શાળાઓને અપાતી વાર્ષિક ગ્રાન્ટ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓને દર વર્ષે નીચે જણાવેલ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કેટલીક ગ્રાન્ટ (મીનામંચ, રમતા રમતા, એક્ષ્પોઝર વિગેરે) સિલેક્ટેડ શાળાઓ માટે હોય છે તેનો ઉલ્લેખ નથી કર્યો.
- - પ્રવેશોત્સવ માટે રુ ૫૦૦/-
- - ફર્સ્ટ એઈડ માટે રુ ૫૦૦/- (પ્રાથમિક ઉપચાર ની પ્રાથમિક આરોગ્ય સેન્ટર ન આપે તે દવાઓ વિગેરે માટે, ટીન્ચર,પાટા,બેન્ડેજ,વિગેરે PHC માંથી મેળવી શકાય.)
- - સેનિટેશન બ્લોક સફાઈ માટે રુ ૪૮૦૦/- (એસીડ,ફિનાઈલ વિગેરે લાવવા માટે.)
- - એલ.ઈ.પી. (ગણિત-વિજ્ઞાન મંડળ) રુ ૩૦૦૦/-
- - શાળા નિભાવણી ગ્રાન્ટ ( ૩ ઓરડા ઘરાવતી શાળા માટે) રુ ૭૫૦૦/-
- - શાળા નિભાવણી ગ્રાન્ટ ( ૩ ઓરડાથી વધુ ઓરડા ધરાવતી શાળા માટે) રુ ૧૫૫૦૦/-
- - શાળા વિકાસ ગ્રાન્ટ પ્રાથમિક શાળા (ધોરણ- ૧ થી ૫) માટે રુ ૫૦૦૦/- ઉચ્ચતર પ્રાથમિક શાળા (ધોરણ- ૬ થી ૮) માટે રુ ૭૦૦૦/-
- - ટી.એલ.એમ. ગ્રાન્ટ રુ.૫૦૦/- શિક્ષક દીઠ
- - ઇન્સ્પયાર એવોર્ડ રુ ૧૦૦૦૦/-
- - બાળમેળો રુ ૫૦૦/-
- - ઇકો ક્લબ માટે શાળા દીઠ ૩૫૦/-
- - ધોરણ ૮ નવીન ખોલાયુ હોય ત્યાં રુ ૧૫૦૦૦/- ટી.એલ.ઈ ગ્રાન્ટ (એક વાર)
- આ ઉપરાંત શાળા બાંધકામ, રીપેરીંગ માટે જીલ્લા કક્ષાએથી જરૂરિયાત મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
શાળા કક્ષાએ અદ્યતન સુવિદ્યાઓ, સહાય આપી શિક્ષકની દરેક જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. આપણે જાણીએ છીએ તે મુજબ જીલ્લા કક્ષાએથી માન.જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની સાહેબ, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હર્ષદગીરી ગોસ્વામી સહે અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.એમ.જાની સાહેબ પોતાની ટીમ એજ્યુકેશન સાથે સતત ગુણવત્તા સુધારણા માટે કાર્યરત છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સુધારણા તેમજ ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે જીલ્લાના ૧૫૫ સી.આર.સી કૉ ઓર્ડીનેટર્સ, ૧૧ બીઆર.સી. કૉ ઓર્ડીનેટર્સ, ૧૬ કેળવણી નિરિક્ષક, ૧૧ ડાયટ લાયઝન, કાર્યરત હોવા છતાં બુદ્ધિજીવી, અનુભવી અધિકારી, માર્ગદર્શક જીલ્લાના ૭૭૦૦ શિક્ષકો સાથે મળી વર્ષે ૧૫ થી ૨૦% શાળાની ગુણવત્તામાં વૃદ્ધિ ન કરી શકે ?? આજે જિલ્લામાં એવી કેટલી શાળાઓ જ્યાં સમાજની અપેક્ષા મુજબ તમામ વિદ્યાર્થીઓ વાંચી, લખી અને ગણી શકે છે ? પરિક્ષના પરિણામમા ૭૦% ગુણ લાવનાર વિદ્યાર્થી ક્યારેક વાંચી પણ શકતા નથી જે વાસ્તવિકતા આપણે સ્વીકારીએ છીએ. જિલ્લામાં અનુભવી, ઉચ્ચ શિક્ષણ લીધેલ લગભગ ૭૭૦૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનો છે અને ૨,૨૯,૫૯૯ વિદ્યાર્થીઓ. વિચારવા જેવો કોયડો નથી લાગતો ? શું આ કારણે તો ગુણોત્સવ નથી ને ?? જરા વિચારીએ...
No comments:
Post a Comment