી સંસ્થાઓ એ વિચારવું જ રહ્યું કે આવા સંસ્કારહીન લોકો તેમના કાયદાઓનો આટલો દૂર ઉપયોગ પણ કરતાં હોય છે.

માનસી એક આદર્શ પત્નીતો ન બની શકી પરંતુ ઘરની તમામ જવાબદારી મોટી વહુ તરીકે લેનાર મોટી વહુ, એક આદર્શ માતા અને હવે તો એક સ્ત્રી પણ ન બની શકી. જે સ્ત્રી અવાર-નવાર જાતે જ કારણો ઉભા કરી પોતાના દીકરાને છોડી પિયર જતી રહેતી હોય તે સ્ત્રી માનવને પતિ તરીકે કેવી રીતે સ્વીકારે ?માનવના પરિવારને પોતાનો માની સ્વીકારે ? કદાચ ઘરે પાછી આવે તો માત્ર પોતાના સ્વાર્થ ખાતર જ પ્રેમ પૂર્વક તો નહી જ....આમ વિચારી માનવે કાયમ માટે માનસીને ભૂલવાનો સંકલ્પ-દૃઢ નિશ્ચય કર્યો...

એવું નથી કે બધીજ સ્ત્રીઓ ખરાબ હોય છે, પરંતુ હા એવું કહી શકાય કે મોટેભાગે કેટલીક ભણેલી સ્ત્રીઓ અને તેનો પરિવાર કાયદોનો ગેરલાભ જરૂર લેતા હોય છે.

ગઈકાલે બપોર એક વાગે કલોલ અમ્બીકાનગરના બસ સ્ટેન્ડથી ડીસાથી આવેલ મારા મીત્ર ભાવેશભાઈ પંડ્યાને લઇ અમદાવાદ જવાનું થયું. બસસ્ટેન્ડ પર આવી કાળઝાર ગરમીમાં અમારી નજર પડી પાણીના પાઉચ વેચતી એક મહિલા ઉપર. તે મહિલા પોતે ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો જતા હોવા છતાં પાણીના પાઉચ વેચતા.તેમનો પતિ કોઈ બીમારીથી ચાલી શકતો ન હોઇ તે સ્ત્રી જાતે જયારે જયારે બસ કે અન્ય વાહન આવે ત્યારે દોડી પાણી વેચવા જતી.તેની હાલત જોઈ અમારા મિત્ર ભાવેશભાઈ ના મનના શબ્દો સરી પડ્યા કે જુવો તે મહિલાના આખા આ પરિવારમાં કોઈને પગરખા પહેરવાની સાહયબીનું પણ સુખ નથી.આવી મહિલાને મનોમન વંદન કરી ગાડીમાં પાણીની બે બોટલ હોવા છતાં પાંચ છ પાઉચ લઇ અમે અધ:પતન થતાં સમાજને કોણ બચાવશે ? કેવી રીતે સમાજ સાચા અર્થમાં સુધારશે તેની ચિંતા કરતાં કરતાં અમે અમદાવાદ જવા નીકળ્યા..

2 comments:

Rakesh Nvndsr said...

Well, heart touched and heart ache too....................!!!!!!!!!

MANAN said...

heart touching end!!!!!!!!