ગુણોત્સવ દરમિયાન શાળા કક્ષાએ અધિકારીશ્રી આવે ત્યારે સાંજે SMC તેમજ ગ્રામજનોની બેઠકમાં શાળાની પ્રવૃત્તીઓની ઝાંખી કરાવતું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજુ કરવું, જેથી આવનાર અધિકારીશ્રી અને ગ્રામજનો આપણી શાળાકીય પ્રવૃત્તિથી વાકેફ થાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં શાળાની પ્રવૃત્તિ સાથે એક ફોટોગ્રાફ મૂકી સંક્ષિપ્તમાં માહિતી આપવી. નીચેની બાબતો પ્રેઝન્ટેશનમાં સાંકળી શકાય. આમ કરવાથી થોડા સમયમાં આપણે શાળાકીય પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી શકીએ અને મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છીએ તે પણ જણાવી શકાય.
Ø ગુણોત્સવ લોગો સાથે શાળાનું નામ
Ø પ્રવેશોત્સવ
Ø મીના કેમ્પેઈન
Ø ગણિત વિજ્ઞાન પ્રદર્શન
Ø રમતોત્સવ (ગત વર્ષ)
Ø ખેલ મહાકુંભ
Ø વિવિધ ઉત્સવોની ઉજવણી જેવા કે રક્ષા બંધન, નવરાત્રી, શિક્ષકદિન વગેરે...
Ø શાળામાં થતા નવતર પ્રયોગો
Ø શાળામાં કરેલ પ્રોજેક્ટ કાર્ય
Ø પ્રાર્થના તથા સાંસ્કૃતિક કાર્યક્રમ
Ø પ્રાયોગિક વર્ગ કાર્ય
Ø મધ્યાહ્નન ભોજન
Ø શાળામાં તિથી ભોજન
Ø શાળા પરિસરનો શૈક્ષણીક ઉપયોગ
Ø શાળાબાગ,કિચન ગાર્ડન, ઔષધીય બાગ, ઇકો ક્લબ તેમજ શાળા પરિસર
Ø વિદ્યાર્થી પ્રોફાઈલ,પોર્ટફોલીઓ,વાલી સંપર્ક
Ø શિક્ષકો તથા બાળકો દ્વારા ટી.એલ.એમ.નિર્માણ તેમજ વર્ગમાં ઉપયોગ
Ø SMC તાલીમ અને મીટીંગ
Ø વિકલાંગ બાળકોનું શિક્ષણ, મળેલ લાભો
Ø ગુણોત્સવ વાતાવરણ નિર્માણ અંતર્ગત શાળા કક્ષાએ કરાયેલ કામગીરી
Ø બાળકોનું કોમ્પ્યુટર શિક્ષણ
Ø વિજ્ઞાન ના પ્રયોગો તેમજ પ્રવૃત્તિ દ્વારા વર્ગકાર્ય
Ø શાળા આરોગ્ય ચકાસણી
Ø વિદ્યાર્થીનીઓને વોકેશનલ તાલીમ
Ø શાળા બહારના વિદ્યાર્થીઓ માટે વિશેષ કામગીરી જેવા કે STP વર્ગ, માઈગ્રેશન કાર્ડ વગેરે
Ø બાળમેળો
Ø પ્રવાસ, પર્યટન
Ø શાળા કક્ષાએથી કરાયેલ વિદ્યાર્થી, વાલી કે SMC એક્ષપોઝર વિઝીટ
Ø વાંચે ગુજરાત અંતર્ગત સ્પર્ધાઓ
Ø પ્રશ્નમંચ
Ø મુલ્ય વર્ધિત પ્રવૃત્તિઓ જેવી કે, રામહાટ,આજનો ગુલાબ,આજનો દીપક,અક્ષય પાત્ર વિગેરે
Ø લોક ભાગીદારી
Ø વિદ્યાલક્ષ્મી બોન્ડ
No comments:
Post a Comment